Pranay Saptarangi - 30 books and stories free download online pdf in Gujarati

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 30

પ્રણય સપ્તરંગી

પ્રકરણ - 30

રણજીતને ત્યાં પાર્ટી પુરી થઇ અને કમલ એની પત્નિ મિત્રો બધાં જવા લાગ્યાં રણજીતનાં નશાની લગભગ બેશુધ્ધિમાં જ હતો. અક્ષયને યાદ આવ્યું કે એની બાઇક આજે ખૂબ હેરાન કરી રહી છે. એણે રણજીતને કહ્યું "બોસ ... રણજીતે કંઇ સાંભળ્યું જ નહીં રણજીતને એણે ટેકો આપી ઉભો કરીને એનાં બેડ ઉપર સૂવાડ્યો અને ઢંઢોળીને કહ્યું બોસ મારી બાઇક બંધ પડી જાય છે આજે અને મારે એક કામે જવાનું છે હજી દાદાએ સોંપ્યુ છે. હું આપની હોન્ડા લઇને જઇ શંકુ ? કાલે લઇ આવીશ પાછી રણજીતે ઊંઘના ભારમાં જ કહ્યું હા જા લઇજા... અને અક્ષયે થેંક્સ કહીને સીધો ચાવી કારની લઇને જૈમિનને મળવા માટે નીકળી ગયો. આજે એણે વધુ ધ્યાનથી ડ્રીંક લીધેલું માત્ર કંપની આપવાનો ડોળજ કરેલો અને બીજા બધાને પેટ ભરી ને પીવરાવ્યું ગાડી ડ્રાઇવ કરતાં કરતાં એનાં વિચાર આવતાં હતાં કે આ રણજીત આટલી હદે હલકો છે બીજાની વાઇફને એનાં જ વર સામે એનાં બેડરૂમમાં લઇ ગયો.... પણ પેલી પણ કેવી વેશ્યા હતી કે તરત જ એની સાથે જતી રહી. એનો વર એને હસતો હસતો જોઇ રહેલો આવાં મોટાં માણસો હોય ? પોતાની પત્નિને સેતૂ બનાવીને કેરીયરની ગાડી ઊંચે ચઢાવવા માંગે ?

અક્ષયે વિચાર્યું આ રણજીત પર કોઇવાર ભરોસો ના કરાય કાલે ઉઠીને એ અમી સામે નજર બગાડે.... હું ના ચલાવી લઊં ભાડમાં જાય એનાં પૈસા... એને એજ ક્ષણે મારી નાંખુ ભલે આખી જીંદગી જેલમાં સડુ. આમ વિચારો કરતાં કરતાં જૈમીનનું ઘર આવી ગયું પણ ક્રોસીંગ પાસે ઉભા રહેવુ પડ્યું ટ્રેઇન પસાર થઇ રહી હતી. જૈમીનનું ઘર ક્રોસિંગ પસાર કર્યા પછી થોડું આગળ જઇને આવતું હતું ત્યાં વનરાજી પણ ઘણી હતી સરસ વિસ્તાર લીલોતરી હતી. ટ્રેઇન પસાર થઇ ગઇ ક્રોસીંગ ખૂલ્યું અને અક્ષયે જૈમીનનાં ઘર તરફ કાર લીધી અને હવે દૂરથી દેખાઇ રહ્યું હતું.

અક્ષયનાં મનમાં કલ્પનાઓ અલંકાર લેતી હતી વાહ આજે મજા આવશે શરાબ અને શબાબ કહેતો હતો માત્ર 18 વર્ષની છે આજે જલસો પડી જવાનો એનાં મનમાં પીવાનાં અને ભોગના સાપોલીયા સળવળતાં હતાં થોડીવાર પહેલાં રણજીતને કોસતો હતો અત્યારે એ શું કરવા જઇ રહેલો ?

જૈમીનનાં ઘર પાસે મોટા લીમડાનાં ઝાડ નીચે અક્ષયે કાર પાર્ક કરીને ધીમે રહીને ઘરમાં પ્રવેશ્યો. અક્ષય હોવો જોઇએ એનાં કરતાં કંઇક વધુજ અહીં સલામત અને હાશ અનુભવતો. જૈમીન સાથે એને સંબંધ સારાં થઇ ગયાં હતાં. અને ભૂરાની પણ બાતમી મળી રહેતી. જૈમિને અક્ષયને આવકાર્યો અને બેઠક આપી. અક્ષયે કહ્યું "કેમ બધુ શાંત શાંત છે ? બધી તૈયારી તો પૂરી છે ને ? એને કાંઇ શંકા જવાનું કારણ નહોતું કારણકે જૈમીન સાથેનાં સંબંધ ખૂબ મિત્ર તરીકે ગાઢ થયાં હતા.

જૈમીન કહ્યું "ભાઇ ધીરજ રાખ બધુ બરાબર છે આપણે આવી પાર્ટી રાખી હતી એટલે ફેમીલીને ગામડે મોકલી દીધી છે અને એમ કહીને એં 15×12 નાં ડ્રોઇગ રૂમમાં ટીવી ચાલુ કર્યું અને ફિલ્મી ગીતોની ચેનલ ચાલુ કરીને વાતાવરણ હળવું કર્યું ટીપોય પર માલ-ગ્લાસ માં બાઇટીંગ બધુ હાજર જ હતું એ જોઇને અક્ષય બોલ્યો શું વાત છે ભાઇ તમે તો તૈયારી સાચેજ કરી રાખી છે. અક્ષયની નજર ટીપોય પર પડી અને એ બોલી ઉઠ્યો. જૈમિન કહે અક્ષય આજે આપણને કંપની આપવા બોસ પણ હાજર છે. અક્ષય સાંભળીને બે ઘડી અવાંક્ક થઇ ગયો થોડાં ભય સાથે બોલ્યો "અરે તો તારે ના પાડવી જોઇએ ને હું ના આવત. જૈમીન કહે "એમાં ગભરાય છે શું બોસ તો તને જાણે જ છે અને મેં કહેલું જ છે કે તું ખાસ મિત્ર છે પછી શું કામ સંકોચ કે ભય રાખે છે ? બાકી પાર્ટીની આવી બધી "ખાસ" વ્યવસ્થા એમનાં વિના હું ક્યાંથી કરી શકવાનો ?

અક્ષય કંઇ બોલે એ પ્હેલાં જ ભૂરાએ બીજા રૂમમાંથી ડ્રોઇંગરૂમમાં એન્ટ્રી લીધી. અક્ષય ઉભો જ થઇ ગયો અને ભૂરાની સામે આવી બોલ્યો "ભૂરાભાઇ કેમ છો ? મને ખબર નહોતી કે તમે આવવાનાં છો અને જૈમિને મને ..... ભૂરાએ અક્ષયને બોલતો અટકાવીને કહ્યું "બી રીલેક્ષ ભાઇ હળવો થાને જૈમીનનો મિત્ર એટલે મારો મિત્ર.... પછી જૈમીન સામે જોઇ ભૂરાએ કહ્યું "શું કહે છે જૈમીન ? જૈમીને કહ્યું સાચી વાત છે હું અક્ષ્યને એજ સમજાવતો હતો. અત્યાર સુધી આધાતમાં ઉભા રહેલા અક્ષયને જોઇ ભૂરાએ બેસવા કહ્યું "પછી ભૂરો બોલ્યો બી કૂલ.... અહીં કોઇ અગવડ નથી આજે સારું થયું મારે અચાનક આવવાનું થયું અને તને મળવાની તક મળી.

અક્ષય આજે આ નવા રૂપમાં અને નવાં વાતાવરણને જોઇ રહ્યો એવું લાગ્યું. ભૂરાનાં ઇશારાથી જૈમીને પેગ બનાવવો ચાલુ કર્યો એણે પહેલાં ભૂરાને આપ્યો પછી અક્ષયને આપી પોતે લીધો. ભૂરાએ અક્ષયને કહ્યું "ચાલ ભાઇ ચીયર્સ આજે ઘણાં સમયે એક નવા મિત્ર સાથે હું ડ્રીંક લઇ રહ્યો છું અક્ષયે પરિસ્થિતિ સંભાળતાં કહ્યું "સાચે જ હું પણ એવું અનુભવી રહ્યો છું એમ કહીને એણે ચીયર્સ કરીને પીવાનું ચાલુ કર્યું ટીવી પર અવનવા માદક ગીતો અને મ્યુઝીક લ્હેરાવી રહેલું અને ભૂરાએ ઘણી હોંશિયારીથી થોડીક ક્ષણોમાં અક્ષયટનો સંકોચ છોડાવી જાણે વરસોનો મિત્ર હોય એમ પોતાનામાં ભેળવી દીધો. આમને આમ વાતો કરતાં કરતાં 4/5 પેગ પીવાઇ ગયાં. અક્ષય એની ટેવ પ્રમાણે એક પછી એક પેગ ચઢાવ્યે જતો હતો અને સાવધ ભૂરાએ અક્ષયનાં ગ્લાસમાં નવા પેગની વ્હીસ્કી નાંખી આઇસ નાંખી સોડા નાંખવા જતો હતો અને અક્ષયે કહ્યું "નો નો સોડા નહીં હવે આમ જ ઓન રોક્સ ચાલશે. ભૂરાએ કહ્યું ભલે એમ.

થોડીવાર આમને આણ ચાલ્યું પછી ભૂરાએ બોલવાનું ચાલુ કર્યું એણે માર્ક કર્યું કે અક્ષય હવે બરાબર નશામાં છે અને જવાબ સવાલ કરી શકે એટલો ભાનમાં પણ છે. ભૂરાએ કહ્યું "અક્ષય તેં જૈમીનને જરૂરી માહિતી અને મદદ આપીને મારું દીલ જીતી લીધું છે જૈમીને મને બધી વાત કરી મારી નિર્દોષતાંના પુરાવા પણ તારી પાસે છે તને ખબર છે કે હું આમાં બલીનો બકરો બની ગયેલો અને પેલાં .... અક્ષયે એને અટકાવતા કહ્યું "હાં ભૂરાભાઇ હૂં જાણું છું બધુ જ તમે પેલાં રણજીતના ચક્રવ્યૂહમાં ફસાયા હતાં અને તમારું પ્રેમપ્રકરણ એમની બ્હેન સાથે એમને સહેવાતું નહોતું એટલે જ બંધો ખેલ એમણે પાડેલો મેં જૈમીનભાઇને બધી વાત કરેલી છે. એટલેજ મેં સંપર્ક વધારેલો અહીં કે ક્યારેક હું તમારે કામ આવી શકું. ભૂરાએ જોયું કે અક્ષય આટલું પીધાં પછી ભૂરો સભાન છે શું કેવી રીતે બોલવું બરાબર જાણી પારખીને બોલે છે. એણે કહ્યું "થેંક્યુ અક્ષય લે એ વાત પર મારા તરફ આ પેગ એમ કહીને ફરીથી આખો ગ્લાસ નીટ ભરી દીધો અને માત્રે બે આઇસ ક્યૂબ નાંખ્યાં.

ભૂરાએ અક્ષયે અડધો ગ્લાસ પૂરો કર્યો એ જોઇને કહ્યું "અક્ષય એક વાત મને નથી સમજાતી કે તેં અમારી મદદ કરવાં વિચાર્યું રણજીત પાસે બેસવા અને એનો વિશ્વાસ જીતવા કંઇક તો તે મારું ઓની સાથે શેર કર્યું હશે ને ? એમ કંઇ રણજીત કોઇને એમનેમ પાળે એવો નથી. અક્ષય થોડો ખમચાચો થોડો હેતબાયો પછી કંઇક વિચારીને બોલ્યો "અરે એ રાજા વાજા ને વાંદરા કયારે લાત મારે કોને ખબર ? એક વાત કબૂલું કે મેં તમારો નવો નંબર મેળવીને રણજીતને આપેલો જે જૈમીન સિવાય કોઇને ખબર નહોતી અને એજ નંબર પર રણજીતે મને સંયુક્તા સાગરનાં ફોટા વીડીયો મોકલવા કીધેલા. મેં એ મોકલી એનો હાથો બનેલો આજ સત્ય છે સાથે સાથે મેં સંયુક્તાનો નવો નંબર પણ જૈમિનને આપેલ. ભૂરાએ કહ્યું "આ બધી વાતની મને ખબર છે પણ મારે એ જાણવું છે કે આ ષડયંત્રનો તું મ્હોરો છે પણ આવું કરવા પાછળ રણજીતની શું ચાલ છે ? જે હું સમજી રહ્યો છું એજ છે ?

અક્ષય થોડીવાર ચૂપ રહ્યો અને ભૂરાની સામે જોવા લાગ્યો એને સમજ નહોતી પડતી કે આટલું ઓકી ગયાં પછી આગળ શું બોલવું ? ભૂરાનાં ઘરમાં ભૂરાનો દારૂપીને એ છટકી શકે એમ ન્હોતો પરંતુ ભવિષ્યમાં કાંઇ અગવડ પડેતો ભૂરાનો પણ ઉપયોગ કરી શકે એટલે બોલી તોલીને જવાબ આપતો હતો. અક્ષયે કહ્યું "તમને સંયુક્તા દીદીને ખૂબ ચાહો છો એમને મેળવવા ધમપછાડા કરો છો એટલે રણજીતે આ દાવ ખેલ્યો છે કે.... આગળ બોલે પ્હેલાં ભૂરાએ કહ્યું "કે હું આ ફોટા વીડીયો જોઇને સંયુક્તા સાથેનાં યુવાનને પાડી દઊં અને સંયુક્તા બીજાને ચાહે છે એટલે એને પણ છોડી દઊં પછી મર્ડરનાં કેસમાં અંદર જઊ અને સંયુક્તા પણ ફ્રી જ એમ જ ને. અક્ષયે કહ્યું "ભૂરાભાઇ તમને આખી વ્યૂહ રચના જાણી ગયાં. બસ આમ જ વાત છે.

ભૂરાએ કહ્યું "અક્ષય હવે તારે મારું એક કામ કરવાનું છે તેં સંયુક્તાનો નંબર તો આપ્યો છે પણ મારાં માટે કામનો નથી એનું કારણ પછી જણાવીશ હવે આજે જૈમીન તને એક ફોન સીમ સાથે આપશે એનો ઉપયોગ તને સૂચના મળે ત્યારે તારે કરવાનો છે પછી આગળનું હું જોઇ લઇશ. અક્ષયે કહ્યું ભૂરાભાઇ તમે કહો છો હું એમ કરીશ પણ હું આમાં ક્યાંય ફસાઇ નહીં જઊંને ? ભૂરાએ કહ્યું "તું આમાંથી બહાર જ ક્યાં છે ? પણ તને કોઇ નુકશાન નહીં પહોચવા દઊં એ ગેરંટી બાકી તારે મારા માટે થોડું જોખમ લેવું જ પડશે કારણ કે મારે આમાંથી નિદોર્ષ બહાર નીકળવું છે અને જે મેં સાચાં ગુના કર્યા છે એની સજા ભોગવી લેવાં પણ તૈયાર છું તને એ ખબર છે ? રણજીતે મને બધામાં જ ફસાવ્યો એની પોતાની બ્હેનનું કાસળ કાઢતા એ એક સેકન્ડ વિચારે એવો નથી એવો પિશાચ છે. મેં તો એની બ્હેને સાચો પ્રેમ કરેલો એનાં માટે મારું આખું જીવન દાવ ઉપર લગાડી દીધેલું હું એનાં પ્રેમમાં એટલો આંધળો થઇ ગયેલો કે હું શું કરું છું સાચું ખોટું કંઇ જ ના વિચાર્યું રણજીતનાં દરેક ચકવ્યૂહમાં હું ફસાતો ગયો પરંતુ હવે મને રણજીત કે એની બ્હેન કોઇનામાં રસ નથી મને સાચી સમજ પડી ગઇ છે મોટાં લોકોની મોટી વાત એ લોકો આપણો ઉપયોગ કરી જાય તોય આપણાં ના થાય. ભૂરો લાગણીશીલ થઇ ગયો થોડો. મેં સંયુક્તાને પ્રેમ કર્યો એણે મારી સાથે છીનાળું કર્યું ભાઇ બ્હેન બંન્ને પોતાનાં સ્વાર્થમાં અનેકની જીંદગી બરબાદ કરવા તુલ્યા છે પણ હવે હું કોઇની જીંદગી બગડવા નહીં દઊં.

અક્ષય ભૂરાને શાંતિથી સાંભળી રહેલો એને વિચાર આવ્યો આ દાનવ ક્યાંરથી દેવ થઇ ગયો ? એણે કહ્યું ભૂરાભાઇ તમારી વાત સાચી છે પણ હું એકદમ એનાં પરીધમાંથી મારો પગ કાઢી શકું એમ નથી પણ હું તમને સપોર્ટ કરીશ. તમારી વાત મને ગળે ઉતરી છે એ ધ્યાન લાઇફ બગાડી રહ્યો છે પછી ચૂપ થઇ ગયો સાગર-સીમાની વાત એણે કાઢી નહી કે ભાઇ બ્હેન બંન્ને આ લોકોની પાછળ પડી ગયાં છે અને એમાં પણ હું મ્હોરો બની એ લોકોનાં ઇશારે નાચી રહ્યો છું ડાહી રહ્યો છું.

ભૂરાએ અક્ષયને વધુ એક પેગ આપવા કહ્યું અક્ષયે કહ્યું "નહીં જૈમીનભાઇ બસ હવે હજી મારે ડ્રાઇવીંગ કરીને ઘરે જવાનુ છે. હવે બસ ભૂરાએ ઇશારો કરી જૈમીનને અટકાવ્યો. જૈમીને કહ્યું "ડીનર હમણાં આવે જ છે અને અક્ષય તારા શરાબનાં કાર્યક્રમ પછી ડીનર લઇએ પછી તારાં માટે શબાબ પણ આવી જશે. અક્ષયે જૈમીનની સામે ખધું હસતાં કહ્યું અરે ભાઇ આજે વધુંજ પીવાઇ ગયું છે ફરી કોઇ વાર રાખશું ભૂરાએ કહ્યું એવું થોડું ચાલે બધી વ્યવસ્થા પાકીજ છે. જૈમીન અને ભૂરાની બંન્નેની સામે વારાફરથી અક્ષય તાકી રહ્યો એ સમજાતું નહોતું કે આટલી બધી મારી કાળજી લેવાઇ રહી છે. મારાં ખબર અંતર બરાબર લઇ રહ્યાં છે.

ડીનર આવી ગયું અને બધાએ ડીનર જમી લીધું પછી અક્ષયે ભૂરાને કહ્યું "મેં જૈમીનભાઇને કહેલું બધી તૈયારી માટે તમે કરી છે પણ આજે હવે મને મન નથી થયું. લેટ થઇ ગયું છે હજી મારે ઘરે રાહ જોવાતી હશે ફરીથી મળીશું લાવો તમારો ફોન. જૈમીને અક્ષયને નવોજ ફોન એનાં હાથમાં સીમ સાથેનો આપ્યો. જે અક્ષયનાં નામે જ ફોન અને સીમ ખરીદાયેલાં જેની અક્ષયને ખબર નહોતી.

ભૂરાએ કહ્યું "આ ફોન રાખ અને આમાં રણજીતનાં વિરુદ્ધની સ્ફોટક સામગ્રી છે જેની બીજી કોપીઓ મારી પાસે છે હું જ્યારે કહું ત્યારે ફોનનો અને આ અંદર સેવ કરેલી સામગ્રીનો તારે ઉપયોગ કરવાનો છે બસ આટલું મારું કામ કરજે તો મને સારું લાગશે કે તેં મને ભાઇ માનીને મારું કામ કર્યું અને એ પણ સારાં અને સાચાં કામ માટે. બીજું ખાસ તને કહી રાખું કે તુ રણજીતની તારાં સ્વાર્થે ગમે એટલી સેવા કરે પણ તારી માશુકાને એ પિશાચથી દૂર રાખજે. તારી જે હોયએ એ તો પ્રવિત્ર જ હશે પણ એ પિશાચ એને ફેંદવાનો જબરજસ્તીથી શિયળ લૂંટવાનો મોકો નહીં છોડે અને હદ કોઇ છે જ નહીં એ એની સગીબ્હેનને છોડે એવો નથી તો સામાન્ય માણસોની એને શું કદર હોય ? ઠીક છે તું નીકળ જ્યારે મારી જરૂર પડે યાદ કરજે. ભૂરાએ અંતિમ દાવ ખેલીને અક્ષયને વિદાય કર્યો. ભૂરાએ જોયેલું કે અક્ષય રણજીતની જ ગાડી લઇને અહીં આવેલો છે.

અક્ષયે છૂટાપડતાં ભૂરાની સાથે હગ લીધી અને બોલ્યો ભૂરાભાઇ આઇ પ્રોમીસ તમે કહેશો એ તમારું કામ હું કરી આપીશ મારી નજર સામે તમને ખોટાં સાબિત કરીને જેલમાં નાંખેલાં હું બધું જ જાણુ છું ઠીક છે નીકળું એમ કહીને અક્ષય ત્યાંથી નીકળી ગયો. રસ્તામાં ગાડી ડ્રાઇવ કરતા કરતાં એણે વિચાર્યું આ બદનામ માણસ પણ બદલાઇને માણસ થઇ ગયો અને પેલો સમાજમાં પ્રતિષ્ઠિત માણસ થઇને ફરે છે જે પિશાચ કરતાં બદતર છે. સાચેજ અમીને પામીશ તોય હું એને કદી એની સામે નહીં લઇ જઊં. આમ વિચારોનાં વમળમાં અટવાયો નીકળતાં અક્ષય ઘરે પહોંચ્યો એનાં ઘરે એની રાહ જોવાતી હતી ઘરે જઇ અક્ષયે એની માંના હાથમાં નવા ફલેટની ચાવી અને ફાઇલ આપી. ઘરમાં આજે આનંદ મંગળનો માહોલ થઇ ગયો આજે અક્ષય પીધેલો હતો છતાં કોઇને કંઇ દુઃખ નહોતું.

********

"હાય સીમા સાગરે સીમાને બેંગ્લોર પહોચીને તરતજ ફોન કર્યો. સીમાએ કહ્યું" ક્યારની તારાં ફોનની રાહ જોતી હતી હાશ થઇ તારો અવાજ સાંભળ્યો. સાગરે કહ્યું એટલે જ પહેલા તને ફોન કર્યો. હવે હું ફ્રેશ થઇને. ડો.અગ્નિહોત્રીને ફોન કરીને મળવાં જઇશ અને શીડ્યુલ પ્રમાણે ટ્રેઇનીંગમાં જોતરાઇ જઇશ. સ્વીટુ તારાં વિનાં નથી ગમતું વારે વારે આપણાં પ્રેમ મિલનની ક્ષણો મને યાદ આવે છે. પણ આ અગત્યનું કામ નિપટાવીને હું જલ્દી જલ્દી તારી પાસે આવી જઇશ બસ મારામાં એટલી ધીરજ બની રહે. અને હા તું મંમી પાસે જતી આવતી રહેજે અમીને પણ ક્યારેક લઇ જ્જે ક્યારેક મંમમીને તરાં ઘરે બોલાવી લેજે આમ આપણે બધાં ભેંગા થઇને ચપટીમાં દિવસો પસાર કરી નાંખીશું સીમાએ કહ્યું "હાં મારાં રાજા પણ આ ચપટી ઘણી ભારે પડવાની છે. લવ યુ ડાર્લીગ સરસ ટ્રેઇનીંગ લઇને આવી જા રહા જ જોતી હોઇશ જ્યારે ચાન્સ મળે વાત અને ચેટ કરતાં રહીશું. સાગરે કહ્યું "હાં મીઠી ચલ ફોન મૂકું પછી જ્યારે ફ્રી થઇશ ફોન કરીશ. બાય લવ યું. આમ સાગરે ફોન મૂક્યો. અહીં સીમા સાગરનો ફોન મૂક્યો અને એ એનાં બેડ પર સૂનમૂન બેસી રહી હતી.

સાગરને ગયે બે દિવસ થઇ ગયાં હતાં અને સીમા કંઇને કંઇ કામમાં અટવાયેલી રહી. સાગરની માં સાથે ફોન પર વાત થયેલી પણ જઇ શકી નહોતી. એણે વિચાર્યું હું આજે તો જઇ જ આવીશ. એવાં વિચારો કરતી હતી અ સંયુક્તાનો ફોન આવ્યો. સંયુક્તાએ કહ્યું "હાય ડાર્લીંગ શું કરે છે આજે ? સીમાએ નિર્દોશતાથી જે વિચારેલું એ જ કીધું કે હું સાગરનાં ઘરે મંમીજી પાસે જઊં છું બે દિવસ થઇ ગયાં મારાંથી જવાયું નથી. સંયુક્તાએ કહ્યું ઓહ ઓકે સરસ પણ એક કામ કરીએ તો ! આજે હું પણ ત્યાં પહોચું છું ત્યાં બેસીશું એમને સારું લાગશે અને પછી સાંજે આપણે કોઇક પ્રોગ્રામ બનાવીશું શું કહે છે ? સીમાએ કહ્યું "ઓકે ડન તો તું ત્યાં આવ હું અહીંથી ત્યાં જવા નીકળું છું અને બંન્ને સહેલીઓએ સાગરનાં ઘરે મળવાનું નક્કી કર્યું સીમાએ પછી અમીને પણ જણાવ્યું કે હું અને સંયુક્તા સાગરના ઘેર જઇએ છીએ જો તને ફાવે એવું હોય તો તું પણ આવજે મજા આવશે અને મંમીને પણ ઘણું સારું લાગશે. અમીએ કહ્યું "ભલે હું આવી જઇશ.

સાગરને ઘરે આજે જાણે હર્ષાઉલ્લાસ હતો. સીમા-અમી સંયુક્તા બધાં કૌશલ્યા બ્હેન સાથે અવનવી હસવાની ને બધી વાતો કરી રહેલાં. કૌશલ્યા બ્હેને અત્યાર સુધીમાં કોફી નાસ્તાની ઉજાણી કરાવી હતી. બધાં ખૂબ ખુશ હતાં પતા રમ્યાં, અંતાક્ષરીની મજા લીધી પછી લંચ લીધો અને પછી બધાંએ આરામ કર્યો. થોડો આરામ કર્યા પછી સંયુક્તાએ કહ્યું "આપણે ખૂબ મજા કરી. સાગર નથી તો જાણે કોઇને ફરક જ ના વર્તાયો. કૌશલ્યા બ્હેને તરત જ કહ્યું આતો સાગરનાં ખાલીપાને પૂરવાનો નિષ્ફળ પ્રયાસ હતો કારણકે એ ટ્રેઇનીંગ પુરી કરીને આવી જ જવાનો સાચું કહું તો મારાં આ ઘરનો ચિરાગ એનાંથી સુખ અને ખુશીયાં છે.

સંયુક્તાને થયું કે મારાથી કાચું કપાયું એણે કહ્યું મારાં કહેવાનો અર્થ એવો હતો કે એની ગેરહાજરી તો ખૂબ સાલે જ બધાને પણ આમ એકમેકની હૂંફમાં આપણે સમય કાઢ્યો. કૌશલ્યાબ્હેન કહ્યું "હાં તારી વાત સાચી છે એકમેકની હૂફ પણ ખૂબ જરૂરી છે સારો સમય કાઢી આપ્યો તમે લોકોએ.

સંયુક્તાએ કહ્યું "આંટી અમારી ફરજ છે અને સાગરે સૂચના આપી હતી કે તમને મળતાં રહેવું. સીમા વિચારવા માંડી કે સાગરે આને ક્યારે કીધું હતું ? સીમા કહે હાં સાગરે અમને કહ્યું હતું મંમીને એકલી ના પડવા દેશો.

સંયુક્તાએ કહ્યું હાં મારાં કહેવાનો અર્થ આ જ હતો. સંયુક્તાએ આગળ ઉમેરતાં કહ્યું "ચાલો આંટી સાંજનો ડીનરનો પ્રોગ્રામ હું બનાવું છું. આપણે ચારે જણાં આજે મારાં રીસોર્ટ પર ડીનર પાર્ટી રાખીએ. ખૂબ મજા આવશે. એટલામાં કૌશલ્યા બ્હેન પર સરલાબ્હેનનો ફોન આવ્યો. કૌશલ્યા બ્હેને ફોન ઉપાડતાં કહ્યું "ઓહો વેવાણ બરાબર સમયે ફોન કર્યો જુઓ આ છોકરીઓ સવારથી આવી છે ખૂબ મજા આવી ગઇ. અને અત્યારે સંયુક્તા એનાં રીસોર્ટ પર બધાને લઇ જવાનું કહે છે તો આપણે બધાંજ સાથે જઇએ. શું કહો છો ? સંયુક્તાને થયું આમણે તો આખા ગામને સાથે લીધાં હવે મારાં પ્લાનનું શું થશે રણજીત મારાં ઉપર અકળાશે. સંયુક્તાએ ખોટું ખોટું હસતાં કહ્યું "હાં હા વાય નોટ આંટી પણ આવશે તો કંપની રહેશે. બધાં સાથે જ જઇએ. સરલાબ્હેને કૌશલ્યા બ્હેનને કહ્યું અરે નારે મારે નથી આવવું પણ હું એવું કહું છું કે તમે લોકો અહીં આવો આમેય અમી અને સીમા તૈયાર થવા તો અહીં આવવું જ પડશે. તમે સાથે આવો આપણે અહીં બેસી ગપ્પા મારીશું સાથે જમીશું અને સાંજે મોડાં આંટો મારવો થશે તો બહાર આઇસ્ક્રીમ ખાવા સાથે જઇશું એ બહાને આપણાં બ્હેનપણાં પણ માણી લઇશું. કૌશલ્યાબ્હેને ખુશ થતાં કહ્યું "બહુ સારો વિચાર છે ભલે એમજ કરીએ એ બહાને આપણે શાંતિથી બેસીને વાતો કરીશું એમ કહીને ફોન મૂક્યો અને બધી વાત છોકરીઓને જણાવી. સંયુક્તાને તો ઘણી મોટી હાંશ થઇ હતી. બધાએ વાતને વધાવી લીધી સીમાએ કહ્યું "મંમી તમે તૈયાર જ થઇ જાવ પછી આપણે તરતજ નીકળીએ હું પાપાને ફોન કરીને જણાવું છું કે એ પણ કચેરીથી સીધા ત્યાં ઘરે જ આવે તમારાં લોકોથી બેસાશે.

કૌશલ્યા બ્હેન તૈયાર થઇને આવી ગયાં અને બધાંજ સંયુક્તાની ગાડીમાં ગોઠવાયા અમી એનાં બાઇક પર ઘરે આવવા નીકળી અને સીમાનાં ઘરે આવીને બધાં સીમા અને અમીનાં તૈયાર થવાની રાહ જોવા લાગ્યાં સરલાબ્હેને કહ્યું "એ લોકો તૈયાર થાય ત્યાં સુધી કોફી ચા જે ફાવે એ હું મૂકવા કહું મહારાજને સંયુક્તાએ કહ્યું આન્ટી હું કોફી પીશ એમ કહીને સીમાની સાથે એનાં રૂમમાં ગઇ. સીમાને કહ્યું આજે આપણે એકલી છોકરીઓ છીએ આજે ખૂબ મજા કરીશું. મન મૂકીને માણીશું સાંજે અને સીમા તું પેલો ડ્રેસ પહેર જે આ જે ખૂબ સરસ લાગશે. સીમાએ કહ્યું "ના એ ડ્રેસની ડીઝાઇ એવી છે કે હું એમાં કમ્ફર્ટ નહીં રહી શખું અને એવું મેં કદી પહેર્યું પણ નથી ક્યારેય મારી મંમીને પણ નહીં ગમે.

સંયુક્તાએ કહ્યું "ડાર્લીંગ તું કઇ સદીની છોકરી જેવી વાત કરે છે ? એમાં તું એટલી સુંદર લાગીશ કે તારી મંમી અને આંટી જોઇને ખુશ થઇ જશે અને કહેશે કે અત્યાર સુધી આવો ડ્રેસ કેમ ના લાવી કેવો સરસ લાગે છે. તારાં વખાણ કરતાં કોઇ થાકશે નહીં જો મે એવી જ ડીઝાઇનનો ડ્રેસ પહેર્યો છે ને. સીમા કહે તું તો આવો જ પ્હેરે છે એટલે તને ના લાગે મેં પહેર્યો જ નથી એટલે મને નહીં ફાવે સંયુક્તા હારીજ નહીં અને મીઠું મીઠું બોલીને એને મનાવીને જ રહી. સીમાએ પછી એજ ડ્રેસ પહેર્યો ડ્રેસની મેચમાં ઇયરીંગ -ચાંદલો નેઇલ પોલીસ નો રંગ લીપસ્ટીક બધુ જ એ રીતે શોભાવ્યું અ જાણે આજે કોઇ નવી જ સીમા દેખાઇ રહી હતી.

સીમા અપ ટુ ડેટ તૈયાર થઇને સંયુક્તા સાથે નીચે આવી તો બધાં એને આવાં નવા રૂપ શણગાર ડ્રેસમાં જોતાં જ રહી ગયાં અમી બોલી ઉઠી વાહ ક્યા બાત હૈ જોરદાર ! એમ કહીને એનાં મોબાઇલમાં સીમાનાં અલગ અલગ એંગલથી ફોટાં લીધાં પછી કહ્યું અત્યારે જીજુ હોત તો દીલ કાઢીને દીદી તમારાં હાથમાં આપી દેત વાહ. સરલાબ્હેન પણ જોઇ ખુશ થતાં પણ આશ્ચર્યમાં પડી ગયાં કે મારી દીકરી ખૂબ જ સુંદર દેખાય છે પણ આવો અડધો પાછળથી ઉઘાડો ડ્રેસ કેવી રીતે સીલેક્ટ કર્યો ? કૌશલ્યા બ્હેને સીમાને જોઇને કહ્યું "દીકરી ખૂબ જ બ્યુટીફૂલ લાગે છે તે ક્યારે આવો ડ્રેસ લીધો તેં બતાવ્યો જ નથી સીમાએ થેંક્યુ કહીને કહ્યું અરે મંમી આતો સંયુતાએ ગીફટ આપેલી હું આવો ડ્રેસ ક્યાં ખરીદું છું. કૌશલ્યાબ્હેને કહ્યું "ના ના સરસ લાગે છે પણ દીકરા તારું બેક ઘણું ખૂલ્લું છે એટલે આનો દુપટ્ટો એવી રીતે રાખજે કે અડવું ના લાગે. સરલાબ્હેને ટકોર સાંભળીને કહ્યું "એમની વાત સાચી છે દુપટ્ટો ખૂલ્લો રાખીને પાછળ ઢાંકીને રાખજે વધુ સુંદર લાગશે. સુંદરતાને વધુ ખુલ્લી કરવાથી બિભત્સ થઇ જાય છે અને ઢાંકવાથી વધુ આકર્ષક લાગે છે.

અત્યાર સુધી સાંભળતી રહેલી સંયુક્તાએ કહ્યું "આન્ટી આતો અત્યારની લેટેસ્ટ ફેશન છે જુઓને સીમા કેવી રાજકુંવરી જેવી લાગે છે. અને સાચું કહું તો આનો દુપટ્ટો આમ હાથમાં જ રાખવાની ફેશન છે. કૌશલ્યા બ્હેને સંયુક્તાને એકદમ સ્પષ્ટ અને સપાટ જવાબ આપતાં કહ્યું "તારી વાત સાચી છે સંયુક્તાં મારી સીમા રાજકુંવરી જરૂર લાગે છે પણ ડ્રેસ રાજકુમારીઓને જ શોભે પછી બધાનો મૂડ ના બગડે એટલે કહ્યું "ચાલો ચાલો તમે લોકો જાવ આનંદ કરીને વેળાસર પાછા આવી જાવ અને સંયુક્તાને તક ઝડપી અને ફટાફટ અમી અને સીમા સાથે બહાર નીકળી ગઇ ક્યાંક ડ્રેસ ચેઇન્જ ના કરાવી દે.

કૌશલ્યા બ્હેનને સીમાની સુંદરતા ગમી પણ પરીધાનની સીમા ઓળંગાઇ એ પણ એમને ગમ્યું નહોતું ગમ ખાઇ ગયાં.

પ્રકરણ - 30 સમાપ્ત.

સંયુક્તા આજે ખૂબ ખુશ હતી ભાઇને કરેલાં પ્રોમીસ પ્રમાણે સીમાને રણજીતે અપાવેલો ડ્રેસ પહેરાવીને ડીનર પાર્ટીમાં એ લઇ આવવા માટે સફળ થઇ હતી અને પછી પોતાની માંગતી પુરી કરવા માટે પણ ભાઇને હવે કહી શકવાની હતી.

"""""""""""""""""

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED