Be pagal - 7 books and stories free download online pdf in Gujarati

બે પાગલ - ભાગ ૭

બે પાગલ ભાગ ૭

જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
રાતની પાર્ટી બાદ આજે બીજો દિવસ છે. આજે રવીવાર છે. આજે હોસ્ટેલમાં રહેતા દરેક વિદ્યાર્થીઓને વાલી મળવા આવી રહ્યા છે અને જીજ્ઞા અને પુર્વી પણ હોસ્ટેલના ગેટની સામે આમથી આમ ચક્કર લગાવતા લગાવતા પોતાના માતા પિતાની રાહ જોઈ રહ્યાં છે. જીજ્ઞાને તેના પપ્પાની તો નહીં પરંતુ મમ્મી અને નાના ભાઈની રાહ હતી કે ક્યારે એ લોકો આવે અને હું મળુ.
તુ ચિંતા ના કર મમ્મી પપ્પા, ફુવા અને ફૈ બધા સાથે જ આવતા હશે એટલે કદાચ વાર લાગી હશે...પુર્વીએ જીજ્ઞાને કહ્યુ.
તુ બોલે તે સાચુ હોય તો સારૂ બાકી પપ્પાનુ કંઈ નક્કી નહીં તેમને દુનિયાના બધા કામ પહેલા અને પછી હુ...જીજ્ઞાએ કહ્યું.
બંને વચ્ચે સંવાદ ચાલતો હતો ત્યા ગેટની બહાર આવતી પુર્વીના પપ્પાની કાર દેખાઈ. કાર જોઈ બંનેની અંદર ઉમંગ અને ખુશીની લહેર છવાઈ ગઈ. કાર સાઈડમા પાર્ક થઈ અને આ બાજુ બંન્ને પોતાના વાલીને મળવાની ખુબ જ ઉત્સુકતા હતી. પરંતુ કારમાથી ફક્ત પુર્વીના મમ્મી પપ્પા જ ઉતર્યા જીજ્ઞાના મમ્મી પપ્પા નહોતા આવ્યા. આ દ્રશ્ય જોઈ જીજ્ઞા થોડિક નારાજ થઈ. પુર્વીને પણ તેની નારાજગી સાફ સાફ દેખાઈ રહી હતી. પૂર્વીના મમ્મી પપ્પા હોસ્ટેલના મેઈન ગેટથી અંદર આવે છે. પુર્વી અને જીજ્ઞા બંન્ને મમ્મી પપ્પાને પુરા આદર સાથે પગે લાગે છે.
કેમ છે દિકરા...જીજ્ઞાને પુર્વીના પપ્પાએ કહ્યું.
બસ મજામા મામા. કેમ મમ્મી- પપ્પા નથી આવવાના...જીજ્ઞાએ કહ્યું.
ના બેટા એ આજે ક્યાય બહાર કામથી જવાના હતા એટલે કાલે રાતે મને (પોતાના હાથમાની એક બેગ જીજ્ઞાને આપી) આ આપી ગયા હતા બેન. આમા કદાચ નાસ્તો અને બીજી કોઈ વસ્તુ છે આને પહેલા ઉપર મુકી આવ પછી શાંતિથી બેસીઓ હો દિકરા જા...પુર્વીના પપ્પાએ લાડથી કહ્યું.
જીજ્ઞા પોતાનો અને પુર્વીનો બધો જ ધરેથી આવેલો સામાન લઇને ઉપર પોતાના રૂમ પર મુકવા જાય છે. જીજ્ઞાની અંદર નારાજગી અને પોતાના પિતાને પ્રત્યેનો ગુસ્સો લઈને જીજ્ઞા રૂમની અંદર પ્રવેશ કરે છે. પુર્વીનો સામાન સરખી રીતે મુકીને નારાજ જીજ્ઞા પોતાના સામાન સાથે પોતાના બેડ પર બેસે છે અને ધીમુ રડવા લાગે છે. જીજ્ઞાને એની મમ્મી ખુભજ વહાલી હતી અને એનુ મળવા ન આવવુજ જીજ્ઞા માટે દુઃખ દાયી હતુ.
અફસોસ છે કે હુ મારી જીજ્ઞા માટે કંઈ પણ કરી નથી શક્તો અને જમાઈને પણ કંઈ કહી નથી શક્તો...બહાર પુર્વીના પિતાએ જીજ્ઞા માટે કહ્યું.
આટલી સરસ અને સારી છોકરી છે અને ગીરધનકુમારને શુ તકલીફ છે એજ નથી ખબર પડતી...પુર્વીના મમ્મીએ જીજ્ઞા માટે કહ્યું.
