બે પાગલ - ભાગ ૬ VARUN S. PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે પાગલ - ભાગ ૬

બે પાગલ ભાગ ૬
જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના બે ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
રાત્રીના ૯:૦૦ વાગ્યા પછી. જીજ્ઞા અને પુર્વી રાતે હોસ્ટેલમાં બધાની સુવાની રાહ જોઈ રહ્યા હતાં. થોડો સમય વિત્યો. ૧૦:૩૦ ના ટકોરા વાગ્યા. રુહાન અને રવી બંને અલગ અલગ એક્ટિવા લઈને હોસ્ટેલ પાસે આવીને એવી જગ્યાએ ઉભા રહે છે જ્યા તેમને વોચમેન ન જોઈ શકે. રુહાન જીજ્ઞાને કોલ કરે છે. જીજ્ઞાના મોબાઈલની રીંગ વાગતા જ જીજ્ઞા કોલ અટેન્ડ કરે છે.
હા બોલ... ધીમેથી જીજ્ઞા બોલે છે.
ક્યા છો તમે બંન્ને ...રુહાને કહ્યું.
દુબઈ ની બુર્જ ખલીફાની અંદર બેઠા છીએ...જીજ્ઞાએ ટોન્ટ મારતા કહ્યું.
મારો મતલબ એમ છે કે તમે હોસ્ટેલની બહાર ક્યારે અને કઈ રીતે આવો છો...ટોન્ટનો મતલબ સમજતા રુહાને વાત આગળ વધારી.
કંઈ રીતે આવીશ એ તો નથી ખબર પણ તુ ત્યાજ ઉભો રહેજે હુ આવીશ જરૂર...જીજ્ઞાએ ફોન દ્વારા કહ્યું.
ઓકે તારા રૂમની તરફના ખુણે ઉભો છુ કઈ કામ હોય તો મેસેજ દેજે...રુહાને આટલુ કહી ફોન કટ કર્યો.
લગભગ બધા સુઈ ગયા છે રસ્તો સાફ છે ખાલી રસ્તામા ગેટ પર મારેલા તાળાઓ વચ્ચે છે...બહાર જોઈને આવતી પુર્વીએ કહ્યું.
બેટા કોઈ એવુ તાળુ નથી જેની ચાવી જીજ્ઞા પાસે ના હોય...જીજ્ઞાએ કહ્યું.
જીજ્ઞા તને હજુ પણ લાગે છે કે રાત્રે આમની સાથે જવુ સુરક્ષિત છે...પુર્વીએ કહ્યું.
તુ ચિંતા ના કર આ તારો ગબ્બર છે તારી સાથે ચાલ ...બહાર જતા જતા જીજ્ઞાએ કહ્યું.
બંન્નેનો રૂમ બીજા માળે હતો એટલે રાત્રે આમતો હોસ્ટેલમાં બધા સુઈ ગયા હતા છતા બંને દબે પાઉ ચારેય તરફ જોતા જોતા નિચે ઉતરે છે. નિચે ઉતરી જીજ્ઞા ચારેય તરફ નજર કરે છે. ચારેય તરફ જીજ્ઞાને કોઈ જ દેખાતુ નથી. હોસ્ટેલ બહાર નિકળવાના તમામ રસ્તાઓ બંદ હતા. જીજ્ઞા અને પુર્વી બંન્ને ત્યા જ ઉભા ઉભા બહાર જવાના રસ્તા વિશે વિચાર કરે છે. હોસ્ટેલની ચારેય તરફની બારીઓ પર જાળી લગાવેલી હતી. માત્ર ત્યાના સંચાલકોના જ રૂમની બારીઓ એવી હતી જેની આર-પાર જઈ શકાય પરંતુ તકલીફ એ હતી કે એ રૂમમાં સંચાલકો સુતેલા હતા અને જો એ જાગી જાય તો જીજ્ઞા અને પુર્વી રંગે હાથ ઝડપાઈ જાય. થોડીવાર જીજ્ઞા અને પુર્વી વિચારવાની સાથે સાથે આખી હોસ્ટેલમાં નજર ફેરવે છે અને એમને સંચાલકોના રૂમની બારી સિવાય બીજો કોઈ જ રસ્તો દેખાતો નથી.
પુર્વી...જીજ્ઞાએ કહ્યું.
મને તો અહીંથી નિકળવાનો કોઈજ રસ્તો દેખાતો નથી આઈ થિંક આપણે જવાનુ કેન્સલ કરવુ જોઈએ...પુર્વીએ જીજ્ઞાને કહ્યું.
તુ પુર્વી જ છે કે પછી તારક મહેતા નો પોપટલાલ શુ દરેક વસ્તુમાં કેન્સલ કેન્સલ કરે છે...જીજ્ઞાએ પુર્વીને કહ્યુ.
તો હવે શુ કરીશું ...પુર્વીએ કહ્યું.
એક જ રસ્તો છે સંચાલકોના રૂમની બારી...જીજ્ઞાએ પુર્વીને કહ્યું.
શુ...થોડા મોટા અવાજથી સંચાલકના રૂમની વાત સાંભળતા ગભરાયેલી પુર્વી બોલી.
ધિમે બોલ...પુર્વીનુ મો પોતાના હાથ વડે દબાવતા જીજ્ઞાએ કહ્યું.
હુ નથી આવવાની તારે જવુ હોય તો જા જો આપડે પકડાઈ ગયા તો ગીરધનકાકા મને નહીં છોડે...પુર્વીએ જીજ્ઞાને કહ્યું.
પુર્વીના વાળ પકડીને સંચાલકોના રૂમ તરફ આગળ વધતા જીજ્ઞાએ પુર્વીને કહ્યું. ચાલને હવે મારી મા હુ છુ ને તારી સાથે .
એટલે તો ડર લાગે છે ...પુર્વીએ પણ ચાલતા ચાલતા કહ્યું.
બંને સંચાલકોના દરવાજે પહોચ્યા. જીજ્ઞાએ ધીમેથી દરવાજો ખોલ્યો. રૂમમા બે સંચાલકો સુતા હતા. પુર્વી ખુબ જ ડરી ગઈ હતી. ધીમે ધીમે સુતેલા સંચાલકોને વિંધતા વિધતા આગળ વધે છે અને ધીમેથી બારી ખોલીને બહાર નિકળે છે અને જતા જતા બારીનુ નાજુક હેન્ડલ એવી રીતે તોડે છે કે અંદરથી બારી બંદ ન થાય. બંન્ને હોસ્ટેલના ખુણાની નાની દિવાલ તરફ જાય છે અને ત્યા હોસ્ટેલમાં કઈક કામ ચાલતુ હોવાથી દિવાલ પાસે એક રેતનો ઢગલો હતો તેના દ્વારા જીજ્ઞા અને પુર્વી આ તરફથી દિવાલ પર ચડે છે. બીજી તરફ રુહાન પોતાની એક્ટીવા દિવાલ પાસે મુકે છે અને તેના આધારે બંને દિવાલ પરથી નીચે ઉતરી જાય છે.
બે યાર જબ્બર ડેરીંગ છે તારામા બાકી જીજ્ઞા...રવીએ કહ્યું.
હજુ તો તે કંઈ જોયુ જ ક્યા છે લાવ એક એક્ટિવા અમને આપી દો અમે ચલાવીને આવીશુ...જીજ્ઞાએ કહ્યું.
ઓકે રવી તુ ચાવી આપી અને મારી જોડે બેસી જા...રહાને કહ્યું.
બંને એક્ટિવા લઈને ચારેય રવીના રૂમ તરફ જવા નિકળે છે. દિલચસ્પ અને રહસ્યમય વાત એ હતી કે જીજ્ઞા અને પુર્વી બંન્ને હોસ્ટેલની દિવાલ પરથી ઉતર્યા ત્યારથીજ જીજ્ઞા, રુહાન અને રવીના ફોટોસ કોઈક વ્યક્તિ છાની રીતે થોડેક દુર અંધારામાં કોઈ જોઈ ના લે એમ ઉભો રહીને પોતાના મોબાઈલમાં લઇ રહ્યુ હતું. અને હા વ્યક્તિ એ સંજયસિહ નહોતો કોઈક બીજો જ હતો કોણ હતો અને કેમ ફોટાઓ લઇ રહ્યો હતો. એ તમને કહાની આગળ વધતા જ ખબર પડશે. ચારેય લોકો રવીના ફ્લેટ પર પહોચે છે.
અંદર મહાવીર પહેલાથી જ ખાવાનો અને પીવાનો ઈન્તજામ કરીને બેઠો હતો. અહી પીવાનો ઈન્તઝામ એટલે દારૂ અને દારૂની પાર્ટી હશે એવી જાણ જીજ્ઞાને નહોતી. જીજ્ઞાને દારૂ પીતા વ્યક્તિઓથી ખુબ જ નફરત હતી. રુહાન,રવી, પુર્વી અને જીજ્ઞા ફ્લેટના પાર્કિંગમાં એક્ટિવા પાર્ક કરી ઉપર બીજા માળે રવીનો રૂમ હતો ત્યા જાય છે. અને હોસ્ટેલ પાસે ફોટા પાડનાર વ્યક્તિ અહિ પણ આવી ગયો હતો અને રુહાન અને જીજ્ઞાના ફ્લેટ અંદર જતા ફોટાઓ પાડી રહ્યો હતો. ફોટા પાડવા પાછળનો તેનો ધ્યેય શુ હતો અને એ વ્યક્તિ કોણ હતો એ હજુ રહસ્ય જ હતુ. ઉપર પહોચી રવી રૂમનો દરવાજો ખોલે છે અને બધા અંદર જાય છે અને સામે જ ટેબલ પર દારૂની બોટલો હતી. એ જોઈ જીજ્ઞાને થોડીવાર તો એમ લાગ્યું કે એ એપ્પી ફિઝ એટલે કે સફરજનનો જ્યુસ હશે. થોડીવાર જીજ્ઞા શાંત રહી.
આવો આવો મેરે પ્યારો દારૂ ચખના ઓર ડિજે મે સોંગ મખના...આજે મહેફિલ જોર જામશે...મહાવીરે રાઈમીંગ બનાવતા કહ્યું.
મતલબ આ શરાબ છે...જીજ્ઞાએ બોટલ તરફ ઈસારો કરતા કહ્યુ.
હા જ તો દારૂ જ હોયને નાના ચીકુડા થોડા છીએ કે સફરજનનો રસ પીએ...રુહાને કહ્યું.
ઈટ્સ કુલ બેબી...મહાવીરે કહ્યું.
જીજ્ઞા થોડી ગુસ્સે ભરાઈ ને બોલી...બેબી તારા બાબાની માને કે જે મને નહીં અને હા રુહાન મને દારૂ પીતા વ્યક્તિઓથી ખુબ જ નફરત છે. એટલે કા તો આ દારૂ રહેશે અને કા હુ.
પણ જીજ્ઞા...રુહાન બોલ્યો ત્યા તેને અટકાવતા મહાવીર બોલ્યો.
જો દારૂ અહિથી જશે તો હુ પણ અહીંથી જતો રહીશ...જન હિતમે જારી...મહાવીરે કહ્યું .
એક જાળી તારા દિમાગમાં પણ નાખી દે એટલે આ દારૂ પીવાનું બંદ થાય...જીજ્ઞાએ ગુસ્સેથી કહ્યું.
જીજ્ઞા આટલુ કહી દરવાજા તરફ ચાલવા લાગી. રુહાને તેને રોકતા કહ્યું ...એક મિનિટ ઉભી તો રહે.
મહાવીર પ્લીસ દારૂને બહાર જવા દે ...રુહાને વિનંતી સ્વરૂપે કહ્યું.
મહાવીર ચાર આખો સાથે ઉભો થયો
વાહ દોસ્ત વાહ અચ્છા શિલા દિયા તુને મેરી યારી કા દોસ્ત...મહાવીરે કહ્યું.
મે તો પહેલા જ અહીં આવવાની ના પાડી હતી ને જીજ્ઞા. આ લોકો દારૂને ન છોડી શકે ...પુર્વીએ કહ્યું.
