ફેશબુકીયો પ્રેમ 2 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફેશબુકીયો પ્રેમ 2

સવારે સાત વાગ્યા ના સમયે અંશે શ્રેયા ને શુભ પ્રભાત નો મેસેજ મોકલ્યો. શ્રેયા એ તરત જ તેનો જવાબ પણ આપ્યો. ત્યારબાદ અંશે વાતચીત ની શુરુઆત કરી.

'બાય ધ વે તમે , એ રેડ કલર ની સાળી માં બઉ સુંદર લાગી રહ્યા હતા'.

'ઓહ, આભાર તારો!'

'અને હા, એ બ્લેક હિલ્સ પણ બઉ જ સુંદર લાગી રહી હતી'.

'આમ , એટલે હજું કંઈ તારીફ કરવાની બાકી છે? પહેલી જ મુલાકાત મા તે , હિલ્સ અને સાળી ને પણ નોટીશ કરી લીધા?'

'ઓહકે , સોરી! પરંતુ , હું જસ્ટ તારા વખાણ કરી રહ્યો હતો'.

' જો અંશ! તું મારી સાથે રીઅલ બની ને રહી શકે છે. આમ, ખોટા વખાણો મને ગમતા જ નથી. અને હા હવે કંઈક બીજું ટોપીક લાયને લ્યા!'

'તોહ , ફિલ્મ વિષે ચર્ચા કરીએ?'

'હા , કર ને આ ટોપીક તોહ મારો ફેવ છે. આખો દિવસ ફિલ્મો પાછળ ગાંડા ની જેમ પડી રહું છું. પ્રેમકથા જોયા બાદ તેના વિષે જ વિચાર્યા કરું છું.'

'ઓહ! હું પણ એવો જ છું. આમ , નવી લવ સ્ટોરી આવી રહી છે. ટ્રેલર જોયું?'

'પેહલા તો તું આ , લવ સ્ટોરી બોલવાનું બંધ કર. અરે યાર ગુજરાતી શબ્દ પ્રેમ કથા કેટલું સરસ લાગે બોલવામાં. અંદર થી આવતો શબ્દ છે. અને હા હું તોહ, જોવા જવાની છું. કઈ રીતે બંને અલગ થયા? આગળ તેઓ મળવા ના છે કે , નહીં? એ જાણવાની મજા આવશે'.


'તોહ , આટલી વહેલી સવારે તમે ઊઠી જાઓ છો રોજે?'

'હાશ તોહ! લ્યા તને કોઈ શક છે? ચલ બાય, મારા મમ્મી બોલાઈ રયા છે મને'.

આમ, આ વાતચીત નો અંત આવ્યો. અંશ વારંવાર શ્રેયા ના ફોટોસ જોઈ રહ્યો હતો. અને આમ જ તે તેના દિવસો કાઢી રહ્યો હતો. ત્યારબાદ સાંજ ના સમયે હર્ષ અને અભિષેક બંને ગ્રાઉન્ડ મા ક્રિકેટ રમી રહ્યા હતા. અંશ ત્યાં પહોંચી ગયો.

"લ્યા, ટોપા! બેટ દડું રમવું છે તારે?" હર્ષ એ પ્રશ્ન કર્યો.

"ના, યાર રહેવા દો! મૂડ નથી". અંશે જવાબ આપતા કહ્યું.

"લે , આતા પ્રેમ માં સાવ ગાંડો થયો! ક્રિકેટ ની ક્યારે ના નો પાડતો અને આજે! આ ભાઈ પર ભાભી એ જાદુટોના તો નથી કર્યા ને?"

"એય, લ્યા! થઈ ગયું હો! આખો દિવસ મજાક ન હોય પછી. સાલું એક તોહ , હું અહીંયા તેને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યો છું. અને આ ભાઈ ઉડાડવામાં જ પડ્યા છે".

"સોરી યાર! પણ પ્રપોઝ કરવું એ થોડો ભારી શબ્દ થઈ ગયું. એની માટે લગ્ન નો પ્રસ્તાવ મોકલવો શબ્દ વાપરી શકાય".

આ સાંભળી ને અંશ પણ હસવા લાગ્યો. આ તેમની દરરોજ ની મસ્તી હતી. એજ દિવસે અંશ જ્યારે ગાર્ડન માં એકલો બેઠો હતો, ત્યારે શ્રેયા ત્યાં તેની ફ્રેન્ડ્સ સાથે આવી પહોંચી. અંશ હેડફોન લગાવી ને આંખો બંધ કરી બેઠો હતો. અચાનક શ્રેયા તેની પાસે આવી ને બેસી ગઈ.

"ઉઠ, લ્યા! ઊંઘી ગયો કે , શું?" શ્રેયા એ અંશ ને છંછેડતાક ને પ્રશ્ન કર્યો.

"શ્રેયા! તું અહીંયા? મતલબ કેમ? ક્યારે? કઈ રીતે?"

"શાંત! લાખોટા શાંત! આવડો ઘભરાય છે શા નો? હું તને ખાઈ તો જવાની નથી ને? અને અહીંયા આ રોતલું ગીતો વગાડતો એકલો શા માટે બેઠો છે?"

"કંઈ ની બસ , મજા આવે આમ એકલો બેસવાથી. મન ને શાંતિ મળે. આમ, તો મિત્રો જીવવા જ ક્યાં દે છે?"

અચાનક હર્ષ અને અભિષેક ત્યાં આવી પહોંચ્યા.

"એય, અભલા! ઓ જો, ભાઈ અને ભાભી બેય ભેગા બેઠા છે." હર્ષ એ કહ્યું.

"હા , લ્યા! અને ત્યાં જો ઉન્નતિ પણ ઉભી છે."

"હા , યાર! ભાઈ ની જિંદગી માં હરિયાળી અને માત્ર હરિયાળી જ છે. અને આપણે તો સુખા ખેતર જેવા છીએ મિત્ર!"


"હર્ષિયા ખાઈશ ના હવે. સ્ટેજ પર નાટક કર જે ચલ ભાભી અને તેની સુંદર મિત્રો ગઈ".


આમ, અંશ ઘેર જવા નીકળે એ પેહલા તેના બે મિત્રો તેની પાસે પહોંચી ગયા.

" એય, ઉભી ની રે! ક્યાં જાય છે? ટોપા! અહીં ચાર-ચાર રાખી ને બેઠો છે. મારું કરાઈ દે ને લ્યા". હર્ષ એ હલકી મુસ્કાન સાથે કહ્યું.

"બે ટોપા! મસ્તી ની અત્યારે".

"શું? ભાભી ને પ્રપોઝ કર્યો? ઓહ, કોંગો ભાઈ! અબ તો ખાલી હવન કરને કા હે".

"તું રહેવા દે યાર! નથી કર્યો મેં પ્રપોઝ. મારી ફાટે છે. અને મને હવે એ ટોપીક નઈ જોઈએ".

આમ, કહી અને અંશ ત્યાં થી જતો રહ્યો. શું આ કોમેડિયન મિત્રો અંશ નું સેટ કરવાના છે? કે પછી પ્રેમકથા માં અડચણો લાવવાના છે? એ જાણવા માટે તોહ રાહ જોવી જ પડશે.

ક્રમશઃ