Don't worry પપ્પા અમે અહીંથી જીજ્ઞાના સ્વપ્નને સાકાર કરવા કોશિશ કરી રહ્યા છીએ બસ તમે એટલુ ધ્યાન રાખજો કે ધરે ગીરધનફુવાને કઈ જાણ ન થાય...પુર્વીએ કહ્યું .
આ બાજુ રૂમમા બેઠેલી જીજ્ઞાને રડવાની સાથે સાથે ગુસ્સો આવે છે અને પોતાના ધરેથી આવેલા સામાનની બેગ ઉપાડીને ત્યાને ત્યા ઘા કરે છે. ઘા કરતાની સાથે એ બેગમાથી ગીરધનભાઈએ જે જીજ્ઞાની બુકો ફેકી દિધી હતી તે બુકો બહાર આવે છે અને સાથે જીજ્ઞાની મમ્મી એટલે કે પ્રેમીલાબેનની લખેલી એક ચિઠ્ઠી પણ બહાર નિકળે છે અને એ ચિઠ્ઠી જોતા જીજ્ઞાનો ગુસ્સો થોડોક શાંત થાય છે અને પોતાની લખેલી કહાની વાળી બુકો જોઈને ખુશ થાય છે અને બધી બુકો વ્યવસ્થિત મુકીને પોતાની મમ્મીની મોકલેલી ચીઠ્ઠી ખોલે છે અને વાચવાની શરૂઆત કરે છે.
જીજ્ઞાએ ચિઠ્ઠી વાચવાની શરૂઆત કરી.
જય શ્રી કૃષ્ણ દિકરા. અમે અહીં મજામા છીએ અને આશા છે કે તુ પણ ત્યા મજામા જ હશે. મને માફ કરી દે જે દિકરા કે હુ તને મળવા ન આવી શકી. દિકરા ખોટુ ન લગાડતી તુ તો તારા પિતાને જાણે જ છે એમને આજે તને મળવા આવવાનુ ઠિક ન લાગ્યુ અને તારા ભાઈને પ્રાણી સંગ્રહાલય ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી લીધો. તને તો ખબર જ છે કે એમનો પ્રોગ્રામ કોઈ વાતે કેન્સલના થાય. પણ તુ ચિંતા ના કર હુ જલ્દી જ સમય મળતા જ તને મળવા આવીશ. અચ્છા એ બધુ જવા દે દિકરા તુ મને એ બતાવ કે તારી સ્વતંત્રતા કેવી ચાલી રહી છે. આમ તો ગબ્બરને કોણ રોકી શકે હે દિકરા. (ગબ્બર શબ્દ વાળી લાઈન વાચીને જીજ્ઞાની આખમાં આસુ અને મો પર હસી આવી જાય છે.) તારી બધી બુકો મે મોકલાવી છે મન મુકીને લખજે દિકરા અહીંની તુ કાઈ ચિંતા ના કરતી. મારા આશિર્વાદ હંમેશા તારી સાથે છે. તારૂ ધ્યાન રાખજે જય શ્રી કૃષ્ણ.
આખમા આવેલા આસુ લુછતા લુછતા પોતાના જીવ કરતા પણ વહાલી એવી પોતાની લખેલી દરેક બુકો પોતાના કબાટમાં મુકે છે સાથે તેની મમ્મીએ મોકલાવેલ નાસ્તો પણ કબાટમાં મુકે છે. જીજ્ઞા અંદરો અંદર ખુબજ મોટી લડાઈ લડી રહી હતી કેમકે તેના પિતાના દરેક નિર્ણયો જીજ્ઞાની જીંદગીના દરેક સ્વપ્નલક્ષી પળ છીનવી રહ્યા હતા. સમય પુર્ણ થતા મુલાકાત સમય પુર્ણ થાય છે. પુર્વીના પિતા અને મમ્મીને બંન્ને વિદાય દે છે.
રવીવારનો દિવસ એટલે રવીના ફ્લેટે આપણી વાર્તાના ત્રણેય હિરો ભેગા થયા હતા. રવી અને રુહાન બંન્ને પોત- પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા. મહાવીર પોતાના મોબાઈલમાં ટીક ટોક જોઈ રહ્યો હતો અને તેરી પ્યારી પ્યારી દો અખીયા ગીતની સાથે પોતાનુ મો થોડિવાર ડાબી સાઈડ લઈ જાય અને થોડીવાર જમણી સાઈડ તમે સમજી જ ગયા હશો કે એ શુ કરતો હશે. રુહાનનુ ધ્યાન મહાવીરના ફેસ દ્વારા થતા ડાન્સ તરફ જાય છે.
