પ્રવાસ-એ ધોરણ દસનો - 4 MAYUR BARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રવાસ-એ ધોરણ દસનો - 4

                                પ્રકરણ - ૪

                            યુદ્ધ પૂર્વેની તૈયારી 

     છેલ્લો દિવસ, આજે શનિવાર હતો, કાલે પ્રવાસ હતો.

     ટ્યૂશનમાં સરે બધાનું લિસ્ટ તૈયાર કર્યું હતું. આજે અક્ષય ન હતો આવ્યો, કારણકે એના પેલા ભાઈની જનોઈના નવા કપડાં માટે ગયો હતો. કેટલાક છોકરાઓ ન હતા આવવાના, અર્ચિત, ચિરાગ, હર્ષ, હર્ષ અને બીજો એક છોકરો. હા! બે હર્ષ હતા.

     કિર્તનસરને આવવાનો સમય થઇ ગયો હતો. સર પ્રવાસમાં આવવાના છે કે નહીં એ કોઈને ખબર ન હતી.

     અચાનક દરવાજો ખુલ્યો અને "કેમ છો બધા?" ના પ્રશ્ન સાથે કિર્તનસર આવ્યા.

     "ગુડ ઇવનિંગ સર" બધા બોલ્યા.

     "ઓકે. ચાલો ત્યારે આજનો વિષય કાઢો. વિજ્ઞાનમાં કદાચ નવો ટોપીક છે." પ્રવાસની વાતોમાં અમે ચોપડી પણ ન હતી કાઢી. સામાન્ય રીતે પણ અમે કહ્યા વગર કાઢતા ન હતા.

     "સર, આલ્કોહોલની બનાવટ, રાસાયણિક સૂત્ર, ઉપયોગ અને નુકસાન આવ્યા." જતીન ચોપડી ધરતા બોલ્યો.

     "મજા આવશે." સર બોલ્યા. "તમને ખબર છે કે શેમાંથી બને?"

     "ખબર નહીં" બે - ત્રણ જન બોલી ઉઠયા.

     "દારૂને બનાવવા માટે સળેલી દ્રાક્ષ, સફરજન, ચોખા વગેરે." સરે જવાબ આપ્યો.

     આમ આખી પચાસ મિનિટ પસાર થઈ, એ ટોપીક પૂરો થયો. આ સાથે જ કાર્તિક અને આઈ-ફોનને ક્રિકેટનો કીડો કારડીઓ. મિતેષને અમે આઈ-ફોન કહેવાનું કારણ એનો એ ફોનનો શોખ. દર વખતે એના જ વખાણ કરે અને બીજાને ખરીદવા માટે કહે, જો ફોન ની વાત નીકળે તો, મારો દોસ્ત કાઈ ગાંડો ન હતો.

     "સર સ્કોર શું થયો?" કાર્તિકે પૂછ્યું. જેમ દારૂડીરો દારૂ પીને શાંતિ મેળવે તેમ ઘણા લોકોને સ્કોર જાણીને મળે. મને ક્રિકેટમાં કેરીનો રસ ન હતો. 

     "તમને ખબર છે, હેડીન વૉટસનનું નામ કેવી રીતે પડ્યું" મેં તો નામ જ પેલી વાર સાંભળેલું, પણ ક્રિકેટરસિયાઓએ હા પાડી.

     "કારણ કે એ બધે જ હેડીને (ચાલીને ) જતો હતો."

     "ઓ... સર..." 

     "ડેરીન સેમી પેલા કંઈ રહેતો હતો ખબર છે?" સરએ ફરી સવાલ કર્યો. અમે સમૂહમાં ના પાડી. હું તો બીજા પણ એવી રીતે વિચારવા લાગ્યા જાણે સામાન્ય જ્ઞાનનો બહુ મોટો પ્રશ્ન ન હોય.

     "અરે! આપણી આ અમૂલ ડેરીની સામે, એ લોકોને ગુજરાતી ના આવડે એટલે એવું બોલે."

     છૂટવામાં પાંચેક મિનિટ બાકી હશે. અમે ચોપડા મૂકી દીધા.બહારની ચહલપહલથી કબર પડતી હતી કે પ્રવાસની તૈયારીઓનો અંદાજ આવતો હતો. મેહુલસર વારેવારે અલગ-અલગ કલાસરૂમમાં જતા હતા. ક્લાસમાં સ્મશાન શાંતિ છવાઈ ગઈ. અમારા માટે ક્લાસમાં શાંતિ છવાય એ અમુક સેકન્ડની સ્મશાન શાંતિ જ હોય છે.

     "પ્રવાસમાં કોણ કોણ આવવાનું છે?" સરે શાંતિનો ભંગ કર્યો.

     "સર હું..હું પણ " જેવા શબ્દો સંભળાયા

     "કોણ નથી આવવાના?" 
     
     અર્ચિત, ચિરાગ, હર્ષ, હર્ષ અને બીજો એક છોકરો.

     "કેમ નથી આવવાનાં" સરે પૂછ્યું

     "સર મને આવા લોકો જોડે ના ફાવે, આ બધા બહુ સીધા છે એટલે." અર્ચિત એના પાવરમાં બોલ્યો.

     "સાચી વાત છે સર, પક્ષીઓને માણસ જોડે ફાવે નહીં.ખાસ કરીને ગિલ્લોડથી ઉડતાને. કાર્તિક બોલી ગયો.

     "મેં ખાલી.." ત્યાં તો અર્ચિતની વાત કાપતા મયંક બોલ્યો "એટલે તો પ્રવાસમાં નથી આવતો."

     "ઓ...ઓ... સાંભળો. શાંતિ.( ક્લાસમાં શાંતિ છવાઈ ગઈ.) જો અર્ચિત બોલવાનો કોઈ ફાયદો નથી. તારે એવું હોય તો પછી પ્રવાસમાં એવું પડે. એમ પણ છેલ્લું વર્ષ છે, પછી તમે બધાં છુટા પડવાના છો.જિંદગી માં જૂની યાદો ઘણું સુખ આપે છે. અર્ચિત વિચારમાં પડી ગયો

     " સર ઘરે થઈ તો હા પાડી છે પણ." અર્ચિત બોલ્યો.

     "અરે! તું ખાલી હા પાડી દે."સર બોલ્યા.

     "પણ હવે શું સર લિસ્ટ તો તૈયાર થઈ ગયું છે."

     "તારા માટે તો આજે બધું બદલી નાખવું, જા તો મેહુલસરને બોલાવ." સરે ચિરાગને ઇશારો કર્યો. ચિરાગ જતો હતો કે મેહુલસર ક્લાસમાં આવ્યા.

     "ચાલો, જલ્દી બોલો. કોઈના વિચાર બદલાય હોય તો." મેહુલસર ક્લાસમાં આવતા જ બોલ્યા.

     "સર, આ રચિતનું નામ લખો." કિર્તનસર બોલ્યા.

     "પણ સર ફી નથી લાવ્યો." અર્ચિત ચિંતામાં બોલ્યો.
   
     "અરે!...કઇ વાંધો નહીં, કાલે બસમાં બેસતાં પહેલા પણ ચાલશે."સર પણ જાણે ઉત્સાહમાં હતા. મેહુલસરએ અમને એક વાર કહેલું કે એમને પ્રવાસ ગોઠવવા કહેતા બાળકોને લઈ જઈને મજા કરાવવું ગમે છે એટલે અમે પણ આ બાળકો સાથે જઈએ છે.

     "ચિરાગ તું આવતો નથી?" કિર્તનસર લિસ્ટ જોઈને બોલ્યા.

     "ના, સર." ચિરાગ બોલ્યો.

     "આ અર્ચિત પણ આવે છે તું પણ ચાલ."કિર્તનસર એની નજીક જાય છે.

     "સર. આ ફી પણ લાવ્યો છે. મેં નહતો આવતો એટલે આ પણ નથી આવતો, પણ હવે શું છે"અર્ચિત પણ રંગમાં રંગાયો.

     "લખો.લખો. અનુ નામ પણ લખો."

     "સર..સર આ હર્ષે ઘરે કીધું જ નથી." કાર્તિક બોલ્યો.

     "એનું નામ એની બહેને લખવી દીધું છે." મેહુલસરે હર્ષને આંખથી ઈશારો કર્યો. સર બધાનાં નામ બોલ્યા. એક બે જન સિવાયના બધાં જ આવી રહ્યા હતા. એમ મારો પરમ મિત્ર પણ સામેલ હતો. ક્લાસમાં પ્રવાસનો રંગ ફેલાયો.

     "સર નવ કલાક બાકી છે." હું બોલ્યો.

     "સર પ્રવાસમાં કંઈક જબરજસ્ત કરવું છે." કૌશિક બોલ્યો. એની આ મજાક માં બોલેલી વાત બહુ ભયંકર સાબિત થઈ હતી.

     આ નવા પંજીકરણમાં પ્રવાસમાં કરવાની ધમાલ તો ધ્યાન બહાર જ ગઈ હતી. પણ કૌશિકે સમયસર યાદ અપાવી. સર પણ કંઈ વિચારતા ખુરશીમાં બેઠા. ક્લાસમાં શાંતિ છવાઈ ગઈ. સરે ઉપર જોયું અને એવી છટાથી બોલ્યા કે જાણે KBCનો સાત કરોડનો સવાલ ન પૂછતાં હોય.

     "ઉત્તરાયણને ગયે થોડા દિવસ થાય છે." કિર્તનસર બોલ્યા.

     "હા, સર." સામુહિક જવાબ આપ્યો.

     "ઘરે પીપૂડા પડ્યા હશે જ."

     "હા. સર."

     "કાલે લઈને આવજો."

     "હા, સર પણ કેમ?" બધાં સાથે બોલ્યા.

     "કાલે બધાં લઈને આવજો,પછી જોજો."

     બધાં સરની વાત સમજી ગયા.બધાં હસવાને બદલે અટહાસ્ય કર્યું.હા...હા...હા...

     "બધાં નાસ્તામાં કંઈ ને કંઈ લઈને આવજો. પડીકા જે લાવું હોય તે આપણે સાથે નાસ્તો કરીશું. બધાં આપનો સ્ટોક જોતા રહી જાવા જોઈએ."

     કિર્તનસર એટલે મસ્તીની પાઠશાળા. સર જેટલું સારું ભણાવે એટલો જ સારો રંગમંચ જમાવે.

     "સર સ્કોર શું થયો?" કોઈક બોલ્યું. મને યાદ નથી પણ સર નો જવાબ યાદ છે.

     "મેચ કદાચ હારી જવાના છે." સર બોલ્યા.

     "સર. આ લોકોને રમતા જ નથી આવડતું." ભારતના અનુભવી દર્શકો બોલ્યા.

     "જો બકા! સફળતા એ સંદસની સુવાસ જેવી હોય છે. પોતાની હોય તો સહન થાય,ચાલે પણ બીજાની હોય તો ના ગમે." સર બોલ્યા.

     "ઓ... સર... તમે આવા ઉદાહરણ ના આપો. ઘરે મારે જમવાનું બાકી છે." પલક મોં બગડતા બોલી.

     "મને ઘરે યાદ નહીં કરવાનો બકા." સર પોતાની એ જ મસ્તીમાં બોલ્યા.

     અમે લોકો કોઈ દિવસ સર પાસેથી સુવિચાર ભૂલથી પણ ન પૂછતાં, કારણ કે એમના ઉદાહરણો જ આવી      સુ-વાસથી ભરપૂર રહેતા. જેની સુ-ગંધ અમને સહન ના થતી.

     છૂટવાનો બેલ વાગ્યો. સૌ પ્રવાસની તૈયારી કરવાના વિચારોમાં, કોની બાજુમાં બેસવુ, પોતાના પીપૂડાની માનસિક શોધ કરતા ઘરે ગયા.

     હું ઘરે પહોંચ્યો. ઘડિયાળ ૯:૩૦ નો સમય બતાવતી હતી. મારી બેગ ખાલી કરી. એમાં મોબાઈલ, ગોગલ્સ, પાકીટ, ખાસ યાદ કરીને પીપૂડા એ પણ બે મુક્યા. વાપરવા માટે ૨૦૦ રૂપિયા આપ્યા. મારી પાસે ૧૫૦ બ્લેક મની જેની ખબર મને અને અક્ષયને હોય. એ સીવાય બીજા ૫૦ રૂપિયા વાઇટ મની હાય. એટલે મમ્મી-પપ્પાની આંખોમાં મારી પાસે ૨૫૦ રૂપિયા હતા અને અસલ આંકડો ૪૦૦ નો હતો. મને ગરીબી ના નડે. સવારે ૭:૦૦ ની બસ હતી. મેં ૫:૦૦ વાગ્યાનું એલાર્મ મૂક્યું.

           ( ક્રમશઃ )
 
 મને કમેન્ટ કરીને જણાવો કે કેવું લખ્યું છે. મને મારી ભૂલો જોવી ગમે છે.જેથી હું વધું શીખી શકું.

     Instagram : mayur.2525
     Facebook  : Mayur Baria