મર્ડર @ રિવરફ્રન્ટ - 6 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડર @ રિવરફ્રન્ટ - 6

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:6

ખુશ્બુ સક્સેના કેસની ફાઈલ હાથમાં આવતાં જ રાજલ એક્શનમાં આવી જાય છે..ખુશ્બુનાં ઘરેથી જરૂરી માહિતી મેળવી રાજલ ગેલેક્સી કોલ સેન્ટરમાં પહોંચે છે જ્યાં ખુશ્બુ કામ કરતી હોવાની વાત એનાં ઘરેથી જાણવાં મળે છે..કોલ સેન્ટરનો મેનેજર પ્રુફ સાથે સાબિત કરે છે કે ખુશ્બુ નામની કોઈ યુવતી ત્યાં ક્યારેય કામ જ નહોતી કરતી..રાજલ નાં આગમન બાદ જયદીપ થોડો ચિંતિત જરૂર હોય છે.

ગેલેક્સી કોલ સેન્ટરમાંથી નિરાશા હાથ લાગ્યાં બાદ રાજલ સંદીપ અને ગણપતભાઈ સાથે જીપમાં બેસી પુનઃ નવરંગપુરા પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી..રાજલ નહોતી આવી ત્યાં સુધી બધો સ્ટાફ પણ પોલીસ સ્ટેશન હાજર હતો..રાજલ નો કડક સ્વભાવ એ ઘરે ના જાય ત્યાં સુધી બાકીનાં સ્ટાફને પણ ત્યાં રોકી રાખવાં કાફી હતો.

રાજલ આવીને સીધી પોતાની કેબિનમાં ગઈ..ગણપતભાઈ અને સંદીપ પણ રાજલની પાછળ-પાછળ એની કેબિનમાં જઈને બેઠાં.રાજલ નાં ચહેરા પર મોજુદ વ્યગ્રતા એ દર્શાવવા કાફી હતી કે અત્યારે એનાં મગજમાં શું ચાલી રહ્યું હતું.

"મેડમ,ખુશ્બુ ખોટું કેમ બોલી હતી એ સમજાતું નથી..?"સંદીપ રાજલની તરફ જોતાં બોલ્યો.

"એ તો હું પણ ક્યારનુંય વિચારું છું કે ખુશ્બુ ખોટું કેમ બોલી હશે..અને એને ગેલેક્સી કોલ સેન્ટરનું નામ જ કેમ આપ્યું હશે એ સમજાતું નથી..આ ઉપરાંત જો ખુશ્બુ ગેલેક્સી કોલ સેન્ટરમાં જોબ નહોતી કરતી તો પછી એ ક્યાં જોબ કરતી હતી એ શોધવું જ રહ્યું..મને તો ખુશ્બુનાં સામાન્ય ઘરમાં અમુક મોંઘી વસ્તુઓ જોયાં બાદ એ જાણવું છે કે આખરે ખુશ્બુ કરતી શું હતી..કેમકે એનાં પિતા એક પ્યુન છે અને એક સામાન્ય પ્યુન આટલી બધી વસ્તુઓ વસાવી શકે એ શક્ય નથી.."પોતાનાં બંને હાથની કોણી ટેબલ પર મૂકી બંને હાથની આંગળીઓ એકબીજામાં ભરાવી રાજલ વિચાર વિમર્શ કરતાં બોલી.

"હા મેડમ..મને પણ ખુશ્બુ નાં ઘરે એ મોંઘા સોફા,ટીવી અને એર કંડીશનર જોઈ વિચિત્ર જરૂર લાગ્યું હતું.."સંદીપ પણ રાજલની વાત સાથે સહમત થતાં બોલ્યો.

"સંદીપ તારે અને ગણપત ભાઈએ કાલ સાંજ સુધીમાં બે વસ્તુઓ વિશે માહિતી એકઠી કરવાની રહેશે.."રાજલ કંઈક વિચારી બોલી.

"હા,બોલો ને મેડમ.."સંદીપ અને ગણપતભાઈ એક સુરમાં બોલી પડ્યાં.

"ગણપતભાઈ તમારે ખબરી નેટવર્ક નો ઉપયોગ કરીને રાજલ હકીકતમાં શું કરતી હતી એની માહિતી એકઠી કરવાની છે..અને ઓફિસર સંદીપ તમારી જોડે જે ખુશ્બુ નો કોન્ટેકટ નંબર છે એની ડિટેઈલ કઢાવવાની છે.."રાજલ બોલી.

"સારું મેડમ..અત્યારે જ હું અબ્દુલ ને કહી ખુશ્બુ સક્સેના શું કરતી અને ક્યાં જોબ કરતી બધી જ માહિતી એકઠી કરવાનું કહી દઉં..કાલે સાંજે તો ખુશ્બુ સક્સેના વિશેની રજેરજની માહિતી આપણી પાસે હશે.."ગણપતભાઈ જોશમાં આવી બોલ્યાં.

"હું પણ IT વિભાગને જાણ કરી અંકિતે જે નંબર આપ્યો ખુશ્બુ નો એની ડિટેઈલ કઢાવું.."સંદીપે કહ્યું.

"સારું ત્યારે હવે નવ વાગવા આવ્યાં..હું નીકળું.."આટલું કહી રાજલ પોતાની જગ્યાએથી ઉભી થઈ અને ત્યાંથી બુલેટ પર બેસી પોતાનાં ફ્લેટ પર જવા રવાના થઈ.

*********

નરોડાનાં માધવ ઉદ્યાન ની નજીક આવેલાં વનરાજ કોમ્પ્લેક્સ નાં બેઝમેન્ટમાં અત્યારે એક વ્હાઇટ શર્ટ અને ગ્રે ફોર્મલ પેન્ટ પહેરેલો એક વ્યક્તિ ઉભો હતો..એનાં હાથમાં અત્યારે સાન્ટા કલારા સિગાર મોજુદ હતી..જેનાં કશ લેતાં લેતાં એ એક ગાડીને ટેકો દઈને ઉભો હતો..સિગરેટ નાં કશ ની સાથે એ ડોકું આમ થી તેમ હલાવતો પોતાની જ ધુનમાં એક ગીત ગાઈ રહ્યો હતો.

"आज की रात कोई आने को है

रे बाबा, रे बाबा, रे बाबा

इंतज़ार और थोड़ा इंतज़ार

आज की रात कोई आने...

उसे आने तो दे, ओ दिल-ए-बेक़दर

फिर कर लेना जी भर के प्यार

शुबू शुबू शुबू..."

અચાનક એનાં કાને લિફ્ટ નાં નીચે બેઝમેન્ટમાં આવવાનો અવાજ પડ્યો..એને સિગાર નો એક છેલ્લો કસ ભરી એને નીચે ફેંકી એની ઉપર પોતાનાં પાર્ટીશૂઝ બૂટ નો ભાર મુકી ઓલવી દીધી.સામેથી એક હાથીનાં બચ્ચા જેવું ભારેખમ શરીર ધરાવતો એક વ્યક્તિ આવી રહ્યો હતો..મોટું માથું અને કદાવર કાયા લઈને એ વ્યક્તિ ડોલતો ડોલતો પેલો સિગાર પીનાર વ્યક્તિ જ્યાં ઉભો હતો એ તરફ આવી રહ્યો હતો.

સિગાર પીનારો વ્યક્તિ હવે એક ધ્યાને પેલાં સ્થૂળકાય વ્યક્તિને જોઈ રહ્યો હતો..શાંત દેખાતી એની ચમકતી આંખો અત્યારે કોઈ નવાં ચક્રવાત ની આગાહી કરી રહી હતી..એ વ્યક્તિ કંઈક ગહન મનોમંથન કરી રહ્યો હતો કે એને હવે શું કરવાનું છે.

એને આજુબાજુ નજર ઘુમાવી પહેલાં તો આખાં બેઝમેન્ટમાં નજર ફેરવી લીધી કે અંદર કોઈ અન્ય વ્યક્તિ મોજુદ છે કે નહીં..પોતાનાં અને એ સ્થૂળકાય વ્યક્તિ સિવાય ત્યાં કોઈ હાજર નથી એની સંપૂર્ણ ખાતરી કરી લીધાં બાદ એ વ્યક્તિએ પોતાનાં ખિસ્સામાંથી એક બે હજારની નોટ કાઢી અને પેલાં વજની વ્યક્તિ તરફ આગળ વધ્યો..જેવો એ એની જોડેથી પસાર થયો એ સમયે ખૂબ નજાકતથી એને એ નોટ પેલાં જાડા વ્યક્તિની નજીક ફેંકી દીધી.

"તમારી 2000 ની નોટ પડી ગઈ.."થોડે દુર પહોંચી પેલાં સ્થૂળકાય વ્યક્તિને અવાજ આપતાં એ વ્યક્તિ બોલ્યો.

"અરે હા..thank you so much."એ 2000 ની નોટ પોતાની નથી એ જાણવાં છતાં એ હસતાં હસતાં એ સ્થૂળ વ્યક્તિ એ નોટ લેવાં નીચે નમ્યો..જેવો જ એ નીચે નમ્યો એ સાથે જ પેલાં સિગાર પીનારાં વ્યક્તિએ પોતાની જોડે રહેલ એક સ્પ્રેની બોટલમાંથી સ્પ્રે એ સ્થૂળ વ્યક્તિનાં ચહેરા પર છાંટયો.

સ્પ્રેની અસર થતાં જ એ સ્થૂળકાય વ્યક્તિ પોતાની જગ્યાએ જ ઢળી પડ્યો..એનાં નીચે પડતાં જ પેલો વ્યક્તિ એને ઢસેડીને એક ગાડી જોડે લઈ ગયો અને પછી મહામહેનતે એને ઉપાડી પોતાની ગાડીનાં પાછળનાં ભાગમાં નાંખ્યો...ગાડીમાં નાંખ્યા બાદ એ સ્થૂળ વ્યક્તિનો મોબાઈલ કાઢી એને સ્વીચઓફ કરી બેઝમેન્ટમાં જ મોજુદ એક ડસ્ટબીનમાં રાખી દીધો..અને પછી હસતાં હસતાં પોતાની ગાડી સ્ટાર્ટ કરી અને એને ભગાવી મૂકી પોતાનાં ગંતવ્ય સ્થાને.

*********

આ તરફ સંદીપ અને ગણપતભાઈ ને ખુશ્બુ મર્ડર કેસ અંતર્ગત જરૂરી કામ સોંપ્યા બાદ રાજલ પોતાનાં ફ્લેટ પર પહોંચીને થોડો નાસ્તો કરીને સુઈ ગઈ..ઊંઘતા ઊંઘતા પણ ખુશ્બુનાં ભાઈ અંકિત નો અવાજ એનાં કાને પડઘાય રહ્યો હતો..એક માસુમ યુવતીની આવી ઘાતકી હત્યા કરનારાં વ્યક્તિને પોતે કોઈ કાળે નહીં છોડે એવું રાજલે મક્કમ મને વિચારી લીધું હતું.

સવારે ઉઠી થોડી એક્સસાઈઝ કરી સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિ પતાવી રાજલ નીકળી પડી પોતાની બુલેટ પર સવાર થઈને પોલીસ સ્ટેશન જવાં.. આજે દિવસભર રાજલ થોડાં કામમાં વ્યસ્ત રહી એટલે ખુશ્બુ મર્ડર કેસ વિશે વિચારવાનો સમય ના મળ્યો..પણ જેવી સાંજે એ સોલા હાઇકોર્ટથી એક કામ પૂર્ણ કરી પોલીસ સ્ટેશન આવી એ સાથે જ એને તાત્કાલિક સંદીપ અને ગણપતભાઈ ને પોતાની કેબિનમાં આવવાનું કહેણ મોકલાવી દીધું.

રાજલનો આદેશ મળતાં જ તાબડતોડ ઓફિસર સંદીપ અને હેડ કોન્સ્ટેબલ ગણપતભાઈ રાજલની કેબિનમાં આવી એની સામેની ખુરશીમાં ગોઠવાઈ ગયાં હતાં.

"ઓફિસર,ખુશ્બુની કોલ ડિટેઈલ આવી ગઈ..?"રાજલે સંદીપ ને ઉદ્દેશીને પૂછ્યું.

"હા,મેડમ આ રહી કોલ ડિટેઈલ.."રાજલની તરફ એક કાગળ લંબાવતાં સંદીપ બોલ્યો.

રાજલે સંદીપનાં હાથમાંથી એ કાગળ લીધાં બાદ પોતાની આંખો ઝીણી કરી એમાં રહેલાં કોલડિટેઈલ ઉપર ઉપરછલ્લી નજર ફેંકી..રાજલની આંખો અચાનક એક નંબર પર સ્થિર થઈ ગઈ..આ કોલથી રાજલનો ફોન સ્વીચ ઓફ થયો એનાં પહેલાં સળંગ બે વખત કોલ કરવામાં આવ્યો હતો..પહેલાં એની લાશ મળી એનાં આગળનાં દિવસે સાંજે છ વાગ્યાં આજુબાજુ અને પછી રાતે નવ વાગ્યાં આજુબાજુ..એ નંબર પરથી કોલ કરનાર વ્યક્તિ જ ખુશ્બુ ની મોત માટે જવાબદાર હતો એવું તરત જ રાજલ સમજી ગઈ અને સંદીપ ની તરફ જોઈને બોલી.

"ઓફિસર મને લાગે છે આ જે છેલ્લો કોલ કર્યો છે એજ વ્યક્તિ ખુશ્બુ ની મોત પાછળ જવાબદાર હોવો જોઈએ.."

"મેડમ,મને પણ એવો જ વિચાર આવ્યો હતો એટલે મેં એ નંબરની ડિટેઈલ કઢાવી જોઈ.."સંદીપ બોલ્યો.

"વેરી ગુડ..તો શું ખબર પડી એ નંબરની ડિટેઈલ પરથી..?"રાજલે આશાભરી નજરે સંદીપ તરફ જોયું.

"મેડમ,એ નંબર અત્યારે સ્વીચ ઓફ થઈ ગયો છે..એ નંબર જેનો છે એ વ્યક્તિનો મોબાઇલ પંદર દિવસ પહેલાં ગુમ થઈ ગયો હતો..અને એ દિવસથી આ નંબર વાળું સિમ ઉપયોગમાં નહોતું આવ્યું..આનો ઉપયોગ ખાલી ખુશ્બુ જોડે એ દિવસ પૂરતી વાત કરવાં જ થયો હતો.."સંદીપ નાં અવાજમાં સહેજ હતાશા ભળેલી હતી.

"મતલબ કે કાતીલ બે સ્ટેપ આગળનું વિચારે છે.."પોતાનાં હાથની આંગળીઓ ટેબલ પર અથડાવતાં રાજલ બોલી..પછી એને ગણપતભાઈ તરફ જોયું અને પૂછ્યું.

"ગણપતભાઈ.. તમને મેં ખુશ્બુ હકીકતમાં શું કરતી અને એ જોબ કરતી તો ક્યાં કરતી એની માહિતી મેળવવાં કહ્યું હતું તો એ વિશેની માહિતી મળી.."

"અરે મેડમ..એવી ખબર મળી છે કે તમે સાંભળશો તો વિશ્વાસ જ નહીં કરો.."ગણપતભાઈ ઉત્સાહમાં આવી બોલ્યાં.

"એવી તો શું માહિતી લાવ્યાં છો તમે ખુશ્બુ વિશે..?"રાજલે સવાલ કર્યો.

"મેડમ,અબ્દુલે જણાવ્યું કે આ ખુશ્બુ ની ચાલ ચલગત કોલેજ ટાઈમથી જ સારી નહોતી..પૈસાદાર છોકરાં જોડે લફરાં કરવાં એની આદત બની ગઈ હતી..કોલેજ પછી પણ પોતાનાં મોંઘા શોખ પૂરાં કરવાં એ રૂપલલના બની ગઈ..અને પૈસા માટે દેહ વ્યાપાર કરાવતી થઈ ગઈ.."અબ્દુલ ખરેખર જોરદાર માહિતી એકઠી કરીને લાવ્યો હતો.

"એટલે જ એનાં મધ્યમ આર્થિક સ્થિતિ ધરાવતાં ઘરમાં મોંઘી વસ્તુઓનો ઢેર હતો.."રાજલ ધીરે રહીને બોલી.

"પણ મેડમ આ ખુશ્બુ એ ગેલેક્સી કોલ સેન્ટરનું જ નામ કેમ આપ્યું હશે..?સંદીપે મનમાં ચાલતો સવાલ રાજલને પૂછી લીધો.

સંદીપ ની આ વાત પર રાજલ થોડો સમય મનોમંથન કરતી રહી..અચાનક કંઈક યાદ આવતાં રાજલે કોમ્પ્યુટર ઓન કર્યું અને ગૂગલ પર જઈને કંઈક સર્ચ કર્યું..બાદમાં સંદીપ તરફ જોઈને એ બોલી.

"સંદીપ આ કોલ લિસ્ટમાં જો તો 856239064 નંબર છે..?"

સંદીપે બારીક નજરે બધાં નંબરને જોતો રહ્યો..અચાનક એ જોશમાં આવી બોલ્યો..

"હા મેડમ..આ નંબર પર ખુશ્બુ ને છેલ્લાં મહિનામાં બે વખત વાત થઈ છે..પણ આ નંબર છે કોનો..?"સંદીપે રાજલ તરફ જોઈને પૂછ્યું.

"આ નંબર ગેલેક્સી કોલ સેન્ટરનાં મેનેજર જયદીપ વ્યાસનો છે..આ જયદીપ પણ ખુશ્બુ નો રેગ્યુલર કસ્ટમર હતો..આપણે ત્યાં ગયાં ત્યારે એનાં ચહેરા પર નો ખૌફ અને કપાળ પર વારંવાર ઉભરી આવતાં પ્રસ્વેદ બિન્દુઓ જોઈ હું એ તો સમજી ગઈ હતી કે આ જયદીપ ખુશ્બુ ને ગમે તે રીતે ઓળખતો જરૂર હતો.."સંદીપની વાત નો જવાબ આપતાં રાજલ બોલી.

"તો શું મેડમ..જયદીપે જ આ ખુશ્બુ ને મારી નાંખી હશે..?"ગણપતભાઈ બોલ્યાં.

"ના આ જયદીપે ખુશ્બુ ની હત્યા નથી કરી..એ તો ફક્ત એનો ગ્રાહક હતો..જેને અમુક કલાકો નાં બદલે રૂપિયા આપી બધું ભૂલી જવાથી નિસ્બત હતી..ખરો કાતીલ એ જ છે જેને એક ચોરીનાં મોબાઈલ અને સિમ વડે ખુશ્બુ ને કોલ કરી બોલાવી..પછી કોઈ વીરાન જગ્યાએ લઈ ગયો અને ત્યાં ખુશ્બુ નું ટોર્ચર કરી એની વાયગ્રા ની ગોળીઓનો ઓવરડોઝ આપી હત્યા કરી દીધી."પોતાની તાર્કિક દલીલ રજૂ કરતાં રાજલ બોલી.

"તો હવે આગળ શું કરીશું મેડમ..આ કેસ તો ડેડ પોઇન્ટ પર આવીને ઉભો રહી ગયો.."સંદીપ હતાશ સ્વરે બોલ્યો.

"ઓફિસર ઘણી વખત આપણે જેને ડેડ એન્ડ માની ઓળંગવાની કોશિશ પણ નથી કરતાં તે જ હકીકતમાં મંજીલ સુધી પહોંચવાનું છેલ્લું પગથિયું હોય છે..ક્યાંક તો એને ભૂલ કરી હશે અને એ જ ભૂલ એને કાળ કોટડીમાં ના લાવે તો મારું નામ રાજલ નહીં.."રાજલ મક્કમ સ્વરે બોલી.

ત્યારબાદ ગણપતભાઈ અને સંદીપ રાજલની કેબિનમાંથી બહાર નીકળી ગયાં.. રાજલે બીજું કલાક જેટલું કામ કર્યું અને પોતે પણ ઘરે જવા નીકળી પડી..ઘરે જઈને એને બધું કામ પતાવી નકુલને કોલ કર્યો..નકુલ જોડે થોડી જરૂરી-બિનજરૂરી વાતો કર્યાં બાદ રાજલે પથારીમાં લંબાવ્યું..સૂતાં સૂતાં ઓ. એનાં મનમાં એ જ સવાલ હતો.

"કે આખરે એક કોલગર્લ નું કોઈ આવી ઘાતકી રીતે ખૂન પણ કરે અને વળી પોતાને પકડવાની ચેલેન્જ પણ કરે..નક્કી એ કોઈ સામાન્ય હત્યારો નથી..નજીકમાં જ એ પકડાઈ જશે અથવા તો કોઈ અન્ય વ્યક્તિ પણ એનાં શૈતાની દિમાગનો ભોગ જરૂર બનશે."આવાં જ વિચારો કરતાં કરતાં રાત તો જેમ તેમ કરી પસાર થઈ ગઈ.

સવારે સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિ પૂર્ણ કર્યાં બાદ રાજલ બાઈક પર સવાર થઈને મેટ્રો નાં રૂટે રૂટે જતાં સિંગલ પટ્ટી રોડ પર થઈને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ.આજ નો આ દિવસ રાજલ માટે કંઈક નવું જ આશ્ચર્ય લઈને આવવાનો હતો એ વાતથી રાજલ બેખબર હતી.

★★★★★

વઘુ આવતાં ભાગમાં.

રાજલ કઈ રીતે કાતીલ સુધી પહોંચશે....?પેલાં કિડનેપ સ્થૂળકાય વ્યક્તિનું શું થશે.?રાજલ એ ખુશ્બુનાં કાતીલ સુધી પહોંચી શકશે...?ગિફ્ટ બોક્સમાં વિચિત્ર વસ્તુઓ મોકલવા પાછળ કાતીલ નો ઉદ્દેશ શું હતો.?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)