ઓ ભાઇ શુ આમ ઓલુ કારમાં મોઢુ હલાવતુ કુતરૂ હોય એની જેમ ડોકુ હલાવી રહ્યો છે...રુહાને કહ્યું.
બે તને આમા ના ખબર પડે આજ કાલ આ સોંગ અને આ સ્ટેપનો ટ્રેંડ ચાલી રહ્યો છે...મહાવીરે કહ્યું.
તુ ટ્રેંડ નુ છોડ અને ટ્રેડમીલ પર દોડવાનુ ચાલુ કર તો તારો આ જે પેટવધારો થયો છે તે ઓછો થાય...રવીએ કહ્યું .
એ બધુ છોડો અને ચાલો આપણે પણ તેરી પ્યારી પ્યારી દો અખીયા પર વિડિયો બનાવીએ...મહાવીરે કહ્યું.
ઓ ભાઇ આટલા બધા વજન સાથે વધારે ઉડવાનુ બંદ કર નીચે પડી જઈશ. ગીતા શબ્દો શુ છે તેરી પ્યારી પ્યારી દો અખીયા દો ચડિયા નહીં અને તારી સાથે ડાન્સ કરવા કરતા તો હુ આપણા ગામના મુળાભા સાથે ડાન્સ ના કરૂ. તારા કરતા તો એમનો કુર્તો પણ સારો નાચે છે...રુહાને કહ્યું.
અને ભાઈ તુ આમ તેમ મોઢુ ના હલાવ તારા ડરથી તો માખીઓ એ પણ ઉડવાનુ બંદ કરી દિધુ છે...રુહાનની પાછળ જ રવીએ પણ મહાવીરની મજાક ઉડાવતા કહ્યુ.
મજાક સહન ન થતા મહાવીરને ખોટુ લાગી ગયુ અને મહાવીર દરવાજા તરફ ચાલતો થયો.
તમે લોકો હવે મારા દોસ્ત નથી રહ્યા હુ જાવ છું...મહાવીરે ખોટુ લગાડતા કહ્યું.
જતા મહાવીરને રોકતા રુહાને કહ્યું...ઓ મારી જાન રૂક જા સી...સી... સી...સી...રુહાનને અટકાવતા રવી બોલ્યો.
ભાઈ આટલી વારમાતો શાહરૂખ ખાન પત સીમરન રૂક જા બોલી નાખે છે અને તુ હજુ સી સી જ કરે છે...રવીએ કહ્યું.
પણ શુ કરૂ આ જાડ્યાને જોઈને મોઢામાંથી સીમરન નીકળતુ જ નથી સાલો સીમરનના બાપ જેવો લાગે છે...રુહાને કહ્યું.
એટલે તમે મને રોકવા માગો છો કે પછી હુ જાવ...મહાવીરે રૂહાન અને રવી તેને રોકશે તેવી આશાએ પુછ્યું.
ના ભાઈ તુ જાતો હોય તો જા હો બટા નિકળ ખાલી જતા જતા દરવાજો બંધ કરતો જજે અને રવી આપણે પબ્જી ચાલુ કર...જાણી જોઈને પબ્જીનુ નામ લઈ રુહાન બોલ્યો. કેમકે મહાવીરને પબ્જીનુ નામ પડતાજ રમવાની ઈચ્છા થઈ જતી.
મહાવીર એક જ સેકન્ડમાં બધુ ભુલી પોતાનો મોબાઈલ લઇ બેડ પર પબ્જી રમવા માટે ગોઠવાઈ ગયો.
કેમ લા તુ તો જતો હતો ને ...રવીએ કહ્યું .
હા પણ પછી મને તમારા પર દયા આવી ગઈ કે બીચારા એકલા શુ કરશે એટલે આપણે પ્રોગ્રામ કેન્સલ કરી દિધો. અને તુ એ વાત છોડને પબ્જી ચાલુ કર...મહાવીરે કહ્યું.
ત્રણેય જેવા જ પબ્જી ચાલુ કરે છે ત્યા રુહાનને જીજ્ઞાનો ફોન આવે છે.
બે યાર આનુ ફરી ચાલુ થયુ...રવી અને મહાવીરે પબ્જી ન રમવાની નીરાશા સાથે કહ્યું.
હા બોલને જીજ્ઞા શુ કામ હતુ કંઈ...રુહાને ફોન કરતા કહ્યુ.
જો રુહાન આજે તુ અમારી સાથે ના રમ્યો એટલે મા કસમ આપણા સબંધ પુરા...મહાવીરે રુહાનને ઈમોશનલ બ્લેકમેલ કરતા કહ્યુ.
સાચુ હો હુ પણ તારી સાથે છું...રવીએ કહ્યુ.
ભાઈ બે મિનિટ શાંતિ રાખોને ક્યાય જતો તો નથી રહ્યો ને જરૂર રમીશુ આપણે...રુહાને જીજ્ઞાને આ બધી વાત ના સંભળાય એટલે ફોનના સ્પીકર પર હાથ રાખતા કહ્યું.
રુહાન વાત કરતા કરતા રવીના રૂમની બાલ્કની પર આવતો રહે છે.
હા બોલ જીજ્ઞા ...રુહાને કહ્યું.
કઈ નહીં તને યાદ કરાવવા માટે ફોન કર્યો હતો કે તને તારૂ પ્રોમિસ તો યાદ છે ને ભુલી તો નથી ગયો ને ...જીજ્ઞાએ કહ્યું .
હા મે વાત કરી હતી એ ડાયરેક્ટર સાથે અત્યારે તેમને મળવાનો તો સમય નથી પરંતુ હા તેમને મને તારી સારી સારી વાર્તાઓના ફોટા પાડીને મોકલવાનુ જરૂર કહ્યું છે. એ વાચશે અને જો તેમને તારા કન્ટેન્ટ ગમશે તો એ આપણને મળવા બોલાવશે. તુ તારા ઘરેથી બધી બુકો મંગાવી લેજે હુ કોલેજ સમયે ફોટા પાડી લઈશ અને તેની પીડીએફ બનાવીને તેમને ઈ-મેઈલ કરી દઈશ...રુહાને કહ્યું.
બુકો બધી આવી ગઈ છે ખાલી તારે ફોટા પાડવાના છે આપણે કાલે કોલેજના બ્રેકમાં પાડી દઈશુ. અને હા સ્પેશિયલ થેન્ક યુ કે તુ મારા માટે આટલુ કરે છે...જીજ્ઞાએ કહ્યું.
જો જીજ્ઞા આજ પછી થેન્ક યુ ના કહેતી. મારા આ અંધકારમય જીવનમાં ફક્ત મારા દોસ્તો જ છે જે એમા રોશની ભરવાનુ કામ કરે છે અને મારા જીવનનો ઉદેશ્ય પણ એ જ છે કે હુ મારા દોસ્તોના દરેક સ્વપ્નો શાકાર કરવા માગુ છું...રુહાને કહ્યું.
આઇ એમ વેરી લકી કે મને તારા જેવો મીત્ર મળ્યો છે...જીજ્ઞાએ કહ્યું.
પણ હુ લકી નથી ને મને તો ફક્ત તારા જેવી દોસ્ત જ મળી છે કાસ મને તુ પ્રેમીકાના રૂપમા મળી હોત...રુહાને કહ્યું .
આઈ થીંક તુ મજાક કરે છે રાઈટ...જીજ્ઞાએ થોડીક મુંઝવણ સાથે પુછ્યું.
તુ ઓળખી ગઈ એમને મારી મજાક ને...રુહાને ખોટુ બોલતા કહ્યું.
હાસ તુ મજાક કરે છે બાકી મારે પ્રેમમા નથી પડવુ આપણે દોસ્ત જ સારા છીએ...જીજ્ઞાએ કહ્યું.
ઓકે ચાલ બાય એ બધુ આપણે કાલે કોલેજમાં કામ પતાવી દઇશુ...રુહાને જીજ્ઞાને કહ્યું.
ફોન મુક્યા બાદ રુહાને મનમાં પોતાની જ જાતને કહ્યું...જીજ્ઞા આ મજાક નથી ખબર નહીં કેમ પણ હુ સાચેજ તારા પ્રેમમાં ઢસડાઈ રહ્યો હોય ને એમ મને લાગી રહ્યુ છે.

આમ, બંનેનો એક સારો દિવસ પસાર થયો. પ્રશ્ન એ છે કે શુ જીજ્ઞા પોતાના જીવનની ચાલતી કેટલીક લડાઈઓની સાથે હવે પ્રેમની પણ લડાઇ પોતાના પિતા સામે લડશે કે લડાઈ શરૂ થતા પહેલા જ પુર્ણ કરી દે છે. પરિસ્થિતિ એવી પણ ઉભી થાય કે પ્રેમ, પિતા અથવા સ્વપ્નમાથી કોઈ એક રસ્તો ? જોવુ રહ્યુ કે જીજ્ઞા અને રુહાન આવનારી દરેક ખરાબ કે સારી પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરશે ?

વાચતા રહો આગલા ભાગો. તમારા સહયોગ અને પ્રેમ બદલ તમને ખુબ ખુબ ધન્યવાદ.
। જય શ્રી કૃષ્ણ। । કષ્ટભંજન દેવ સત્ય છે।

NEXT PART NEXT WEEK
BY:-VARUN SHAHNTILAL PATEL

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED