GHELCHHA - 7 books and stories free download online pdf in Gujarati

ઘેલછા (પ્રકરણ - 7)

કોઈ કારણ સર વ્યક્તિ ના મન માં ઘર કરી ગયેલી ઘેલછા જ કદાચ તેના દુઃખ નુ કારણ બને છે. સીતા માતા નુ પાત્ર સ્ત્રી સહજ સોના ના હરણ ની ઘેલછા ને કારણે જ અપહરણ નો ભોગ બની ગયું એમ કહેવાય. મહાભારત માં દ્રૌપદી ના પાંચ પતિ માટે એણે વિવિધ પાંચ વરદાન માંગેલાં એ વાત ની પુષ્ટિ થાય છે. જો રાજા દ્રુપદ ની પુત્રી દ્રૌપદી ને સુંદર, જ્ઞાની, બળવાન, પરાક્રમી અને ધર્મ નુ આચરણ કરનાર એમ ઘણા સારા ગુણ ધરાવતો પતિ ન મળે તો આજે કળિયુગ માં શું આશા રાખવાની? ...આવુ કઈક કઈક વિચારતી આભા એકવાર કબાટ ગોઠવી રહી હતી. અને એને પોતાની કૉલેજ સમયની ડાયરી મળી જેમાં તે જે-તે સમયે લખાતી કવિતાઓ અને સુવાક્યો લખતી. જુની યાદો તાજી કરતી પાનાં ફેરવી રહેલી આભા ની નજર એક સુવાક્ય પર પડી

It is better to light a candle than to curse the darkness.

અચાનક ઘોર અંધકાર માં જાણે વીજળી ઝબકી. આભા મનની બધી વ્યથા મૂકી ને ઉભી થઇ ગઈ. એ દિવસે નજીક ની કૉલેજ માં જઈ ત્યાં ના ટ્રસ્ટી ને મળી. પોતે નવરાશ ના સમય માં છોકરા-છોકરીઓ નુ કાઉન્સિલીંગ કરી એક પ્રકાર ની સમાજ સેવા કરવા તત્પર છે એ વાત વિસ્તાર થી જણાઈ. આમ તો આભા ને આ બાબતે કોઈ પ્રોફેશનલ અનુભવ ન હતો પણ તેની કોઈને સમજાવવાની શક્તિ – ‘સામ’ બહુ સારી હતી. એણે એટલી સરસ રજૂઆત કરી કે કોલેજ ના ટ્રસ્ટી અને આચાર્ય ખરેખર પ્રભાવિત થયા.

બીજા દિવસથી આભા એ બપોરના સમયે કલેજ જવાનું શરુ કર્યું. આચાર્ય ને કાઉન્સીલીંગ વિષે સ્પષ્ટ ખ્યાલ હતો જ અને આભા ની પ્રતિભામાં રહેલી આભા તે પ્રથમ મુલાકાતે જ જોઈ ગયેલા. એટલે પ્રથમ દિવસે જ આભા ને એક અલાયદો રૂમ ફાળવી આપેલો. બહુ જલદી આભા પાસે વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. આભા એ નિયમ રાખેલો કે જે-તે વિદ્યાર્થી એકલો જ આવે. ગમે તેટલો ગાઢ મિત્ર હોય તો પણ પોતાના પ્રશ્ન કે મુઝવણ ની ચર્ચા આભા સાથે એકલી જ કરવી. આ બાબત ને લઈને શરૂઆત માં વિદ્યાર્થીઓ ખચકાયા પણ ધીમે ધીમે આભા ના સ્વભાવ અને સમજાવવાની પદ્ધતિ થી પ્રભાવિત થઇ વિદ્યાર્થીઓ નો ધસારો થવા માંડ્યો. આદિત્ય અને એના કુટુંબ સિવાય અસંખ્ય લોકો હવે આભની પ્રતિભા થી અંજાઈ ગયા હતા. અને હવે આભા એ મનમાં આદિત્ય તરફથી કોઈ વખાણ કે પ્રશંસા મળે એ અભરખો પણ ક્યારનોય છોડી દીધો હતો. જ્યારે કોઈ સ્ત્રી પતિ અને અન્ય સાસરી પક્ષ ના સભ્યો તરફથી પ્રશંસા ની અપેક્ષા છોડી દે ત્યારે એ સુખની મોટી હરણફાળ ભરેછે એ કડવું સત્ય એને હવે સમજાયુ. અને તેણે ખરેખર સુખની હરણફાળ ભરી. એના કામમાં, એમાં મળતી સફળતા અને પ્રશંસામાં અને સૌથી વધુતો એમાંથી મળતા નિજાનંદ માં હવે આભા ને એક અનોખી ઉર્જા મળતી.

બેજ મહિનામાં એવી પરિસ્થિતી થઇ કે રીતસર એપોઇન્ટમેન્ટ લઇ આભાને વિદ્યાર્થીઓ મળવા આવતા. આભા એ આચાર્ય અને ટ્રસ્ટી સમક્ષ પહેલાં જ ખુલાસો કરેલો કે એ આ કામ ના કોઈ પૈસા નહી લે. પણ જે રીતે વિદ્યાર્થીઓ આભા પાસે જવા લાગ્યા એ જોતા આચાર્ય ના સુચન થી ટ્રસ્ટી એ આભા ને વળતર પેટે દર મહીને કૈક રકમ આપવાની ઈચ્છા બતાવી. આભા કદાચ વધારે પડતા બોઝ ને લઈને આ કામ છોડી ના દે એવી એમને બીક હતી. પણ આભા એ ફરીથી કઈ ન લેવાની ઈચ્છા બતાવી. એ હવે આ કામ નો આનંદ લઇ રહી હતી. ઘણા છોકરાઓને સિગારેટની લત અને ગુટકા -તમાકુના વ્યસનથી મુક્ત કરાવી ચુકી હતી અને સાથે સાથે છોકરીઓ ને એ પણ સમજાવી રહી હતી કે કોઈ વ્યસન ન હોય એ છોકરો સારો જ હોય એ જરુરી નથી. તામસી પ્રકૃતિ તો લસણ – ડુંગળી ન ખાનારની પણ હોઈ શકે. આ કામથી એને અનહદ આનંદ થતો.

કોઈ કોઈ વાર દિલ ના ખૂણે એને યાદ આવી જતું કે અવિ ને પોતે એક સારી મિત્ર તરીકે સમજાવી સિગારેટ ન છોડાવી શકી. પણ એ વખતે કદાચ એની સમજાવવાની શક્તિ થોડી નબળી હશે, એમ મન વાળી બમણી ધગશથી આભા કાઉન્સીલીન્ગ કરતી. અવિ આભાના મગજમાં કોઈ અદ્રશ્ય ધૂમ્રસેર બની ઘૂમરાતો રહ્યો. એ ધુમ્રસેર કદી બહાર ન આવી પણ એના મન ને એક નશો ચઢાવતી રહી ... અને એ નશાના જોરે આભાએ ઘણા છોકરાઓને વ્યસનમુક્ત કર્યા. હવે આભાના મનમાં રહેલી ઘેલછા એ થોડું રૂપ બદલ્યુ.. . . અજાણપણે પણ પોતે જે ન મેળવી શકી – એક નિર્વ્યસની છતાં સૌમ્ય સંસ્કારી પતિ એવા ઘણા પુરુષ સમાજમાં ઉભરાઈ આવે અને ઘણી આભાઓ પોતાની ઘેલછા પ્રમાણે નો પુરુષ મેળવી શકે એ માટે સંસ્કાર સિંચન. એનું પ્રથમ સોપાન છોકરાઓને વ્યસન અને બીજી ઘણી ટેવોથી દૂર કરવાથી શરુ થતું હતુ. એક આભા ની ઘેલછા પૂર્ણ ન થઇ પણ ડિપ્રેશન નો શિકાર બનવા, નિરાશામાં લગ્નેતર સંબંધ તરફ વળવા, બાળકો અને અન્ય લોકો પર સતત ગુસ્સો વરસાવતી ઘણી સ્ત્રીઓની જેમ બની રહેવા, કોઈ નબળી ક્ષણે આત્મહત્યા જેવુ પગલુ ભરવા, કે પછી મોટાભાગની સ્ત્રીઓ ની જેમ ચહેરા નું નૂર ખોઈ, આત્મ સન્માન ખોઈ, પોતાની ઓળખ છોડી, એક બીજા માટે જીવતી લાશ બની રહેવા કરતા આ વિકલ્પ ઘણો સારો હતો.

-------------------------------------------------------------------------------------------------------------------------------

ઘણા મહિના પછી આ કથા ‘ઘેલછા’ નો અંત આવ્યો. આ અંતરાલ નું કારણ પણ ઉપર જણાવ્યો એ વિકલ્પ શોધવાનું જ હતુ. દરેક પરણેલ સ્ત્રી લગ્ન પહેલાં પોતે સેવેલી ઈચ્છાઓ અને જેને માટે બીજું જતું કર્યું હોય એવી ઘેલછાઓ સાથે જીવેછે. ઘણી વાર એ ઘેલછા પણ છેલ્લે પૂર્ણ થઇ હોતી નથી જેને માટે એણે બીજાં સુખ છોડ્યાં હોય. અને ઘણું ખરું આભા ના પતિ આદિત્યની જેમ એક ગુણ સારો હોય પણ એ પુરુષ તેની પત્ની પ્રત્યે વર્તનમાં ખુબ તામસી હોય. અને એટલે આપડા સમાજ ની મોટાભાગની સ્ત્રીઓ ચહેરાનું નૂર અને આત્મસન્માન ખોઈને જીવે જાય છે. પણ જેમ એક આભા ઉઠી એમ આપડા મનમાં દબાઈ ગયેલી આભા ને ઢંઢોળી કૈક ક્રિયાત્મક-રચનાત્મક કરવાનો હવે સમય છે.

આજે રામ નથી એટલે પોતે સાચી હોય એ દરેક સ્ત્રી એ અગ્નિ પરીક્ષા નો વિરોધ કરવો પડશે. આજે ભીમ નથી જે અપમાન કરનાર દુર્યોધન અને દુશાસન નો વધ કરશે એટલે જુગારમાં મુકવાની પતિ હિંમત ન કરે એ ધાક દ્રૌપદી એ રાખવી પડશે. આજે મોક્ષ માટે મુક્તિ અપાવવા રામ નહી આવે પણ છેતરનાર ઇન્દ્ર તો છે અને તરછોડનાર પતિ ગૌતમ પણ છે એટલે કોઈ ઈન્દ્રજાળ માં ફસાય નહી એ તકેદારી નારી - દરેક અહલ્એયાએ રાખવી પડશે. અને આ બધા માટે પોતાની જાતની સંભાળ પણ તેણે જાતે જ રાખવી પડશે કારણકે સત્યયુગમાં પણ પત્ની ની તંદુરસ્તી કે દીર્ઘ આયુ માટે કોઈ વ્રત નો ઉલ્લેખ નથી તો આ કળિયુગમાં? ??

તો આ ‘ઘેલછા’ વાંચી મનના ખૂણે ભરાયેલી કોઈ વાત ને સ્ટ્રેસ કે ડિપ્રેશન નું વરવુ નામ પડે એના કરતાં પોતાની શુસુપ્ત શક્તિ ખીલવવા કોઈ એક આભા રચનાત્મક રસ્તે વળશે તો પણ આ લખનાર ની ઘેલછા પૂર્ણ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED