મર્ડર@રિવરફ્રન્ટ - 30 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડર@રિવરફ્રન્ટ - 30

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:30

નિત્યા મહેતા ને મરક્યુરી ધરાવતું ઘાતક ઝેર આપી મારી નાંખ્યા બાદ એ હત્યારો નક્કી સમયે નિત્યા ની લાશ નો નિકાલ કરવાની યોજના બનાવીને બેઠો હોય છે.તો રાજલ પણ પોતાની ટીમ સાથે ચુસ્ત રીતે એલર્ટ બની રિવરફ્રન્ટ ફરતે ચોકીપહેરો ગોઠવી બેઠી હોય છે..આજની રાત કોને કેટલી ભારે પડવાની હતી એનો ફેંસલો ટૂંક સમયમાં આવી જવાનો હતો.

રાતનાં બે વાગે જેવું મોબાઈલનું એલાર્મ વાગ્યું એ સાથે જ એક ઝાટકે એ હત્યારો બેઠો થઈ ગયો..પોતાનો ચહેરો પાણી થી ધોઈ ફ્રેશ થઈ એ નિત્યા ની લાશ જ્યાં પડી એ ટોર્ચર રૂમમાં ગયો..નિત્યા અત્યારે મૃતપાય હાલતમાં સાંકળો વડે બંધાયેલી હતી..એનો ચહેરો ઝેરની અસરથી આછો વાદળી થઈ ગયો હતો..એનાં હાથ અને પગ પર બળવાનાં નિશાન એને ભોગવેલી નર્કથી ખરાબ સજાની સાબિતી હતાં.

નિત્યા ની લાશ ને સાંકળોની કેદમાંથી મુક્ત કર્યા બાદ એ હેવાને લેઘરનાં હાથમાં ગ્લોવસ પહેર્યાં અને પછી નિત્યા ને ઉપાડીને પાર્કિંગમાં પાર્ક કરેલી પોતાની કાર જોડે લાવ્યો..ત્યાં લાવી એને નિત્યા નો મૃતદેહ કાર જોડે મુક્યો અને પછી કારની ડેકી ખોલી..કારની ડેકીમાં નિત્યા ની વિકૃત હાલતમાં મોજુદ લાશને રાખી એ હત્યારો પોતાની જ ધુનમાં પોતાની કાર લઈને નીકળી પડ્યો રિવરફ્રન્ટ તરફ જતાં રસ્તા પર.

અત્યાર સુધી રાજલ અને સમસ્ત પોલીસ ટીમને પોતાનાં ઈશારે નચાવતો રહ્યો હોવાનાં લીધે એ હત્યારો વધુ પડતાં આત્મવિશ્વાસ થી તરબતર હતો..અને જ્યારે આત્મવિશ્વાસ વધુ પડતો થઈ જાય ત્યારે એ આત્મવિશ્વાસ ઓછો અભિમાન વધુ બની જાય છે..જો અભિમાન તો લંકાપતિ રાવણ નું પણ નહોતું રહ્યું તો એ હત્યારો પણ પોતાનાં અભિમાનનાં લીધે પરાસ્ત થવાનો તો હતો.. પણ એ સમય ખરેખર ક્યારે આવશે એ નક્કી નહોતું.

વધતી દરેક મિનિટ ચિંતાની હજારો લાગણીઓને લઈને આવી રહી હતી..રાજલ પોતાનાં સ્ટાફને વારંવાર સમજાવી આવનારી મુસીબતની તૈયારી કરવાનો સબક શીખવાડી ચુકી હતી..રાજલનાં પ્લાન મુજબ ઈસ્ટ રિવરફ્રન્ટ પોલીસ ઈન્ચાર્જ મુકેશ ચૌધરીની મદદ મેળવીને મનોજ અને સંદીપ ઈસ્ટ રિવરફ્રન્ટ પર ચાંપતી નજર રાખીને બેઠાં હતાં.

મુકેશ ચૌધરી, સંદીપ અને મનોજે પોતપોતાની રીતે એ લોકો કુલ કેટલાં વિસ્તારમાં ફરતાં રહેશે એની ડિસ્કશન કરી લીધી હતી..ઈસ્ટ રિવરફ્રન્ટ વિસ્તાર ને પોલીસ છાવણીમાં તબદીલ કરી ચુક્યાં હતાં.. એમનાં વિચારે એમની બાજ નજર હેઠળ હવે એક નાનકડું પક્ષી પણ એ તરફ તો ફરકી શકે એમ નહોતો.

હવે વેસ્ટ રિવરફ્રન્ટ પર ફરજ બજાવતી એસીપી રાજલ માટે પરિસ્થિતિ વધુ કઠિન હતી..કેમકે પૂર્વ તરફ તો ઈસ્ટ રિવરફ્રન્ટ પોલીસ ઈન્ચાર્જ મુકેશ ભાઈ સંદીપ અને મનોજ ની સાથે જ હતાં પણ આ તરફ તો રાજલ માટે બધું આકરી કસોટી સમાન તો હતું જ..કેમકે સિનિયર ઇન્સ્પેકટનાં નામે તો એ ત્યાં એકલી જ હતી..કેમકે જોડે બીજાં 7-8 પોલીસ વાળાં તો હતાં પણ બધાં ખાલી કોન્સ્ટેબલ હતાં.

રાતનાં બે વાગી ચુક્યાં હતાં અને સાબરમતી નદી પરથી આવતો ઠંડો પવન તન અને મનને ભીંજવી રહ્યો હતો..રાજલે ગણપતભાઈ ની આગેવાનીમાં એક ટીમ ને વાસણા આંબેડકર બ્રિજથી લઈને એલિસબ્રિજ સુધીનાં રિવરફ્રન્ટ વિસ્તારની દેખરેખમાં રાખી જતી..જ્યારે પોતે એલિસબ્રિજ થી લઈને સુભાષબ્રિજ સુધીનાં રિવરફ્રન્ટ ની ચોકી પહેરામાં રહેવાની જવાબદારી પોતાનાં શિરે ઉઠાવી હતી.

આ સિવાય વિનય મજમુદાર નાં અંડર આવતાં વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ ની પણ બે PCR વાન એમની રોજની જગ્યાએ ગોઠવાયેલાં હતાં.. હવે આટલી બધી સિક્યુરિટી હોવાં છતાં જો એ રિવરફ્રન્ટ સિરિયલ કીલર જો અહીં આવી નિત્યાની લાશને ફેંકીને જતો રહે તો એ વાત પોલીસનાં ગાલ ઉપર સણસણતો તમાચો હતી.

રાજલ પોતાની રીતે એ દાનવ ને પકડવાની તૈયારી કરીને બેઠી હતી તો બીજી તરફ જેનામાં ડર કે ભય ની લાગણી નો છાંટો પણ નહોતો એવો એ રિવરફ્રન્ટ સિરિયલ કિલર નિત્યાની લાશને લઈને પોતાનાં બંગલા ઉપરથી નીકળી પડ્યો હતો રિવરફ્રન્ટ તરફ..એની જોડે એક નકશો હતો જેમાં એ ગાડી ચલાવતી વખતે જોતો રહેતો.

આ નકશા પર જુદી જુદી જગ્યાઓ માર્કર વડે પોઈન્ટ કરેલી હતી અને ત્યાં એ હત્યારા નો શિકાર થયેલાં દરેક વ્યક્તિનાં નામ હતાં.. ખુશ્બુ સક્સેના,મયુર જૈન,વનરાજ સુથાર અને હરીશ દામાણી ની લાશ એને જ્યાં ફેંકી હતી એ સઘળી જગ્યાઓ પર લાલ કલરની માર્કર થી ક્રોસ નું નિશાન બનાવી જોડે વિકટીમનાં નામ મોજુદ હતાં.

