અતુલના સંસ્મરણો ભાગ ૨ Umakant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતુલના સંસ્મરણો ભાગ ૨

શ્રી ભગુભાઈ મિસ્ત્રી. એ અતુલનું એક વિચક્ષણ પાત્ર.તેમની હાસ્યપ્રધાન રમુજો અને હાજર જવાબી બેનમૂન. કોઈ પણ સમસ્યાનો ઉકેલ તેમને હોઠે.અકબરના દરબારમાં જે સ્થાન બીરબલ શોભાવતો તે સ્થાન અતુલમાં શ્રી ભગુભાઈ શોભાવતા. લાયન્સ ક્લબ વલસાડના તે સભ્ય હતા અને તેમાં તેઓ ટેઈલ ટ્વિસ્ટર તરીકે સેવાવૃત હતા. બી.પી.તેમની કેટલીક રમુજો ફ્ક્ત ગપ્પાજ હોય. આથી તેઓ ભગુભાઈ ગપોડી તરીકે વધુ જાણીતા હતા. તેઓ એવી સીફતથી વાત કરી સામા માણસને શીશાંમાં ઉતારી દે કે તેની સમજમાં ના આવે.

અંગ્રેજી કહેવત"An empty mind is Devil's work shop" એટલે લોકોને પ્રવૃતશીલ રાખવા માટે જુદા જુદા મંડળો ચાલે. સાંકૃતિક પ્રવૃત્તિઓ માટે' ઉત્કર્ષ,'બાળ પ્રવૃત્તિઓ માટે 'ઉદય,' રમત ગમત માટે 'ઉલ્હાસ જીમખાના,' સ્ત્રી પ્રવૃત્તિઓ માટે 'ઊર્મિ મંડળ,' વિજ્ઞાનિક વિષયો માટે 'વિજ્ઞાન મંડળ' વગેરે વગેરે. 'વિજ્ઞાન મંડળ'ના સેક્રેટરી શ્રી આર.એસ. શાહ. વર્ષ દરમ્યાન વિવિધ પ્રવૃતિઓ ચાલે અને વર્ષ આખરે એન્યુઅલ ડે ઉજવાય. બહારથી કોઈ નાંમાંકિત વ્યક્તિને આમંત્રિત કરી તેમનું લેક્ચર અને અંતે એન્યુઅલ ડીનર.

આ સમયે સ્વ. ઈંદિરા ગાંધીએ કટોકટી જાહેર કરેલી, આથી જાણીતી વ્યક્તિ આમંત્રણ સ્વીકારી આવવા રાજી નહિ; બધાને ડર કે કદાચ તેમના વ્યક્તવ્યમાં કોઈ સરકારી ટિકા થઈ જાય તો સીધા જ જેલના સળીયા પાછળ જવું પડે. એન્યુઅલ ડે નજીક આવતો ગયો અને મુખ્ય મહેમાનનું ઠેકાણું નહિ. રસિકભાઈ શાહ મુંઝાય. શ્રી ભગુભાઈ વલસાડ લાયન્સ ક્લબના મેમ્બર. તેમણે શ્રી ભગુભાઈને વાત કરી. ભગુભાઈએ ગોળો ગબડાવ્યો. અરે શાહ તેમાં શું ગભરાઓ છો, હું પાન મુન જ્હોન*ને ફોન કરી બોલાવીશ. શ્રી રસિકભાઈ સીધા સાદા અને ભોળા. તેમને હૈયે ટાઢક થઈ.

(*The former village, 53 kilometers north-northwest of Seoul and 10 kilometers east of Kaesong.)

The village, a small cluster of fewer than ten huts, is on the south side of the Kaesong-Seoul road on the west bank of the Sa'cheon stream. Meetings of the Military Armistice Commission took place in several tents set up on the north side.

એન્યુઅલ ડેની તારીખ નક્કી થઈ ગઈ હતી, બે દિવસ પહેલાં તેમણે શ્રી ભગુભાઈને પુછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તે હમણાં બહુ બીઝી છે, પણ તમે ગભરાશો નહિ હું વ્યવસ્થા કરૂં છું. સીબાતુલ કમ્પનીના મેનેજીંગ ડીરેક્ટર શ્રી અમુલભાઈ નાયકનો તેમને વિચાર આવ્યો, તેઓ કોઈ કામ પ્રસંગે અતુલની બહાર હતા. અને તેઓ તો વળી ઘરના જ - આપણી કમ્પનીના જ ગણાય, ઘરનો જોગી જોગટો.- તે શોભે નહિ

આખરે તેમની નજરે શ્રીમતિ ઈન્દુ બહેન નાયક ચઢ્યા. આથી તેમણે તેમના પત્ની શ્રીમતિ ઈન્દુબહેન નાયકને મુખ્ય મહેમાન તરીકે નિયુક્ત કરી આમંત્રણ આપ્યું. તેમણે તેમને ચીફ ગેસ્ટ તરીકે થવા સમજાવ્યા. ઈન્દુ બહેન સીધા સાદા તેમણે કહ્યું કે મેં કોઈ ભાષણ કર્યું નથી મને ભાષણ કરતાં ના આવડે. તેમણે કહ્યું કશો વાંધો નહિ, તમને વાંચતાં તો આવડે ને ? હું તમને લખી આપીશ તે તમારે વાંચી જવાનું. આમ રકઝકને અંતે તેમને મુખ્ય મહેમાનનો તાજ પહેરાવ્યો.

તેમણે સ્ટેજ ઉપર પગ મુક્યો, અને શ્રોતાઓએ તાળીઓ પાડી તેમના આગમનને વધાવ્યું તેમણે હળવું સ્માઈલ આપી તેનો પ્રત્યુત્તર અપ્યો. શ્રી ભગુભાઈએ માઈક ઉપર તેમનો ટુંક પરિચય આપી તેમને ભાષણ કરવા વિનંતિ કરી ઈન્દુબહેન તેમના હાથમા કાગળ લઈ પહેલું પાનું તો સારી રીતે વાંચી ગયા. શ્રોતાઓએ તાળીયો પાડી તેમને વધાવી લીધા .પોતાના ભાષણનો પ્રત્યાઘાત જોવા તેમણે ઑડિયન્સ સામું જોયું, અને પાનું ફેરવવાનું ચુકી ગયા, અને ભૂલથી તેનું તે જ પાનું ફરીથી વાંચવાનું ચાલુ કર્યું, શ્રોતાઓએ તો તેમની ભૂલ પકડી હસાહસ અને તાળીયો પાડવા માંડી; પણ તેઓ સમજ્યા કે લોકોને મારું ભાષણ સારું લાગે છે તેથી લોકો હસે છે અને તાળીઓ પાડે છે. ભગુભાઈના ખ્યાલમાં આવ્યું અને તેઓ સ્ટેજ પર જઈ તેમના હાથમાંથી પેપર લઈ પાનું ફેરવી વાંચવા કહ્યું.

આમ શ્રી ભગુભાઈ, બીરબલે શ્રીમતિ ઈન્દુબહેન તથા શ્રી રસિકભાઈ શાહબે જણાને બે શીશામાં ઉતારી "વીજ્ઞાન મંડળ" ની લાજ રાખી પ્રસંગ શોભાવ્યો.