Be pagal - 10 books and stories free download online pdf in Gujarati

બે પાગલ - ભાગ ૧૦


જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આ ભાગ આપણી કહાની માટે ખુબ જ અગત્યનો બની રહેવાનો છે. આપણી કહાની બે પાગલમાં અત્યાર સુધીનો સૌથી મોટો વણાંક આવવાનો છે. આ વણાંક વાચજો જરૂર કેમકે આ વણાંક આપણી કહાનીને વધુ રસપ્રદ બનાવી દેશે.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
દરેક એકી નજરે એ ન્યુઝ જોઈ રહ્યા હતા જે ન્યુઝે જીજ્ઞાની દુનીયાને ફરીથી પલટી નાખી હતી. આ ન્યુઝથી જીજ્ઞાના દરેક સ્વપ્ન ફરીથી ચખનાચુર થઈ ગયા હતા. જીજ્ઞા આ ન્યુઝ જોતા જ અંદરથી એકદમ તુટી ગઈ હતી અને તેને તેના પિતાનુ એક વાક્ય વારંવાર પોતાના દિમાગની અંદર રીપીટ થઈ રહ્યું હતું કે છોકરીઓથી કાઈ જ ન થાય.
ટીવી અંદરના ભયાનક સમાચાર કઈક આમ હતા...
બ્રેકિંગ ન્યૂઝ. આપ સૌનુ અમારા ન્યૂઝ ચેનલ પર સ્વાગત છે. મળેલ બ્રેકિંગ ન્યૂઝ પ્રમાણે ગુજરાતી ફિલ્મ જગતના ખુબ જ મોટા અને નામી ફિલ્મ નિર્માતા એવા મનીષભાઈ નુ અંબાજી રોડ પર કાર અકસ્માતમાં ઘટના સ્થળ પર જ દુઃખદ અવસાન થયું છે. ટ્રકની સાથે અકસ્માત થતાં આ દુઃખદ ધટના બની છે...કઈક આવા ન્યુઝ ટીવી ચેનલ પર ચાલી રહ્યા હતા. આ ન્યુઝથી તમે વાચનાર લોકો તો ખાલી ચોકી ગયા હશો પરંતુ જીજ્ઞાની આખી લાઈફ હતી ત્યાજ ફરીથી દલદલમાં આવી ગઈ હતી. જીજ્ઞા પાસે એક જ રસ્તો હતો ત્રણ વર્ષની અંદર પોતાની જાતને તેના પિતાની સામે સાબિત કરવાનુ. હવે જીજ્ઞા પાસે એ પણ રસ્તો પણ નહોતો રહ્યો. બધા આ ન્યુઝ સાંભળીને એકદમ શાંત હતા. બધા હોટલમાથી બહાર આવે છે. બધાને ખબર હતી કે હવે જીજ્ઞાના સ્વપ્નનુ કોઈ અસ્થિત્વ રહ્યુ નથી એટલે કોઈ પણ એકબીજા સાથે મસ્તી કે કોઈ પણ પ્રકારની વાત કરવા તૈયાર નહોતુ કેમકે દરેક મિત્રો જાણતા હતા કે અત્યારે જીજ્ઞાને શાંત અને એકલતાની જરૂર હતી.
રુહાન તુ પ્લીસ તારી રીતે મહિના પછી મનીષસરના ઘરે જઈને આપણી લખેલી બુક મને લાવી દઈશ પ્લીસ...એકદમ ભાવુક અવાજમાં જીજ્ઞાએ કહ્યું.
હા જરૂર એમા પ્લીસ ના કહેવાનુ હોય હુ લાવી પણ દઈશ અને તારૂ સ્વપ્ન પણ આપણે જરૂર પુર્ણ કરીશું ...રુહાને જીજ્ઞાને આશ્વાસન દેતા કહ્યું.
પ્લીસ રુહાન હવે મારે કંઈજ પ્રકારના સ્વપ્ન નથી જોવા અને હા પ્લીસ દોસ્ત હવે પરીક્ષામાં જ ડાયરેક્ટ આવીશ ત્યા સુધી મને હોસ્ટેલ એકલા જ રહેવા દેજો...જીજ્ઞાએ વિનંતી કરતા કહ્યું.
જીજ્ઞા અને પુર્વી બંને હોસ્ટેલ પહોચે છે. થોડાક દિવસો વિતે છે. જીજ્ઞા પોતાના હોસ્ટેલ રૂમમાં જ એકલા દિવસો વિતાવતી અને આ બાજુ જીજ્ઞાને જોવા માટે તળપતો રુહાન પણ કોલેજમાં પોતાના દોસ્તો સાથે અને ઘરે પિતા ડ્યુટીના કારણે ન હોવાથી દારૂ સાથે પોતાની રાત વિતાવતો. ૧૦ દિવસ આમને આમ ચાલ્યુ ત્યાર બાદ પ્રથમ વર્ષની પરિક્ષાની શરૂઆત થઈ.
આજે રુહાન ખુશ હતો કેમકે તેના માટે તો રાતનો કહો કે દિવસનો ચાંદ તો આજે જ નિકળવાનો હતો. કોલેજના મેદાનમાં રુહાન પોતાના દોસ્તોની સાથે જીજ્ઞાની રાહ જોઈ રહ્યો હતો. થોડો સમય વિતે છે. જીજ્ઞા અને પુર્વી બંને રીક્ષા દ્વારા કોલેજ પહોચે છે. રુહાન જીજ્ઞાને પ્રેમથી બોલાવાની કોશીષ કરે છે પરંતુ જીજ્ઞા હાય હેલ્લો કહીને જતી રહે છે. આમ રોજ રુહાન જીજ્ઞા સાથે વાત કરવાની કોશિશ કરતો પરંતુ સામે જીજ્ઞા કોઈ કોમન ફ્રેન્ડ હોય તેવી રીતે હાય હેલ્લો કરીને જતી રહેતી. આમને આમ પરીક્ષા પુર્ણ થાય છે. રુહાન જીજ્ઞાના આ વર્તનથી ખુબ જ નારાજ હતો પરંતુ સાથે સાથે રુહાનનુ એવુ પણ માનવુ હતુ કે જીજ્ઞાની અંદર કોઈતો એવી વાત ખટકી રહી છે જેનાથી એ મારી સાથે અજનબી વ્યક્તિ જેવો વ્યવહાર કરી રહી છે. પરીક્ષા પુર્ણ થતાજ કોલેજમાં વેકેશનની શરૂઆત થવાની હતી. રુહાન જીજ્ઞા માટે રોજ હોસ્ટેલ આવતો અને કલાકો સુધી એની રાહ જોતો પરંતુ જીજ્ઞા તેને ન મળતી. દરેકના મનમાં એક જ સવાલ હતો કે સ્વપ્ન તુટવાની સાથે દોસ્તીનો શુ સબંધ છે કે જીજ્ઞા હવે રુહાનને મળવા નથી માગતી.
હોસ્ટેલ રૂમમાં.
જીજ્ઞા તુ જે કઈ પણ કરી રહી છે એ ખોટુ કરી રહી છે. માન્યુ કે જે કંઈ પણ ઘટના બની તેનાથી તને અને તારા સ્વપ્નને ઘણુ નુકશાન થયુ છે પરંતુ એમાં રુહાનનો શુ વાક છે કે તુ એની સાથે આવુ વર્તન કરી રહી છે...બેડ પર બેઠા બેઠા પુસ્તક વાચી રહેલી જીજ્ઞાને બારી પર રુહાનને જીજ્ઞાની રાહ જોઈ રહેલા રુહાનને જોઈને પુર્વીએ કહ્યુ.
જીજ્ઞા થોડીવાર ચુપ રહી. પોતાની બુકનુ એક પેજ વાચવાનુ પુર્ણ કર્યુ અને પછી પુર્વીના પુછેલા સવાલનો જવાબ આપ્યો.
રુહાનનો આમા કોઈ દોષ નથી એટલે જ હુ એનાથી દુર થવાનુ માંગુ છું...જીજ્ઞાએ કહ્યું.
પુર્વી આ જવાબ સાંભળી બારી પાસેથી જીજ્ઞા પાસે આવી અને કહ્યું.
મતલબ શુ છે આ વાતનો સમજાવશો...પુર્વીએ ફરી સવાલ કરતા કહ્યું.
મતલબ એ જ પુર્વી કે રુહાન મારા સ્વપ્નને પુરા કરવા માટે પોતાના કેરિયર પર ધ્યાન નથી આપી રહ્યો એ મારા સ્વપ્નની પાછળ એની જીંદગી બગાડી રહ્યો છે એટલે હુ એનાથી દુર થવા માંગુ છું જેથી તે તેના કેરિયર પર ધ્યાન આપે. અને તને ખબર ના હોય તો કહી દઉં કે રુહાન મને પ્રેમ કરવા લાગ્યો છે અને હુ પ્રેક્ટીકલ વિચાર વાળી વ્યક્તિ છુ અને મને એટલી ખબર પડે છે કે આ પ્રેમનુ કોઈજ ભવિષ્ય નથી. એટલે પાછળથી વધારે દુઃખી થવા કરતા અત્યારે જ બધુ સહન કરી લેવુ સારૂ...જીજ્ઞાએ ભાવુક્તા સાથે પુર્વીને સમજાવતા કહ્યું.
એ તો બધાને ખબર છે કે રુહાન તને પ્રેમ કરે છે પરંતુ કદાચ હુ જે જાણુ છું તે કોઈને નથી ખબર. અને હા તને ખબર છે પરંતુ તુ જાણી જોઈને અજાણી બની રહી છે...પુર્વીએ કહ્યું.
મતલબ હુ કઈ સમજી નહીં ...જીજ્ઞાએ આશ્ચર્ય સાથે કહ્યું.
મતલબ કે રુહાન તને પ્રેમ કરે છે ઓકે...?...પુર્વીએ કહ્યું.
ઓકે...જીજ્ઞાએ જવાબમાં કહ્યું.
તુ એને પ્રેમ નથી કરતી...પુર્વીએ જીજ્ઞાને કહ્યું.
જીજ્ઞા આ વાત સાંભળી થોડીક ભાવુક થાય છે અને કહે છે...ના બિલકુલ નહીં તને કેમ આવુ લાગે છે.
જીજ્ઞા તુ મને જુઠ કહી રહી છે કે પોતાની જાતને ...પુર્વીએ કહ્યું.
આ સંવાદ અહી જ અટકી જાય છે. બીજા દિવસે કોલેજમાં વેકેશન પડવાથી બધા પોત પોતાના ઘરે જઈ રહ્યા હોય છે. પુર્વી રુહાનને જીજ્ઞાને અજાણ રાખીને ફોન દ્વારા જાણ કરે છે કે અમે લોકો આજે ઘરે જઈ રહ્યાં છીએ . રુહાનને આ વાતની જાણ થવાથી પોતાનુ બુલેટ લઈને ખુબ જ ઝડપથી જીજ્ઞાને મળવા માટે હોસ્ટેલ જવા નિકળે છે એણે એ વાત સમજાઈ નહોતી રહી કે જીજ્ઞા આવુ વર્તન શા માટે કરી રહી છે. જીજ્ઞાના મામા બંનેને લેવા હોસ્ટેલ પહોચે છે. બંને પોતાનો સામાન કારમા મુકે છે. પુર્વી રુહાનની રાહ જોઈ રહી હતી પરંતુ હવે જીજ્ઞાના મામા આવી ગયા હોવાથી એનો કોઈ જ અર્થ રહ્યો નહોતો. બંને ઘરે જવા કારમાં બેસે છે. જેવોજ રુહાન પોતાના પ્રેમને મળવા પહોચે છે તેના સામે જીજ્ઞા અને પુર્વી અમદાવાદ તરફ જવા રવાના થઈ જાય છે.
રુહાન જીજ્ઞાના આ વર્તનથી ખુબ જ નારાજ અને દુઃખી હતો.

