પ્રણય સપ્તરંગી - પ્રકરણ 29 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 29

પ્રણય સપ્તરંગી

પ્રકરણ - 29

ગઇકાલનો આખો દિવસ અને રાત ભૂરાની ખૂબ જ ખરાબ વીતી હતી. એની નજર સામે આખો વખત મોકલેલા ફોટાં અને વીડીયો જ આવી રહ્યાં હતાં. શરૂઆતમાં તો એણે ખૂબ ગુસ્સામાં અને ગંદી રીતે રીએક્ટ કરેલું. પછી આખી રાત એણે વિચાર્યા કર્યું કે આ બધું મને મોકલવાનું કારણ કોઇ ચોક્કસ કાવતરું છે હું પેલાં રણજીતને હવે ઓળખી ગયો છું. આની પાછળ પણ એની કોઇ ગેમ હશે એટલે મારે શાંતચિત્તે આની સાથે કામ પાર પાડવું પડશે. સંયુક્તા જેની સાથે છે કદાચ એને ખબર પણ નહીં હોય કે એનાં ફોટા અને વીડીયો ઉતરી રહ્યાં છે. એણે આખી રાતમાં અનેક વખત ફોટાં અને વીડીયો અનેકવાર જોયાં એણે અભ્યાસ કર્યો કારણ કે આ કાવત્રુ છે અસલીયત નથી જ. આવાં બધાં દાવ હું ઘણીવાર કરી ચૂક્યો છું એટલે હું આમાં ફસાવાનો નથી એણે જોયું કે બાઇક ચલાવનારને અંદેશો જ નથી કે એનાં ફોટાં લેવાય છે એનાં મોંનાં ચેહરાનાં હાવભાવ સાવ સામાન્ય છે નથી એ ઉત્તેજિત કે ખૂશ. પાછળ બેઠેલી સંયુક્તાનાં હાવભાવ સાવ ઉલ્ટા એ ખૂબ ઉત્તેજિત અને આનંદીત જણાય છે એટલે આને બોકડો જ બનાવ્યો છે એને તો ખબર પણ નથી કે પાછળ બેઠેલી સંયુક્તા શું વિચારી રહી છે ? પણ આ છે કોણ કે સંયુક્તા એને ફસાવવા જાળ નાખી રહી છે. મારે આ યુવાન સાથે કોઇ સંબંધ કોઇ ઝગડો કે દુશ્મની નથી કે કરવી નથી મને તો નિર્દોષની દયા આવે છે કે આં કુકર્મા ટુકડી એને બરબાદ ના કરી નાંખે.

બહુ વિચાર કર્યા પછી એ સંપૂર્ણ આત્મવિશ્વાસમાં આવી ગયો કે હું વિચારું છું એજ સત્ય છે પછી જૈમીનને બોલાવી કહ્યું "જૈમીન પેલા અક્ષયને કોઇ પણ હિસાબે આજે સાંજે અહીં બોલાવ અને કહે જે ખાસ પાર્ટી રાખી છે મસ્ત નવો માલ આવ્યો છે કોઇપણ રીતે લલચાવીને બોલાવ મારે ખાસ કામ છે એનાં આવી ગયાં પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી અલગ તરી આવશે અને પછી આગળ મારે શું કરવું વિચારીશ "જૈમિને કહ્યું " ભલે બોસ હું કોઇપણ રીતે એને બોલાવું છું. તમે નિશ્ચિંત રહો. એમ કહી જૈમીન નીકળી ગયો અને ભૂરો પાછો એકલો પડ્યો. સુંદરી સ્કૂલ ગઇ હતી અને એને વિચાર આવ્યો કે સંયુક્તા હવે મારાં કોલ્સ નથી લેતી મને ભાવ નથી આપતી બીજાઓનાં ચક્કરમાં પડવાનાં પેંતરા ચાલુ કરી દીંધા છે. મારે હવે કોઇ બળજબરી નથી કરવી અને કંઇક વિચારીને બોલ્યો "હાં હવે હું એવું જ કરીશ એમ કહીને ફોનમાં કોઇનો નંબર શોધવા લાગ્યો.

જૈમિને આવીને કહ્યું "બોસ થોડી આનાકાની પછી માની ગયો છે મેં એવું મારણ બતાવ્યું છે કે એનાં મોઢામાંથી લાળ પડવા લાગી એણે કહ્યું હું સાંજે પહોચી જઇશ પરંતુ તૈયારી જોરદાર છે ને ઘણાં સમયથી એમ મજા નથી લીધી એમ કહીને એ માની ગયો.

ભૂરાએ કહ્યું "એવું તો તે શું કીધું કે એને પાણી આવી ગયાં ? આપણે દારૂ જ પીવરાવાનો છે બીજું કાંઇ નહીં. જૈમીને કહ્યું "અરે બોસ હવે દારૂ એને આકર્ષી નથી શકતો દારૂતો પેલેસમાં ખૂબ મળી રહે છે અને જાણવાં મળ્યું છે તેમ હવે એ ખાસ ઓફીસ નથી જતો યુવરાજનાં પગમાં જ પડ્યો રહે છે એ કહે એવી ગુલામી કર્યા કરે છે અને ઢીંચ યાં કરે છે.

ભૂરાએ પૂછ્યું ? એતો હું પૂછું છું તે શું બતાવ્યું છે કે એ આવવા માની ગયો છે ? જૈમીને કહ્યું તમારી સંમતિ વિનાં જ મે કહ્યું "આવીજા શરાબ સાથે મસ્ત શબાબની પણ વ્યવસ્થા છે માત્ર 18 વર્ષની જ છે સાવ કાચી કળી બસ પછી એણે લાળ પાડવી શરૂ કરી.

આ સાંભળી ભૂરાને ગુસ્સો આવી ગયો. તને આવું બધુ કરવા કોણે કહ્યું ? અહીં એવાં કોઇ ધંધા થતાં નથી અને કરવાનાં નથી, અહીં મારી દીકરી રહે છે તને ભાન નથી ? જૈમીને કહ્યું "ભાઇ આનાં સિવાય કોઇ ઉપાય જ નહોતો દારૂ પીવા નાજ આવત અને તમારે એની સાથે કામ પાર પાડવું ખૂબ જરૂરી છે તમે ગઇ કાલનાં ઊંધ્યા નથી તમારી માનસીક સ્થિતી કેવી હતી મને ખબર છે. જુઓ હું અત્યારે સુંદરી અને કવિતાને એનાં ગામ જવા મોકલી દઊં છું અહીં ફક્ત આપણેજ હોઇશું એ લોકો ભલે 2/3 દિવસ ગામ જઇ આવતાં. સુંદરીને પણ ગામ ખૂબ ગમે છે. અને એ લોકોની હાજરીમાં હવે મને કોઇ ગમે તેવી વાત કે પ્રોગ્રામ કરવાં પણ નથી ગમતાં. જૈમીનની સમજદારી વાળી વાત સાંભળીને ભૂરો નિશ્ચિંત થઇ ગયો અને કહ્યું ભલે એમ કર.

**************

અક્ષયે રણજીતનાં કહ્યાં પ્રમાણે પાર્ટીની બધી તૈયારી કરી દીધી નીચે સેફને પણ પાર્ટી માટે સ્નેક્સ અને પછી ડીનરની તૈયારી કરવા દીધી. સ્ટાફ પણ આજે એલર્ટ થયો કે શેઠ પાર્ટીના મૂડમાં છે અક્ષય રણજીતનાં પગ ધોઇને પીવાનાંજ બાકી રહેલાં અને એણે કહ્યું "બોસ પેગ બનાવું ? રણજીતે એની સામે શરારત ભરી નજરે જોતાં કહ્યું "અલ્યાં કેમ આજે આટલો એક્સાઈટેડ છે પેલાં કમલને આવવા દેને આવતો જ હશે પછી સાથે પીએ છીએ અને સ્ક્રીન પર જોઇને બોલ્યો લે આવી ગયો એણે સીસીટીવ નાં સ્ક્રીનમાં જોઇને કહ્યું. અક્ષયે કહ્યું હાં ઓકે એમ કહીને રૂમનો બેલ વાગે એ પહેલાંજ બારણું ખોલ્યુ સામે કમલ ફાઇલ સાથે ઉભેલો અને અંદર આવકાર આવ્યો.

રણજીત બાલ્કનીમાંથી પાછો અંદર રૂમમાં આવીને સોફા પર બેઠો અને કમલ સાથે હાથ મીલાવીને કહ્યું "આવ કમલ બેસ. એમ કહીને એણે કમલને કહ્યું ચાલ પાર્ટી થાય પહેલાં પેપર્સનું સમજી લઇએ. કમલે હસતાં હસતાં રણજીતનાં હાથમાં ફાઇલ આપી રણજીતે ફાઇલમાં નજર નાંખી પેપર્સ જોઇ લીધાં અને ખાસ નામ જોઇ લીધાં પછી કહ્યું ઓકે છે. અને પછી એ ફાઇલ બાજુમાં મૂકીને ફલેટની ચાવી કમલ પાસેથી લીધી.

અક્ષય બધુ જોઇ રહેલો અને એતો ખુશ થઇ ગયેલો રણજીતે કહ્યું "ચાલ અક્ષય માલ લાવ અને પેગ બનાવ અને ઇન્ટરકોમથી ફોન કરીને બધું ઉપર મંગાવી લે. અક્ષયે એ પ્રમાણે કરવા માંડ્યું અને પાર્ટીની તૈયારી થઇ ગઇ.

કમલ-અક્ષય અને રણજીત એમ પછી એક પેગ ચઢાવતાં જતાં હતાં. રૂમમાં આછું માદક મ્યુઝીક વાગી રહેલું કમલે બે ચાર પેગ પીધાં પછી કહ્યું "સર હું નીકળું તમે પાર્ટી આગળ ચલાવો. રણજીતે નશામાં કહ્યું એવું કંઇ હોય અહીં. ડીનર લઇને જવાનું છે. કમલે કહ્યું "સર મારાથી ડીનર નહીં લેવાય વાત એવી છે કે આજે મારી વાઇફની બર્થડે છે એટલે એની સાથે પ્રોગ્રામ છે નહીતર લેત પણ તમારો ફોન આવ્યો હું ના ન પાડી શક્યો. રણજીતે કહ્યું "ઓહો શું વાત છે ? ભાભીની બર્થડે છે ? તો તું ક્યારનો કહેતો નથી ? એક કામ કર ભાભીને અને બીજા જેને બોલાવવા હોય બોલાવી લે આજની પાર્ટી મારી.

કમલ ના પાડતો રહ્યો પણ રણજીત માન્યો જ નહીં છેવટે કમલે એની વાઇફ તથા બીજા એનાં મિત્ર કપલને અહીં રીસોર્ટ પર ઇન્વાઇટ કરી દીધાં અને પછી પીવાની કંપની આપવા બેસી ગયો. થોડીવારમાં પેલા લોકો આવી ગયાં. લેડીઝ બધી બહાર બાલ્કનીમાં જતી રહી એમનાં માટે અક્ષયે નાસ્તા-ડ્રીંકની વ્યવસ્થા કરી રણજીતે કહ્યું "આમાં જે લોક હાર્ડડ્રીંક લેતાં હોય અમને જોઈન્ટ કરી શકે છે નહીંતર સોફટ ડ્રીંક કે જ્યુસ- ચા કોફી મંગાવી આપું થોડાં ખચકાટ પછી આવનાર કમ્ફર્ટેબલ લેડીઝ બધી અંદરજ આવી ગઇ અને કહ્યું અમે થોડુંકજ લઇશું પણ આ ડ્રીંક ચાલશે રણજીતતો એકદમ ખુશ થઇ ગયો એણે અક્ષયને કહ્યું હવે ધીમે ધીમે અંધારુ થાય એ પ્હેલાં મસ્ત લાઇટો ચાલુ કર મ્યુઝીક લાઉડ કર આજે તારાં ફલેટની અને કમલની વાઇફની બર્થડે જોરદાર તરીકે ઉજવીને માણીએ.

અક્ષય પણ મૂડમાં આવી ગયો એણે બધી વ્યવસ્થા કરવા હાઉસ કીપીંગ વાળાને બોલાવી લીધો. બીજી ડ્રીકની બોટલ સોડા-કાચનાં ગ્લાસ મંગાવી લીધાં અને જેને જેટલું પીવું હોય એટલું જાતેજ બાર ટેબલ પર બનાવીને લેવા કહી દીધું. થોડીવારમાં તો બધાને પોત પોતાનાં પેગ બનાવીને પીવાનું ચાલું કરી દીધું. મ્યુઝીક લાઉડ વાગી રહેલુ થોડાં સમયમાં તો માહોલ એકદમ મદભર્યો નશીલો અને બીભત્સ થવા લાગ્યો. આ બંધાની વચ્ચે રણજીતે એનાં પ્રોજેક્ટર સ્ક્રીન પર ગરમ દશ્યોવાળાં ગીતો ચાલુ કરી દીધાં. બધાં ધીમે ધીમે ઊભાં થઇને વચ્ચેનાં ભાગમાં આવીને થીરકવા લાગ્યા. રણજીતતો માથા પર પેગ રાખીને નાચવા લાગ્યો. એણે ઓછામાં ઓછાં 4-5 પેગ પી લીધેલાં અક્ષયને શું સ્ફૂર્યું. એણે ફોન એવાં એંગલે રેકોર્ડીંગમાં મૂક્યો કે બધુ રેકોર્ડ થાય.

