(આગળ જોયું કે અજય સોમવારે કોલેજે ન આવતાં સુનીલ અને વિકાસ તેના ઘરે તપાસ કરવાં માટે જાય છે. સુનીલ ત્યાંથી નિખિલને મેસેજ કરીને બધા મિત્રો સાથે અજયના ઘરે જવાનું કહે છે. તેમજ બે દિવસ પહેલાં એટલે કે શનિવારે વિનય અને રાધીની વચ્ચે થયેલ વાતચીત જોઈ.)
હવે આગળ........
વાચકમિત્રોને જણાવી દઉં કે આ પાર્ટની શરૂઆત આપણે લાસ્ટ(12મું) પાર્ટ જ્યાંથી છોડ્યું ત્યાંથી જ કરવાની છે...
દિવ્યાના મોબાઈલમાં એલાર્મ ટ્યુન વાગી રહી હતી. દિવ્યાએ બેડ પર સૂતાં સૂતાં હાથ લંબાવી મોબાઈલ હાથમાં લઈ, એલાર્મ ઓફ કરીને મોબાઈલ બાજુમાં જ મૂક્યું, આજે રવિવાર હોવાથી વહેલું ઉઠવાનો તો પ્રશ્ન જ નહોતો પણ આજે ફ્રેન્ડ્સ સાથે કાંકરિયા જવાનું છે એટલે દિવ્યાએ એલાર્મ સેટ કર્યું હશે.
દિવ્યા હોસ્ટેલમાં રહેતી હતી. જે તેની કોલેજથી થોડા અંતરે હતી. દિવ્યાનો રૂમ હોસ્ટેલના ત્રીજા ફ્લોર પર હતો.
સમય સવારના છ વાગીને પચ્ચીસ મિનિટ થવા આવી હતી.
સવારે વહેલું જવાનું હોવાથી દિવ્યા બેડ પરથી ઉભી થઈ, રૂમની બારીના પડદા હટાવ્યા, રૂમની બારીએથી સામે મેઈન રોડ જોઈ શકાતો હતો.
કેટલાક સિનિયર સિટીઝનનું ગ્રુપ મૉર્નિંગ વૉક કરી પરત ફરી રહ્યું હતું.
રસ્તા પર અવર-જવર નહીંવત કહી શકાય તેવી હતી. ઠંડો પવન સાથે સવારની શરૂઆતને લઈને આવતો હતો. વાતાવરણ શાંત અને માણવા લાયક હતું. ધીમે-ધીમે અંધારું આછા અજવાળામાં બદલાઈ રહ્યું હતું. રસ્તાઓ પરની સ્ટ્રીટ લાઈટો બંધ થવાની તૈયારીમાં હતી. ક્યારેક દુધવાળાઓની સાઈકલ પસાર થતી તો ક્યારેક ન્યુઝ પેપર વેંચવાવાળા પસાર થતાં અને બિલ્ડીંગના ગ્રાઉન્ડમાં જ ઉભા રહીને જ ન્યુઝ પેપર બીજા કે ત્રીજા ફ્લોર સુધી ફેંકીને પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા હતા.
દિવ્યાએ પોતાનો મોબાઈલ હાથમાં લઈ થોડીવાર વિચાર કરીને વોટ્સએપ ઓપન કરી અજયનું લાસ્ટ સીન ચેક કર્યું તો ગઈ કાલની રાત્રે 11 વાગ્યાનું હતું. એનો મતલબ કે અજયે સવારથી વોટ્સએપ ઓપન નથી કર્યું એમ વિચારી તેણે મેસેજ કર્યો,“ગૂડ મોર્નિંગ!"
અજયના મોબાઈલના ડેટા ઓન હોવાથી મેસેજ સેન્ડ તો થયો પણ વોટ્સએપ મેસેજ સીન થાય ત્યારે જે ડબલ રાઈટનું કલર વાદળીમાં પરિવર્તિત થાય તે થયું નહીં. એટલે દિવ્યાએ નિરાશ થઈ ફોન ચાર્જમાં લગાવી સ્નાન ઇત્યાદિ પ્રવુતિ માટે બાથરૂમના દરવાજા તરફ પ્રયાણ કર્યું.