આવું જ એક બીજું ક્રોસનું નિશાન બનેલું હતું ગાંધીબ્રિજ ની જોડે આવેલાં રિવરફ્રન્ટ ગાર્ડન અને બોટિંગ પોઈન્ટ ની વચ્ચે..અને એની જોડે લખ્યું હતું નિત્યા મહેતા..જેનો અર્થ હતો કે હવે એ હત્યારો નિત્યાની લાશ ને માર્ક કરેલી જગ્યાએ ફેંકવાનો હતો.. એનાં મગજમાં એને બધું જ નક્કી કરેલું હતું..જેમકે કોની હત્યા એ કરવાનો હતો,કઈ રીતે કરવાનો હતો અને એની લાશ ને એ ક્યાં ફેંકવાનો હતો.અત્યાર સુધી પાંચ હત્યાઓ કરવાં છતાં એનાં આયોજનમાં કોઈ તકલીફ નહોતી આવી કે ફેરફાર નહોતો થયો.

આજે પણ મ્યુઝિક પ્લેયર પર ધીરા અવાજે ફિલ્મી ગીતોની મજા લેતો લેતો એ જુના વાડજ સર્કલથી આગળ આવી રિવરફ્રન્ટ માં પ્રવેશ કરતાં રસ્તે પ્રવેશ્યો..અહીંથી એને જ્યાં લાશ ફેંકવાની હતી એ સ્થળ માંડ બે કિલોમીટર દૂર હતું..રસ્તામાં પોલીસ ની PCR વાન એની નજરે ચડી જે રિવરફ્રન્ટ માર્ગ શરૂ થતો ત્યાં જ ઉભી હતી.PCR વાનમાં મોજુદ કોન્સ્ટેબલો પોતાની ડ્યુટી બજાવવાનાં બદલે ભેગાં થઈ મોબાઈલમાં લુડો રમી રહ્યાં હતાં.

આટલી રાતે આવેલી કાર એમની સામેથી પસાર થઈ છતાં એમનાંમાંથી કોઈએ એ સિરિયલ કિલરની કાર રોકવાની તસ્દી ના લીધી..એ પગાર ખાતર નોકરી કરતાં કોન્સ્ટેબલો નાં લીધે બે રોકટોક એ હત્યારો નિત્યાની લાશ નો નિકાલ કરવાં માટે પોતાની નક્કી કરેલી જગ્યા તરફ અગ્રેસર થયો.

રાજલને ખબર હતી કે PCR વાનમાં મોજુદ કોન્સ્ટેબલ પોતાની ડ્યુટી વ્યવસ્થિત નથી નિભાવતાં..એટલે એને શંકરભાઈ નામનાં કોન્સ્ટેબલ ને પોતાની રીતે ત્યાં પહેલેથી જ ગોઠવી રાખ્યો હતો..જેવી એ હત્યારા ની કાર રિવરફ્રન્ટ રોડ ઉપર ચડી એ સાથે જ શંકરભાઈ એ એસીપી રાજલનો નંબર ડાયલ કર્યો.

"મેડમ એક સિલ્વર કલરની કાર હમણાં જ રિવરફ્રન્ટ માર્ગ ઉપર આવી છે..'રાજલનાં ફોન રિસીવ કરતાં જ શંકરભાઈ બોલ્યાં.

"Ok.."રાજલે વાત કરવામાં વધુ સમય બગાડવાનાં બદલે એ કાર જે તરફથી આવી રહી હતી એ તરફ પોતે પોતાની બુલેટ ને દોડાવી.

જે વખતે રાજલ પર શંકરભાઈ નો કોલ આવ્યો ત્યારે એ એલિસબ્રિજ અને નહેરુબ્રિજની વચ્ચે મોજુદ હતી..રાજલનાં મગજમાં અત્યારે ઘમાસાણ મચેલું હતું..જો એ સિરિયલ કિલર જ હતો તો પોતે એને કોઈપણ ભોગે જતો નહીં જ કરે એનો મક્કમ નિશ્ચય કરી રાજલે બુલેટ ને ફૂલ સ્પીડમાં ભગાવી મૂકી હતી.

આ બધાં વચ્ચે ઇન્સ્પેકટર વિનય મજમુદાર પણ પોતાની બાઈક પર સવાર થઈને પેટ્રોલિંગ પર મોજુદ કોન્સ્ટેબલ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવે છે કે નહીં એ ચેક કરવાં PCR વાન ઉભી હતી ત્યાં આવી પહોંચ્યો..વિનય ને જોતાં જ વાનમાં બેસેલાં બધાં કોન્સ્ટેબલ હરકતમાં આવી ગયો.. વિનય નાં બાઈક ઉભી રાખતાં જ એમને વિનયને સલામ કરી.

વિનય જોડે રિવરફ્રન્ટ સિરિયલ કિલરની ફાઈલ ના હોવાં છતાં એને પણ મનમાં હતું કે આ કેસ પોતે સોલ્વ કરે..એટલે જ એ ગમે તે રીતે આ કેસ ઉપર નજર રાખીને બેઠો હતો..એની જોડે પણ આ કેસ પર રાજલ શું કાર્યવાહી કરી રહી હતી એની પણ રજેરજની માહિતી હતી.

"શું કરો છો બધાં..?"બાઈક ઉભી રાખતાં જ રુવાબથી વિનયે પૂછ્યું.

"બસ સાહેબ કંઈ નહીં.."એક કોન્સ્ટેબલ બોલ્યો.

"તો કંઈક કરવાનું રાખો..આમ આખી રાત નવરાં બેસી ગપ્પાં મારવાનો સરકાર પગાર નથી આપતી.."વિનય કડકાઇથી બોલ્યો.જેનાં જવાબમાં કોઈ કોન્સ્ટેબલે એક હરફ પણ ના ઉચ્ચાર્યો.

"અહીંથી કોઈ પસાર થયું..કાર કે કોઈ બીજું વાહન લઈને.?"એ બધાં કોન્સ્ટેબલનાં નીચે નમેલાં ચહેરા જોતાં વિનયે પૂછ્યું.

વિનયનાં સવાલનાં જવાબમાં એક કોન્સ્ટેબલ જવાબ આપતાં બોલ્યો.

"હા,સર એક સિલ્વર કલરની કાર હમણાં જ ગઈ.."એક કોન્સ્ટેબલ જવાબ આપતાં બોલ્યાં.

"તમે એ કાર ને ચેક કરી..?"સિલ્વર કલરની જ એક કાર નો ઉલ્લેખ વારંવાર એ સિરિયલ કિલર સાથે સંકળાયેલો હોવાથી કોન્સ્ટેબલ નાં મોંઢે સિલ્વર કારની વાત સાંભળી વિનયે અધીરાઈ સાથે પૂછ્યું.

લુડો રમવામાં વ્યસ્ત કોન્સ્ટેબલમાંથી કોઈએ કાર જોવાની તસ્દી લીધી નહીં હોવાથી એ બધાંનાં ચહેરા પર હવાસીયા ઉડવા લાગ્યાં..એ જોઈને વિનય સમજી ગયો કે આ બધાં નકારા કોન્સ્ટેબલમાંથી કોઈએ પોતાની ફરજ નિભાવવાની તકલીફ નહોતી લીધી.

"તમારી માં ને તો.."એમનાં નૂર વગરનાં ચહેરા તરફ જોઈને ગંદી ગાળ આપતાં વિનય બોલ્યો..અને તાત્કાલિક પોતાની બાઈકને એ સિરિયલ કિલરની કાર જે તરફ ગઈ હતી એ દિશામાં ભગાવી મૂકી.

*********

એસીપી રાજલ અને ઇન્સ્પેકટર વિનય મજમુદાર ને પોતાની હાજરીનો અણસાર આવી ગયો છે એ વાતથી બેખબર સિરિયલ કિલર પહોંચી ગયો હતો ગાંધી બ્રિજ પહેલાં આવતાં રિવરફ્રન્ટ ગાર્ડનની નજીક..રાતનો સન્નાટો અને સિરિયલ કિલરનો ખૌફ હોવાથી કોઈપણ વ્યક્તિ રિવરફ્રન્ટ રોડ ઉપર થઈને રાતે પસાર થવાનું ટાળતી.

અત્યારે પણ એ હત્યારાની કાર સિવાય બીજુ કોઈ વેહિકલ આખાં રિવરફ્રન્ટ પર નજરે નહોતું પડી રહ્યું..એને પોતાની કારને પોતાની નક્કી કરેલી જગ્યાએ થોભાવી..કારમાં ઉતરી એ કિલરે આજુબાજુ નજર કરીને જોઈ લીધું કે ત્યાં કોઈ વ્યક્તિ મોજુદ તો નથી..કોઈ પોતાને નથી જોઈ રહ્યું એની સંપૂર્ણ ખાતરી કરી લીધાં બાદ એને પોતાની કારની ડેકી ખોલી અને એમાંથી નિત્યા ની લાશને કાઢી અને બહાર લાવીને એકજેક્ટ નક્કી કરેલી જગ્યાએ રાખી દીધી..આમ કર્યાં બાદ એ કાતીલે પોતાની કારનો આગળનો દરવાજો ખોલી એમાંથી ગિફ્ટ બોક્સ નીકાળ્યું અને એને લાશની જોડે રાખવાં જતો હતો ત્યાં એનાં કાને બુલેટ ની ઘણઘણાતી નો અવાજ આવ્યો.

એ હત્યારો જાણતો હતો કે રાજલ બુલેટ રાખે છે..અને આ બુલેટ લઈને રાજલ જ આવી રહી હોવી જોઈએ એમ વિચારી એ હત્યારા એ હળબળાટમાં પોતાની જોડે રહેલ ગિફ્ટબોક્સ ને નિત્યા ની લાશ જોડે છૂટું ફેંકી પોતાની કારમાં બેસી ગયો..આજે પ્રથમ વખત એ સિરિયલ કિલરનાં ચહેરા પર છટપટાટ જોવા મળી રહ્યો હતો.

કારમાં બેસતાં જ એને જોયું કે બુલેટ ની હેડલાઈટ નો પ્રકાશ એની સામેની તરફથી આવી રહ્યો હતો..જોડે જોડે બુલેટનાં સાયલેન્સર નો અવાજ પણ તીવ્ર થઈ રહ્યો હતો..રઘવાઈને એ કિલરે પોતાની કારનાં એક્સીલેટર પર પગ મૂક્યો અને કારને બુલેટની સામે ની દીશામાં ભગાવી મૂકી..થોડી આગળ પહોંચી એને ઉસ્માનપુરા તરફ જતાં રસ્તા જોડે જમણી તરફ ટર્ન લઈ પોતાની કારને જે તરફથી આવ્યો હતો એ દિશામાં ભગાવી મુકી.

એ હત્યારા ને એમ હતું કે પોતાની કારમાં એ રાજલને ચકમો આપીને નીકળી જશે..અને એટલે જ એ પાછો વાડજ તરફ નીકળતાં રિવરફ્રન્ટ રોડ ઉપર પોતાની કાર લઈને ભાગ્યો..પણ એની બધી ગણતરી એ જોઈ ખોટી પડી કે થોડી આગળ જ એક પોલીસ ઇન્સ્પેકટર પણ પોતાની બાઈક લઈને એની સામે આવીને ઉભો રહ્યો.

એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ વિનય મજમુદાર હતો..જે કોન્સ્ટેબલ દ્વારા સિલ્વર કલરની કાર રિવરફ્રન્ટ માર્ગ પર ગઈ હોવાની માહિતી આપતાં જ પોતાની બાઈક લઈને સીધો નીકળી પડ્યો હતો રિવરફ્રન્ટ રોડ ઉપર..અને રસ્તો ખાલી હોવાથી વિનયે પોતાની બાઈક રોંગ સાઈડ પર ભગાવી મૂકી હતી.

આજ કારણથી અત્યારે વિનય એ રિવરફ્રન્ટ સિરિયલ કિલરની કારની સામે આવીને ઉભો રહી ગયો હતો..એ હત્યારા એ વિનયને સામે બાઈક લઈને ઉભેલો જોઈ જોરદાર બ્રેક મારી પોતાની કારને થોભાવી..આમ કરવાં જતાં કારનાં ટાયર રોડ સાથે ઘસડવાનો તીવ્ર અવાજ સંભળાયો.

કાર થોભાવી એ કાતીલે કારનાં સાઈડ મીરરમાંથી પાછળ ની તરફ નજર કરી..રાજલ પોતાનું બુલેટ લઈને એની તરફ આવી રહી હતી એ જોઈ એ હત્યારાનો ચહેરો પરસેવે રેબઝેબ થઈ ગયો..ગાડીનું ફૂલ AC પણ એનો પરસેવો રોકવામાં અસફળ રહ્યો..પાંચ લોકોની કરપીણ હત્યા કરનારો એ કાતીલ અત્યારે પોતાની જાતને બંને તરફથી ઘેરાયેલી જોઈ દિશાશુન્ય બની ગયો હતો.

રાજલે જોયું કે એક સિલ્વર કાર એનાં બુલેટથી પચાસેક મીટર દૂર મોજુદ હતી..રાજલને મનથી વિશ્વાસ હતો કે નક્કી આ કાર એ સિરિયલ કિલરની જ છે..રાજલે બુલેટની હેડલાઈટનાં પ્રકાશમાં જોયું કે એ ગાડી ઉપર applied for registration લખ્યું હતું..ગાડી ની આગળ એક બાઈક ઊભેલું પણ રાજલને નજરે પડ્યું..જેને કોઈ પોલીસ ઓફિસર લઈને આવ્યો હતો એ વિનયની ખાખી વરદી પરથી રાજલ સમજી ગઈ હતી.. પણ વિનય નો ચહેરો હજુ એને સરખો જોયો નહોતો.

"આગળ કૂવો છે અને પાછળ ખાઈ છે.."પોતાનાં દાંત ને કચકચકવતા એ હત્યારો મનોમન બોલ્યો.

"તું જે કોઈપણ છે એ પોતાની જાતને પોલીસને હવાલે કરી દે..નહીં તો."પોતાની બાઈક પરથી ઉતરતાં વિનય જોરથી બોલ્યો.

વિનય નાં અવાજ ઉપરથી રાજલ સમજી ગઈ કે હત્યારા ની કાર ની સામે અત્યારે વિનય મોજુદ હતો..અને એથી જ એ હત્યારો ત્યાં ઉભો રહી ગયો હતો..રાજલનાં ચહેરા પર ચમક પથરાઈ ગઈ અને એને પણ પોતાનું બુલેટ અટકાવ્યું અને સિરિયલ કિલરની કાર તરફ આગળ વધી.વિનયે પણ રાજલને જોઈ લીધી હતી..સિરિયલ કિલરને પકડી પોતાને મળવાનો જશ પણ રાજલ અહીં લેવાં આવી પહોંચી હતી એ વિચારી વિનય મનોમન રાજલને ભાંડવા લાગ્યો..છતાં અત્યારે એ કાતીલ ને પકડવો જરૂરી હતું એટલે વિનય હાથમાં રિવોલ્વર લઈ ગાડીની તરફ આગળ વધ્યો.

આગળની તરફથી વિનય અને પાછળની તરફથી રાજલ પોતપોતાનાં હાથમાં સર્વિસ રિવોલ્વર લઈને મોજુદ હતાં એ જોઈ એ હત્યારા નાં મગજમાં એક દાવ રમવાનો વિચાર આવ્યો અને એને કારની આગળ નાં ભાગમાં પડેલી માસ્ક પહેર્યું અને ઉપર જોઈ મનોમન ભગવાનને પ્રાર્થના કરતાં બોલ્યો.

"ભગવાન મને માફ કરી દેજે.."

આટલું કહી એ હત્યારો લુચ્ચું હસ્યો અને પોતાની ગરદન આમ તેમ ઘુમાવી પોતાનાં મનમાં ચાલતાં વિચારને અમલમાં મુકવાનું નક્કી કર્યું..!!

★★★★

વઘુ આવતાં ભાગમાં.

એ હત્યારો છટકવામાં સફળ રહેશે કે પછી રાજલનાં હાથે પકડાઈ જશે..?શું એ નિત્યા બાદ એનાં બીજાં બે શિકાર ને મારવાં માટે બચી જશે..?આખરે કોણ હતો એ સિરિયલ કિલર..?ગિફ્ટ બોક્સમાં આવતી અલગ-અલગ રંગની રિબિનનું રહસ્ય શું હતું .?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન.આર.પટેલ (શિવાય)