પ્રવાસ-એ ધોરણ દસનો - 3

                            પ્રકરણ - 3

                            વાદળ ઘેરાયું 

   અમે બધા આમ જ મજાક-મસ્તીમાં છુટા પડાય. મને ટોળામાં સો ટકા આનંદ ન લાગ્યો. મેં બધાનાં ચહેરા વાંચવાનો પ્રયત્ન કર્યો, જે મને નહોતું આવડતું.

     હું અને મારો પરમ મિત્ર અક્ષય સાઇકલ પર બેસીને ઘરે જવા માટે પેડલ મારવાનું શરૂ કર્યું.

     "હું પ્રવાસમાં પપ્પાનો ફોન લઈને આવવાનો છું." મેં મારો ઉત્સાહ બતાવતા કહ્યું. મારી પાસે ફોન ન હતો,ભલે બીજા દસમાં ના વિદ્યાર્થીઓ પાસે હોય પણ મારી પાસે ન હતો.

     "હા, સારું કહેવાય." અક્ષયે ઠંડો પ્રતિભાવ આપ્યો.

     "હા, તું ક્યાં પ્રવાસમાં આવવાનો જ છે." મેં સીધો સવાલ કર્યો.

     "અ... તને કેવી રીતે ખબર પડી કે હું નથી આવવાનો, હજી મેં કોઈને કહ્યું પણ નથી." તેને આશ્ચર્ય થયું.

     "જો બકા...હું તારા ઘરે ટ્યુશન જતી વખતે અને છૂટતી ને પણ આવું છું. તારા ઘર ની વાતો મારાથી છુપાવતા નથી, ઉલટાની શેર કરે છે." મેં સ્પષ્ટતા કરી.

     "અચ્છા તો કારણ બોલ?" તેને મારો સવાલ તુક્કો લાગ્યો.

     "તારા મામાના છોકરો જય, એની જનોઈ કદાચ પ્રવાસના દિવસે જ છે, બરાબર ને" મેં સીધો જ જવાબ આપી દીધો.

     "મારે પ્રવાસ આવું છે, પણ ઘરમાંથી કોઈ ચાન્સ નથી, કથા-બથા હોત તો ચાલી જાત પણ આ તો જનોઈ છે."
  
     "એની જ મને બીક હતી, હું વાત કરું તારા ઘરે, તારી મમ્મી કદાચ માની જાય."
     "પ્રયત્ન કરી જો, મને તો આપણી કિસ્મત, નહિ તો..."

     "તારે મારો સાથ આપવો પડશે, આજે આપણી વાગવિદ્યાની પરીક્ષા છે."

     એણે હકારમાં માથું હલાવ્યું. એના ઘરનું વાતાવરણ શાંત હતું.તેની મમ્મી અને બહેન વચ્ચે જનોઈની વાતો ચાલતી હતી. ટીવી ચાલુ હતું. નીચે તેના પપ્પા દુકાનમાં હતા. તેમના ઘરમાં જમવાનો સમય મોડો હતો, એટલે નવ વાગ્યા હોવા છતાં હજી શાક સમારવામાં આવી રહ્યું હતું.

     મને જનોઈની વાત ખબર હોવા છતાં અજાણ બનીને મેં વાતને આડો રસ્તો આપી શરૂ કરી," અક્ષય, પ્રવાસમાં કંઈક સ્પેશિયલ લઈ જઈએ, બધા ખાતા રહી જાય."

     "વાતમાં દમ છે, મારી પાસે કંઈ આઈડિયા નથી, તારો શો વિચાર છે."

     "અ... વેડમી, હું વેડમી લઈ લઈશ." મેં દાવમાં શાંતિ રાખી.

     "તો પછી હું શું લઉં કંઈક બોલ".અમારા મગજમાં એ આવતું નહતું કે પ્રવાસને અને જનોઈ કેવી રીતે વાતનું મધ્ય બિંદુ બને.

    "પેલી તને આવડે છે તે કેક બનાવી લાવજે." વધુ એક પ્રયત્ન.

     "ખર્ચો વધી જશે યાર!" 
     " હા એ પણ છે. એક કામ કર વર્લ્ડ ફેમસ પાપડીનો લોટ અને સુસવાટા બોલાવે એવી લાલ મરચાંની ચટણી."

     "હા એ સરસ તો પાકું." અક્ષયે આની સાથે એની મમ્મી સામે જોયું. કંઈ જવાબ ન મળ્યો. પણ જેનો ડર હતો એ સવાલ.

     "તમારો આ પ્રવાસ છે કયારે?" એની મમ્મીએ પૂછ્યું.

     "આ રવિવારે છે, હું તો જવાનો છું." અક્ષયે દાવ લગાવ્યો.

     "નથી જવાનું તે દિવસે જનોઈ છે." તેની મમ્મી એ શાંતિથી કહ્યું.

     " અરે! આવાદોને શુ થઈ જશે." મેં પણ ભાગ લીધો.

     "તું તો ચૂપ જ રહે, તારી વાતો ગોળગોળ હોય છે."તેમને મને પહેલા જ બાંધી દીધો.

     "અરે! આતો ખાલી જનોઈ તો છે અને તમે તો પટેલ છો." મેં પુરી તાકાત લગાવી.

     "આના પપ્પા પટેલ છે,હું તો બ્રાહ્મણમાં આવું ને."

     આમ અનેક કાવાદાવા પછી અમને સરસ એવી નિષ્ફળતા મળી. મારી જિંદગીના એક યાદગાર પ્રવાસમાં મારો બેસ્ટ ફ્રેન્ડ જ નહતો આવવાનો. મને આજે પણ યાદ છે જયારે અમે બંને પહેલીવાર મળ્યા હતા. અમારી મિત્રતાના નિમિત્ત બનનાર પણ એ જલ્પાદી જ હતા. જેમને ઘણા બધા પ્રયત્નોને નિષ્ફળ બનાવી દીધા હતા.

     થોડા વર્ષો પાછળ જઈએ. અમે એ સોસાયટીમાં નવા રહેવા માટે આવ્યા હતા. અઠવાડિયા જેવું થયું હશે, પણ મારો કોઈ નવો મિત્ર બન્યો ન હતો. ભૂતપૂર્વ સોસાયટીમા એવું કોઈ ન હતું કે યાદ આવે. અઠવાડિયાથી કોઈને મળેલો નહીં, આજુબાજુ કોઈને ઓળખતો પણ નહીં એટલે પપ્પા મને નજીકના મંદિરે લઈ ગયા.એ મંદિર હતું દેવાધિદેવ મહાદેવનું, કેદારનાથ મહાદેવ. હું પપ્પા ની જોડે બાંકડા પર બેઠો. મંદિરનો એ મોટો ઓટલો, પેલું પીપળાનું ઝાડ અને એ તળાવ, એની કિનારાના વૃક્ષો અને સાંજનો ઠંડો પવન. આકાશ સ્વચ્છ હતું, તડકો આછો હતો.

     પપ્પાએ ત્યાં રમતા કેટલાક બાળકો તરફ ઈશારો કરીને તેમની જોડે રમવા જવા માટે કહ્યું. મને કોઈની રમતમાં રસ ન પડ્યો.

     મારી નજર અચાનક એક વિચિત્ર રમત ઉપર ગઈ. આ રમતમાં કેટલાક બાળકો થર્મોકોલને બકડાની ખડબચડી સપાટી પર ઘસીને કચરો કરતા હતા, મને રસ પડ્યો. પણ મને પૂછવાની શરમ આવતી હતી, કારણકે ટોળામાં છોકરીઓ પણ હતી. હું તાકીને જોઈ રહયો. મને ઉભો જોઈને એક છોકરીએ મને પૂછ્યું," રમવું છે?" મારા મોંમાંથી અનાયાસે હા નીકળી ગઈ.

     મેં એક છોકરાની બાજુમાં જઈને થર્મોકોલને ઘસવાનું ચાલુ કર્યું, પછી પપ્પાએ પોતે ઘરે જાય છે એવો ઈશારો કરી જતા રહ્યાં. મને તો ભાવતું હતું અને મળી ગયું. પછી તો અમે થર્મોકોલનો ખુરદો બોલાવીને બીજી ભારતવર્ષની મહાન રમતો ચાલુ કરી.પકડદાવ અને સંતાકૂકડી રમીને અમે એકબીજાથી છુટા પડ્યા.પેલી આમંત્રણ આપનાર છોકરી એટલે જલ્પા દી. પેલો છોકરો જેની બાજુમાં થર્મોકોલ ઘસવા માટે હું બેઠો હતો તે અક્ષય.

     તે દિવસને હું વાગોળતો ઘરે પહોંચ્યો. ધીમેથી મેં સાયકલ મૂકી.પછી મૂનવોક કરતો હું ઘરમાં પ્રવેશ્યો.જે જોઈ ને કોઈ ડાન્સર મને દંડો લઈ ને મારવા દોડે,એવો સુંદર હતો.

     મને આનંદિત જોઈને કોઈને ખાસ નવાઈ ન લાગી, પરંતુ મારી યોજના પ્રમાણે બધાનું ધ્યાન મારા પર કેન્દ્રિત જરૂર થયું.

     " મમ્મી જમવાનું શુ છે?" મેં રહસ્ય જાળવ્યું.

     "શાક રોટલી" મમ્મીએ એ જ શુષ્ક જવાબ આપ્યો, મારો ભાવાર્થ જે તે વનગીનું નામ જાણવાનો હતો. મને એ દિવસની વાનગી યાદ નથી પણ પ્રેમથી ખાધેલી.

     પ્રવાસની વાત રજૂ કરું એની સાથે મારે એક ઢાલની જરૂર હતી.એ માટે મેં બે દિવસ જૂનું ટેસ્ટ પેપર કાઢયું.જે મેં ઘરમાં નહતું બતાવ્યું. મારા માર્ક્સ સારા હતા, પ્રવાસની વાત કરી થોડી વાતો અને દલીલો થઈને હા પડી.

      અક્ષય પર જે વાદળ ઘેરાયું તું એને તો એનો પ્રવાસ બાધિત કરી દીધો અને મારા પ્રવાસને બાધિત મારો ભાઈ કરવા ગયો. એને સાથે આવની વાત કરી. એને કોણ લઈ જાય એ તો એ કલાસીસ નહતો આવતો પણ જીદે ચડ્યો. મારી અને દલીલો પછી મારુ વાદળ હતી ગયું.

     શુક્રવારે કંઈ ખાસ થયું નહીં.ટ્યુશનમાં ભણવાનું થયું. કિર્તનસર ગામડે ગયેલા હતા જે કાલે આવના હતા. બરાબર એક દિવસ પેલા.

      અમે રીટામેડમના ક્લાસમાં છેલ્લી દસેક મિનિટમાં અમે તેમની જોડે પ્રવાસની વાત કરી.ત્યારે ખબર પડી કે એ નાથજી આવવાના.રીટામેડમ ગમે તેવા સામેલ  અમારામાં થાય. એ દિવસે એમની દિકરી સેલ્વી આવેલી. એને બધા ચોકલેટ બહુ આપતા અને મેડમને ચિંતા થાય કે એના દાંત ના ખરાબ થાય. છેલ્લે મેડમ સેલ્વીને ધમકાવતા," ચોકલેટ પછી આપ નહીં તો.." સ્વસ્થ માટે હાનિકારક શબ્દો સાંભળીને બિચારી પછી આપી દે.

     ચોકલેટ પછી આપતા જોઈને અમે કહેતા," અમે એનો બદલો લઈશુ." 

     આવી અનેક મીઠી ટકકારો અમારી વચ્ચે થતી રહેતી. ટ્યુશનમાંથી છૂટતી વખતે અમે કિર્તનસર વિશે પૂછી લીધું. સર કાલે આવના હતા. અક્ષયે એની ના આવની વાત કોઈને કરી ન હતી.

         ( ક્રમશઃ )

 આપના કિંમતી અભિપ્રાય જરુર આપજો. મારા સુધી સીધા પહોંચાડવા માટે

Facebook. :Mayur Baria
Instagram.:mayur.2525
     

રેટ કરો અને રિવ્યુ આપો

Dhirajlal Maheta

Dhirajlal Maheta 1 વર્ષ પહેલા

... Dip@li...,

... Dip@li..., 2 વર્ષ પહેલા

Rakhee Mehta

Rakhee Mehta 2 વર્ષ પહેલા

Mittul Prajapati

Mittul Prajapati 2 વર્ષ પહેલા

Manjula

Manjula 2 વર્ષ પહેલા