આશરે અડધા કલાક પછી દિવ્યાએ અજયે મેસેજ જોયો છે કે નહીં તે ચેક કરવાં ફોન હાથમાં લઈ વોટ્સએપ ઓપન કર્યું.
અજયે મેસેજ હજી પણ જોયું નહોતું, દિવ્યા ફરી નિરાશ થઈ, પરંતુ એણે આ વખતે વિચાર્યું કે બીજા મિત્રોને પણ મેસેજ કરી જોવ. દિવ્યાએ એક પછી એક એમ બધા મિત્રોને “ગુડ મોર્નિંગ" મેસેજ કર્યો.
બધાને મેસેજ કરીને એ વોટ્સએપ બંધ જ કરવાની હતી પણ અચાનક એના ચહેરા પર સ્મિત ફરી વળ્યું. તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તે વ્યક્તિ ઓનલાઈન દેખાય એટલે જે ખુશી થાય તે દિવ્યાના ચહેરા પર સાફ જોઈ શકાતી હતી. અને એમાં પણ જ્યારે અજયના નામની નીચે “online" માંથી “typing......" વાંચીને તો બગીચામાં રહેલો ગુલાબનો ફૂલ સવારમાં જેમ ખીલી ઉઠે તેમ દિવ્યાનો ચહેરો ખીલી ઉઠ્યો......
અજયે મેસેજ કર્યો,“ગુડ મોર્નિંગ, ડિયર."
દિવ્યાએ રીપ્લાય આપતાં લખ્યું,“તો તમે ક્યારે આવો છો મને પિક કરવાં માટે?"
“મેડમ,8 વાગ્યે તમારી સેવામાં હાજર થઈ જઈશ."અજયે સ્માઇલી વાળા ઇમોજી સાથે મેસેજ કર્યો.
અજય ક્યારેક જ આવાં મેસેજ કરતો તેની દિવ્યાએ રિપ્લાય આપતાં લખ્યું,“આજ તો દિવસ કઈ બાજુ ઉગ્યો હશે, તમે અને આવાં મેસેજ!"
“સમય સાથે ક્યારેક બદલવું પણ પડે, હવે મારે નિખિલને પણ પિક કરવાનો છે એટલે ત્યાં આવીને જ વાત કરીએ"અજયે રિપ્લાય આપતાં કહ્યું.
“ok, હું વેઇટ કરીશ!"દિવ્યાએ મેસેજ કર્યો.
“bye."અજયનો મેસેજ આવ્યો.
“bye." આટલું લખી ફોન ફરી ચાર્જમાં લગાવી, દિવ્યા પિકનિક માટેની તૈયારી કરવા લાગી...
(દિવ્યા અને અજય એકબીજાને પસંદ કરતાં હતા તે આખી કોલેજમાં નિખિલ,વિનય અને રાધીને જ ખબર હતી.)
નિખિલ અને અજય બંને પાસે બાઇક તો હતી જ, પણ બંનેને સાથે જવું હતું અને દિવ્યાને પણ હોસ્ટેલથી પિક કરવાની હોવાથી અજયે ઘરેથી નીકળી એક ટેક્ષી બુક કરીને પહેલા નિખિલના ઘરે ગયો. ત્યાંથી બંને દિવ્યા જ્યાં રહેતી હતી ત્યાં હોસ્ટેલના ગેટની સામે ટેક્ષી ચાલકને ટેક્ષી ઉભી રાખવાનું કહી અજયે ખિસ્સામાંથી ફોન કાઢી દિવ્યાને તે અને નિખિલ રાહ જુવે છે એવો મેસેજ કર્યો. સામેથી દિવ્યાએ બસ 10 મિનિટમાં આવું છું એમ રિપ્લાય આપ્યો.
એટલે હવે દિવ્યા આવે ત્યાર સુધી તો રાહ જોવાની હતી. અજય ટેક્ષીમાંથી નીચે ઉતરી ઘડીક ફૂટપાથ પર મૂકેલ બાંકડા પર બેસતો તો ઘડીક ટેક્ષીની નજીક આવી મોબાઈલની સ્ક્રીન પર સમય જોઈ હોસ્ટેલના ગેટ સામે દ્રષ્ટિ ફેરવતો હતો.
