Featured Books
શ્રેણી
શેયર કરો

અતુલના સંસ્મરણો - ભાગ -૨ -૬

પ્રકરણ ૬ બુઢે દરોગાને ચશ્મેસે દેખા...

મારા એક નજીકના સંબંધી સીટી મેજિસ્ટ્રેટ ટ્રાન્સફર થઈ વલસાડ આવ્યા. તેઓ એકલા હોવાથી એમના માતૃ શ્રી સાથે આવેલા. વલસાડ માં તેમને બંગલો અને ઑર્ડરલી વગેરે જરૂરી સરકારી સવલત મળેલી. તેઓ શ્રી તો તેમ ના કોર્ટના કામકાજમાં રચ્યાપચ્યા રહે. કોર્ટ બાદ વકીલ તેમને મળવા આવે તેથી તેઓ હમેશાં કામમાં વ્યસ્ત રહે. વલસાડ માં કોઈ ઓળખીતું કે સગુંવહાલું નહી તેથી તેમના માતૃ શ્રી એકલા એકલા કંટાળે મારા પત્ની તરલા અને તેમને નજીકનો સબંધ એટલે તે અવાર નવાર મારે ત્યાં આવે. ચાર સ્ત્રીઓ ભેગી થાય એટલે આડોશ પાડોશમાં વાતચીતનો દોર ચાલે. ધીરે ધીરે બધાને જાણ થઈ તરલા બહેનનાં ભાઈ તો વલસાડ માં મોટા મેજિસ્ટ્રેટ છે.

આ સમય દરમ્યાન દીવ દમણ અને ગોવા ભારતમાં વિલીન થયા હતા. દમણ થી દાણ ચોરીનો માલ આવે તે લેવા લોકો વારંવાર દમણની ખેપ મારે. અને ત્યાંથી વિદેશી દારૂ, કાંડા ઘડિયાળ, ટ્રાન્ઝિસ્ટર રેડિયો, કાપડ, સાડી ઓ વગેરે લાવે. દમણ ના કેસ તેમની કોર્ટમાં આવે. આથી તેમને થયું કે એક વખત દમણ જોવું તો ખરું. તેમણે મને વાત કરી દમણનો કોઈ પ્લાન બનાવો આપણે દમણ જઈ આવી એ.અમે ચાર જણ, હું મારા પત્ની મેજિસ્ટ્રેટ સાહેબ અને તેના માતૃ શ્રી. મારી પાસે ગાડી નહિ, હું સ્કૂટર વાપરતો હતો.

કંપનીને દર વર્ષે નવી કાર રેગ્યુલર ક્વોટા માં મળે. નવી કાર કંપનીના સીનિયર ઑફીસરોને આપે અને તે ઑફીસરની વપરાયેલી કાર કંપનીના જુનિયર ઑફિસર અને સીનિયર કેમિસ્ટ ને આપે. મારા મિત્ર શ્રી આર જે પટેલને આવી એમ્બેસેડર કાર ફાળવવામા આવેલી. શ્રી પટેલે સાઇકલ કે સ્કૂટર ચલાવેલું નહિ. ડ્રાઇવિંગ શીખવા તેમણે પ્રયત્ન કર્યો હતો અને તે માટે કારની આગળપાછળ કાર્ડ બોર્ડ ઉપર મોટા લાલ અક્ષરે અંગ્રેજી એલ( L) લટકાવેલો.

મેં તેમને વાત કરી તેમણે ખુશીથી ગાડી તો આપી મને કે મારા સંબંધીને ડ્રાઇવિંગ આવડે નહિ. મેં અશ્વિન ભાઈને વાત કરી કે તમારો કોઈ ડ્રાઇવર આપો તો મારે સબંધી સાથે દમણ જવું છે. તેમણે તેના ટ્રક ડ્રાઈવર નઝીર હુસેન ને અમારી સાથે મોકલેલો. અમે દમણની સહેલગાહે ચાર જણ ઉપડ્યા. વાપી વટાવી આમે દમણમાં હેમખેમ દાખલ થયા.


દમણ ભારતમાં તો વિલીન થઈ ગયું હતું પણ તેનો સ્ટાફ - પોલીસ હજુ પોર્ટુગલના દિમાગી તોરમાં હતો. ટ્રાફિક પોલીસે અમારી ગાડી રોકી. અમે ગભરાઈ ગયા. કોઈ કાયદામાં ફસાયા કે કેમ ? પોલીસે ડ્રાઇવરનુ લાયસન્સ માંગ્યું. ડ્રાઈવરે તેનું લાયસન્સ કાઢી બતાવ્યું. લાયસન્સ લઈ કહ્યું કે કાલે કોર્ટમાં આવી દંડ ભરી લાયસન્સ લઈ જવા કહ્યું. ડ્રાઈવરે કહ્યું કે લાયસન્સ વગર હું ગાડી કેવી રીતે ડ્રાઈવ કરું? નઝીર તો બીચારો શિયાવિયા થઈ ગયો હતો, લાયસન્સ તો તેનું રોજીરોટીનું સાધન,તેના હાથપગ ? હું અને મારા સબંધી ગાડીમાંથી બહાર આવ્યા. બંનેની વાતચીત અમે સાંભળી, મારા સંબંધી એ મને બાજુ પર બોલાવી કહ્યું કે તમે તેને મારી ઓળખાણ આપો. પોલીસની પાસે જઈ તેને જણાવ્યું કે આ સાહેબ વલસાડ ના મેજિસ્ટ્રેટ છે. મેજિસ્ટ્રેટ નું નામ સાંભળતાં જ સેલ્યૂટ મારી લાયસન્સ પાછૂં આપી 'એલ'ના કાર્ડ બોર્ડ કાઢી નાંખવા કહ્યું.મને આ ક્ષણે રાજકપુર શ્રી ૪૨૦' નું ગીત"દિલ કા હાલ સુને દિલવાલા" યાદ આવ્યું

"बुढे दरोअगाने चश्मे से देखा,

आगे से देखा, पीछे से देखा,

उपर से देखा, नीचे से देखा,

बोले ये क्या कर बैठा घोटाला,

ये तो थानेदार का साला"

O-O-O

આવો જ એક બીજો પ્રસંગ;-

યુવાનોના જીવનમાં સાહસ વૃત્તિ ના હોય તે અસંભવ છે. સાહસ વગર્નું જીવન નકામું અને નિરર્થક લાગે છે. હોંશિયાર વિદ્યાર્થીઓ તેમની હોંશિયારી ભણવામાં અને ઈતર પ્રવૃત્તિઓમાં દર્શાવી આગળ વધવાનો પ્રયાસ કરે છે અને સફળતા મેળવે છે.પ્રેરણા સ્ત્રોત બોલીવુડના ચલચિત્રો પુરા પાડે છે. 'બર્નિંગ ટ્રેન' પીક્ચર જોઈ થોડા કિશોરોને પ્રેરણા મળી, અને તેનો પ્રયોગ શરૂ કર્યો.

અતુલમાં દર શનિ- રવી ઑપન ઍર થીએટરમાં ફીલ્મ બતાવે. શનિવારે કોલોનીના લોકો માટે અને રવીવારેઆજુબાજુના ગ્રામવાસીઓ માટે. શનિ રવી એટલે મોટો મેળો.બધાજ જમી પરવારી શેત્રંજી તથા નાસ્તાના ડબા લઈ ઘરને તાળાં મારી પિક્ચર જોવા જાય,આખી ખાલી.કોલોનીના જ ત્રણ ચાર છોકરાઓ આનો લાભ લઈ ચોરીના રવાડે ચઢ્યા. તેઓને પિક્ચર જોવાનો શૉખતો ખરો પણ તેઓ શનિવારને બદલે રવીવારે જોવા જાય.

શનિવારે તેમનો પ્લાન ચોરીનો અને રવીવારે પિક્સ્ચર જોવાનો.કોલોનીમાંહાહાકારમચી ગયો, અત્યાર સુધી કોઈ ચોરી થઈ નહોતી અને હવે ઉપરા ઉપરી ચોરીઓ થવા માંડી.કોલોનીના સભ્યો મીટીંગ ભરી ચોરને પકડવા જાત જાતના પ્લાન ઘડે. આ મીટીંગમાં પેલા છોકરાઓ હાજર રહે અને તેઓ તેમની છટકબારી શોધે. આમ લગભગ બે મહિના ચાલ્યું. ટૉળકીના સાહસમાં વધારો થયો, હિંમત આવી મોટો હાથ મારી મોટો દલ્લો હાથ કરવાની પેરવી ઘડી કાઢી. 'ઑપન ઍર' થીએટરની બાજુમાં ઉલ્હાસ જિમખાના ગ્રાઉન્ડ અને તેની સામે કે/૨ કોલોનીમાં 'યુ કૉ બેન્ક.

શનિવારનો દિવસ બધા પીક્ચર જોવા ગયા હતા.આ ટૉળકીના પ્લાન મુજબ બેન્કના મેઈન ડોરનું તાળું તોડી અંદર પ્રવેશવા જાય ત્યાં પીક્ચર પુરૂં થયુ. અને પબ્લીક થીએટરમાંથી બહાર આવવા માંડ્યું, ટૉળકી ગભરાઈને તેમના હથીઆર તથા શર્ટ મુકીને ભાગ્યા. વોચમેને હથીઆર અને શર્ટ કબ્જે કર્યા અને બેન્ક મેનેજરને સુપ્રત કર્યા. બેન્કની ચોરી એટલે મેનેજરે પોલીસ કેસ કર્યો. શર્ટ ઉપરથી એક પછી એક બધાની ધરપકડ થઈ અને વલસાડ પોલીસ કસ્ટડીમાં પુરી દીધા.

કોલોનીના સ્ટાફના જ છોકરાઓ. બધાના મા-બાપ શિયાવિયા થઈ ગયા. બેન્કની ચોરીનો પ્રયાસ એટલે કેસ તો ચોપડે નોંધાવો જ જૉઇએ, પોલીસના હાથમાં આવ્યો એટલે, પોલીસ તો છૉડે જ નહિ.

તેઓ મારી પાસે આવ્યા અને મારા સંબંધી મારફતે કંઈ રસ્તો કરવા કહ્યું. તેમણે વાત સાંભળી, કહ્યું કે કેસતો સોલીડ બેન્કના તાળા તોડવા સામાન્ય ગુન્હો તો ના ગણાય.સજા થાય અને જેલ થાય, છોકરાઓ બધાજ સગીર ઉંમરના હોવાથી જુવેનાઈલ કૉર્ટ તેમને 'રીમાન્ડ હોમમાં' મોકલે. ત્યાં બધાજ ગુન્હેગારો સાથે રહી તે સુધરવાને બદલે બગડીને નામચીન થઈને બહાર આવે.

તેમણે બેન્કના મેનેજરને બોલાવી પુછ્યું, ચોરીમાં કેટલા રૂપિયા ગયા? તેમણે જણાવ્યું કે રૂપિયા કે કોઈ વસ્તુ ચોરાઈ નથી ફક્ત મેઈન ડોરનું તાળું તુટ્યું છે.બીજું બધું સ્લામત છે.

તો પછી પોલીસ કેસ શું કામ કરો છૉ? આ છોકરાઓ તમારા છોકરા જેટલી ઉંમરના સગીર છોકરાઓ છે. તેઓ રીમાન્ડ હોમમાં જશે તો રીઢા ગુન્હેગાર થઈને બહાર આવશે, તેમના ભવિષ્યનો વિચાર કરો. આમ સમજાવટથી કેસ પાછો ખેંચી લીધો અને છોકરાઓનું ભવિષ્ય સુધરી ગયું.