બે પાગલ ભાગ ૪ VARUN S. PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે પાગલ ભાગ ૪

જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના બે ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
દરેક કોલેજમાં એક તો એવુ ગ્રુપ હોય જ જેની દાદાગીરી આખી કોલેજમાં ચાલતી હોય. આ કોલેજમાં એ ગ્રુપ એટલે કોલેજના બીજા વર્ષેમા ભણતા અને વડોદરા શહેરનો સૌથી મોટો હપ્તા વસુલી અને ગુંડા વિજેન્દ્રસિહના દિકરા સંજય સિહનુ હતુ. સંજયસિહ જ્યારથી આ કોલેજમાં આવ્યો ત્યારથી જ થનારા કોલેજ યુથલિડરના ઈલેક્શનમાં પોતાના પિતાના નામની ધમકી દઈને અથવા તો સ્ટુડન્ટને મારી ધમકાવીને, દાદગીરી કરીને વોટ લઈને પોતે યુથલીડર બની જતો. આ યુથ લિડરનુ ઇલેક્શન કોલેજની શરૂઆતમાં થતુ અને એ લિડર એક વર્ષ સુધી માન્ય ગણાતો.
કોલેજના નવા વર્ષ શરૂ થયાને બે દિવસ વિત્યા એટલે ફરીથી કોલેજમાં યુથલિડરના ઈલેક્શનની દોડ-ધામ શરૂ થઈ પરંતુ ગયા વર્ષની સંજયસિહની દાદાગીરી જોતા આ વર્ષે કોઈ સ્ટુડન્ટ સંજયસિહ સામે ઉભો રહ્યો નહોતો. કોલેજના ગાર્ડનમા સંજયસિહના લોકો દ્વારા એક સ્ટેજ બનાવવામાં આવ્યુ અને સંજયસિહ આવીને એ સ્ટેજ પર નેતાની જેમ ઉભો રહે છે. આ બાજુ એને સાંભળવા માટે એના લોકો કોલેજની કેન્ટીનમા બેઠેલા સ્ટુડન્ટને, ગાર્ડનમાં બેઠેલા સ્ટુડન્ટને દરેક સ્ટુડન્ટને ઘમકીઓ અને દાદાગીરીથી ગાર્ડનમાં ભેગા કરે છે. કોલેજના પ્રિન્સિપાલ પણ સંજયસિહના પિતાને જાણતા હોવાથી સંજયસિહને કઈ પણ કહેતા નહીં. દાદાગીરીથી ભેગા કરેલા સ્ટુડન્ટમાં જીજ્ઞા અને પુર્વી પણ હતા અને જીજ્ઞાને આ વાત પર ખુબજ ગુસ્સો આવ્યો પરંતુ પુર્વીના રોકવાથી જીજ્ઞા ચુપ-ચાપ સાંભળતી રહી. રુહાન અને એના મિત્રો અહીં હાજર નહોતા. સંજયસિહ પોતાના ઘમકીરૂપી ભાષણની શરૂઆત કરે છે.
જય માતાજી બધાને. તમે અહીં બધા વગર બોલાવ્યે આવી ગયા અને તમારો આ પ્રેમ જોઈને હુ ખુબ જ ખુશ થયો. તમે બધાએ આવો અસિમ પ્રેમ દઈને મને ખુશ કરી દિધો. મને વધારે ખુશી એની છે કે મારી સામે કોઈ આ યુથલિડરના ઈલેક્શનમાં ઉભુ નથી એનો મતલબ કે તમને મારી ગયા વર્ષની કાર્યપદ્ધતિ ખુબ જ ગમી છે અને એટલે જ આ વખતે પણ તમે મને યુથલિડર બનાવા માંગો છો. હુ તમને 100% ગેરન્ટીથી કહુ છું કે તમારા માટે હુ દરેક લડાઈ લડીશ પછી ભલે તે કોલેજ તરફથી થતા અન્યાયની હોય કે સ્ટુડન્ટ તરફથી હેરાન કરવામાં આવતી છોકરીઓની રક્ષાની હોય...સંજયસિહે ખોટા વાયદાઓ દેતા કહ્યું.
સંજયસિહના મોઢે છોકરીઓની રક્ષાની વાત આવતા જ જીજ્ઞાની પાછળ ઉભેલી છોકરીએ તેની બેનપણીને ઘીમેકથી બોલતા કહ્યું.
અત્યારે છોકરીઓની રક્ષાની વાત કરશે અને પછી એના જ મિત્રો છોકરીઓને પરાણે આઈ લવ યુ બોલાવશે અને છેડતી કરશે અને જો છોકરી કે તેનો ભાઈ ન માને તો સંજયસિહ પોતે એને મારીને અથવા ધમકી દઈને પરાણે છોકરી પાસે પ્રેમ કરાવશે અને એક વર્ષ બાદ જાણે છોકરી બિસ્કીટનુ રેપર હોય તેમ ફેકી દેશે મારે તો આ કોલેજ છોડી દેવી છે...પોતાનુ જ દુઃખ વ્યક્ત કરતા કહ્યુ.
પાછળ ઉભેલી છોકરીની વાત સાંભળતા અને હમણા થયેલી સંજયસિહના માણસો દ્વારા દાદાગીરી જોતા હવે જીજ્ઞાથી રહેવાયુ નહી અને જીજ્ઞા જ્યારે પણ ગુસ્સે થતી ત્યારે એ પુરૂષની જેમ જ વાત કરતી કોઈના પણ બાપની પરવાહ કર્યો વગર. ખાલી પોતાના જ પિતા સામે જીજ્ઞા કઈ પણ કોઈ પણ પરિસ્થિતિમાં બોલી શક્તિ નહીં. રુહાન અને તેના મિત્રોનો કોલેજમાં પ્રવેશ થાય છે અને તે પણ જુથમા આવીને ઉભા રહે છે.
એક મિનટ એક સવાલ છે. યુથલિડરને પુછી શકાય ખરો... જીજ્ઞાએ પોતાનો હાથ અને રૂઆબ બંન્ને ઉચો કરતા કહ્યું.
શુ કરે છે તુ એ ગુંડા છે...પુર્વીએ જીજ્ઞાનો હાથ પકડતા ધીમેકથી જીજ્ઞાને કહ્યું.
તુ શાંતિ રાખ ...જીજ્ઞાએ પુર્વીને કહ્યું .
જીજ્ઞાના આ તેવર જોઈ સંજયસિહ પર થોડો ચોકી ગયો અને ધમકી સ્વરૂપે કહ્યું. નવા લાગો છો...પુછી લ્યો પહેલો અને છેલ્લો કેમકે મને જાણ્યા પછી ક્યારેય મને સવાલ નહીં કરો.
સંજયસિહનુ આ દાદાગીરી વાળુ વર્તન રુહાનને પણ ન ગમ્યુ પરંતુ રુહાન ખુબ જ હોશીયાર અને ચતુર વ્યક્તિ હતો એ ક્યારેય વિચાર્યા વગર પગલુ લેતો નહી. અને જીજ્ઞા તેના કરતાં સાવ ઉલટા વિચારો વાળી છોકરી હતી એ ક્યારેય અત્યાચાર વિરૂદ્ધ પગલા ઉપાડતા પહેલા વિચાર નહોતી કરતી.
આ તારી પાછળ ઉભેલા તારા ભડવા મિત્રો અને તુ ક્યારેય છોકરીઓની છેડતી નહીં કરો એની કોઈ ગેરન્ટી છે તારી પાસે. લખાણમાં આપ તો જ વોટ મળશે બાકી તારી આ દાદાગીરી તારા બાપને દેખાડજે...બેબાક અંદાજમા જીજ્ઞાએ રુહાનને કહ્યું.
જીજ્ઞાની આટલી વાત સાંભળતા જ સંજયસિહ ખુબજ ગુસ્સે થઈ ગયો.
મને લાગે છે કાતો તુ મારી સામે તારી ઓકાત ભુલી ગઈ છે અથવા તો તુ મને ઓળખતી નથી એટલે જે કઈ પણ હવા હોય એ તમારે તમારા બેગમાં રાખવાની બાકી તારા જેવી કેટલીએ છોકરીઓ મારા ખોળામાં બેસે છે સમજી એમા ક્યાક તારો નંબર ના આવી જાય એટલે શાંતિ રાખજે. અને તમે બધા શાંતીથી વોટ આપી જજો નહિતર મજા નહીં આવે અને તુ તો હવે ધ્યાનમાં જ છે ...જીજ્ઞા તરફ આગળી કરતા સંજયસિહ બોલ્યો.
જીજ્ઞા વિશે જે કંઈ પણ સંજયસિહ બોલ્યો એ જીજ્ઞાથી તો સહન ન થયુ પણ રુહાનથી પણ ન થયુ અને જીજ્ઞા કઈ પણ બોલે એની પહેલા રુહાને સંજયસિહ સામે બોલવાનુ ચાલુ કરી દીધું.
થોડુક મો સંભાળીને બોલજે નહિતર વોટ તો નહીં જ પણ એવી બેઈજ્જતી કરીશ કે તારા પુજ્ય પિતાશ્રીને પણ તારો આ હેન્સમ ક્રાઈમ માસ્ટર ગોગો જેવો ચહેરો નહીં બતાવી શકે ...રુહાને જ્યા સંજયસિહ ઉભો છે ત્યા તેની પાસે આવીને કહ્યું.
અરે વાહ મે એકદમ સાચા માણસની જ મદદ કરી હતી ...જીજ્ઞાએ કહ્યું.
એ ચિરકુટ તુ જાણતો નથી કે તુ કોની સામે પડી રહ્યો છુ. તુ કદાચ મારા બાપને નથી ઓળખતો જો એમને આ વાતની ખબર પડી તો તને અને તારી આ જાનેમન (જીજ્ઞા) નુ રેપ કરી અને મારીને કોઈ ગટરમાં ફેકી દેશે ક્યાય ગોત્યા પણ હાથે નહીં આવો...સંજયસિહ બોલ્યો.
તારો બાપ તો જાય ભાડમાં હવે તુ છોકરીઓ વિશે જોઈ વિચારીને બોલજે નહિતર તને અને તારા બાપને નહીં મજા આવે કેમકે તારો બાપ આ જે ગુનાહો કરીને જેનાથી છુપાતો ફરે છે એ આઈ જી નો છોકરો હુ પોતે છુ. એટલે તારા જેવા ધમકી દેનાર કેટલાક લોકોના એનકાઉન્ટર મારા પપ્પા સાંજ પડતા કરી નાખતા હશે એટલે તુ મને ધમકી દેવાનુ તો રહેવા જ દેજે...રુહાને પણ ધમકીના સુરમાં સંજયસિહને કહ્યું.
અરે વાહ રુહાન...પીઠ પર સાબાસી આપતા જીજ્ઞાએ કહ્યું.
સાંભળ સંજય તુ જે તારી પાછળ સિહનુ ટેગ લગાડે છે એ સિહની સવારી મા દુર્ગા કરે છે અને આ તુ જેનો રેપ કરવાની વાત કરે છે અને જેની છેડતી તમે લોકો કરો છો એ બધી દુર્ગા જ છે જ્યા સુધી છોકરીઓ સહન કરે છે ને ત્યાં સુધી સારુ છે બાકી તમારા જેવાના અસ્તિત્વ મિટાતા વાર નહીં લાગે. અને આ કોલેજની દરેક છોકરીઓને મારે કહેવાનુ કે તમારા જ્યા સુધી એકતા અને લડવાની તાકાત નથીને ત્યા સુધી આવા ભીખારીઓની ઓલાદ તમારા પર જુલમો જ કરશે એટલે અવાજ ઉઠાવતા થઈ જાવ...જીજ્ઞાએ નિડરતા સાથે દરેક ને કહ્યુ.
આ સાંભળી ગુસ્સે ભરાયેલ સંજયસિહ જીજ્ઞા પર હાથ ઉઠાવવા ગયો પરંતું રુહાન બળજબરી દ્વારા સંજયસિહને જીજ્ઞાને મારતા રોકે છે અને છેલ્લીવાર ધમકી આપતા કહે છે.
શાંતીથી અહિથી નિકળી જા નહીતર અહીં જેટલા સ્ટુડન્ટ હાજર છે તે બધા ભેગા થઈને તને એવો વોસ કરશે કે તારા હાડકા પણ નહીં મળે ...રુહાને સંજયસિહને કહ્યું .
રુહાનના આટલુ બોલતાજ ત્યા ઉભેલા દરેક સ્ટુડન્ટ્સ અને ખાસ કરીને છોકરીઓ સંજયસિહ પર ગુસ્સે ભરાઈ .
તારા પિતાના કારણે ભલે મારે તને અત્યારે છોડવો પડે છે પણ તુ એટલુ જરૂર યાદ રાખજે કે જો હુ તમને મારીને બદલો નથી લઈ શક્તો તો હુ તારા સાથે એવો રાજકારણીય બદલો લઈશ કે તારી અને આ છોકરીની બંન્નેની જીંદગી તમને વગર અડ્યે બરબાદ કરી નાખીશ આ મારુ વચન છે જય માતાજી...સંજયસિહે રુહાન અને જીજ્ઞાને ધમકી દેતા કહ્યું.
ધમકી દઈને સંજયસિહ અને તેના લોકો ત્યાથી ચાલતા થયા અને પાછળથી સંજયસિહને રોકતા કહ્યું.
એક મિનટ. હુ પણ તને વચન આપુ છુ કે તને આ યુથલિડરનુ ઈલેક્શન તો નહીં જ જીતવા દઉં...રુહાન સંજયસિહને કહેતા બોલ્યો.
સંજયસિહ કંઈ પણ બોલ્યા વગર ફક્ત ગુસ્સાની નજરોથી જીજ્ઞા અને રુહાનની સામે જોઈને ત્યાથી ચાલ્યો જાય છે.
તો હવે સવાલ એ રહ્યો કે યુથલિડરના ઈલેક્શનમાં ઉભુ કોણ રહેશે...રુહાને ત્યા ઉભેલા દરેક સ્ટુડન્ટને સવાલ કરતા કહ્યું.
રુહાનના આટલુ બોલતા જ જીજ્ઞા રુહાનનો હાથ પકડીને ઉપર કરે છે અને કહે છે રુહાન જ બનશે આપણો યુથલિડર કેમ કે એ આપણા માટે અત્યારે વગર સ્વાર્થ લડ્યો છે...
ત્યા ઉભેલા દરેક સ્ટુડન્ટ એક સાથે બોલવા લાગ્યા...રુહાન... રુહાન... રુહાન...
રુહાન રુહાન નામના અવાજ વચ્ચે તેનુ નામ આનાઉન્સ થતા ચોકી ગયેલ રુહાને જીજ્ઞાને કહ્યું. બે મને જ મુર્ધો બનાવો છે તારે...
બે યાર તુ જ એક લાયક છે આ પદને પ્લીસ ઉભો રહી જાને ઈલેક્શનમાં...જીજ્ઞાએ રુહાનને કહ્યું.
ત્યા નીચે ઉભેલા રુહાનના મિત્રોને પણ આ આઈડિયા પસંદ આવ્યો અને તે પણ સ્ટેજ આવીને રુહાનને યુથલિડર બનવા કહેવા લાગ્યા.
યાર જીજ્ઞાની વાત સાચી છે બની જાને તુ યુથલિડર યાર તારા કારણે કદાચ છોકરીઓ અમને પણ જુએ...મહાવીરે તેના જેવી ભારે મજાક કરતા કહ્યું.
સાચુ છે જો તુ યુથલિડર બનીશ તો આ જગ્યાએ કોઈ બિજા ખરાબ સ્ટુડન્ટને આવવાના કોઈ ચાન્સ જ નહીં રહે...રવીએ સમજદારીની વાત કરતા કહ્યું.
