Featured Books
શ્રેણી
શેયર કરો

અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૧0

પ્રકરણ ૧0 શ્રી બી. એન. જોષી.

अ બોસી ઝમ

પદોન્નતિ ધીમે ધીમે થાય અને નાના પદ ઉપરથી મોટા પદ પર જવું સારૂં અને હિતાવહ છે. આ સત્ય મને નોકરીના આખરી વર્ષોમાં સમજાયું. શેઠ શ્રી કસ્તુરભાઈની ઓળખાણ અને લાગવગથી આવ્યો હતો તેથી મને સીધો જ એક નાના "થાયો સલ્ફેટ" પ્લાન્ટના ઇન-ચાર્જ કેમીસ્ટ તરીકે મુક્યો હતો. ટોપ મેનેજમેન્ટથી સીધીજ નીમણુંક થઈ થવાથી મારે નશીબે શીફ્ટની નોકરી આવી જ નહિં અને જે અનુભવ મળવો જોઈએ તે મળ્યો નહિં.

કૉલેજમાંથી સીધો જ ઈન્ડસ્ટ્રીમાં તેથી ઈન્ડસ્ટ્રીઅલ લાઈફ કેવી હોય તેનું સહેજે પણ જ્ઞાન નહિં. કૉલેજમાં કાચના વાસણો.(બીકર, પીપેટ,બ્યુરેટ, જેવા) નાના કદના વાસણોમાં ડેમોન્ટ્રૅટરની દેખરેખ હેઠળ પ્રયોગો કરેલા. અહિં તો મોટા મોટા જાયન્ટ સાઈઝના વેસલ્સ, અને મોટાં મોટાં રીએક્ટરો, ટબ, ટેન્ક, ફીલ્ટરપ્રેસ, કોમ્પ્રેસર, સેન્ટ્રીફ્યુઝ, ઈવેપોરેટર વગેરે વગેરે. કેમીકલ રીએક્શન કેવી રીતે થાય, કોને કહેવાય અને કેવા હોય તેનો પ્રત્યક્ષ અનુભવ થયો.

શેઠ શ્રી સિધ્ધાર્થભાઈને આ પ્લાન્ટમાં વિશેષ રસ હોવાથી હું તેમના ડાયરેક્ટ સંપર્કમાં રહ્યો તે વખતે શ્રી એસ.કે રામન (કેમીકલ એન્જીનીઅર) તે પ્લાન્ટના ઇન-ચાર્જ હતા અને શ્રી એમ.એસ.પટેલ તેમના આસીસ્ટન્ટ હતા.શ્રી રામન કેમીકલ એન્જીનીઅર હોવાથી તેમને એન્જીનીઅરીંગ ડીપાર્ટમેન્ટમાં અને શ્રી એમ.એસ.પટેલને અતુલ અને આઈ સી આઈ ની ભાગીદારીમાં શરૂ થયેલી "અટીક ઈન્ડસ્ટ્રીઝ"માં ટ્રાન્સફર કર્યા. આમ મને એક સ્વતંત્ર પ્લાન્ટ સોંપ્યો.

નાની નાની બાલિકાઓ ઘરમાં ઘર ઘર રમતાં રમકડાંનાં નાનાં નાનાં વાસણો તપેલી, સાંડસી, તવો, તવેતો, વગેરેથી રમત રમતાં રમતાં જ્યારે ઉમર લાયક થતાં ઘર સંસાર માડે ત્યારે સાસરે આવે અને સાસુ રસોડાનો ચાર્જ સોંપે અને તેને જે મુંઝવણ થાય તેવી દશા થાય તેવી મારી દશા હતી.

મારા હાથ નીચે ૩૨ માણસો હતા. આમ મને શરૂઆતમાં બેઝીક ટ્રેઈનીંગ જેવું કશું મળ્યું નહિ. મુખ્ય ઑપરેટર એક પારસી સજ્જન શ્રી ધનજીશા ફરેદુનજી સંજાણા હતા. ઉંમરમાં મારા કરતાં મોટા હોવા છતાં પારસી કોમની શાલીનતા અને સૌજન્ય વ્યવહારલક્ષી અભિગમથી મને માર્ગદર્શન આપતા અને તેથી મને ઘણી રાહત રહેતી. સ્ટાફ ઉપર તેમનો સારો કાબુ હતો.

ટોપ મેનેજમેન્ટથી સીધીજ નીમણુંક થઈ થવાથી મારે નશીબે શીફ્ટની નોકરી આવી જ નહિં અને જે અનુભવ મળવો જોઈએ તે મળ્યો નહિં.કૉલેજમાંથી સીધો જ ઈન્ડસ્ટ્રીઅલ લાઈફ કેવી હોય અને કેમીકલ રીએક્શન કેવી રીતે થાય, મોટાં મોટાં રીએક્ટરો, ટબ, ટેન્ક, વેસલ, ફીલ્ટરપ્રેસ, કોમ્પ્રેસર, સેન્ટ્રીફ્યુક્ષઝ, ઈવેપોરેટર કોને કહેવાય અને કેવા હોય તેનો પ્રત્યક્ષ અનુભવ થયો.

શરૂ શરૂમાં ભૂલો પણ થતી. તેથી બાજુના પ્લાન્ટમા કામ કરતા મી બી.એન.જોષીને મને મદદ કરવા જણાવવામાં આવ્યું. 'હલકાને હવાલદારી મળી.'

" ઓછું પાત્ર ને અદકું ભણ્યો

વઢકણી વહુએ દીકરો જણ્યો

મારકણો સાંઢ ચોમાસું માલ્યો

કરડકણો કૂતરો હડકવા હાલ્યો

મર્કટ ને વળી મદિરા પીએ

અખા એથી સૌ કોઈ બીએ "

આ મી. બી.એન. જોષી તો મારા ઉપર સીધો રોફ જમાવવા લાગ્યા.તે આવે એટલે મારે તેમને ઉભા થઈ 'ગુડ મોર્નીંગ' કરી આવકારવાના, ગઈકાલ રાતથી અત્યારે સવાર સુધીમાં પ્લાંન્ટમાં શું શું થયું કાંઈ ભાંગતુટ, પ્રોડક્ષન કેટલું થયું, રૉ-મટીરીયલની શું સ્થિતિ છે,તૈયાર માલ કેટલો છે, આજનું ડીલીવરી શીડ્યુલ શું છે, કેટલો માલ કોને કોને ડિસ્પેચ, ડીલીવર કરવાનો છે વગેરે વગેરે ટ્રેઈનીંગ તો સારી મળી, પણ તેમનું 'બોસીંગ' મને ના રૂચ્યું આ બાબત મેં શ્રી સિધ્ધાર્થભાઈને જણાવી અને તેમણે તેમને મારાથી દુર કર્યા

???????

ब સવાયા અમદાવાદી

સૌરાષ્ટ્ર એક્સ્પ્રેસ ટ્રેઇન બપોરે ૧૨-૦૦ વાગે વલસાડ સ્ટેશને આવે. તેમાં ટપાલ અને ન્યુઝ પેપર આવે. આખા વલસાડ ડિસ્ટ્રીકમાં ફક્ત શ્રોફ જ એક ન્યુઝ પેપર એજન્ટ હતો કંપનીની જીપ કંપનીની ટપાલ લેવા જાય અને સાથે સાથે શ્રોફ્ના પેટ્રોલ પંપ ઉપરથી 'ટાઇમ્સ ઓફ ઈન્ડીઆ આવે તે લેતો આવે.એટલે ટપાલ અને ન્યુઝ પેપર બપોર પછી કે સાંજના જ વાંચવા મળે.

૦-૦-૦

તે વખતે હું વલસાડમાં તિથલ રોડ પર આવેલા 'નારાયણ નિવાસ” માં રહેતો હતો.સ્કુટરનો જન્મ થઈ ગયો હતો પણ તેની હજી બાલ્યા-વસ્થાં હતી. તે વખતે અતુલ કંપની સ્કુટર પોસાય તેવો પગાર કે સ્કુટર એલાવન્સ પણ આપતી નહોતી. નોકરી પર આવવા જવા ફક્ત એક જ અને તે પણ અનિયમીત એસ.ટી બસ સર્વિસ હતી, જે સવારે ૦૭-૦૦ વાગે વલસાડથી આવે અને સાંજે ૦૫-૦૦ વાગે વલસાડ જાય.તે વખતે ટપાલનું અને ન્યુઝ પેપર નું પણ આવું જ હતું.

વલસાડમાં પેપરબોય ઘેર ન્યુઝ પેપર નાંખી જાય તે સાંજે વાંચવા મળે. એસ ટીની અનિયમીતતાને લઈને ઘેર આવતાં સાંજના ૦૭-૦૦ વાગી જાય, અને થાકીને ઠુસ થઈ જઈએ એટલે પેપર વાંચવાનો મુડ પણ ના રહે,અને અડધુ પડધું વાંચ્યું ના વાંચ્યું અને મુક ઉ.

૦-૦-૦

શ્રી બી.એન.જોષી કમ્પનીના 'B' ટાઈપ ક્વાર્ટર્માં રહે અને હું વલસાડ તિથલ રોડ નારાયણ નિવાસમાં રહું.

મારા મિત્ર શ્રી બી.એન.જોષી કહે કે "તું પેપર નથી વાંચતો ?"

" પેપર વાંચવાનો સમય જ ક્યાં મળે છે ? "

કેમ ?"

"વલસાડમાં તો ઘેર પેપર આવે, તારે સાંજે આરામથી વાંચી શકાય. તું એમ કર આપણે ભાગીદારીમાં મંગાવીએ, દિવસે પેપર તારે ત્યાં નાંખી જાય તે તારે સાંજે વાંચી લેવાનું અને બીજે દિવસે સવારે તું આવે ત્યારે લેતા આવવાનું અને પેપરનું માસીક લવાજમ આપણે બંન્ને અડધું અડધું વહેંચી લેવાનું."

મેં કહ્યું સારૂં,. અને અમારી ભાગીદારી આમ શરૂ થઇ.

વલસાડમાં પેપરબોય ઘેર પેપર નાંખી જાય. ઘર બંધ હોય તેથી પેપર બોય પેપર નાંખી જતો રહે. બાજુના પડોશી તેનો સદ્‍ઉપયોગ કરે. પેપર મફતમાં વાંચી ડુચા જેવું કરી ઘરના આંગણાંમાં નાંખી જાય. તે સાંજે વાંચવા મળે. એસ ટીની અનિયમીતતાને લઈને ઘેર આવતાં સાંજના સાત સાડા સાત વાગી જાય, અને થાકીને ઠુસ થઈ જઈએ એટલે પેપર વાંચવાનો મુડ પણ ના રહે, અને પેપર પસ્તીના રૂપમાં મોંઢું ચઢાવેલી રીસાયેલી ગૃહિણી જેવું ડુચા જેવું ચુંથાયેલું હોય, એટલે અડધુ પડધું વાચ્યું ના વાંચ્યું અને મુક ઉંચું.

આમ અમારો કોંટ્રાક્ટ છ મહિના ચાલ્યો. સાતમે મહિને લવાજમના પૈસા ભરવાના થયા ત્યારે મેં તેમને જણાવ્યુણ કે છ મહિનાની પસ્તી ભેગી થઈ હશે તે પસ્તીના પૈસા આવ્યા હશે તેમાંથી આ મહિનાનું લવાજમ ભરી દઈએ.

મારા આ પ્રસ્તાવ સામે તેઓ મોંટું વિસ્મયજનક હાસ્ય કરી મને બે અમદાવાદીનો દાખલો આપ્યો." જો ! સાંભળ. બે અમદાવાદી મિત્રો હતા. તેઓ રીસેસમાં આપણી માફક સહિયારો નાસ્તો કરે, અને નાસ્તાના પૈસા સરખે ભાગે વહેંચી લે, પરન્તુ નાસ્તાનું પડીકું આવે તેના કાગળ અને પડીકાને બાંધેલા દોરામાં પણ ભાગીદારી ઝંખે. અને આવી ક્ષુલ્લક બાબતમાં પણ સરખો હિસ્સો માગે. તું આવી અમદાવાદી જેવી હાસ્યાસ્પદ વાત કરે છે.

મેં તેમને દાખલો ગણી બતાવ્યો. પેપરનું મસીક બીલ રૂ.૩૫/- આવે છે,તેમાંથી રૂ.૧૭-૫૦ આપણે સરખે ભાગે વહેંચી લઈએ છીએ તે ખરૂં પણ એક માસની પસ્તી ૪ પાઉન્ડ થાય અને તેની કિંમત પાઉન્ડના રૂ ૩ લેખે રૂ ૧૨. થાય આમ તમે રૂ ૧૭-૫૦ માંથી રૂ ૧૨-૦૦ પસ્તીના ખીસામાં મૂકો એટલે તમને તો પેપર ૧૭-૫૦ ઓછા ૧૨-૦૦ = ૦૫-૫૦ માં જ પડે, જ્યારે મને તો ૧૭-૫૦ માં જ પડે. આમ મને લોસ જાય.પસ્તીના રૂ ૧૨-૦૦ ઉપર મારો પણ અડધો ભાગ ગણાય. તેઓ નામક્કર ગયા અને પસ્તીના પૈસામાંથી એક રાતી પાઈ પણ તેમને આપી નહિ.તેમને મારે કહેવું પડ્યું કે તમારા કહેવા પ્રમાણે હું અમદાવાદી ખરો પણ તમે તો સવાયા અમદાવાદી નીકળ્યા.અને આમ અમારી ભાગીદારીનો અંત આવ્યો.

???????