મહાવીર તારે જવુ હોય તો જા બાકી દારૂ તો અહીંથી જશે જ...રવીએ પણ
બંને મિત્રો દોસ્તને છોડીને છોકરીઓની સાઈડ લઇ રહ્યાં હતાં એટલે મહાવીરને ખોટુ લાગ્યુ એટલે બધી દારૂની બોટલ એક કાળા કલરની થેલી મુકીને લઈને દરવાજા તરફ ચાલતો થયો અને જેવો જ દરવાજા પાસે પહોંચ્યો ત્યા તેને રોકવા જીજ્ઞા બોલી...એક મિનિટ ક્યા જાવ છો મહાવીર ભાઈ જવાનુ હશે તો અમે જશુ અમારા કારણે તમારી ફ્રેન્ડશીપમાં તકલીફ આવે એવુ અમે નહીં થવા દઈએ આતો તમારા ભલા માટે કહેતા હતા તમને ખોટુ લાગ્યુ હોય તો સોરી...જીજ્ઞાએ કહ્યું.
ના ના જીજ્ઞા હુ ક્યાય નથી જતો બસ આ બોટલ બહાર સંતાડવા જઈ રહ્યો છું પીવાનુ તો હવે થશે નહીં અને આ બંને હરામીઓ પાસેથી હુ 10-10 હજાર રૂપિયા માગુ છું જ્યા સુધી એ રૂપિયા પાછા ના આપી દે ત્યા સુધી મારી દોસ્તી તોડવી તો તોડવી કઈ રીતે કેમ કે નુકસાન તો બંને સાઈડ મારૂ જ છે. સાલા હરામીઓ...રુહાન અને રવી તરફ જોઈને મહાવીરે પોતાનુ મો બગાડતા કહ્યું. અને મહાવીરની આ ફની લાઈન સાંભળીને બધા હસવા લાગ્યા.
અંતે રુહાન અને જીજ્ઞાની મહેફિલમાથી દારૂની ગેરહાજરી થઈ. ખાવા પીવાની અને મ્યુઝિક પર ડાન્સ સાથે પાર્ટીની શરૂઆત થઈ. અને તમે વિચારી રહ્યા હશો કે પીવાનુ ક્યાથી આવ્યુ તો હુ જ્યુશની વાત કરૂ છું. બે અઢી કલાક આ પાર્ટી ચાલ્યા બાદ પાચેય મીત્રો ફ્લેટના ટેરીસ પર બેઠા હતા. જીજ્ઞા અને રુહાન પાસે પાસે બેઠા હતા જીજ્ઞાની બાજુમા એક સાઈડ પુર્વી બેઠી હતી અને એની બાજુમાં રવી અને રુહાનની એક સાઈડ મહાવીર બેઠો હતો. બધા વચ્ચે થોડીવાર સંવાદ ચાલે છે.
રુહાન યાર તુ દારૂ શાને માટે પીએ છે...જીજ્ઞાએ કહ્યું.
યાર જીજ્ઞા જીવનની કેટલીક વાતો એવી હોય છે જે દિલમાં ભરાયેલી હોય છે જેને આપણે બહાર નથી કાઢી શક્તા એટલે જ કદાચ એ બધી ઝંઝટથી થોડીવાર છુટવા માટે નશો કરવો પડે છે...રુહાને ભાવુક જવાબ આપતા કહ્યુ.
મમ્મી પપ્પા કઈ કહેતા નથી આમ રાતે ૧,૨ વાગ્યા સુધી બહાર રહે છે. બાકી મસ્ત લાઈફ છે તારી એકદમ સ્વતંત્ર તને તો ગર્વ હશે ને તારા માતા પિતા પર...જીજ્ઞાએ સવાલરૂપે વાક્ય રુહાનને કહ્યું.
રુહાન આ સવાલ રૂપી વાક્ય સાંભળીને થોડીવાર શાંત રહ્યો.
પપ્પા દિવસ રાત દેશની સેવામાં હોય છે અને સવાલ કરવા માટે ઘરે મમ્મી તો હોવી જોઈએ ને...રુહાને કહ્યું .
સોરી રુહાન મને માફ કરી દેજે પણ તુ આમ દારા દર્દથી છુટવા દારૂ ના પી જો તારો લાઈફ ટાઈમ હૃદય હકલુ કરવુ જ હોય તો જીવનના દરેક પ્રશ્નો અને મુઝવતી સમસ્યાઓ દોસ્તો સાથે શેર કર જીવનમાં ક્યારેય દારૂ પીવાની જરૂર નહીં પડે. આજે સવારે જેમ મે તને બધુ બતાવીને હ્દય હલકુ કર્યુ એમ તુ પણ મારી સાથે તારા પ્રોબ્લેમ શેર કરીને તારા હ્દયનો ભાર હલકો કરી શકે છે...જીજ્ઞાએ પોતાની મિત્રતા નિભાવતા કહ્યું.
અમ્મી હુ જ્યારે ૧૦ વર્ષનો હતો ત્યારે જ બિમારીના કારણે મને છોડીને ખુદા પાસે જતી રહેલી અને એના દુઃખમા પણ ક્યાય મને છોડીને જતા રહ્યાં હોય તેવુ જ લાગે છે. અમ્મીને ખુબજ પ્રેમ કરતા હોવાથી અબ્બાએ બીજા લગ્ન ન કર્યો અને આટલા વર્ષો થયા હોવા છતાય અબ્બાને અમ્મી એટલી જ યાદ આવે છે અને એટલા માટે જ અબ્બા વધારેને વધારે સમય ડ્યુટી પર વિતાવે છે. જ્યારે ધરે આવે ત્યારે શરાબ સાથે દાસ્તી કરી લે છે જેથી કરીને તેમના દિમાગ અને દિલ પાસે ન તો અમ્મીને યાદ કરવાનો સમય રહે અને ન તો મને. અબ્બા મારી દરેક જરૂરિયાત પુરી કરે છે મને દરેક સવલતો પુરી પાડે છે. મને કોઈ પણ જાતની આચ નથી આવવા દિધી અમ્મીના ગયા પછી બસ મને અને એમની જાતને સમય નથી આપી શક્તા અબ્બા. અબ્બા છે જરૂર મારા જીવનમાં બસ ક્યાય ખોવાઈ ગયા છે અંદરને અંદર...રુહાને પોતાનો બધો દર્દ બહાર કાઢતા કહ્યું.
હુ સમજી શકુ છું રુહાન મારે મમ્મી જરૂર છે મને ખુબ જ પ્રેમ કરે છે પણ પપ્પાના કેશમા તો મારે પણ કંઈક એવુ જ છે...જીજ્ઞાએ કહ્યું.
આમ રુહાન અને જીજ્ઞા પોતાના દુઃખ એકબીજાની સાથે શેર કરતા કરતા હવે ખુબ જ સારા મિત્ર બની ચુક્યા હતા. જીજ્ઞાની તો ખબર નહીં પરંતુ ધીમે ધીમે જીજ્ઞા સાથે પોતાનુ દુઃખ શેર કરવાથી રુહાનની અંદર હવે જીજ્ઞા માટે પ્રેમભાવના જરૂર જાગી રહી હતી પરંતુ રુહાન પોતાની આ ભાવના જીજ્ઞા સાથે શેર કરશે કે નહીં અને કરશે તો એનો અંજામ શુ થશે અને ફોટા પાડવા વાળાનુ રહસ્ય શુ છે. સંજયસિહ પોતાનો બદલો કઈ રીતે લેશે અને જીજ્ઞાના પિતા ? એ બધુ જાણવા માટે વાચતા રહો બે પાગલના આગલા ભાગો. જે રીતે ગયા હતા એ રીતે ખુબ જ સાવધાની સાથે પુર્વી અને જીજ્ઞા પાછા હોસ્ટેલ પહોચી જાય છે.

ખુબ ખુબ આભાર મને આટલો પ્રેમ અને સહકાર આપવા બદલ.

->NEXT PART NEXT WEEK
->BY:- VARUN SHAHNTILAL PATEL