Be Pagal - 2 books and stories free download online pdf in Gujarati

બે પાગલ ભાગ ૨

જો તમે આ વાર્તા નો પ્રથમ ભાગ ન વાચ્યો હોય તો પહેલા એ ભાગ વાચવા તહે દિલથી વિનંતી .
શરૂઆત ત્યાથી જ્યાથી આપણી વાર્તા અટકી હતી.
જીજ્ઞા પોતાનુ જમવાનુ અધુરૂ મુકીને ટેરીસ પર જતી રહે છે. તેના મમ્મી ગીરઘનભાઈના આદેશ અને તેમીની સામે ન થવાના નિયમને કારણે જીજ્ઞાને રોકી નથી શક્તા અને પોતે પણ ભાવુક થઇ જાય છે. પરંતુ બાજુમાં બેઠેલા પોતાના દસ વર્ષીય છોકરાને આ વાતાવરણ કંઈક અજુકતુ ન લાગે એના કારણે પ્રેમીલાબેન એક પણ આશુ પોતાની આખ પર દેખાવા નથી દેતા .
થોડો સમય વીતે છે. ગીરધનભાઈ રાતનુ ભોજન લઇને બહાર જતા રહે છે. ગીરધનભાઈ એ વેપારી હોવાની સાથે ઘણી બધી સામાજીક સંસ્થાઓના પ્રમુખ પણ હતાં. ગીરધનભાઈની ઓળખાણ એ પોલીટીક્લી ખુબ જ સારી હતી .
ટેરીસ પર બેઠેલી જીજ્ઞાનુ જમવાનુ લઈ ને પ્રેમીલાબેન ટેરીસ પર આવે છે. જીજ્ઞાના માથા પર વહાલરૂપી હાથ ફેરવતા કહે છે.
ભુખ લાગી હશે બેટા જમી લે...પ્રેમીલાબેને કહ્યું.
મારે નથી જમવુ મને ભુખ નથી... જીજ્ઞાએ વળતા જવાબમાં પ્રેમીલાબેનને કહ્યું.
કોઈ વાંધો નહીં તારે ના જમવુ હોય તો મારે પણ નથી જમવુ ચાલ આપણે બંન્ને સાથે ઉપવાસ કરીએ... પ્રેમીલાબેને દરેક માતાઓની જેમ ઈમોશનલ બ્લેકમેલ નામનુ હથિયાર ચલાવતા કહ્યું.
બસ છેલ્લે દુનિયાની દરેક દરેક મા પાસે આ હથિયાર તો છે અને એ તમને સારી રીતે ચલાવતા તો આવડે જ છે... જીજ્ઞાએ કહ્યું.
આમ અંતે પ્રેમીલાબેનના આ હથિયાર સામે જીજ્ઞા ઘાયલ થઈ જ જાય છે. બંને સાથે ભોજન લે છે.
થોડિવાર પછી માં અને દિકરી વચ્ચે ટેરીસ પર સંવાદની શરૂઆત થાય છે. જીજ્ઞાનો નાનો ભાઈ પણ ત્યા જ બેઠો હોય છે અને બધુ સાંભળતો હોય છે.
હુ બસ એજ વિચારુ છુ કે મારા જીવનનો કયો એવો નિર્ણય છે જે મે પોતે સ્વતસ્વતંત્રતાથી લીધો હોય... જીજ્ઞાઅે ભાવુકતાથી પોતાની મમ્મીને આ સવાલ કર્યો. એવુ કેમ વિચારે છે દિકરા... પ્રેમીલાબેને જીજ્ઞાના માથા પર હાથ ફેરવતા કહ્યું .
તો બિજુ શુ વિચારુ મમ્મી કેમ કે મારા જીવનના બધા નિર્ણયો તો મારા પપ્પા અને સગા સબંધીઓ જ લે છે મને તો ક્યા કોઈ નિર્ણય લેવા જ દિધો છે. આ દુનિયામાં લોકો ને એની ક્યા પરવા છે કે પોતાની દિકરીને શુ કરવુ છે. બધા બાપને તો બસ પોતાની ઈજ્જત અને આબરૂની જ પડી છે ...જીજ્ઞાએ દબાયેલા અવાજમાં કહ્યું.
જો આ બધુ તુ વિચારવાનુ છોડી દે અને અંદરથી થોડી શાંત થઈ જા...પ્રેમીલાબેને કહ્યું.
કાળકા માં શાંત થઈ જાવ અહીં કોઈ શંકર ભગવાન નથી તમને શાંત કરવા વાળા...ભાઈ જૈનિલે મસ્તી કરતા કહ્યું .
તુ છોકરો છે એટલે તને નહી સમજાય ગાંડા કામ કર તારૂ ...જીજ્ઞાએ પોતાના નાના ભાઈભાઈને કહ્યું.
જો દિકરા જ્યારે પરિસ્થિતિ આપણા થી હેન્ડલ ન થાય એવી હોય ત્યારે બધુ જ ભગવાન પર છોડી દેવુ જોઈએ ...પ્રેમીલાબેને જીજ્ઞાને એક આશ આપતા કહ્યું .
મતલબ હવે હું ફિલ્મ લેખક અને ફિલ્મ મેકર બનવાના મારા બધા સ્વપ્નાઓ ભગવાન પર છોડીને પિતાના આદેશનુ પાલન કરવા હોસ્ટેલ જઈ ને બી.એસ.સી ચાલુ કરી દઉં. અને હાં મને અત્યારે યાદ આવ્યુ કે આમેય મારી પાસે બિજો વિકલ્પ પણ ક્યા છે નહીં તો મારે લગ્ન કરવા પડશે...જીજ્ઞાએ મેણારૂપી આ સવાલો પોતાના મમ્મીને કર્યા.
સાચુ કહ્યું દિકરા તારા પિતાની તારા લગ્નની વાત પર તો હુ પણ સહેમત નથી ...પ્રેમીલાબેને કહ્યું.
તારા કે મારા સહેમત હોવા ન હોવાથી પપ્પાને થોડો કઈ ફર્ક પડે છે...જીજ્ઞાએ પોતાની મમ્મીને કહ્યું.
એ જે હોય તે પરંતુ મને એટલી ખબર પડે છે કે હજુ તારી પાસે ત્રણ વર્ષ છે તારા આ સ્વપ્નાઓની પાછળ મહેનત કરવા માટે ...પ્રેમીલા બેને પોતાની દિકરીને આશા દેતા કહ્યું.
અને પછી ...જીજ્ઞાએ પોતાની મમ્મીને સવાલ કરતા કહ્યુ .
પછી ની વાત પછી પણ ત્રણ વર્ષ સુધી તો તુ એકદમ સ્વતંત્ર છે તારે બી.એસ.સી ભણવુ ન ભણવુ તારા ઉપર છે પરંતુ હા એ ત્રણ વર્ષ તુ તારી જીંદગીને ભરપુર જીવી લે જે પછી કોને ખબર શુ થશે...ખબર નહીં કેમ પરંતુ પ્રેમીલાબેને આ વાક્ય ભાવુક થઇને કહ્યું.
પ્રેમીલા બેન જીજ્ઞા અને જૈનિલ થી કઈક છુપાવી રહ્યા હતા ખબર નહીં એ રહસ્ય શુ હતુ .
આમને આમ સંવાદ થોડો આગળ ચાલે છે અને પછી પ્રેમીલાબેન જીજ્ઞાને બહાર ભણવા જવા માટે મનાવી લે છે અને જીજ્ઞા અને જૈનિલને પ્રેમીલાબેન પોતાની બાહોમા લઈ એવો વહાલ કરે છે જાણે પછી ક્યારેય આ મોકો મળવાનો જ ન હોય.
બે દિવસો પછી. જીજ્ઞા અને પુર્વી નુ એડમિશન વડોદરાની એક સારી કોલેજમાં થઈ ગયુ હતું . બંન્નેની રહેવાની વ્યવસ્થા પણ ત્યાની એક પ્રસિદ્ધ અને સુરક્ષિત girls હોસ્ટેલમાં કરી દેવામાં આવી હતી.
લગભગ તે દિવસના સવારના 8:30 વાગ્યા હતા. જીજ્ઞાના મામાની ઈનોવા કાર જીજ્ઞાના ઘરની એકઝેક્ટ સામે ઉભી હતી. જીજ્ઞાના મામા કારની પાછડની ડેકીમાં જીજ્ઞાનો સામાન સારી રીતે મુકી રહ્યા હતા. જીજ્ઞાએ જે કોઈ પણ વસ્તુ લેવાની હતી તે લઈને કારમાં મુકવા માટે પોતાના મામાને આપી દિધી હતી. જીજ્ઞાના મામી એમની દિકરી પુર્વી અને ગીરધનભાઈ અંદર ઘરમાં સોફા પર બેઠા હતા. રસોડા માંથી બહાર આવીને પ્રેમીલાબેને બધાને ચા આપી અને બહાર સામાન મુકનાર જીજ્ઞાના મામાને પણ ચા પીવા માટે અંદર બોલાવ્યા. જીજ્ઞા પોતાના રૂમમાંથી પોતાની એ બુકુ લઈને આવે છે જેમા એણે કહાનીઓ લખી હતી અને એ બુકુ પહેલા એકવાર ગીરધનભાઈએ કચરાપેટીમાં ફેકી દિધી હતી જેથી જીજ્ઞા આવા સ્વપ્નો ન જુઓ. જીજ્ઞા એ બુકો લઈને પોતાના રૂમની બહાર આવે છે અને પોતાના મામાને કહે છે...
આ બુકો ક્યા મુકુ મામા...જીજ્ઞા. ત્યા વચ્ચેની સીટ પર મુકી દેને ગમે ત્યાં દિકરા...જીજ્ઞાના મામાએ કહ્યું.
જીજ્ઞા પોતાના પિતાને ખબર ના પડે કે આ એજ બુકો છે જે એમણે ફેકી દિધી હતી એટલે એ બુકોને સાવધાનીથી સંતાડિને જીજ્ઞા દરવાજા તરફ આગળ વધે છે ત્યા જ ગોરધનભાઈ ને એ બુકો વિષે યાદ આવતા જીજ્ઞાને સાદ પાડી રોકે છે.
એક મિનિટ જીજ્ઞા અહીંથી બુકો ક્યા લઈ જવાની છે ત્યા આપવાના જ છે ને બધી જરૂરી બુકો. તો આ બુકો સેના માટે...ગીરધનભાઈ એ જીજ્ઞાને જાણી જોઈને સવાલ કર્યો.
જીજ્ઞા ગોરધનભાઈ ના આ સવાલથી ગભરાઈને કોઈ જવાબ ના આપી શકી. ગીરધનભાઈ પોતાની જગ્યા પરથી ઉભા થઈને જીજ્ઞા પાસે જાય છે અને તેના હાથમાંથી તેની લખેલી બધી બુકો લઈ લે છે અને જીજ્ઞાને એક તમાચો ચોડી દે છે. આ તમાચાથી જીજ્ઞાની આખમાં આસુ આવી જાય છે અને ત્યા બેઠેલા તેના મામા, મામી અને બેન આ દ્રશ્ય જોઈને હેરાન થાય છે. પ્રેમીલાબેન દોડીને જીજ્ઞા પાસે આવે છે અને એ જીજ્ઞાને પોતાની બાહોમા સમાવી લે છે અને જીજ્ઞાના માથે વહાલરૂપી હાથ ફેરવીને ગોરધનભાઈ ને કહે છે. શુ તમે પણ ગમે ત્યારે નાની વાત આમ દિકરીને હેરાન કરો છો.
જીજ્ઞાની આખમાં આસુ હતા.
તમને હજાર વખત ના પાડી છે કે આવા નિચ કામો નહીં કરવાના અને આ બધુ કરવાની ઓકાત અને તાકાત છોકરીઓની નથી. છોકરીઓને લગ્ન કરીને ઘર સંસાર ચલવવાના હોય સમજી આતો મારો ઉપકાર માંડ કે હુ તને ભણાવુ છુ. બહાર રાહ જોવુ છુ ફટાફટ કારમાં બેસી જજે અને જો ત્યા તે ભણવા સિવાય બિજુ કઈ કામ કર્યું છે તો તારી ખેર નથી સમજી ... ગીરધનભાઈ એ પોતાના ઘમંડ અને ગુસ્સા સાથે આ વાત કહી.
ગીરધનભાઈ બહાર બધી બુકો સાથે લઇને જતા રહે છે . જીજ્ઞાના મામા અને મામી અને તેમની છોકરી ઉભા થઈને જીજ્ઞા પાસે આવે છે અને જીજ્ઞાને કહે છે.
માફ કરી દે જે દિકરા કે અમને ખબર છે કે જમાઈ આ ખોટુ કરી રહ્યા છે છતા અમે તેમને માન સન્માન અને સાચુ કહુ તો ડર ના કારણે કઈ પણ કહી નથી શક્તા ...જીજ્ઞાના મામાએ સહાનુભૂતિ દેખાડતા કહ્યું.
જીજ્ઞાના મામા ,મામી અને પુર્વી પણ બહાર જાય છે. ત્યાર બાદ જીજ્ઞાની મમ્મી જીજ્ઞાને ફરીથી તાકાત આપે છે અને સમજાવે છે.
મને ખબર છે કે તુ અંદરથી ખુબ જ દુઃખી છે દિકરા પણ તુ ચિંતા ના કર હુ તારા ચોપડા તને છાનામાના મોકલાવી દઈશ બસ તુ મને ખાલી વચન આપ કે ત્યા તુ તારી પોતાની જીંદગી જીવીશ તારા પિતાની નહીં. પ્રેમીલાબેને જીજ્ઞાની આખના આસુ લુછતા લુછતા કહ્યું.
પ્રેમીલાબેનની આટલી વાત થતાજ બહારથી ગોરધનભાઈનો સાદ સંભડાયો જલ્દી કરો બંન્ને માં દિકરીઓ મોડુ થાય છે.
હા આવી કહેતા પ્રેમીલાબેન જીજ્ઞાનો ચહેરો સાફ કરે છે અને તેને પાણી પીવડાવે છે. બંન્ને સાથે બહાર આવે છે અને જે દ્રશ્ય જુએ છે એ જોઈને જીજ્ઞા અને તેની મમ્મી ખુબજ દુઃખી થાય છે. એ દ્રશ્ય એમ હતુ કે જીજ્ઞાએ નાનપણથી જે મહેનત કરીને પોતાની જાતથી જે વાર્તાઓ લખી હતી એ બુકુ ગીરધનભાઈ એ પાચ મીનીટમાં જ કોઈ પણ જાતનો વિચાર કર્યો વગર પોતાના ઘર પાસે આવેલી કચરા પેટીમાં નાખી દિધી હતી. કચરા પેટી તરફ જોઈને જીજ્ઞા એની મમ્મી તરફ ડરની નજરોથી જુએ છે. સામે તેની મમ્મી જીજ્ઞાને આખોના પલકારા દ્રારા એવી સહાનુભૂતિ આપે છે કે તુ ભણવા જા એ બધુ હુ સંભાળી લઈશ અને તારી આ મહેનતને હુ મોકો મળતાજ તારી પાસે મોકલી આપીશ.
જીજ્ઞા આગળ વધીને જેવો જ કારનો દરવાજો ખોલીને કારમાં બેસવા જાય છે ત્યાજ આપણી વાર્તાના લોક લાડિલા એવા ચંપાબા પોતાની ખાટમાંથી બેઠા બેઠા બોલ્યા.
પ્રેમીલા અત્યારની છોકરીઓ ખુબ બગડી ગઇ છે એમને એવી ખબર ના પડે કે થોડુક ડોશીઓનુ પણ માન રાખતુ જવાય...કટાક્ષ કરતા ચંપાબાએ જીજ્ઞાને સંભળાવ્યું.
જીજ્ઞા આટલુ સાંભળતા જ ચંપાબા પાસે જાય છે અને તેમને પગે લાગે છે અને કહે મારા જેવી છોકરીઓ છે જે હજુ બગડી નથી બા...હા ખુશ રે દિકરા સાથે મીઠુડા લેતા લેતા ચંપાબા બોલ્યા.
નંબર લઈને આવજે દિકરા આશિર્વાદ દેતા... ચંપાબા ફરી બોલ્યા.
જીજ્ઞા કારમાં બેસે છે અને કાર અમદાવાદની પોળથી વડોદરા તરફ જવા રવાના થાય છે. પ્રેમીલાબેનને જૈનીલ ભણવા ગયો હોવાથી ઘરે જ રહેવુ પડે છે.
કારમાં બેઠેલી જીજ્ઞાનુ શરીર જરૂર કારમાં હતુ પરંતું એની આત્મા તો એ કચરા પેટીમાં જ હતી જ્યા તેની બુકો કરણા આત્મા પડી છે એમ કહુ તો પણ ખોટુ ના કહેવાય.

આમ અંતે ગીરધનભાઈની જીદ અને એમના જુના રીવાજો સામે જીજ્ઞાને ઝુકવુ જ પડ્યુ અને વડોદરા હોસ્ટેલમાં પોતાના સ્વપ્નો મુકીને જવુ જ પડ્યુ પરંતુ જીજ્ઞાના સ્વપ્નાઓનો સફર અહી જ નથી રોકાવાની પરંતુ ત્યા વડોદરા જીજ્ઞાના આ સ્વપ્નાઓને આપણી કહાનીના બીજા પાત્ર રુહાન દ્વારા ખુબજ મોટી ઉડાન મળવાની છે. પરંતું હા આ ઉડાન માટે જીજ્ઞા અને રુહાનને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ ઉડાન લાંબા સમય સુધી ટકે છે કે નહીં તે પણ જોવુ રહ્યુ.
જીજ્ઞા પોતાના સ્વપ્નો ની તો લડાઈ લડી જ રહી હતી પરંતુ સાથે સાથે આપણી આ સોસાયટી મા જે છોકરીઓ વિરોધ ના ખોટા વિચારો બંધાયા છે. કે છોકરીઓથી કઈ ન થાય એ વિચારધારા પણ બદલવાની આ લડાઈ હતી. આ લડાઈ જીજ્ઞા મુશ્કેલીઓનો સામનો કરતાની સાથે કંઈ રીતે લડશે અને ખુબજ જલ્દી જીજ્ઞા અને રુહાનના પ્રેમ પ્રકરણ અને પાગલપણા માટે વાચો ૨ પાગલ ભાગ ૩ ખુબ જ જલ્દી ...

BY:- VARUN SHANTILAL PATEL
PART 3 COMING SOON

બીજા રસપ્રદ વિકલ્પો