પ્રણય સપ્તરંગી
પ્રકરણ - 24
અમીએ કાર્યક્રમનું સમાપન કરી નાંખ્યું બધાં જ ધીમે ધીમે હોલની બહાર નીકળવા માંડ્યા. વિરભદ્રસિંહ એમનાં પત્નિ કંર્દપરાય અને ભાવિનભાઇની ફેમીલીને અલગથી સ્ટેજ પર લઇ આવ્યા ત્યાં અમી અને સાગર સીમા સાથે બીજા દરવાજે થી ડાયરેક્ટ બહાર તરફ નીકળી આવ્યાં ત્યાં સામે જ રણજીત અને સંયુક્તા હસ્તા મોંઢે જાણે કંઇજ થયું નથી એમ ઉભા હતાં. સંયુક્તાએ કંદર્પરાયને પૂછ્યું "અંકલ કેવું રહ્યું ફંકશન ? કંદર્પરાયે ખૂબ આનંદ સાથે કહ્યું "ખૂબ જ સરસ અને આનંદ આપનારું થેંક્સ દીકરા. અમારાં બધાં જ વતી તમને લોકોને પણ અભિનંદન રણજીતનું એંકરીંગ પણ એક પ્રોફેશનલ ને શરમાવે એવું સરસ હતું. રણજીતે થેંક્સ કર્યું અને મનમાં વિચાર્યું ખરેખર વખાણ કરે છે કે મશ્કરી ?
સાગરે થોડાં આગળ આવીને કહ્યું "રણજીતનું એકંરીંગ સાચે જ સરસ હતું મને લાગે છે કે એણે રેડીયો જોકી તરીકે જોડાવું જોઇએ કોઇપણ ગીત આવતાં પહેલાં અને મનગમતી ફરમાઇશ તરતજ પક્ડીને રજુ કરવાની કલા આબેહૂબ હતી. થેંક્સ સંયુક્તા ખૂબ જ મજા આવી. રણજીત સાચેજ વિચારમાં પડી ગયો કે આ લોકો મજાક ઉડાવે છે કે ખરેખર મેં એંકરીંગ સરસ કરેલું.
બધાં થોડાં આગળ થઇ ગયાં પછી સાગર થોડો રણજીતની વધુ નજીક જઇને એનાં કાનમાં જઇ બોલ્યો "રણજીત પ્રોગ્રામમાં ખરેખર મજા આવી ગઇ અને ખાસ એ પૂછવું હતું કે આ બઘામાં કયાંય અક્ષયના દેખાયો. રણજીત આ સાંભળી ચોંકી ગયો પણ એણે આશ્ચર્ય દબાવીને કહ્યું "અરે હાં એતો અહીંજ છે પછી એકદમ વાત સુધારતાં બોલ્યો "અરે અહીં બોલાવેલો ખબર નહીં ક્યાંક અટવાયો હશે."
સાગર વાત સમજી જતાં એવી નજરે રણજીત સામે જોયું કે રણજીત હચમચી ગયો. અને પછી સાગરે નાકનું ટેરવું એવી રીતે દબાવ્યું કે એણે રણજીતને ઇશારામાં સમજાવી દીધું કે તું પીધેલો છે એ મને ખબર છે.
વીરભદ્રસિંહ કંદર્પરાયને વિદાય આપતાં કહ્યું" થેંક્સ તો મારે તમને પણ કહેવાનાં છે કે આ વખતે સુરક્ષા વ્યવસ્થા ખૂબ ચૂસ્ત રાખી આખો પ્રસંગ હેમખેમ પસાર થઇ ગયો. કંદર્પરાયે કહ્યું એ મારી ફરજ હતી તમે હવે નિશ્ચિતં રહો તમારી દીકરી કે તમારાં ફેમીલી તરફ કોઇ ઊંચી નજરે નહીં જોઇ શકે.
બધાં પોતપોતાની કારમાં ગોઠવાયાં. સાગર સીમા બેસવાં જતાં હતાં ને સાગર બેસી ગયા પછી સીમાને સંયુક્તાએ અટકાવી અને કહ્યું "સીમા આજે ખરેખર ખૂબ આનંદ આવ્યો અને તારી અને સાગરની જોડી ખૂબજ સરસ જામે છે ઇશ્વર કરે એ અતૂટ રહે બીજું ખાસ કે આજે ગીતો તે ખૂબ જ સરસ રીતે રજૂ કર્યા. પણ ગીતો તમે જે પસંદ કર્યા હતાં એ બધાંજ સરસ હતાં. અને બીજું ખાસ કે કાલે થોડો સમય કાઢજે આપણે સાથે શોપીંગમાં જઇશું. તું કંપની આપીશ ને ?
સીમાએ કહ્યું "થેંક્સ સંયુક્તા હાં ગીતો પાછળથી મંમીની પસંદગીનાં રજૂ કરેલાં સાગરે અને કાલની વાત હું પછી ફોન કરીને કન્ફર્મ કરું બાય ધ વે થેંક્સ ફોર એક્ષેલેન્ટ હોસ્પીટાલીટી એન્ડ રીસ્પેક્ટ સંયુક્તાએ કહ્યું "ઇટ્સ માઇ પ્લેઝર ઓકે હું રાહ જોઇશ.
બધાં ગાડીમાં ગોઠવાયા અને ઘરે જવાં માટે નીકળી ગયાં. સાગર સીમા અને અમી એક કારમાં બેઠાં હતાં અને બીજી કારમાં ભાવિનભાઇ, કંદર્પરાય, કૌશલ્યા બ્હેન અને સરલાબ્હેન હતાં. કંદર્પરાય અને સાગર એલોકોની કાર ડ્રાઇવ કરી રહ્યાં હતાં. અગાઉથી નક્કી થયા મુજબ બધાંજ સાગરનાં ઘરે પહેલા ભેગાં થઇ બેસીને પછી છૂટા પડશે.
સાગરે અને કંદર્પરાયે ઘરનાં કમ્પાઉન્ડમાં ગાડી પાર્ક કરી અને રામુકાકાએ વરંડા અને બધી લાઇટ્સ કરીને દરવાજો ખોલ્યો. બધાને આનંદમાં જોઇને ખૂબ ખુશ થયા બધાં ડ્રોઇંગરૂમમાં બેઠાં રામુકાકાએ બધાને પાણી પીવરાવ્યું.
સાગરે સીમાને ઉપર જવા ઇશારો કર્યો સીમાને ના પાડી. વડીલો કાર્યક્રમ અંગે વાતો કરી રહ્યાં હતાં. અમી એનાં ફોનમાં મેસેજ વાંચી રહી હતી. ત્યારે સાગરે સીમાને કહ્યું "કેમ ના પાડે ? સીમાએ કહ્યું ના અત્યારે નહી અહીં બધાંજ બેઠાં છે મારે ઉપર નથી આવવું લૂચ્ચા. સાગરે કહ્યું "ઠીક છે હું જોઇ લઇશ તને પછી સીમા સાંભળીને જોરથી હસી પડી બધાનું ધ્યાન દોરાયું એટલે સીમાએ કહ્યું "સોરી સોરી કંઇ નહીં કઇ નહીં. સાગરે જોક કીધો એ ઉપર સાગર પણ હસી પડ્યો. અમીએ ત્રાંસી નજરે સાગર તરફ જોયું અને એ પણ હસી પડી.
સાગરે સીમાને કહ્યું "અરે તને આપણે પાછાં આવતાં હતો ત્યારે સંયુક્તાએ શું કહ્યું ? સીમા કહે એતો થેંક્સ કહેતી હતી અને પછી એણે કીધું... પછી અટકીને સાગરની તરફ જોઇને કહ્યું અમારી છોકીરઓની વાત બધામાં કેમ પૂછ્યાં કરે ? એ વખતે સાગરનું મોં જોવા જેવું હતું એ જોઇને સીમા ફરીથી જોરથી હસી પડી આ વખતે ફરીથી બધાનું ધ્યાન દોરાયું. એટલે કૌશલ્યા બ્હેન કહે "સીમા હવે તેં જોક્ કીધો લાગે છે. કંઇ નહીં હસો હસો. સીમા થોડું શરમાઇ ગઇ પછી સાગરને કહ્યું" એતો એણે એવું કીધું કે આપણે શોપીંગમાં સાથે જઇશું. મેં કહ્યું હું તને પછી જવાબ આપીશ બસ આટલું જ. સાગરે કહ્યું "એમાં શું જવાની કેમ હા ના પાડી ? સીમા કહે એની સાથે શોપીંગ ના કરાય એનાં ગજવા અને ખર્ચા મોટાં આપણે તો ગજવા નહીં... ફરી મોટેથી હસવા ગઇ અને સાગરે મોઢે હાથ દઇ દીધો. સીમા હસતાં હસ્તાં સંભલી ગઇ અને સાગરનાં હાથને ચૂમી લીધો.
સાગરે કહ્યું એવું નહી વિચાર એમ નાના નહીં થવાનું લધુતાગ્રંથિ મોટું નુકશાન કરે વિચારશીલતામાં. આપણે જે ખરીદવું હોય એ ખરીદવાનું એને ખરીદવું હોય એ ખરીદે. હું તને પૈસા આપીશ જે ખરીદવું હોય ખરીદી લેજે. સીમા કહે "ના ના હમણાં નહીં તારાં પૈસા લગ્ન પછી વાત અત્યારે મારી પાસે બચાવેલાં ઘણાં છે. સાગરે કહ્યું "બહુ મોટી ના થા ચાંપલી તો બધુંજ લગ્ન પછી જ મળશે ત્યાં સુધી બધુજ બંધ.
સીમાએ કહ્યું "આવી અંચઇ નહીં કરવાની મને શોપિંગ વિના ચાલશે તારાં બધાં પ્રેમ વિના નહીં વચ્ચે આવી બધી શરતો નહીં લાવવાની નહીંતર મંમીને કહી દઇશ એમ બોલીને ફરી હસવાં ગઇ ત્યારે અમીએ સીમાનાં મોઢે હાથ દીધો અને બોલી ક્યારનાં બંન્ને જણાં એકબીજાને લપેટામાં લઇને ખી ખી કર્યા કરો છો થોડું સંભાળો ને સાગરે કહ્યું "સાચી વાત છે અમીની પણ અમી તું શું વાંચીને આમ ગંભીર થઇ ગઇ ? અમીએ ફોન બંધ કરતાં કહ્યું "કંઇ નહીં એતો વોટ્સએપ પર બધું આવ્યા કરે હું કેર્સ કંઇ નથી ચલો ત્યાં બેસીએ બધા વડીલો સાથે થોડી વાતો કરીને ઘરભેગા થઇએ.
સાગરે કહ્યું "શું ઉતાવળ છે જવાય છે હવે હજી મેં મસ્ત આઇસ્ક્રીમ મંગાવીને રાખ્યો છે ચાલો તમે બંન્ને બેસો હું બધાં માટે અંદરથી આઇસ્ક્રીમ લઇને આવું છું એમ કહીને ઉભો થયો.
સાગરે રામુકાકાને બધાની ડીશમાં અલગ અલગ બે જાતનાં આઇસ્ક્રીમ કાઢી કાઢીને આપવા લાગ્યો અને કહ્યું તમે બધાને બહાર આપતા જાવ. એટલામાં સીમા અંદર આવી બોલી ચાલ છું તને મદદ કરાવું. સાગરે કહ્યું "નો એન્ટ્રી હમણાં કાંઇ નહીં તું બહાર જા આઇસ્ક્રીમ આપ બધાને હવે બાકીની ડીશ હું લઇને આવું છું. "સીમાએ કહ્યું"ચાલ જઊં છું જ બહાર સાવ ચીબાવલો જ છે મેં તક લઇને અંદર આવી અને પોતે બહાર કાઢે છે. સાગરે ક્હ્યું "ઓહો એમ વાત છે તો કહેતી કેમ નથી ? મને એમ કે તારામાં એટલી અક્કલ નહીં હોય હું અંદર આવ્યો તો તું સમજી ગઇ છે. છે અક્કલ મારી આપેલી ઉધાર.."એમ કહીને સીમાને ખેંચી લઇને હોઠોં પર તસતસતું ચુંબન આપી દીધું. અને થોડા હોઠ પણ કરડી ખાંધાં સીમાથી રાડ પડાઇ ગઇ પણ સાગેર હોઠ જ હોઠથી દાબી દીધાં સીમાએ છૂટા પડીને કહ્યું "સાવ વાંદરા જેવો છે બધાને ખબર પડી જશે તો.... જા નથી બોલતી આવું જ કરે છે એમ ખોટી ખોટી ગુસ્સો થઇ આઇસ્ક્રીમ લઇને બહાર ગઇ સાગર પણ પાછળ પાછળ બહાર ગયો.
સાગરે મનમાં વિચાર્યું અમુલખ સરે કહ્યું છે એ બધાં જ હાજર છે તો વાત કરી લઊં અને બધાંનાં હાથમાં આઇસ્ક્રીમની ડીશ આવી ગઇ પછી સાગર બોલે પહેલાં કંદર્પરાયે કહ્યું" અરે દીકરાં બે બે આઇસ્ક્રીમ એક સાથે ? સાગરે કહ્યું " હાં પાપા આ સફેદ રંગનો ક્રીમ આઇસક્રીમ સાગર તરફથી અને આ પીંક ક્રીમી આઇસ્ક્રીમ સીમા તરફથી એટલે બંન્ને આઇસ્ક્રીમ કંઇ પણ વિચાર્યા વિનાં ખાવાનાં છે. કંદર્પરાયે કહ્યું "ભલે આજનો દિવસ ગળ્યાની છુટ જ છે એમ કહીને આઇસ્ક્રીમ ખાવાં લાગ્યા.
સાગરે કહ્યું "પાપા મારે તમને બધાને એક અગત્યની વાત કરવાની છે. ફંકશન પત્યા પછી અમુલખસર અને મધોકસર વિરાટભાઇ બધાને હું વિદાય આપતો હતો ત્યારે અમુલખસરે મને કહ્યું હતું કે "સાગર તારે કદાચ પંદર દિવસ માટે બેંગ્લોર જવાનું થશે ત્યારે ત્યાં મારાં ખાસ મિત્ર ડો.અગ્નિહોત્રી છે જે આઇ.ટી.માં છે અને ડીવાઇસ ટેકનોલોજી અને ડીફેન્સની બધી ડીવાઇસમાં એક્ષપર્ટ છે એમની પાસે ટ્રેઇંગ લેવાની છે. પહેલાં વિરાટ એકવાર જઇ આવ્યો છે પરંતુ તારી આમાં હથોટી ખૂબ સારી છે એટલે અમે બધાએ હવે તને મોકલવાનો વિચાર કર્યો છે તું તારા પેરેન્ટ્સને વાત કરી રાખજે હજી જ્યારે તારીખ નક્કી થશે ત્યારે તને કહીશું અને મોસ્ટ પ્રોબેબ્લી તારે અઠવાડીયા દસ દિવસ પછી જવાનું થશે અને તારે એમની સંસ્થામાંજ રહેવાનું છે તારું ત્યાં રહેવાનું-જમવાનું બધી જ વ્યવસ્થા નક્કી થઇ ગઇ છે. એટલે ચિંતાનું કોઇ કારણ નથી તારી આ ટ્રેનિંગ ડૉ.અગ્નિહોત્રી કરશે એમણે મારાં ઘણાં છોકરાઓને તૈયાર કર્યા છે અને ડીફેન્સ મીનીસ્ટ્રીની ભલામણથી આર્મીનાં છોકરાઓ પણ ટ્રેઇનીંગ લે છે તારા માટે આ ખૂબ મોટી ઓપોર્ટ્યૂનિટી છે અને તું શીખી તૈયાર થઇને આવે પછી આપણી સંસ્થાને તું ખૂબ મદદરૂપ થઇશ. સાગરે કીધાં પછી કંદર્પરાયે કહ્યું "બહુ સરસ દીકરા આતો મોટી તક મળી છે તને ચોક્કસ તારે જવાનું. ભાવિનભાઇ બોલ્યાં "અમુલખે કીધું છે તો એ શ્રેષ્ઠ જ હશે. આવી તક ઘણાં ઓછાં ને મળે છે.
સીમાએ સાંભળીને આનંદ પણ અનુભવ્યો અને દુઃખ પણ એને થયું મારો પિયુ 15 દિવસ મારાથી દૂર રહેશે ? પણ એણે સાગરનાં પ્રોગ્રેસ માટે મન મનાવીને હસ્તાં હસતાં કહ્યું "કોન્ગ્રેચ્યુલેશન્સ" અમી એ કહ્યું "વાઉ જીજું આ તો ખૂબ સારી ઓપોરચ્યુનીટી છે કહેવુ પડે કોન્ગ્રેચ્યુલેશન. મામુને મારે કહેવું પડશે મને પણ મોકલે એમ કહીને હસવા લાગી. સરલાબ્હેન કહે "ચલો સરસ" ખૂબ ગમ્યુ નવુ શીખવા મળશે એમ નવી તકો પણ ખૂલી જશે. ખૂબ સારા સમાચાર છે.
કંદર્પરાયે કહ્યું " આજનું ફંકશન ખૂબ જ સરસ હતું અને સાગર મારી પસંદગીનું ગીત તો તે અફલાતૂન ગાયું કૌશલ્યાબ્હેન કહે સાગર એ ગીત શરૃ કર્યું અને મને 30/35 વરસ પ્હેલાની પળો યાદ આવી ગઇ હતી અને સરલાબહેન કહે મેં સીમાને એક મારા ગીતની ફરમાઇશ આપી હતી એ પણ ખૂબ સુંદરગીત ગાયું. પણ સંયુક્તાનો ડાન્સ હતો એ તો રજૂજ ના થયો. સાગરે કહ્યું "એનાં ભાઇનાં કારણે કેન્સલ થઇ ગયો એનાં ભાઇએ છેલ્લે છેલ્લે એંકરીંગમાં.... સાગર આગળ બોલે પહેલાં અમીએ કહ્યું "ઠીક છે મેં બાજી સંભાળી લીધી હતી રાજકુમાર કંઇક વિષેશ "મૂડ" માં હતાં. એમાં સંયુક્તાનો ડાન્સ શિકાર થઇ ગયો એમ કહીને એ હસવાં લાગી.
ભાવિનભાઇએ કહ્યું "ખૂબ મજા આવી સર હવે અમે રજા લઇએ ? સીમા બોલી બસ જવું છે ? સરલાબ્હેન કહે "એય સીમા ઘડીયાળ સામું જો રાત્રીનો દોઢ વાગ્યો છે દુનિયાની અડધી રાત થઇ ગઇ આપણે હજી સૂવાનું બાકી છે.
અમી એ કહ્યું "ચાલો ચાલો મારે તો સવારે ઉઠીને ખાસ કામે જવાનુ છે અને મારે મામાને મળવાનું છે એમ કહી સાગર સામે જોયું સાગર કંઇ સમજ્યો નહીં પણ અમી કંઇ કહેવા માંગે છે એવું લાગ્યું પણ એ પણ થાકેલો એણે વિચાર્યું જે હશે એ કાલે વાત. બધાએ એકબીજાને પ્રેમથી વિદાય આપી અને સીમાએ સાગરને કહ્યું "ઘરે પહોંચી વાત કરું છું." સાગરે કહ્યું ભલે....
***************
અમીએ પોતાનાં ફોનમાં અક્ષયનો મેસેજ જોયો અને ત્યારથી એ થોડી ડીસ્ટર્બ થઇ ગઇ હતી. અક્ષયે એ લખ્યું હતું "અમી આજે તું ખૂબ સુંદર લાગી રહી છે આજે કબૂલવાનું મન થાય છે ઘણાં સમયથી હું તને કહેવા માંગતો હતો પણ કહી શકતો નહોતો અમી આઇ લવ યું... મને ખબર છે તું પણ મને પસંદ કરે છે તું જવાબ આપજે હું તારા જવાબની રાહ જોઇશ. એમ લખીને એક રોમેન્ટીક કપલનો કીસ કરતો ફોટો મોકલ્યો હતો.
અમીએ મેસેજ સાગરનાં ઘરે પહોંચ્યા ત્યારે જ જોયેલો એ ડીસ્ટર્બ થઇ ગયેલી એને મન પણ થયું કે એ સીમા અને સાગરને આ વાત શેર કરે પણ પછી અટકી ગયેલી. એને થયું હું પહેલાં મારી રીતે ટેકલ કરુ પછી જીજાને વાત કરીશ. બીજું આશ્ચર્ય એ હતું કે એ પેલેસમાં કે હોલમાં હાજર નહોતો તો એણે મને કેવી રીતે જોઇ ? એ ક્યાં છૂપાયેલો હતો ? સંયુક્તાએ કે રણજીતે એને બોલાવ્યો હશે ? બોલાવ્યો હોય તો બધાની સામે કેમ ન્હોતો આવ્યો ? શું ગરબડ છે ? અને આ નાલાયકે હું સાથે કામ કરું અને સામાન્ય દોસ્તી નિભાવું એને પ્રેમ ગણી લીધો છે ? એની સાથે બાઇક પર ચીફ જે કામ બતાવે નિર્દોષતાથી એક કલીગની જેમ જતી હતી એણે આવો અર્થ કાઢ્યો ? સાલા પુરુષોની નજર કાયમ મેલી અને પાપી જ હોય છે. એને જવાબમાં એવું કહીશ કે ફરીથી કોઇ છોકરીને આઇ લવ યુ કહેવાની હિંમત જ નહીં કરે પહેલાં હું મામાને મળું એમને બધી જ વાત નિખાલસતાથી કરીશ ના મંમી-પપ્પા કે સીમાને કે ના વિરાટભાઇ, સાગર કે ચીફને મામાને વાત કર્યા પછી એમની સલાહ પ્રમાણે હું વર્તીશ અને એને જવાબ આપીશ. એ તો ઘણાં સમયથી દારૂ ઢીંચીને આવેલો છે પેલાની સાથે રખડીને બરબાદ થવાનો છે, લાંબા જોડે ટૂંકો જાય માને નહીં તો માંદો થાય.
*************
"એય ડાર્લીંગ આટલો મોટો નિર્ણય લે છે અને મને છેક છેલ્લી ઘડીએ બધાની સામે જણાવે છે ? સીમાએ ઘરે પહોચી પોતાનાં બેડ પર પડતાજ સાગરને ફોન કર્યો. સાગર પણ ફ્રેશ થઇને પોતાનાં રૂમમાં બેડ પર આડો પડી સીમાનાં ફોનની જ રાહ જોતો હતો.
સાગરે કહ્યું "એય મીઠી મીસ યું. તને જે ખબર પડી એ મને એનાં થોડાં સમય પહેલાંજ કહેવામાં આવ્યું અમુલખસરે ઓહ તારાં મામાએ ફંકશન પછી ઘરે જતાંજ કીધું. મે વિચાર્યું તારાં અને મારાં બંન્ને નાં મંમી પપ્પા અને બધાં જ હાજર છે વાત કરું તારી સાથે શાંતિતી વાત કરાવનોજ હતો. પણ સ્વીટુ તને કહુંજ ને અને આ ટ્રેઇનીંગથી મને ખુબ ફાયદો થશે અને મારી કંપનીને પણ અને માત્ર 15 દિવસ માટે જવાનું છે એમણે કહ્યું છે કે મારી પાત્રતા અને હુનર પર બધો આધાર છે તારી હોશિયારી અને એકાગ્રતાથી માત્ર 15 દિવસમાં તું બધુ શીખી લઇશ બાકી આ બધાં ટ્રેઇનીંગ પ્રોગ્રામ 3 મહિનાથી છ મહિના સુધી મીનીમમ ચાલે છે એકવાર હું ત્યાં જઊં પછી બધી ખબર પડે.
સીમાએ થોડી ઊંઘ સાથે કહ્યું "ઓકે ડીકુ ચલ સૂઇ જઈએ મને તો નીંદર આવે છે પછી સવારે શાંતિથી વાત કરીએ. સાગરે કહ્યું "ઓકે માય લવ ચલ હું પણ સૂઇ જઊં બાય માય લવ અને સાગરે ફોન મૂક્યો ફોન મૂકી સાગરે સૂવાનો પ્રયત્ન કર્યો એને આજનાં ફંકશનનાં વિચારો આવી રહેલાં ગીતો સરસ રજૂ થયાં સીમાએ પણ ખૂબ સરસ ગાયાં. રણજીતનો અટકચાળો અને સીમા સાથેનો વ્યવહાર યાદ આવ્યો એ થોડો ઉદાસ થયો અને ગુસ્સો પણ આવ્યો. સંયુક્તાનું વર્તન ઓકે હતું એણે બધાંને ખૂબ સાચવી લીધાં હતાં એમાંય પાપા મંમીને એની ફેમીલીએ ખૂબ જ માન આવ્યું એ સાગરને ગમેલું.
સાગરને એક વાતનું આશ્ચર્ય હતું કે રણજીતનો ખાસ માણસ અને દોસ્ત અક્ષય ક્યાંય દેખાયો નહીં પણ એ હાજર હોવો જ જોઇએ. જે હશે એ ખબર પડ્યા વિના નહી રહે કારણ કે સીસીટીવી કેમારાની ફુટેજ કમીશ્નર કચેરીમાં આવવાની જ હતી. ભલે બધુ સમુસુતરુ ઉતરી ગયું હોય એટલે કંઇક જાણવા મળશે જ અને અહીં ઘરેથી જતાં અમીનાં હાવભાવ કંઇક શેર કરવાનાં હતાં પણ કંઇ બોલી નહીં હશે... આમ વિચારો કરતાં કરતાં સાગરની આંખ ક્યારે મળી ગઇ એને ખબર જ ના રહી......
બધાં મહેમાનો નાં ગયાં પછી વીરભદ્રસિંહ અને એણનાં પત્નિ એમનાં વીંગનાં ગયાં સંયુક્તા પણ જવા જતી હતી અને રણજીતે કહ્યું "થોડીવાર મારી સાથે બેસીને પછી જા સૂવા.. સંયુક્તાએ કહ્યું ઓકે. રણજીતે કહ્યું "અક્ષય પણ છે હજી પણ હવે એ જશે મેં એને ઘરે જવા કીધું છે. એટલીવારમાં અક્ષય પાછળ આવ્યો થોડો નશામાં જણાતો હતો એણે સંયુક્તાને કહ્યું "હેલો દીદી કેમ છો ? સંયુક્તાએ એની સામે જોયાં વિનાં જ કહ્યું" ઓકે છું તું ઘરે જઇ શકીશ ને ? પેલો જવાબ આપે પહેલાં જ રણજીતે કહ્યું "હાસ્તો આ બધું તો એનું રોજનું છે. જા ભાઇ તું ઘરે પહોંચ આપણે પછી શાંતિથી મળીશું. અક્ષયે ત્રાંસી નજરે સંયુક્તા તરફ જોઇને પછી કહ્યું "ઓકે બોસ ગુડનાઇટ.... ગુડનાઇટ દીદી એમ કહીને એ પાર્કીંગ તરફ ગયો. થોડીવાર પછી એની બાઇક ચાલુ થવાનો અવાજ આવ્યો અને એ ડ્રાઇવ કરીને ગયો.
સંયુક્તાએ કહ્યું "ચાલ અંદર રૂમમાં કે બહાર અગાશીમાં બેસીએ. અને ભાઇ તેંતો એકલાં એકલાં ડ્રીંક લઇ લીધું. હું પણ ખૂબ થાકી છું મને શારીરીક અને માનસિક આરામ જોઇએ છે એટલે એક બે ડ્રીંક પીવરાવ ચાલ.
રણજીત ઉત્સાહથી બોલ્યો "અરે ચલ ચીકું મેં ફ્રાન્સથી મસ્ત બ્રાન્ડ મંગાવી છે એકદમ અવ્વ્લ ક્વોલીટીનો સ્કોચ છે તું પીશ તોય ખબર નહીં પડે તે ડ્રીંક લીધુ છે. સંયુક્તાએ કહ્યું ઠીક છે ચાલ ટેસ્ટ કરું. એમ કહી બંન્ને ભાઇ બ્હેન બાલ્કનીમાં જઇને બેઠાં એમણે કોઇ નોકરોને ના બોલાવ્યા. રણજીતે પોતાનાં બારમાંથી સ્કોચ કાઢી પેગ બનાવ્યા અને એમાં આઇસ ક્યુબ અને સોડા ઉમેરીને લઇ આવ્યો અને સંયુક્તાનાં હાથમાં આપ્યો.
સંયુક્તા એકદમ રિલેક્સ કરીને બેઠી હતી એણે રણજીત પાસેથી ડ્રીંક લીધું અને સીપ મારી પીને એણે કહ્યું બહુજ મસ્ત છે. મને મંગાવી આપ જે બે બોટલ પ્લીઝ આતો જાણે એકદમ જ ફીલ્ટર સ્કોચ અને છતાં ફ્રેગ્નન્સ તો જાણે એ કંઇ છે જ નહીં છતાં ચટકો મસ્ત છે. થેંક્સ ભાઇ.
થોડીવાર બંન્ને ભાઇ બહેન પીતાં રહ્યાં. પછી રણજીતે કહ્યું ફંકશન સરસ રહ્યું. સીમાનો અવાજ માર્વેલસ છે કહેવું પળે ખૂબ મીઠું ગાય છે જાણે લતા મંગેશકર, યાદ આવી. સાથે દોસ્તી કરાવી દે તું કહીશ એ તને આપીશ.
સંયુક્તાએ બે પેગ પુરા કરેલાં એની આંખોમાં નશો જણાતો હતો એણે કહ્યું "સાગરના કંઠ તોલે કોઇનોય ના આવે કેવા સરસ રોમેન્ટીક ગીત ગયેલા એ કેટલો બધો રોમેન્ટીક છે. એનાં પાપા માટે ગાયેલું જૂનૂ ગીત પણ મને હૈયે વસ્યું હતું મસ્ત શબ્દો હતાં કે એક બાર મુસ્કુરા દો... કાશ એ મને આવું કહીને બોલાવે ગાય એ મારાં માટે ગીત ગાય. ભાઇ મને પણ કોઇપણ હિસાબે અને કિંમતે સાગર જોઇએ.
થોડીવાર શાંત રહ્યાં પછી સંયુક્તાએ કહ્યું "પણ જબરજસ્તીથી ભાઇ પ્રેમ નથી થતો એતો અંદરથી સ્કુરે દીલમાંથી આવે હું એનો પ્રેમ કેવી રીતે જીતુ એજ વિચાર્યા કરું છું તું ભાઇ સીમા સામે કોઇ જબજસ્તી ના કરીશ નહીંતર બાજી સાવ હાથમાંથી જશે ઉપરથી તું મુશ્કેલીમાં મૂકાઇશ એ જુદો. પછી તને કોઇ છોડાવી પણ નહીં શકે આ સિંહની બોડમાં હાથ નાંખીને એમની ઇજ્જત લેવા જેવી વાત છે એટલે બળ નહીં પણ કળથી કામ લેવું પડશે.
રણજીતે કહ્યું "તારી વાત સાચી છે એટલે જ હું ઉતાવળ નથી કરતો તારાં પર જ આધાર રાખીને બેઠો છું તું કહીશ એ કરીશ. તે જેટલું મને સમજાવેલું એ બધુ જ અક્ષરે અક્ષર મેં એજ રીતે કર્યું અને પેલા અક્ષય જોડે કરાવ્યું છે.
સંયુક્તાએ કહ્યું "એમાં શું થયું આગળ ? કેટલે સુધી રહ્યું છે ? મારે એ જાણવું છે. તેંતો મને એ ફોટાં અને વીડીયો પણ નથી બતાવ્યાં પહેલાં એ બતાવ મને મોકલ પછી વાત કરું.
રણજીતે કહ્યું "હાલ જ મોકલું અને સેન્ડ થઇ તારામાં લોડ થાય ત્યાં સુધી લે મારાં ફોનમાં જ જોઇ લે. રણજીતે એમ કહીને લખેલો મેસેજ ના મોકલ્યો એ સિવાય ફોટાં એનાં અને સાગરનાં વીડીયો સાથે મોકલ્યાં અને જોવા માટે ફોન આપ્યો. સંયુક્તાએ રણજીતનાં ફોનમાં ફોટાં અને વીડીયો જે અક્ષયે એનાં અને સાગરનાં લીધેલાં ઉતારેલાં એ જોવા લાગી.
એ ફોટાં અને વીડીયો જોતી જાય અને બોલતી જાય વાહ એક્ષેલન્ટ મસ્ત લેવાયાં છે એકે એક એંગલ...... પછી ચૂપ થઇ ગઇ અને પોતાનો હોઠ દાંત નીચે દબાવીને વિચારોમાં પડી ગઇ એ બધું જોયાં પછી કહે શું કર્યું પછી આનું ? જ્યાં પહોચાડવાના હતાં ત્યાં પહોંચી ગયાં ? આપણાં ચક્રવ્યુહની આ પહેલી કડી છે. રણજીતે કહ્યું હાં થોડો વખત પહેલાં જ રીસીવ થયાં છે.
સંયુક્તાએ ડ્રીંક પુરુ કરી પોતાનો ફોન ઉપાડીને રણજીતને કહ્યું "ગુડ જોઇએ આગળ શું રીએકશન આવે છે અને હું પણ આનો મસ્ત ઉપયોગ કરીશ જો આગળ કેવી આગ લાગે છે અને ચક્રવ્યૂહમાં સાગર સીમા કેવા ફસાય છે અને કેવો અંજામ આવે છે. ચાલ ગુડનાઇટ એમ કહીને સંયુક્તા રણજીતની વીંગ નીકળી પોતાનાં બેડરૂમમાં આવી. આવીને તરતજ પહેરેલાં સેન્ડલ સાથે જ બેડ પર પડી. એણે જોયેલાં વીડીયો પોતાનાં ફોનમાં વારે વારે જોવાં લાગી સાગર સાથે એ કેવી શોભી રહી છે એણે મનમાં કહ્યું "સાગર મારાં દુશ્મન હું તને ખૂબ પ્રેમ કરુ છું તું મારો જ છે. આ જોને વીડીયોમાં આપણી જોડી કેવી જામે છે એણે વીડીયો જોયો એનો છાતીનો ઉભાર સાગરનાં પીઠમાં એવો દબાય છે એ વખતનો એહસાસનો આનંદ એને યાદ આવી ગયો જાણે સાગર સાથે મદુરજની માણી હોય એટલી આનંદીત થઇ ગઇ એણે ઓશીકાને માધ્યમ બનાવી જાણે સાગરને પ્રેમ કરતી હોય એમ વર્તવા લાગી થોડીવાર મસ્તી કરતાં કરતાં એની આંખ ક્યારે મળી ગઇ ખબર જ ના પડી ફોનમાં વીડીયો ચાલુ હતો એ ધીમે ધીમે બંધ થઇ ગયો અને એકબાજુ એની આંખ નીંદરમાં બંધ થઇ અને ફોનમાં એક મેસેજ ફલેશ થયો અને એને જોવાની ખબર ના રહી....
પ્રકરણ 24 સમાપ્ત.
ભૂરાએ જૈમિન પાસે સંયુક્તાનો નવો નંબર લીધો જે એને અક્ષય પાસેથી મળેલો. અક્ષયે કેવી રીતે લીધેલો એ અક્ષયને જ ખબર અને ભૂરાએ એક મેસેજ લખ્યો અને સેન્ડ કર્યો ભૂરાએ જોયું કે મેસેજ રીસીવ થયો છે પણ રીડ નથી થયો. એણે વિચાર્યું સવાર સુધીમાં વંચાશેજ ને એમ કહીને ફોન બંધ કર્યો.
અક્ષય પેલેસથી નીકળીને સીધો ઘરે ના જતાં નદી કિનારે પહોચ્યો એણે ત્યાં જઇને રેતીમાં લંબાવ્યું એને થયું હતું કે અમી આટલી સુંદર લાગે છે મેળવવી કેવી રીતે ? અને એનાં ધ્યાન આવ્યું કે મેં અમીને મેસેજ તો લખી મોકલી દીધો પણ એને પ્રશ્ન થશે કે મેં એને જોઇ કેવી રીતે ? આનો શું જવાબ આપીશ એ વિચારમાં પડી ગયો. એને થયું. દારૂનાં નશામાં અને એક્ષાઇટમેન્ટમાં મારાથી મોટી ભૂલ થઇ છે પણ કંઇક તો રસ્તો કાઢી લઇશ એમ કહીને ત્યાંજ સૂઇ ગયો.
"""""""""""""""