અધુરી આસ્થા - ૧ PUNIT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

અધુરી આસ્થા - ૧



શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શિવ દર્શન રેસ્ટોરામાં લગભગ દરરોજ એક યુવાન જમવા આવે છે.આજે તેણે રેડ કલરના શટૅ અને વ્હાઇટ પેન્ટમાં સજ્જ થઈને તેણે બ્રાઉન કલરના એવિએટર ગ્લાસ પહેરેલા છે.તેની બાજુમાં એક સાધુ-બાવો બેઠો છે. બન્ને ભોજનનાં અહોભાવ સાથે ઉંધીયુ ,પુરી,ખીર અને જલેબી ને ન્યાય આપી રહ્યા છે. જમવાનું પૂરું થતાં સાધુ બાવા નાં ચહેરા પર એકદમ સંતોષ દેખાતો હતો.
તે દરમિયાન જ યુવાનો મોબાઈલની રીંગ ટોન રણકે છે"સાંસ સાસ્વત સનન સનન પ્રાણ ગુંજન ઘનન ઘનન ઉતરે મુજમે આદીયોગી ઉતરે મુજમે આદીયોગી"
સાધુ બાવા એ તેને કહ્યું :- "ધન્યવાદ બહોત બહોત ધન્યવાદ બચ્ચા, આજ તુને ભોલેનાથ કે ભક્ત કો ભોજન કરવાયા હૈ. બહોત જલ્દ હી ભોલા તેરા કિસ્મત રોશન કર દેગા ઈસકી ખાતીર તું સૂરજ ડૂબનેવાલી પશ્ચિમ દિશા કી ઓર જા તેરા કલ્યાણ હો"
યુવાને પ્રત્યુત્તર આપ્યો " બાપુ રોશનીની તો કાંઈ જરૂરીયાત નથી મારા માતા-પિતાને વધારે ઉંમરના આશીર્વાદ આપો તૈઓ નો જ આસરો છે.
સાધુ બાવા એ તેને કહ્યું:- આસરા તો ભોલેબાબા કા માતા-પિતા કા ક્યા વો તો અપના કર્મ ભોગ રહે હે બહોત જલ્દી ઉનકે દુઃખ દૂર હોંગે બસ તું પશ્ચિમ દિશા મેં જા તેરે કામ પુરે હોગે, તેરા કલ્યાણ હોવે અચ્છા તો મેં ચલતા જય ભોલેનાથ જય શિવ શંભુ
આવું કહીને સાધુબાવા બહાર નીકળી ગયા.
યુવાને બુમ પાડી ભાઈ રાજુ એટલાં માં એક યુવાન દોડતો આવ્યો જી સાહેબ આ જે તો તમે બીલકુલ અંગ્રેજી ફિલ્મનાં હીરા લાગો છો સાહેબ આજે પણ પેલા મેડમ તમારા માટે જ ચા પીવા નાં બહાને આવ્યાં તા
યુવાન :- ચાલ્યા કરે રાજુ ચાલ્યા કરે એને ક્યાંથી ખબર કે પરદે મેં રહને દો પરદા ના ઉઠાવો પરદા જો ઉઠ ગયા તો ભેદ ખુલ જાયેગા હા હા હા હા લે આ તારી આજની ટીપ્સ 20 રૂપિયા
રાજુ બોલ્યો સાહેબ તમે પણ ગણતરીબાજ છો ગઈકાલે તમે એકલા હતા દસ રૂપિયા આજે બે જણા છો તો વીસ રૂપિયા.
યુવાન:-ચાલ્યા કરે દોસ્ત ચાલ્યા કરે જિંદગી રહી તો ફરી મળીશું ભાઈ
આટલું કહી યુવાન બહાર ચાલ્યો ગયો જેવો તે બહાર નીકળી રહ્યો હતો ત્યારે જ તે કોઈની હારે અથડાયો અને બંન્ને જણા જમીન પર પટકાયા
સામેવાળા યુવાન અલ્યા જોતો નહીં ટોપા તો બહાર રખડવા સાનો નીકળે છે
યુવાન:-સોરી બોસ, એ યુવાને પોતાના ગોગલ્સ સરખા કરીને પોતાના ખીસ્સા તપાસતાં કહ્યું મહેરબાની કરીને સાહેબ મને મારો મોબાઇલ પડી ગયો છે તે આપો ને
સામેવાળો યુવાન :- સારું સારું, બોલ ચાલ ને કપડાં પરથી તો વ્યવસ્થિત ઘરનો લાગે છે સાલો મારો પણ મોબાઈલ પાડી દીધો સાલા એ એમ કહી એ યુવાન ઝડપથી મોબાઈલ આપી અને રેસ્ટોરન્ટની અંદર ચાલ્યો જાય છે.
આજ ગોગલ્સ વાળુ યુવાન બે કલાક પછી રિવરફ્રન્ટ પર બેઠો છે સામેથી કોઈ વ્યક્તિ લંગડાતો લાકડીના ટેકે આવી રહ્યો છે અને તે કોઇને ફોન લગાડી રહ્યો હોય છે ત્યાં જ તેના મોબાઈલ ની રીંગ વાગે છે છે નવા કેજીએફ ફિલ્મનું ગીત વાગે છે.
ગલી ગલી મેં ફિરતા હૈ તું ક્યો બનકે બંજારા આ મેરે દિલ મેં બસ જા
યુવાન ચોંકી જાય છે. પોતે બેઠો છે તેને વિરુદ્ધ સાઈડ ઉભો થઇ ને ફોન ઉપાડે છે

પશ્ચિમ દિશાનો શું રહસ્ય છે?
પેલા મેડમ કોણ છે ? માં બાપ ના આસરા નું રહસ્ય શું છે?
યુવાન સાથે ભટકાઈ ગયેલા યુવાનનું રહસ્ય શું છે? લંગડાતો વ્યક્તિ કોણ છે? મોબાઇલ રિંગ વાગવાથી યુવાન શું કામ ચોંકી જાય છે ?
આ બધું જાણવા માટે વાંચતા રહો આગળના ભાગ ટૂંકમાં જ