આવનાર ગેસ્ટ લેડીઝ પણ રણજીત કમલની આસપાસ નાંચવા લાગી ધીમે ધીમે બધાં જાત અને સ્વસ્થતા ગુમાવી રહેલાં નજરની અને સંસ્કારની શરમ છૂટી રહી હતી. કમલ એની વાઇફની ફ્રેન્ડ સાથે કેડમાં હાથ નાંખી નાચી રહેલો રણજીત કમલની વાઇફ સાથે એકબીજાને વીંટળાઇને ચૂસ્ત રીતે વીંટળાઇને ડાન્સ કરી રહ્યાં હતાં રણજીતે હદ કરીને કમલની વાઇફનાં હોઠ પર હોઠ મૂકી રીતસર ચૂસવાં લાગ્યો. કમલે જોયું પણ નજર અંદાજ કર્યું. રણજીતે માર્ક કર્યું કે કમલ જોવે છે છતાં આંખઆડા કાન કરે છે એની હિંમત વધી ગઇ અને એણે કમલની વાઇફને ઊંચકી લીધી અને એનાં સ્યુટમા એનાં રૂમમાં જ લઇ ગયો. કમલ એની ફ્રેન્ડ સાથે અડપલાં કરી રહેલો બધાં જાણે એકબીજાની વાઇફ બદલીને એન્જોય કરતાં હોય એવી નાગાઇ કરવાની ચાલુ કરી હતી. અક્ષય બધુ જોઇ રહેલો એને પણ હાથ સાફ કરવો હતો પણ પાત્ર નહોતું એણે ફોન લઇ લીધો જરૂરી રેકોર્ડીંગ થઇ ગયેલું એટલામાં ફોનમાં મેસેજ જોયો જૈમીનનો અને એનાં મોઢામાંથી લાળ પડી ગઇ એણે જવાબમાં લખ્યું ગમે તેટલું મોડું થશે પણ હું આવીશ પણ તૈયારીમાં કોઇ કચાશ ના રાખીશ. એમ કહી એ મૂડમાં આવી ગયો. થોડીવારમાં રણજીત બાજુનાં રૂમમાં થી આવી ગયો અને ફરી નીટ પેગ પી ગયો. હવે એ બધી રીતે પૂરો હતો. અક્ષયે લાગ જોઇને કહ્યું "સર પેલાં ફલેટની ચાવી અને ફાઇલ. રણજીતે નશીલી આંખે કહ્યું "અરે એ મૂકી ત્યાં લઇલે એન્જોય યોર સેલ્ફ એમ કહીને સોફા પર પડતું મૂક્યું થોડીવારમાં કમલની વાઇફ આવી એ પૂરી નશામાં હતી એનાં કપડાનાં ઠેકાણાં નહોતાં

કમલે એને માથાથી પગ સુધી જોઇને દાઢ કચડી અને બોલ્યો "તારી પાર્ટી પતી ગઇ હોય તો જઇએ એમપણ સરતો ઢીંચી ભોગવીને સોફા પર ઢળી ગયાં છે પણ આજે મારું કામ નીપટાવીને જઇશ એમ કહી બધાને બહાર જવા કહ્યું અને બીજી એક ફાઇલ કાઢી અને રણજીતને ઢંઢોલ્યો રણજીતે કમલ સામે જોતાં કહ્યું "ઓહો કમલ... શું વાત કરું યોર વાઇફ ઇસ સો સ્વીટ.... આઇ લવ હર. કમલે પાછો પેગ પકડાવતાં કહ્યું "હાં સર જાણું છું. પણ સર આ બધી વાતમાં તમારી સહી બાકી રહી ગઇ છે એ નીપટાવી લો પછી તમે રેસ્ટ લો અમે નીકળીએ.

રણજીતે અર્ધબેહોશીમાં જ હાં હાં લાવ કહીને કમલે કહ્યું ક્યાં સહીઓ કરી આપી. કમલે લુચ્ચું હસ્તાં કહ્યું થેંક્યુ સર આજે સામ સામે હિસાબ થઇ ગયો તમે મારું લૂટયું મેં તમારું બાય ધ વે સર ગુડનાઇટ અને અક્ષય સામે આંખ મારીને નીકળી ગયો.

અક્ષય સમજી ગયો કે આ કમલ પણ ખૂબ મોટું માથું છે અઠંગ ખેલાડી છે એણે એનાં બૈરાને રણજીતને સૌંપીને ખબર નહીં શું યે મોટું કામ કઢાવી લીધું આવા પણ રાક્ષસો છે પૃથ્વી પર સાલો ભડવો પોતાની પત્નિને જ સોંપી દીધી અને એની વાઇફ સાવ રંડીજ લાગતી હતી એને કોઇ ફરક નહોતો પડતો. મારે શું મોટાં માણસોની મોટી વાતો મારી અમી સામે ખોટી નજર કરે તો આ ડામીસનું ગળુજ ટૂંપી દઊં સાલો રંડવો. એમ કહીને ગાળો બોલતો રણજીતને સૂતેલો રાખીને જ એ પણ જૈમીને બોલાવ્યો ત્યાં જવા નીકળી ગયો.

********

સાગર ઓફીસથી નીકળતાં પહેલા ચીફ અને વિરાટભાઇ સાથે બેંગ્લોર અને અક્ષય અમીનાં પ્રોબ્લેમ અંગે બધી ચર્ચા કરી સંતોષ થયાં પછી સીધોજ અમુલખ સર પાસે ગયો. એમને મળીને બેંગ્લોરની ચર્ચા કરી પછી સીધી અમીની વાત કરી. એમની સાથે અમીની વાત કર્યા પછી ખૂબ જ નિશ્ચિંત થઇ ગયો. એમનો આભાર માની આશીર્વાદ લઇને સીમાનાં ઘરે પહોંચ્યો.

સીમા રાહજ જોઇ રહી હતી. સાગર અંદર ગયો અને સરલાબહેને પગે લાગી આશીર્વાદ લીધાં પાપા હજી આવ્યા નહોતાં એણે કહ્યું "મંમી અમે જઇએ છીએ પણ મારી ઇચ્છા છે કે આજે પણ તમે બધાં ઘરે આવો સાથે ડીનર લઇએ અને વાતો કરીએ સરલા બ્હેન કહે એમ વારે વારે ના અવાય છોકરીનાં ઘરે. સાગરે હાજર જવાબ આપી કહ્યું "તો અમને બોલાવો એમ કહીને હસી પડ્યો. સરલાબ્હેન કહ્યું "સાચું કહ્યું? સવારથી મનમાં આજ વિચારો ચાલે છે અને મેં હમણાંજ કૌશલ્યા બ્હેનને ફોન પણ કરી દીધો કે તમે સાંજનું ડીનર અમારી સાથે લેજો અને સરને તમે ફોન કરી સીધાં અહીં આવવા જણાવી દેજો એટલે તમારે જવાની જરૂર જ નથી અહીં જ ડીનરનો પ્રોગ્રામ છે. સાગરે ક્હ્યું "અરે મંમી મેં તો મજાકમાં કીધું."

સરલાબહેન કહે પણ મેં મજાક નથી કરી. સીમાને ખબર જ છે કે મેં ફોન કર્યો છે અને આ કહેવા જ તારી રાહ જોઇ રહી હતી અહીં કીચનમાં ડીનરની તૈયારી પણ થઇ ગઇ છે અને એ પણ ઘરે આવી ગઇ ચે એનાં પપ્પા આવતાં જ હશે. સાગરતો સીમા સામે જોઇ સાંભળી જ રહ્યો. સાગર કહે તારાથી મને ફોન કરી જણાવાય નહીં. સીમા કહે "અરે યાર સરપ્રાઇઝ.

સાગરે કહ્યું "ચલ મારે ફ્રેશ થવું છે. સરલાબ્હેન કહે "હાં દીકરા સાગરને અંદર લઇ જા અને તમે લોકો શાંતિથી વાતો કરો કોઇ ઉતાવળ નથી અને હાં સીમા સાગરને તારાં પાપા લાવ્યાં છે એ બતાવી આપી દેજે. સીમા કહે હાં મંમી મને યાદજ છે. એમ કહીને સીમા સાગરને એનાં રૂમમાં લઇ ગઇ. આજે રૂમમાં ગયાં પછી સીમાએજ દરવાજો અંદરથી લોક કરી દીધાં અને સાગરની સામે જોઇ હસી પડી.

સાગરે એની સામે લૂચ્ચાઇથી જોયું અને હાથમાંથી બેગ બેડ પર ફેંકીને સીમાને ઉંચકીજ લીધી હોઠ પર હોઠ મૂકીને મીઠાં ચૂંબન લેવાં લાગ્યો. સીમા એય એય કરતી રહી અને એણે કંઇ સાંભળ્યુંજ નહીં સીમાને બેડ પર સૂવરાવીને વ્હાલ કરવા લાગ્યો. સીમા કહે સાવ ગંદોજ છે જા ફ્રેશ તો થા હું ક્યાંય ભાગી નથી જવાની. સાગર કહે સામે મીઠાઇ પીરસાય પછી રાહ જોવાની કહે એમ થોડું રહેવાય ? એમ કહી સાગરે પોતાનું શર્ટ કાઢીને પછી બનીયાન કાઢીને બાથરૂમમાં ધૂસ્યો ઠડાં પાણીની છાલક મારીને ફ્રેશ થઇને ચહેરો લૂછતો લૂછતો બહાર આવ્યો.

સીમા એને આહવાન આપી રહી હતી જાણે બે તન એક થવાની રાહ જ જોઇ રહ્યાં હતાં. સાગરે ખૂલ્લા ડીલે સીમાની ઉપર કબ્જો જમાવ્યો અને સીમાને પ્રેમ કરવા લાગ્યો. એણે સીમાને ખૂબ ચૂમવા માંડી આંખો-હોઢ-કાન-ગરદન ચીબુક એમ ચૂમતો ચૂમતો નીચે ઉતરી રહેલો સીમા પણ વિરોધનાં બદલે સહકાર આપી રહી હતી. એણે સાગરને ચૂમતાં કહ્યું હવે પૂરા 15 દિવસનો વિરહ આપવાનો છે તું એટલે આજે કોઇ વિરોધ જ નહીં કરું એમ કહી હસીને સાગરને વળગી ગઇ. સાગર અને સીમા એકમેકમાં સંપૂર્ણ રીતે પરોવાઇ ગયાં.

અમી એનાં રૂમમાંથી આવીને મંમીને પૂછ્યું દીદી ક્યાં છે ? જીજુ આવી ગયાં ? સરલાબ્હેન કહે હાં સાગરતો ક્યારનો આવી ગયો સીમાનાં રૂમમાં છે જા બોલાવી લાવ તારાં પાપા પણ આવી ગયા કાર જ પાર્ક કરે છે. અમીએ કહ્યું હાં જઊં છું પહેલાં પાપાને પાણીને બધું આપી દઊં. એમ કહીને તરત જવાનું ટાળ્યું ભાવિનભાઇ આવ્યા સરલાબ્હેને હસીને આવકાર આપતાં કહ્યું તમારાં જમાઇ આવી ગયાં છે. તમારે કંદર્પરાયજી સાથે વાત થઇ ગઇ ? ભાવિનભાઇ કહે હાં ક્યારની એ લોકો અહીં આવવા માટે નીકળી પણ ગયાં છે.

અમીએ ભાવિનભાઇને પાણી આપી કહ્યું પાપા મહારાજ ચા બનાવી આપી જાય છે હું દીદી અને જીજુને બોલાવીને આવું એમ કહીને અમી સીમાનાં રૂમ તરફ ગઇ અને બારણું નોક કર્યું અને સીમાએ તરતજ ડોર ઓપન કર્યો એ લોક ક્યારનાં સ્વસ્થ અને ફ્રેશ થઇ ગયેલાં અમીએ પૂછ્યું જીજુ પાપા શુટ અને શર્ટસ લાવ્યાં છે ગમ્યાં ? એકદમ લેટેસ્ટ છે. સાગરે કહ્યું "યપ ખૂબ ગમ્યાં છે અમી કહે તમે લોકો ચાલો પાપા બોલાવે અને અંકલ આંટી પહોચતાજ હશે એ લોકો પણ ક્યારનાં નીકળી ગયાં છે.

સાગર ઉત્સાહથી ભાવીનભાઇ પાસે આવ્યો અને કહ્યું "અંકલ ખૂબ સરસ છે શુટ અને શર્ટસ મને ખૂબ ગમ્યાં છે અને મેં નક્કી કર્યું છે હું આજ પહેરીને કાલે બેંગ્લોર જઇશ ભાવિનભાઇ કહે ભલે દીકરાં પણ એક વાત કહું આ અંકલથી પાપા સુધીની સફર ક્યારે પૂરી થશે ?

સાગરે વાત સમજી જતાં કહ્યું "સોરી પાપા પ્હેલાની ટેવથી બોલાઇ ગયું પણ તમે મારાં પાપા જ છો પછી અમીની સામે જોતાં કહ્યું "શું કહે છે અમી ? અમીતો તરજ દોડીને સાગરને ભેટી પડી. હાં પાપા મારાં જીજું જેવું કોઇ છે જ નહીં સીમા આ બધુ જોઇને ખૂબ સંતોષથી આનંદ માણી રહી હતી.

એટલામાં કંદર્પરાય અને કૌશલ્યા બહેન પણ આવી ગયાં ત્યારબાદ બધાએ વાતો કરવા માંડી. સાગર કાલે જવાનો એની તૈયારી કામની ત્થા સતત બધાનાં સંપર્ક માં રહેજે એવી બધી સૂચનાઓ પણ સાગરને ઘણી મળી.

બંન્ને કુટુંબોએ એક સાથે આનંદથી ડીનર લીધું અને પછી બધાને બેસવાનું કહી સીમા અનૈ સાગર બાઇક પર બહાર નીકળ્યાં સાગરે સીમાને કહ્યું બરાબર પકડીને બેસજે મને ફીલ થવું જોઇએ કે તું ચોંટીને બેઠી છે. સીમાએ એકમદ ચૂસ્ત દાબીને સાગરને પકડી લીધો અને ચૂમી લીધો પછી બોલી "મારાં સાગર મને અનહદ સુખ અને આનંદ છે તારાં પ્રેમનું સાનિધ્યનું બસ આ નાનો વિયોગ પણ જાણે નહીં સહેવાય. સાગરે કહ્યું "એય મીઠી હું હરપળ તારામાં જ રહીશ જીવીશ. ચલ મસ્ત પાન ખાઇએ એમ કહીને પ્રખ્યાત પાનનાં ગલ્લા પાસે બાઇક ઊભી રાખી અને સીમા બાઇક પાસે ઊભી રહી સાગર પાન બંધાવીને આવ્યો સાથે બીજો 4-5 પાન બંધાવી સીમા પાસે આવ્યો.

સાગર પાન લઇને સીમા પાસે આવ્યો પાનનું બીડું ખોલીને એણે પાન મોઢામાં એવી રીતે મૂક્યું કે અડધું પાન મોઢાંની બહાર રાખીને સીમાને ખાવાં કીધું. સીમા કહે કોઇ જોશે. કેવું લાગશે ? સાગરે ઇશારામાં કહ્યું ખાઇ લે તોડે છે બધાં અને પછી સીમાએ શરમ છોડીને સાગરનાં હોઠમાં રહેલું પાન અડધું પોતાનાં મોઢામાં લીધું. અને સાગરે પાનનાં બ્હાને સીમા હોઠ ચૂમીને કરડી લીધાં સીમાએ ઇશારામાં કહું બહુંજ લૂચ્ચો બંન્ને જણાંએ પાન ખાધું પછી ઠંડા પવનની લહેરો સાથે બાઇક પર સવાર થઇને ઘરે પાછાં આવવા નીકળ્યાં.

આજ સમયે રણજીત અને સંયુક્તા ખુલ્લી મર્સીડીઝમાં નીકળ્યાં હતાં અને ડ્રાઇવ કરતાં રણજીતની નજર એનાં કારની મીરરમાં એને સાગર સીમા દેખાયાં એણે જોયું એ લોકો પાછળ બાઇક પર આવી રહ્યાં છે. રણજીતે સંયુક્તાને કહું "ચીકુ પાછળ બાઇક પર સીમા અને સાગર આવી રહ્યાં છે બોલ શું કરું મળવું છે ? સંયુક્તાએ પાછળ વળીને જોયું એની આંખમાં ઇર્ષ્યાની ચીનગારી ભડકી ગઇ એણે કહ્યું ના તુ એક કામ કર સીમાની સાથે વાત થયા મુજબ સાગરનાં ઘરે બધાં ભેગાં થયાં છે આપણે એમની પહેલાં પહોંચી જઇએ અને બહાનું છે જ સાગરને વીશ કરવાનું.

રણજીતે કહ્યું "ભલે ચાલ એવું કરીએ હું એમાં પણ કોઇ ચાન્સ ખોળી લઇશ. અત્યારે મજા નહીં આવે અને એણે કાર દોડાવી દીધી સાગર સીમાને તો કંઇ ખબર જ નહોતી એ લોકો એમની મસ્તીમાં પ્રેમ કરતાં કરતાં ઘરે પહોંચી ગયાં.

આ બાજુ રણજીત અને સંયુક્તા સાગરનાં ઘરે પહોંચ્યાં પાર્કીંગની લાઇટ ચાલુ હતી અને પાછળનાં રૂમમાં અજવાળું હતું. એ લોકોને આશ્ચર્ય થયું કેમ કોઇ જણાતું નથી કે લાઇટો ચાલુ નથી ? રણજીતે કહ્યું હું કાર અંદર લઊ છું બેલ માર જે હશે ખબર પડશે. સંયુક્તાએ કારમાંથી ઉતરીને મેઇન દરવાજે જઇને બેલ માર્યો. થોડીવાર પછી રામુકાકાએ દરવાજો ખોલીને સંયુક્તાને જોઇ કહ્યું "આવો આવો બ્હેન સંયુક્તાએ ગણકાર્યા વિના કહ્યું "અરે સાગર નથી ? રામુકાકા કહે "અરે એ લોકો તો સીમાબ્હેનને ત્યાં ગયાં છે બધાંજ આજે ત્યાં ડીનર લેવાનાં હતાં. સંયુક્તા વિચારમાં પડી ગઇ પછી ઓકે ઓકે કહીને થનથનતી રણજીત પાસે આવીને બોલી "સીમા ખરી છે મને તો કહેતી હતી સાગરને ત્યાં બધાં જવાનાં છીએ. રણજીતે નિરાશ થઈને કહ્યું ઠીક છે ચીકુ ઘરેજ જઈએ.

સવારે ઉઠ્યાં ત્યારથી કૌશલ્યાબ્હેન હાંફળા ફાંફળા થઇ દોડદોડ કરતાં હતાં સાગરની જમવાની વ્યવસ્થા શું હશે શું જમશે એવાં વિચારો કરતાં નાસ્તાની તૈયારી કરવા લાગ્યા. સાગર તૈયાર થઇને આવી ગયો. સીમા પણ ખૂબ વહેલી આવી ગઇ હતી અમી સાથે સાગરને એરપોર્ટ સી સોફ કરવા માટે જવાની હતી. કંદર્પરાયે કહ્યું બેટાં બધી તૈયારી થઇ ગઇ છે અને તમે લોકો નાસ્તો કરી લો પછી આપણે એરપોર્ટ જવા નીકળી જઇએ. લેટ ના થાય મેં ગાડી તૈયાર જ રખાવી છે. બધાએ ચા નાસ્તો કરી લીધાં પછી માંએ સાગરને કહ્યું માંમહાદેવનાં દર્શન કરીને પછી નિકળ્યે જા દીકરા દર્શન કરી આવ એમ કહીને ગોળથી મોં મીઠું કરાવ્યું સીમા પણ સાગર સાથે ગઇ અને બંન્ને જણાં દર્શન કરીને આવ્યાં પછી સાગરે માં અને પાપાનાં પગે લાગીને આશીર્વાદ લીધાં સાગરનો સામાન ડ્રાઇવરે કારમાં મૂક્યો અને કંદર્પરાયે સેલ્ફ ડ્રાઇવ કરીને બધાંને બેસાડી એરપોર્ટ જવા નીકળી ગયાં.

એરપોર્ટ પહોચીને સાગરે સામાન લીધો પછી માંને વળગીને વ્હાલ કર્યુ. કૌશલ્યા બ્હેનની આંખોમાં ભીનાશ આવી આંસુ રોક્યા. કંદર્પરાયે બાહોમાં ભરી વ્હાલ કર્યું બેસ્ટ લક કીધું. અમીએ પણ વ્હાલ કરી બેસ્ટલક કીધું. છેલ્લે સાગર સીમા પાસે આવ્યો અને સીમાને બાહોમાં ભરી વ્હાલ કરી કપાળે ચુંબન લઇને કહ્યું તું અને માં અને અમી સાથે રહેજો અને મંમીને પણ સાથે રાખી પ્રોગ્રામ બનાવજે એકમેકનાં સાથમાં સમય નીકળી જશે. હું ટ્રેઇનીંગમાં સમય કાઢીશ.

સીમાએ સાગરની આંખમાં આંખ પરોવી. સાગરની આંખોમાં પણ વિરહનાં મોજા ઉછળી રહેલાં સાવધાની રાખી રહેલો ક્યાંક અશ્રુ બહાર ના આવે એણે સીમા બાંધી અને સીમાની આંખોએ સીમા ઓળંગી અને એનાંથી ડૂસકું ભરાઇ ગયું. સાગરે સ્વસ્થ થવા કહીને બેગ સાથે અંદર જવા નીકળી ગયો.

પ્રકરણ -29 સમાપ્ત

ભુરો અને જૈમિન અક્ષયની રાહ જોઇ રહેલાં અને આવે અક્ષય રણજીતની જ ગાડી લઇને આવેલો. ઠાઠમાં હતો કોઇ મૂડમાં આવેલો. બીજાની ગાડીમાં પણ રૂવાબ રાખી આવેલો જૈમિને આવતાં જોયો અને ભૂરાને કહ્યું "અક્ષય આવી ગયો છે ભૂરાએ કહ્યું" કઇ નહીં આવવા દે આજે મસ્ત પાર્ટી કરીશું.