બે પાગલ - ભાગ ૧૧ VARUN S. PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે પાગલ - ભાગ ૧૧

બે પાગલ ભાગ ૧૧
જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
વેકેશનના દસ દિવસ વિતે છે.
અમદાવાદનો રીવર ફ્રન્ટ. શુ વાત કરૂ આ રીવર ફ્રન્ટ વિષે. અહી પ્રેમની પળોને માણતા પંખીઓ અને માણસો પણ દેખાય છે અને બીજી બાજુ બ્રેક-અપ થતા પણ જોવા મળે છે. ઈનશોર્ટ આ જગ્યા પર ઘણા પ્રેમ પ્રકરણની શરૂઆત પણ થાય છે અને ઘણા બધા પ્રેમ પ્રકરણનો અંત પણ. અહીં દોસ્તોની દોસ્તી પણ જોવા મળે છે અને કેટલાક નાના મોટા ઝગડાઓ પણ. આ રીવર ફ્રન્ટ એ ખાલી રીવર ફ્રન્ટ નહીં પરંતુ ઘણી બધી કહાનીઓનો હિસ્સો પણ બની ગયો છે.
જીજ્ઞા પણ જ્યારે દુઃખી થતી ત્યારે પોતાની જાતને એકલી રાખવા માટે રીવર ફ્રન્ટ પરના પુલ નીચે આવીને એકલા બેસી જતી. આજે પણ તે અહીં આવીને બેઠી હતી. જીજ્ઞાએ રુહાનથી દુર રહેવાનો નિર્ણય લઈ તો લીધો પરંતુ તે આ નિર્ણયથી ખુબ જ દુઃખી હતી. જીજ્ઞા પણ રુહાનને એક મિત્ર તરીકે ખુબ જ ચાહતી હતી. થોડિવાર જીજ્ઞા ત્યાજ બેસે છે. વાતાવરણ એકદમ શાંત હતુ પરંતુ એક એક્ટિવાનો અવાજ આ શાંત વાતાવરણમાં ખલેલ કરે છે. એક્ટિવા જીજ્ઞાની પાછળ આવીને ઉભુ રહે છે. જીજ્ઞાના મનમાં આ એક્ટીવાના ઉભા રહેવાથી એક જ વિચાર ચારેય તરફ ભ્રમણ કરી રહ્યો હતો કે કાશ આ એક્ટિવા લઈને રુહાન આવ્યો હોત.
વાહ મેડમજી વાહ હમ વહાપે આપ કે એ શે હી ચલે આનેસે પરેશાન હૈ ઓર આપ હે કિ યહા પે શાંતી સે બેઠે હૈ...પાછળથી ફિલ્મી સ્ટાઈલમાં રુહાન બોલ્યો.
તમને જરૂર એમ લાગ્યુ હશે કે જીજ્ઞા આવુ વિચારી રહી છે પરંતુ એવુ નથી સાચેજ એક્ટિવા લઈને આવનાર વ્યક્તિ રુહાન અને રવી જ છે. રુહાન ફક્તને ફક્ત જીજ્ઞાના આ વર્તનનો જવાબ લેવા માટે જ આવ્યો હતો.
જીજ્ઞા અવાજ સાંભળવા એકદમથી પાછળ જુએ છે.
અરે રુહાન તુ અહીં...જીજ્ઞાએ કહ્યું.
કેમ અમદાવાદ માત્ર તારા એકનુ જ છે. અમારા મિત્ર રવીનુ પણ છે...રુહાને કહ્યું.
ના ના તમારૂ પણ છે. કોઈ કામથી આવ્યો છું...જીજ્ઞાએ પોતાના ઈમોશનને અંદર જ રાખીને બહારથી એકદમ નોરમલ દેખાતા કહ્યું.
હા કામ તો ખુબ જ મોટુ છે. આ કામના કારણે મને એક અઠવાડિયાથી ઉંઘ પણ નથી આવી...રુહાને કહ્યું.
એવુ શુ કામ છે કોઈ બિઝનેસ તો નથી ખોલ્યો ને...જાણી જોઈને અજાણી બનતી જીજ્ઞાએ કહ્યું.
કામ એ જ છે કે તને એક રાતમાં એવુ શુ થઈ ગયુ કે તે મારી સાથે મિત્ર તરીકે નો પણ સબંધ તોડી નાખ્યો...રુહાને સવાલ કરતા જીજ્ઞાને કહ્યું.
જીજ્ઞા હવે ઢીલી પડી ગઈ હતી તે તેના લીધેલા નિર્ણયથી ખુશ નહોતી.
એવુ કઈ નથી રુહાન તુ આજે પણ મારો સૌથી નજીકનો મિત્ર છે મારા તારી સાથેના આવા બિહેવીયરનુ એક જ કારણ હતુ કે તુ મારા સ્વપ્ન પાછળ તારો સમય અને કેરિયર ના બગાડ પ્લીઝ...જીજ્ઞાએ રુહાનને કહ્યું.
ઓહ તો તમને એમ લાગે છે કે તમારા ના બોલાવાથી મારૂ કેરીયર બની જશે તો જીજ્ઞા એ તારૂ વહેમ છે. કેમકે મારે પણ ડાયરેક્ટીંગ ફિલ્ડ મા જવુ છે અને તારા મળ્યા પછી મને એમ થયુ કે આપણે એક બીજાનો સપોર્ટ બનીને સાથે કેરીયર બનાવીશુ. પણ તમે તો ત્યાગની દેવી બનવા નિકળી ગયા. જો જીજ્ઞા મારી પાસે જીંદગીમાં મારા દોસ્તોથી મહત્વનુ કઈ જ નથી અને હા તુ મને બોલાવ કે ના બોલાવ મમ્મી કસમ ખાઈને બોલુ છુ કે હુ તને તારા સ્વપ્ન સુધી તને ચોક્કસ પહોચાડીસ પછી ભલે મારે તેના માટે કોઈ પણ પ્રકારની હદ પાર કરવી પડે ...રુહાને જીજ્ઞાને કહ્યું.
સોરી રુહાન પણ મારી સાથે રહીને ફકત તારુ ભવિષ્ય બગડશે બીજુ કઈ નહીં થાય...જીજ્ઞાએ કહ્યું.
તે આમેય ક્યા તારા વગર એ દારૂ પીવા શીવાય કઈ કરે છે. જ્યારની તુ અમદાવાદ આવી છે ત્યારના ભાઈ પીધેલા જ હોય છે. અત્યાર સુધીની 15 બોટલ પી ગયા છે...રવીએ ભુલ કરતા આ જીજ્ઞાને કહ્યું.
રવીની આ વાત સાંભળતાજ રુહાને રવી સામે લાલ આખથી જોયુ અને કહ્યું...તુ અહી મારા જીવનની આગ ઓલવવા આવ્યો છે કે પછી એમા ઘી નાખીને હવન કરવા.
શુ...તે ફરી દારૂ પીધો સાલા રે તુ બે મિનિટ...ખુબજ ગુસ્સા સાથે આજુ બાજુમાં રુહાનને મારવા માટે પથ્થર ગોતતા જીજ્ઞાએ કહ્યું.
પરિસ્થિતિ તો ત્યારે બગડી કે જ્યારે જીજ્ઞાને રીવર ફ્રન્ટ પર એક પથ્થર મળી ગયો અને એ પણ મોટી સાઈઝનો. જીજ્ઞા પથ્થર લઈને રુહાન અને રવીની પાછળ દોડવા લાગે છે.
બે ભાગ સાલે આ તો નિરૂપા રોય માંથી માં દુર્ગા બની ગઈ છે...આગળ ભાગતા ભાગતા રુહાને રવીને કહ્યું.
બંને પોતાનુ એક્ટીવા ત્યાજ મુકિને ભાગે છે.
આમ આગળ રુહાન અને રવી અને પાછળ માં દુર્ગા રૂપી લાગતી જીજ્ઞા ત્રીશુલની જગ્યાએ પથ્થર લઈને પાછળ દોડતી દેખાય છે. આમ એક ઈમોશનલ દ્રશ્ય એક એક્શન દ્રશ્યમાં ફેરવાઈ જાય છે.
થોડુ દોડીને આગળ જઈને રવીને ઢાલ બનાવીને રુહાન ઉભો રહે છે. જીજ્ઞા પણ સામે પથ્થર લઈને ઊભી રહે છે.
એ...એ ગાડી ના બન થોડી શાંત થા હુ હવે નહીં પીવુ દારૂ મારી માં...રવીની પાછળ સંતાયેલા રુહાન બોલ્યો.
રવી જબરજસ્તી રુહાનને આગળ કરે છે.
કોઈ બાત નહીં જીંદગી તો માર હી રહી હૈ અબ તુ ભી ઈસ પથ્થર સે મારદે મુઝે. વેસેભી અબ જીને જેસા બચા હી ક્યા હૈ...રુહાને ફિલ્મી ડાયલોગ બોલી જીજ્ઞાને રોકવાની કોશિષ કરી.
જો રુહાન તારે મરવુ જ હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ તુ મારી પાસેથી જે દસ હજાર લઇ ગયો હતો તે મને પહેલા આપી દેજે ત્યા સુધી તો હુ તને નહી મરવા દઉ...રવીએ પણ જીજ્ઞાને હસાવવાની કોશીષ કરતા કહ્યું.
મતલબ આપણે ૧૦૦ વર્ષના જરૂર થશુ...રુહાને કહ્યું.
મતલબ મારા રૂપીયા ગયા માર જીજ્ઞા તુ માર સાલો બચવો ના જોઈએ...રવીએ કહ્યું.
ચાલ જવાદે જો રુહાન હવે તે દારૂ પીધો એટલે આપણી દોસ્તી પુર્ણ...જીજ્ઞાએ એક સારી મિત્રની જેમ રુહાનને કહ્યું.
એના માટે મારી પણ એક શર્ત છે કે જો તે આ દોસ્તી ને હવે પુર્ણ કરી તો હુ એટલો દારૂ પીવીશ કે બનાવવા વાળા થાકી જશે...રુહાને કહ્યું.
સોરી રુહાન પણ તારૂ કેરીયર ખરાબ ના થાય એટલે મે આ નિર્ણય લીધો હતો...જીજ્ઞાએ કહ્યું.
એ જે હોય તે હવે તુ એ ભુલી જા મારી પાસે તારા અને મારા કેરિયર વિષે એક મસ્ત પ્લાન છે. પણ તુ ક્યાક સારા કોફી શોપમાં કોફી પીવડાવ તો બતાવુ...રુહાને કહ્યું.
ઓકે ચાલો તમને અમદાવાદની બેસ્ટ કોફી શોપમાં તમને બેસ્ટ કોફી પીવડાવુ...જીજ્ઞાએ કહ્યું.
આમ જીજ્ઞાનો મીની ગુસ્સો થોડોક શાંત થાય છે અને જીજ્ઞાના મનમાં રુહાન અને તેની દોસ્તીને લઈ સતત ચાલતી ચિંતા પણ થોડી હળવી પડે છે.

કોફી શોપમાં...
યાર જીજ્ઞા મારી પાસે એક મસ્ત પ્લાન છે તારૂ અને મારૂ બંનેનુ સ્વપ્ન શાકાર કરવા માટેનો...રુહાને કહ્યું.
પ્લાન તો હશે પરંતુ ગેરન્ટી શુ છે કે મારૂ સ્વપ્ન શાકાર થશે જ. કેમ કે હુ બીજી વાર હતાશ થવા નથી માંગતી અને મારે કોઈ ખોટા સ્વપ્નોઓ પણ નથી જોવા. પછી હતાશ થવુ એના કરતા અત્યારથી જ સ્વપ્ન છોડી દેવુ સારૂ ...જીજ્ઞાએ કહ્યું.
આમ હતાશ થઈને છેલ્લા સમય સુધી ન લડે એ જીજ્ઞાને હુ નથી ઓળખતો. આ કોઈ બીજી જ જીજ્ઞા બોલી રહી છે. આપણી પાસે બે વર્ષ છે તો બે વર્ષ તો આપણે લડી લઈએ પછી જે થશે તે જોયુ જશે...રુહાને જીજ્ઞાને સમજાવતા કહ્યું.
હં...વાત તો એકદમ ઠિક છે રુહાનની...રવીએ રુહાનનો સાથ દેતા કહ્યું.
ઓકે ચાલો લડી લેશુ પરંતુ તારો પ્લાન શુ છે એ તો બતાવ... જીજ્ઞાએ કહ્યું.
પ્રોગ્રામ એમ છે કે આ વર્ષેના અંતમા આપણી કોલેજમાં એક સ્પર્ધાત્મક ઉત્સવ થવાનો છે. અને એ પણ રાજ્ય લેવલનો પહેલા તમારે તમારી કોલેજમાં કમ્પીટ કરવાનુ અને એમા જીત્યા બાદ આખા ગુજરાતની દરેક કોલેજો વચ્ચે કોમ્પિટિશન થશે...રુહાને કહ્યું.
હા તો એને અને આપણા કેરીયરને શુ લેવા દેવા... જીજ્ઞાએ કહ્યું
લેવા દેવા છે જીજ્ઞા. એ સ્પર્ધામાં નાટકોની પણ સ્પર્ધા છે...રુહાને કહ્યું.
હો તો...રવીએ કહ્યું.
તો એમ કે જીજ્ઞા એક જબરદસ્ત નાટકની સ્ટોરી લખે અને હુ તેને ડાયરેક્ટ કરીશ અને જો આપણે સ્પર્ધા જીતી ગયા તો આપણને આપણા સ્વપ્નને શાકાર કરવાનો ચાન્સ મળી શકે...જીજ્ઞાએ કહ્યું.
પણ કંઈ રીતે. આ સ્પર્ધા જીતી પણ ગયા તો એનુ અને આપણા કેરીયરને શુ લેવા દેવા કેમકે આપણી પાસે બે વર્ષનો જ સમય છે કેમકે બે વર્ષમાં જો હુ કઈ પણ એવુ ન કરી શકી કે જેથી મારા પિતાને એમ થાય કે હું ખોટો હતો તો મારા લગ્ન ની શરૂઆત અને મારા જીવનના અંતને હવે બહુ સમય નથી...જીજ્ઞાએ કહ્યુ
એવુ ક્યારેય નહીં થાય પ્રોમીસ છે મારૂ. અને હા હવે તમે બંને પુરૂ સાંભળ્યા પહેલા કોઈ જ સવાલ ના કરતા. સ્પર્ધા જ્યારે કોલેજ બહાર પહોચશે ત્યારે તેના જજ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા લેખક, ડિરેક્ટર અને એક્ટર હશે અને જો એમને આપણો કોન્સેપ્ટ પસંદ આવી જાય તો કામ બની શકે છે અને હા આનાથી મોટો મોકો શુ હોય જીજ્ઞાની કહાનીને એક સારા લેખક અને ડિરેક્ટર સુધી પહોચાડવાનો. અને કોશિષ કર્યા વગર કઈ ન મળે અને જીવનની રેસમા કોઈ એવો રસ્તો નથી કે જ્યા પહોચ્યા પહેલા નક્કી થઈ શકે કે મંજીલ જરૂર મળશે. મંજીલ સુધી જવુ જ પડે અને પછી જ નક્કી થાય કે એ મંજીલ આપણને સ્વીકારે છે કે નહીં. અને હજુ મને જાણ નથી કે આ સ્પર્ધા જીતવાનુ ઈનામ શુ છે. એમા પણ કદાચ કઈ મોટુ હોઈ શકે કે જે આપણને મદદરૂપ બને તો લેટ્સ ગો યાર ...રુહાને પોતાના બંને દોસ્તને સમજાવતા કહ્યું.
હં ઓકે ચાલો લડી તો લેવી પછી જે થશે તે જોયુ જશે. પરંતુ આ વખતે હુ પહેલા જેવી આશા તો નહીં જ રાખુ. હુ મહેનત કરીશ બાકી જય શ્રી કૃષ્ણ. તો હુ આજથી જ લખવાની શરૂઆત કરી દઉં કેમકે સ્પર્ધા માટે ચારથી પાંચ નાટક તો જોઈશે જ અને હા પપ્પાની પરી પર તો હવે કા તો ફિલ્મ બનશે અથવા તો તે મારી પાસે જ રહેશે બાકી એનો યુઝ હુ ક્યાય નહીં કરૂ. અને હા રુહાન તુ મહિના પછી મને આપણી લખેલી બુક તો લાવી આપજે કેમકે જો આપણને કોઈ ફિલ્મ વગેરેમાં મોકો આપે તો આપણી પાસે કોઈતો સ્ક્રિપ્ટ હોવી જોઈએ ને. કેમકે નવી તૈયાર કરતા ખુબ જ સમય લાગે અને આપણી પાસે સમય તો છે નહીં ...જીજ્ઞાએ કહ્યું.
ઓહ આજથી લખવાની શરૂઆત નહીં થાય કેમકે તારે મને બે દિવસમાં અમદાવાદ ફેરવવાનુ છે અને હા કાલે જાડ્યો પણ આવી રહ્યો છે તો એને અમદાવાદની બધી ડિસો ચખાડવાની છે...રુહાને કહ્યું.
હા હો બાકી અમે તારી સાથે નહીં...રવીએ કહ્યું.
યાર તમે ફસાવસો પપ્પાને ખબર પડશે તો મને મારી નાખશે...જીજ્ઞાએ કહ્યું.
એમને કશુજ ખબર નહીં પડે એની જવાબદારી મારી આપણે એ રીતની જ જગ્યા પ્લેન કરીશુ...રવીએ કહ્યું.
થોડુક વિચાર્યા બાદ ...ઓકે...જીજ્ઞાએ કહ્યું.

તો આમ ફરીથી રુહાન અને જીજ્ઞાની જીંદગીમાં બધુ થોડુ નોરમલ થઈ રહ્યું હતું. પરંતુ એક લેખક તરીકે મારૂ એવુ માનવુ છે કે આ તોફાન પહેલાની શાંતિ છે. હવે જીજ્ઞા અને રુહાનના જીવનમાં એવી એવી ઘટના બનવાની છે કે તમે આ વાર્તા સાથે જરૂરથી ઈમોશનલ રીતે જોડાઈ જશો અને તમને વધુ રસપ્રદ પણ લાગશે અને ઘણા રહસ્યમય સવાલો પણ થશે. તો આવા દરેક સવાલોના જવાબ જાણવા માટે વાચતા રહો બે પાગલ ના આગલા ભાગો.

તમારો ખુબ જ પ્રેમ અને સહકાર મને મળ્યો તેના બદલ તમારો ખુબ ખુબ આભાર.

। જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।
NEXT PART NEXT WEEK
BY :- VARUN SHANTILAL PATEL