આમ, અત્યારે બંનેના સબંધો અને જીંદગી તેમને કંઈ બાજુ લઈ જઈ રહી હતી તે જ નહોતુ સમજાઈ રહ્યું. રુહાન ગમે તેમ કરીને જીજ્ઞાનુ સ્વપ્ન પુરૂ કરવાની કસમ લઈ ચુક્યો હતો અને આ તરફ કારમાં ઘરે જઈ રહેલી જીજ્ઞા હવે રુહાનનો સમય અને કેરિયર ન બગડે તેના માટે તેનાથી દુર રહેવાનો દ્રઢ નિર્ણય કરી ચુકી હતી.
જોવુ રહ્યુ કે બંનેનો પ્રેમ અને દોસ્તી બંનેને કયા મોડ પર લઈ જાય છે. જીજ્ઞાનુ સ્વપ્ન પુર્ણ થશે કે કેમ ? બંનેના ફરીથી પહેલા જેવા સબંધો થશે કે નહીં અને જો થશે તો કંઈ રીતે ? સંજયસિહ કઈ રીતે બંનેને નડતરરૂપ બને છે વગેરે જેવા ઘણાબધા પ્રશ્નોના જવાબ જાણવા માટે વાચતા રહો બે પાગલના આગલા ભાગો.

ખુબ ખુબ ધન્યવાદ તમારો મને દિલ ખોલીને સહકાર આપવા બદલ. આમ જ સહકાર આપતા રહેજો.
। જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।
STORY FIRST HALF IS FINISH

NEXT PART NEXT WEEK
BY:- VARUN SHAHNTILAL PATEL



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED