PRAVAS- E DHIRAN DAS NO - 7 books and stories free download online pdf in Gujarati

પ્રવાસ - એ ધોરણ દસનો - ૭

પ્રકરણ - ૭

કુદરતને ખોળે

બસમાં વાતાવરણ શાંત હતું. જંગલ વિસ્તારના વાંકાચૂકા રસ્તાઓ પર બસ ધીમી ગતિથી ચાલતી હતી. મારું મન હવે મસ્તીમાં લાગતું ન હતું. કારણકે મારુ ધ્યાન કુદરતમાં ખેંચ્યું હતું. બહાર વાતાવરણ રમણીય હતું. મને બસમાંથી ઉતરી જવાની ઈચ્છા થઈ પરંતુ પુર્ણ થવાની શક્યતા નહીં પણ અશક્ય હતી. રસ્તાની એક બાજુએ ખેતર હતા, કોઈક કોઈક જગ્યાએ છુટાછવાયા એકાદ-બે મકાન દેખાતા. ખેતરોની આગળ જોતા ડુંગરોની હારમાળા સારી થતી હતી. બીજી બાજુએ ઉંચા-ઉંચા વૃક્ષો હતા. થોડાવાર પછી ડુંગર અને જંગલ જાણે બસની અડીને જ હતા. હું પહેલા પણ ઝંડ હનુમાન આવેલો હતો. સાતેક વખત હું આવી ગયો હતો. અમે છેક સુધી ગાડી લઈને ગયા ન હતા. સરકારે છેક સુધી જાવા માટે રસ્તાની સુવિધા કારી છે. પરંતુ અમે બીજા રસ્તેથી ગયેલા.

જંગલમાંથી ચાલીને જવાની માજા હું માણી ચુકેલો હતો. હું ફિલ્મના હીરોની જેમ થોડીક જ માત્ર થોડીક સેકેન્ડ ભૂતકાળમાં પોહોંચી ગયો. એટલામાં બસ અટકી ગઈ. મેહુલ સર ડ્રાઈવર જોડે કંઈક વાત કરતા હતા. થોડીક વારમાં કીર્તન સર પણ આગળ ગયા.

બહાર કોઈ ઉભું હતું. ડ્રાઈવર,મેહુલ સર અને કીર્તન સર બસમાંથી નીચે ઉતાર્યા. કંઈક ગડબડ લાગી. હું પહેલા બે વખત આ રસ્તેથી ઝંડ હનુમાન ગયેલો હતો. ચોમાસામાં આ રસ્તા પર સાત વખત એક જ કોતેડું* આવે , જે ઘણીવાર રસ્તો પણ ધોઈ નાખે. જેથી વાહન-વ્યવહાર મુશ્કેલ થઈ જતો.

અમારી બસ જ્યાં ઉભી હતી તે જગ્યાએ જમણી બાજુએ એક ઘટાદાર વૃક્ષ હતું. મને એ જગ્યા અને ઝાડ યાદ હતું. ધણી વાર એટલે બે-ત્રણ વાર આ રસ્તેથી ગયેલા હતા. એક વાર અમારું સ્કૂટર ,અને બીજા બધા સાગા જોડે ગયા હતા. ચોમાસાનો સમય હતો. ત્યારે આખા રસ્તા પર પાણી વહેતુ હતું. અમારા સ્કૂટર ના સાયલેન્સર માં પાણી જવાથી બંધ થઈ ગયું. જયારે બાકીના બાઇકો એ પાણીના વહેણમાં આગળ ચાલી શકે તેટલી સક્ષમ ન હતી. આ જગ્યાએથી અમે ચાલીને આગળ ગયેલા.

"अध्वन्यध्यनि तरव: पथि पथि
पथिकै: उपास्यते छाया'
धन्या: स किड़पी विटपी
यमध्वगो गृहगत: स्मरति"

અર્થાત, માર્ગે માર્ગે વૃક્ષો હોય છે અને માર્ગે માર્ગે મુસાફરોથી વૃક્ષોની છાયાનો આશ્રય લેવાય છે. તે કોઈક વૃક્ષ ધન્ય છે, જેનું ઘરે પહોંચેલો મુસાફર સ્મરણ કરે છે.

કિર્તનસર બસમાં આવ્યા. સર અમારી પાસે આવ્યા, "આગળ રસ્તો ખરાબ છે, બસ જઈ શકે નહીં. આપણે ચાલીને જવાનું છે. બસ બીજા રસ્તેથી ફરીને આગળ આવશે." સરે વાત કરી મને તો મનમાં ખુબ જ આનંદ થયો, મને એમ કે બીજા બધા કંટાળાના પોકાર લગાવશે, પરંતુ એ તો મારા કરતાં વધારે ઉછાડયા.

સવારના નવ જેટવા વાગ્યા હશે. મેં બેગમાંથી મોબાઇલ અને બેગમાં જેકેટ નાખ્યું. કાર્તિક, મિતેષ, જતીને બસમાં એક સેલ્ફી પાડી. બીજી એકાદ-બેમાં હું પણ હતો. સૌથી શાંતિથી નીચે ઉતરવાનું કામ અમે કર્યું.... સૌથી છેલ્લા જે હતા.

બસમાંથી ઉતારતા જ ગુલાબી ઠંડી મારા શરીરને એક ધ્રુજારી આપી ગઈ. મેં ઊંડા શ્વાસ લીધો અને તાજી હવા ફેફસામાં ભરી. બધાં જાણે તેમ ફોટા પડવાનું શરૂ કર્યું હતું. અમે બધા સાથે ચાલતા હતા.

સવારની ગુલાબી ઠંડી હતી. એમાં પાછો મંદ પવન ચાલતો હતો. શિયાળાનો સમય અને સવાર હોવાથી સૂરજનો તડકો જાણે શરીરને હુંફ આપતો. તડકો જરાયે ગરમીનો અનુભવ કરાવતો ન હતો. તડકો પણ જાણે શરીરને સ્પર્શ કરતો. એમાં પછી પવન શરીરને અડે જેથી આમ બે-બે પુરુષો વાચક કુદરતી તત્વોના સ્પર્શથી શરીરની સ્ત્રીવચક રૂંવાટી શરમથી ઉંચી થઈ જતી અને પછી લાજ કાઢીને ફરીથી બેસી જેથી.

ત્યાં જંગલમાં ખાખરા(ખાખેડો), મહુડો, લીમડો, શિમળો જેવો અનેક ઝાડ હતા. અમુક તો હું ઓળખી શકતો પણ અમુકને નહીં. જંગલમાં આ સમયે પર્ણવૃષ્ટિ જોવા મળે, પવનના એક ઝોકો આવે કે તરત જ કેટકેટલાક પાન ખરી પડે. જંગલમાં દરેક ઝાડની પાનખર જુદી હોય છે. એટલે જ તો એક સાથે આખું જંગલ પાન વિહોણું થઈ જતું નથી. અત્યારે તો ખરેખર પાનખર જ હતી, કારણકે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સૂર્યનો તડકો ઓછો અને માર્ચથી ગરમી શરૂ થાય ત્યારે કૂંપણો ફૂટે, કેસુડાના ફૂલ પણ માર્ચમાં આવે. મને પાનખર અને ઋતુરાજ વસંત બને સૌથી વધુ ગમતી ઋતુઓ છે.બધા જ પાંચેક મિનિટ જેટલું ચાલી ચુક્યા હતા. ચાલતા ચાલતા હું જંગલને નજીકથી જોઈ શક્યો. પહેલા પણ હું અહીંથી પસાર થયો હતો ત્યારે પણ નહીં. જયારે જંગલમાંથી પરિવાર સાથે ગયો હતો ત્યારે પણ આવું સૌદર્ય હું જોવા પામ્યો નથી. ડામરના રોડ પરથી જંગલ કંઈક અનેરું લાગતું હતું.

અમે બધા ચાલતા મજાક મસ્તી કરતા હતા. એકબીજાની ખેંચતા હતા. 'તું કેવો ચાલે છે.' 'તે બોલાવતા, તો વળી કોઈને તાપલી મારી, જે નામ પાડેલું હોય તે વડે બોલાવી પોતાની પાછળ દોડાવતા.

હું અને તેજભા...ઇ સાથે હતા. (તેજભા..ઇ એટલે ગિરીશ મારો સહપાઠી.) તે ફોન લવાનું ભૂલી ગયો હતો એટલે મારા ફોનમાં એના ફોટા પડેલા. અમે એકબીજાના ફોટા પડી લેતા. મારા ફોનમાં મેમરીની સમસ્યા જ ન હતી. હું ગેમ્સનો શોખીન હોવાથી 8GB નું મેમરી કાર્ડ રાખતો. સામન્ય રીતે હું એક સમયે પંદરથી વીસ ગેમ્સ ઇએન્સ્ટોલ અને બે-ત્રણ ફાઈલમાં સ્ટોર રહેતી. ઓછામાં ઓછી 50MB ની તો હોય જ. અરે આ ગેમ ક્યાં વચ્ચે આવી ગઈ.

મેં કિર્તનસર સરતા પાર ચાલતા હતા, તેના ફોટા ઊંધ ડગલાં ભરીને પડેલા. ફોટા સરસ હતા.રસ્તા પર આવતા દ્વિચક્રી વાહનો (ટુ વિહલર) પર બેઠેલા લોકો અમને આશ્ચર્યથી જોતા હતા. ચાલી ને જવાનો એક જ વાંધો આપણે એવી રીતે જુએ કે જાણે પરગ્રહી હોય. મને એલિયન કહેતા હતા મજકમાં પણ અહીં તો એલિયન્સનો સંઘ ચાલતો ઝંડ હનુમાન જતો હોય તેમ અમને જોતા હતા.

હું કિર્તનસર કરતા થોડા જ અંતરે પાછળ ચાલતો હતો. પેલો ફોટો આગળ જઈને પડેલો. કિર્તનસરે એક બોરનું ઝાડ રસ્તાની ડાબી બાજુએ જોયું. એ પોતે અને તેમની સાથેના ત્રણ-ચાર જાણે તો બોર પણ તોડ્યા, પરંતુ જેમ એક ઘેટું ખાડામાં પડે તેમ બધા જ પડે, તેવી રીતે એમની પાછળ ચાલતા જેટલા લોકો સક્ષમ હતા તે બોર તોડવા ગયા. ઘણું સભ્યતા ભર્યું હતું. બધા વારાફરથી બોર તોડવા માટે ગયેલા.ખાડામાં પાડનારા ઘેટામાં હું પણ સામેલ હતો.

રસ્તામાં ચાલતા-ચાલતા મારુ ધ્યાન ઘટાદાર વૃક્ષ પર ગયું. જ્યારે હું ત્યાં નજીક પહોંચ્યો ત્યારે ઓળખાણ પડી આ તો.... દેશી દારૂનો પાયો છે, મહુડો. મહુડાની ડોરીમાં ઔષધી બને છે. પરંતુ આ વર્તમાન સમય માં તો....બને છે. અરે ! દારુનો ઉપયોગ અને શોધ પણ દવા તરીકે જ થયો હતો પણ જેમ કહેલું છે. अति सर्वत्र वजयंती કોઈ પણ વસ્તુ જ્યારે અતિ બને ત્યારે નુકસાન કરે છે. ભલે એ ગમે તે હોય.

સમય હવે પોણા દસ જેટલો હશે. કોમળ લાગતો તડકો હવે અંશત: દાઝ તો હતો. ચાલીને હવે થાક પણ લાગી રહ્યો હતો.

"સર....સર... બસ હવે કોઈને આગળ જવા દેશો નહીં. બસ આવે છે."મેહુલસર પાછળથી ઝડપથી આવીને બોલતા હતા.

કિર્તનસરે બધાને આગળ જતાં રોક્યા. અમે બધા અટકી ગયા. થોડેક આગળ નારું હતું. જંગલમાં પાણી પોતાનો રસ્તો કરીને ડુંગરમાંથી બહાર આવે ત્યારે પોતાનો એક માર્ગ બનાવે , જે કોતેડાના નામે ઓળખાય છે. જ્યારે કોતેડા પર પુલ બને તો તે નાનકડા પુલ ને ગામના આઠ-દસ મીટરના પુલને ગામડામાં નારું કહે છે. તેનો કોઈ શિષ્ટ શબ્દ નથી, જો હશે તો શોભે નહીં એવો મારો... મારા એકલનો મત છે.

નારું જ્યાં હતું ત્યાં તેની ઊંચાય બે-ત્રણ મીટર થઈ વધુ ન હતી.રોડ નારા પરથી હતો,ત્યાં બંને બાજુ એ એક ફુટ જેટલી ઊંચી પથ્થર ની દીવાલ હતી.અમે બધા ત્યાં બેઠા,બાકીના અહીં સુધી પહોંચ્યા ન હતા.અમે દશમાં ના અને ક્રમશઃ ઘટતા એક-બે ધોરણ ના વિદ્યાર્થી હતા.મેહુલ સર,કીર્તન સર અને બાકીના બે મેડમ બીજા નાના બાળકોને લઈ ને આવતા હતા.

પ્રવાસ, નવરા પડ્યા,મોબાઈલ છે ,બુદ્ધિ દોઢ હતી એટલે ફોટા શરૂ.મેં રોહિતનો એક ફોટો લીધો.એક-બે પોઝ ટ્રાય કરી ને ફોટા પડ્યા.ગીરીશના પણ પડ્યા.ગિરીશના ફોટા પડ્યા, પછી જેમ માલિકને કંપનીમાં જેમ છેલ્લે નફો મળે તેમ મારો વારો છેલ્લો આવ્યો. મને સેલ્ફી પડતા આવડતી ન હતી,એ હું શીખી જાત પણ મારો મોબાઈલ એટલો મોટો હતો કે મોબાઈલ હાથમાંથી પડી જાય એવી બીક મને લાગતી. બીજા બધા પડી લેતા,પણ હું પોતે પોતાના ફોને થઈ ડરતો.

થાક ના કારણે અમે શાંતિથી બેઠા હતા. શાંતિ મળે એટલે મારું મન અટકચાળામાં અથવા આજુબાજુની પરિસ્થિતિમાં પરોવતું. ત્યાં જ મેં જોયું કે,...

પવન એક નિર્લજ્જ કિશોરની જેમ વનરાય નામની કિશોરી ને છેડતો મને લાગ્યો.પવનના આ અટકચાળાથી વનરાયના ગાલ પર શરમના શેરડા પડતા,જેથી ઝાડ પર ના પાંદડા ખરી પડતા .પવન જાણે વારેવારે વનરાય નો હાથ પકડતો.અંતે વનરાય આખી હચમચી ઉઠતી,જાણે હમણાં પવન ને તમાચ મારશે.પવન તમાચ ખાવા ગાલ સામેથી ધારે છે. વનરાય શરમાય જતી.પવન હજી ત્યાં ઉભો છે.એક પળ માટે વાતાવરણ જાણે આખું સ્તંભી જાય છે. હવે વનરાય જાણે પવન ને શોધે છે. મને પણ હવે કંઈક ઝાડ પર ચઢી જવાનું મન થતું હતું.મેં મારું મન મારીને બેસી રહ્યો.

બસ ના અવાજે મારુ ધ્યાન પાછું વાસ્તવિક દુનિયા માં આણ્યું.

જે નાના બાળક પહેલા હતા તેમને પહેલા જ બેસાડી દીધા હતા.નારા પર માત્ર અમે અને બીજા આઠમા અને નવમના વિદ્યાર્થી હતા.બસ આવી બધા બેસવા માંડ્યા.

હું મારો મોબાઈલ ખીસ્સામાં મુકતો જ હતો કે...

"મયુર,અમારી પીક લે ને." મેં પાછળથી પલકનો અવાજ, જે મને સંબોધન હતો.

"સારું"મારા ગળામાંથી ટૂંકો શબ્દ નીકળ્યો.

પલકે,પ્રિયા,પ્રાચી અને બીજી એક છોકરીને બોલાવી.તેઓ એક લાઈનમાં ઉભા રહી ગયા.કમર પર હાથ હતો.

મેં તેમનો ફોટો પડ્યો.

ત્યાર બાદ અમે બધા બસ માં ચઢ્યા.બસ માં બેઠા પછી હવે કંઈ પણ કરવાની ઈચ્છા મારી તો ન જ હતી.ચાલતી વખતે તો ખૂબ મજા કરી, ફોટા પડ્યા,બોર ખાધા પણ હવે બેઠા પછી પગ પણ જવાબ આપવા લાગ્યા હતા.

* કોતેંડુ :- ડુંગરમાં જે વરસાદી પાણી પોતાનો કુદરતી રસ્તો બનાવે જેથી જે રચના બને તે, પાંચેક મીટરની ઊંડાઈ હોય છે.

( ક્રમશઃ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED