આર્યરિધ્ધી - ૧૭ અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્યરિધ્ધી - ૧૭

આગળના ભાગ માં જોયું કે મીના ની સમજાટ બાદ નિમેશ એ જગ્યા છોડવા માટે તૈયાર થાય છે. ત્યાર બાદ મીના અને નિમેશ સ્મિથ ના ઘરે જાય છે. સ્મિથ ના ઘરે રિધ્ધી અને પાર્થ ને સલામત જોઈને તે બંને રાહત અનુભવે છે. નિમેશ મીના ને રિધ્ધી અને પાર્થ નું ધ્યાન રાખવા નું કહી ને સ્મિથ ને લઈને તેના રૂમ જાય છે. નિમેશ સ્મિથ ને વર્ધમાન અને વિપુલ ની હત્યા ની બધી વિગતો કહે છે. ત્યાર બાદ નિમેશ સ્મિથ ના લેપટોપ માં હત્યારા નો સ્કેચ બનાવડાવે છે. એ દરમિયાન રિધ્ધી મીના ને વારંવાર વિપુલ અને મૈત્રી વિશે પૂછે છે. શું જવાબ આપવો એ વિચારી ને મીના પરેશાન થઈ જાય છે. સ્મિથ નિમેશે બનાવડાવેલા સ્કેચ ને FBI હેડક્વાર્ટર માં મોકલી ની તેની વિગતો મંગાવે છે. તે બંને એ જાણી ને ચોંકી જાય છે કે એ ચહેરો વર્ધમાન અને આર્યા ના દીકરા આર્યવર્ધન નો હતો. હવે આગળ...

એ ચહેરો આર્યવર્ધન હતો એ જાણી ને નિમેશ ને યાદ આવે છે કે તેણે બેભાન થતાં પહેલાં કોઈ વ્યક્તિ ને આઉટહાઉસ ના કાટમાળ પાસેથી ભાગતા જોયો હતો પણ તેનો ચહેરો જોઈ શક્યો નહોતો પણ હવે તેને લાગે છે કે એ વ્યક્તિ આર્યવર્ધન જ હતો.

એટલે નિમેશ તરત સ્મિથ ને કહે છે કે આપણે પોલીસ ને જાણ કરવી જોઈએ જેથી તે શક્ય હોય એટલી ઝડપી પકડાઈ જાય.

સ્મિથ નિમેશ ની વાત સાંભળી ને થોડી વાર વિચાર્યા પછી નિમેશ ને જણાવે છે કે તે પોલીસ ને નહીં પણ FBI ને આ વાત ની જાણ કરી દેશે તો આર્યવર્ધન જલદી પકડાઈ જશે. નિમેશ સ્મિથ ને મુક સંમતિ આપી દે છે.

એટલે સ્મિથ તેના હેડક્વાર્ટર માં ફોન કરી ને અમુક માહિતી આપે છે. ત્યાં સુધી નિમેશ મીના પાસે આવે છે એટલે તરત રિધ્ધી તેની પાસે આવી ને ગળે મળી જાય છે. નિમેશ થોડી વાર સુધી રિધ્ધી ની પીઠ હાથ ફેરવી ને તેને અને ખુદ તૈયાર કરે છે.

નિમેશ : બેટા, મારે તને એક વાત કહેવી છે.
રિધ્ધી : અંકલ તમારે જે કહેવું તે પછી કહેજો પહેલા મારા મમ્મી પપ્પા ક્યાં છે તે કહો. હું આંટી ક્યારની પુછું છું. પણ તે કઈ કહેતા નથી.?

નિમેશ : હું તને તારા મમ્મી પપ્પા વિશે જ કહું છું.
રિધ્ધી : જલદી કહો.

નિમેશ : રિધ્ધી બેટા તારા પપ્પા ની કાર નો એક્સિડન્ટ થયો છે.

રિધ્ધી (હસતાં હસતાં) : અંકલ તમે મઝાક કરો છો ને. મારા પપ્પા ની કાર નો એક્સીન્ટ ક્યારેય ન થઇ શકે. તેમનું દ્રાઇવીંગ ખૂબ જ સારું છે.

નિમેશ : રિધ્ધી મારી સામે જો. હું સાચું કહું છું. મારી આંખોમાં જો.

રિધ્ધી નિમેશ ની આંખો માં જોવે છે. નિમેશ ની આંખોમાં રિધ્ધી ને ગંભીરતા દેખાય છે. તેને લાગે છે કે જાણે તેની વિચારવાની ક્ષમતા હણાઈ ગઈ હોય તેમ લાગે છે. તેની આંખો માં આંસુ આવી જાય છે. પણ તે કઈ બોલી શકતી નથી.

ત્યારે જ સ્મિથ ત્યાં આવી જાય છે અને કહે છે તે પોતે નિમેશ , મીના અને રિધ્ધી , પાર્થ ને લઈ ને FBI ની નજીક ની ઓફીસ માં જવાનું છે. એટલે એ પોતે પોતાની કાર માં જશે અને મીન, રિધ્ધી , પાર્થ નિમેશ ની કાર માં સ્મિથ ની કાર ની પાછળ આવશે.