ત્યા સામે ઉભેલા સ્ટુડન્ટમા ઉભેલો એક સિનિયર સ્ટુડન્ટ્ ઉપર રુહાન પાસે આવ્યો અને રુહાનને કહ્યું. તારા મિત્રોની વાત સાચી છે તારી આ બહાદુરીને જોતા તુ આ પદને લાયક છે અને સિનિયર સ્ટુડન્ટ્સના વોટોની જવાબદારી મારી.
થેન્કસ યાર...સિનિયર સ્ટુડન્ટ્ને કહેતા રુહાને કહ્યું.
ઓકે તો હુ તૈયાર છુ...અંતે બધાના આગ્રહ સામે રુહાને હાર માનતા કહ્યું.
થ્રિ ચિયર્સ ફોર રુહાન હિપ હિપ હુરરરેરે...મહાવીરે ત્યા ઉભેલા બધા સ્ટુડન્ટને કહ્યુ.
હુરરરેરેરે ના આવાજ વચ્ચે રુહાને જીજ્ઞાને કાનમાં જોરથી પુછ્યું.
શુ હવે આપણે ફ્રેન્ડસ બની શકીએ...રુહાને હુરરરેરેના અવાજ વચ્ચે જીજ્ઞાને પુછ્યું.
શુ કઈ સંભળાયુ નહીં ...જીજ્ઞાએ સંભળાયા હોવા છતાં જાણી જોઈને અવાજનો ફાયદો ઉઠાવતા કહ્યું.
અરે યાર હજુ કેટલા ઓડિશન દેવા પડસે તારી ફ્રેન્ડશીપ માટે...રુહાને જીજ્ઞાને કહ્યું.
એક પણ નહીં હુ મજાક કરતી હતી હવેથી આપણે ફ્રેન્ડ છીએ તારે બિજા ઓડિશન દેવાની જરૂર નથી...જીજ્ઞાએ રુહાનને કહ્યું.
થેન્ક યુ...રુહાને ખુશ થઈને જીજ્ઞાને કહ્યું.
પણ ખાલી ફ્રેન્ડ જ એનાથી આગળ ક્યારેય થવાની વાત નહીં કરવાની પ્લીસ...જીજ્ઞાએ રુહાનને કહ્યું .
કોશીષ જરૂર કરીશ... અત્યારે તો મજાક કરતા રુહાને કહ્યું.
તો આમ રુહાન અને જીજ્ઞાની અંતે શરૂઆત થઈ અને આજના બંન્નેના અત્યાચાર ન સહન કરવાના પાગલપણાને કારણે આજે બંન્ને આખી કોલેજમાં ફેમસ થઈ ગયા હતા.
હવે આગળ આ બંન્ને ભેગા થઈને શુ પાગલપંતી કરે છે તે જાણવા માટે જરૂર વાચજો બે પાગલનો આગળનો ભાગ.
-> જીજ્ઞા અને રુહાનની દોસ્તી પ્રેમમાં બદલાય છે કે પછી જીજ્ઞાના પિતા ના રીતરિવાજો ને કારણે દોસ્તીનો સંબધ દોસ્તી સુધીજ રહે છે ?
-> જીજ્ઞાનુ સ્વપ્ન ત્રણ વર્ષમાં પુર્ણ થશે કે નહીં અને થસે તો રુહાન એમા કંઈ રીતે મદદ રૂપ બનશે ?
-> સંજયસિહ જીજ્ઞા અને રુહાનના જીવનમાં ખુબજ મોટી અડચણ બનવાનો છે અથવા તો એમ પણ કહી શકાય કે તબાહી મચાવવાનો છે શુ તબાહી મચાવાનો છે.? વગેરે જાણવા માટે વાચતા રહો બે પાગલના આવનારા નવા ભાગો દર શનિવારે.

NEXT PART NEXT SATURDAY.
BY:- VARUN SHANTILAL PATEL