નિખિલે અજય સામે જોયું પહેલા તો એને હસવું આવ્યું પણ પછી એણે અજયને કહ્યું,“અરે યાર, બેસને અહીં શાંતી થી, એણે કહ્યુંને કે હમણાં આવે જ છે. પછી શું આમ આંટાફેરા કર છો?"
“હાં પણ...." આટલું બોલતાં અજય અટકી ગયો. એની નજર ગેટ પર સ્થિર થઈ ગઈ. તેની સામે જોઇને નિખિલે પણ ગેટ તરફ ફરીને જોયું.
દિવ્યા રોડ ક્રોસ કરી અજય અને નિખિલ હતા તે બાજું આવી રહી હતી.
“પણ શું એની સુંદરતા હતી!" કદાચ અત્યારે કોઈ કવિએ તેને જોઈ હોત, તો તેના પર અવશ્ય એક કાવ્યની રચના કરી હોત.
આજે દિવ્યાએ બહુ સમજી વિચારીને આઉટફિટ સિલેક્ટ કરેલું. અજયને બ્લેક કલર પસંદ હતો તેથી આજે દિવ્યાએ બ્લેક રંગનો અનારકલી ડ્રેસ પહેર્યો હતો. ડ્રેસની કિનારી પર રેડ કલરની ડિઝાઇન હતી. દિવ્યાએ લાલ રંગની જ લિપસ્ટિક અને લિપસ્ટિકના મેચિંગમાં કાનના ઝૂમખાં,હાથમાં બ્રેસલેટ અને લાલ રંગની નેલ પોલીશ અને પગમાં મોજડી....જાણે કે કોઈ સ્વર્ગની અપ્સરા હોય એમ એનું રૂપ હતું. દિવ્યના શ્વેત શરીર પર આ શ્યામ વસ્ત્રો ખૂબ જ મોહક લાગી રહ્યા હતા.
આજે તો અજય પણ જાણે બાઘાની માફક એકટિશે એની સુંદરતાને આંખોથી માણી રહ્યો હતો.
દિવ્યાએ નજીકમાં આવીને બંને ને કહું,“hii"
પણ અજય તો જાણે આ દુનિયામાં હતો જ નહીં, છેવટે નિખિલે દિવ્યાને ખાલી હાથ હલાવી ઉત્તર આપ્યો અને અજયની નજીક જઈ કાનમાં કહ્યું,“ભાઈ, આખો દિવસ સાથે જ રહેવાના છે. હવે તમારું સૌન્દર્યદર્શન પત્યું હોય તો જઈએ?"
દિવ્યાએ કંઈ સાંભળ્યું તો નહીં પણ તે નિખિલના એક્સપ્રેશન જોઈને થોડું સમજી ગઈ હોય તેમ નીચું જોઈ મંદ મંદ હસતાં હસતાં ટેક્ષીમાં બેસી.
નિખિલના કહેવાથી અજય જાણે ભાનમાં આવ્યો હોય તેમ તેણે નિખિલ અને દિવ્યા સામે જોઈ ને કંઈ પણ બોલ્યા વગર ટેક્ષીમાં બેસી ગયો.
ટેક્ષી ત્યાંથી રવાના થઈ કાંકરિયા બાજુ........
અજય ટેક્ષીમાં બેઠા બેઠા વિચારી રહ્યો હતો, કે આજે તો કંઈ પણ થાય બધાની સામે દિવ્યાને પ્રપોઝ કરીશ ...........
વધુ આવતાં અંકે.......
શું અજય દિવ્યાને પ્રપોઝ કરી શકશે?
અને પિકનિકના બીજા દિવસે અજય કેમ કોલેજે નહોતો પહોંચી શક્યો?
તેમજ ભૂતકાળની કઈ ભૂલના કારણે શિવાનીની હત્યા થઈ હતી?
જાણવાં માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ માતૃભારતી પર.
*******
તમારા મંતવ્યો અચૂક આપશો.
આભાર.
વિજય શિહોરા-6353553470