થોડી વાર માં સ્મિથ તેની કાર માં નીકળ્યો. તેની પાછળ નિમેશ ની કાર માં નિમેશ, મીના, પાર્થ અને રિધ્ધી નીકળ્યા. નિમેશ કાર દ્રાઈવ કરતો હતો અને પાર્થ ની બાજુ માં બેઠો હતો. જ્યારે રિધ્ધી અને મીના પાછળ ની સીટ પર બેઠા હતા.

રિધ્ધી અત્યારે મીના ના ખોળા માં માથું મૂકીને સૂઈ રહી હતી. અત્તયારે તેની આંખો માં થી નીકળી રહેલા આંસુ ઓ ની કોઈ સીમા જ નહોતી. પાર્થ ને હજી સુધી નિમેશે કઈ કહ્યું ન હતું પણ રિધ્ધી ને રડતી જોઈને તેને શંકા ગઈ. પણ નિમેશ અને મીના ખૂબ જ ચિંતા માં હોય એવું લાગ્યું હોવાથી પાર્થ ચૂપ રહ્યો.

સ્મિથ ના નંબર પર કોઈ અજાણ્યા નંબર પર થી કોલ આવે છે. સ્મિથ કાન માં વાયરલેસ ઇયરપીસ પહેરીને કોલ રિસીવ કરે છે. બીજા છેડે રહેલા વ્યક્તિ ને સ્મિથ હસીને સર કહી ને સંબોધે છે અને કહે છે આપણ ને એ મળી ગયો છે. એની ઓળખ જેણે કરી છે એને લઈને હું હેડક્વાર્ટર પર પહોંચી જાવ છું.

આટલું કહીને સ્મિથે ફોન કટ કરી દીધો. થોડી વારમાં એક સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ પર સ્મિથે કાર બ્રેક કરી. જેવું ગ્રીન સિગ્નલ મળ્યું સ્મિથ ની કાર થોડી આગળ વધી ત્યાં જ ડાબી બાજુએ આવતા એક ટ્રક સાથે અથડાઈ ગઈ અને તેમાં તરત જ એક મોટો વિસ્ફોટ થયો.

થોડે દુર નિમેશ કાર માં બેસી ને આ બધું જોઈ રહ્યો હતો. તેના હાથપગ જાણે સન થઇ ગયા હતા. શું કરવું તેની ખબર પડતી ન હતી. પાર્થએ તેને ઢંઢોળ્યો ત્યારે તે જાણે ભાન માં આવ્યો.

સ્મિથ ની કાર હવે હવે ભળકે સળગી રહી હતી એ જોઈને નિમેશ ને ત્યાં રોકવા માં જોખમ લાગ્યું. તેને લાગ્યું કે ચોક્કસ આર્યવર્ધન અહીં આસપાસ જ છે. તેણે જ સ્મિથ નો એક્સિડન્ટ કારાવ્યો છે.

એટલે તેણે ઝડપથી કાર ને ફૂલ સ્પીડમાં દોડાવી. અને તે સીધો FBI ની નજીક ની ઓફીસ પર પહોચ્યો. અહીં નિમેશે રીસેપ્શન પર જઇને સ્મિથ નું ઓફિસર તરીકે નામ આપ્યું. પણ રીસેપ્શન પર થી કહેવામાં આવ્યું સ્મિથ નામનો કોઈ પણ ઓફિસર FBI માં કામ નથી કરતો.

આ સાંભળી નિમેશ ને આંચકો લાગ્યો. નિમેશ થોડી વાર પછી પાછો આવતો હતો ત્યારે તેની નજર એક દીવાલ પર લગાવેલા વોન્ટેડ ક્રિમિનલ ના લિસ્ટ પર ગઈ. તેમાં એક ફોટા એ નિમેશ નું ધ્યાન દોર્યું.

તે ફોટો સ્મિથ નો હતો અને તેના ફોટો પાસે તેનું નામ જોન સ્મિથ લખેલું હતું. આ જોઈ નિમેશ ને વધુ એક આંચકો લાગ્યો. તેણે થોડીક દુરી પર રહેલા ગાર્ડ ને બોલાવ્યો અને સ્મિથ નો ફોટો બતાવી ને તેની માહિતી પૂછી.

તે ગાર્ડે નિમેશ ને જણાવ્યું કે સ્મિથ એક્સ FBI ઓફિસર હતો પણ તે પૈસા માટે આંતકવાદી ઓનો ખબરી બની ગયો. તેના કારણે આંતકવાદીઓ અમેરિકામાં એક જેલમાં બૉમ્બ વિસ્ફોટ કરવામાં સફળ થયા હતા.

ત્યાર થી તે ગાયબ છે એટલે ગવર્મેન્ટ દ્વારા તેના પર 1,00,000 ડોલર નું ઇનામ રાખ્યું છે. આટલું સાંભળી નિમેશ તે ગાર્ડ નો આભાર મની ને ત્યાં થી નીકળી ગયો પણ તેના મગજમાં કઈ પણ વિચારી શકે તેમ નહોતો.

આર્યવર્ધન કયા હતો ? નિમેશ રિધ્ધી ને પુરી વાત કઈ રીતે જણાવશે ? સ્મિથ નો એક્સિડન્ટ થયો હતો કે તેની પણ હત્યા થઇ હતી ? જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી....

વાંચકમિત્રો મારી વાર્તા વાંચવા માટે આપનો ખુબ ખુબ આભાર. આપ આપના અંગત કિંમતી પ્રતિભાવ મારા whatsapp નંબર 8238332583 પર મને આપી શકો છો.