Pranay Saptarangi - 23 books and stories free download online pdf in Gujarati

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 23

પ્રણય સપ્તરંગી

પ્રકરણ - 23

અક્ષય નીચે જવાનુ વિચારતો હતો અને સામે રણજીત આવીને ઊભો એણે ગુસ્સાથી અક્ષય સામે જોઇ પૂછ્યું "ક્યાં જાય છે ? તને સોપ્યું એ કામ થઇ ગયું? અક્ષય પીધેલામાં પણ થોડો અચંબામાં પડી ગયો એને થયું મેં શુ ભૂલ કરી છે આ મારી સાથે આમ વાત કરે છે ? એણે કહ્યું "બોસ તમે કહ્યું એ પ્રમાણે જ બધુ જ કામ પુરુ કર્યુ છે છતાં તમે કેમ મારાં ઉપર ભડકો છો ? શું થયું ? અને હું તો વિચારતો હતો કે મેં કામ પુરુ કર્યું કંઇ ઇનામ મળશે આતો આગ ક્યાંક બીજે લાગી અને મારાં પર ગુસ્સો ?

રણજીતે કહ્યું આખી બોટલ પુરી કરી ગયો ? કે છે હાજી છે? એમ કહી બોટલ તરફ આગળ વધ્યો અને ઢાંકણ ખોલીને સીધી જ બોટલ મોં પર માંડી અને ગટ ગટ પીવા લાગ્યો. અક્ષયે કહ્યું એરે બોસ નીટ કેમ ? તમે તો ક્યારેય નીટ નથી પીતા આ સોડા છે જુઓ અને રણજીતે થોડાં ઘૂટ નીટ પીધા પછી બોટલમાંથી સ્કોચ ગ્લાસમાં નાંખવા માંડી અને સોડા ઉમેરી મોટાં મોટાં ઘૂટ લેવા માંડ્યો. એનાં મોઢામાંથી અપશબ્દો નીકળ્યા અને બોલ્યો "ક્યાંય સુધી કાબૂ કરીને બધુ જોયાં કરતો હતો અને સાલા વરણાગી સાથે બધાની સાક્ષીમાં પેલીનેં એંગેજમેન્ટ રીંગ પહેરાવી દીધી. આજે તો મે શું વિચારેલું અને શું થઇ ગયું ? ક્યાંય પેલો ફાવવા જ નથી દેતો. અક્ષય અકળામણનું કારણ સમજી ગયો એણે દાઢમાં હસતાં હસતાં કહ્યું "અરે બોસ તમારે છોકરીઓની ક્યાં નવાઇ છે ? તમે બોલો એટલી હાજર કરું. અને પછી બેશરમીની હદ વટાવતાં કહ્યું "તમે આમ ધીરજ કેમ ગુમાવો ? બધી છોકરીઓમાં બધુ સરખુંજ હોય છે ને ? આના ઉપર શું છાપ મારી છે ? અને પેલાથી કેટલીયે વાર એ...... રણજીતે એને ત્રાડ પાડી અટકાવી બોલ્યો બસ કર મને નાં ભણાવ પણ હું એકવાર જેને ઇચ્છું એજ મને જોઇએ ભલે બધાનું સરખું હોય સમજ્યો ? તું કેમ એની બહેન પાછળ લટ્ટુ થઇને ફરે છે છોડને તને અહીં પણ ઘણી મળી રહે છે મેં જ તને કેટલી સાથે.... અક્ષયે કહ્યું સમજી ગયો બોસ હવે વધું ઉદાહરણ ના આપો. તમે હુકુમ કરો બોલો શું કરું મને પણ પેલા ઉપર ખૂબ રીસ છે સાલો બધી રીતે ફાવી ગયો છે તમે કહોને શું કરું ?

રણજીત થોડીવાર એની સામે જોઇ રહ્યો પછી એની નજીક જઇને એક લાફો મારી દીધો. અક્ષય તો બધવાઇ જ ગયો એણે કહ્યું "કેમ મને લાફો માર્યો મારો શું વાંક છે આમાં ?

રણજીતે ગુસ્સામાં કહ્યું "સાલા મિત્ર થઇને મને રોકતો નથી... મારે અત્યારે પીવાનું નહોતું એ નીચે ફંકશનમાં કયું મોં લઇને જઇશ ? પાપાને ખબર પડશે તો કહેશે એક ફંકશન સુધી તારામાં કાબૂ નથી તને પીવાની આટલી તલપ રહે છે ? ચીકુ અને સીમાની સામે જઇશ તો ખબર પડી જશે.

અક્ષયે કહ્યું "મને શું ખબર ફંકશન પુરુ થયું કે હજી બાકી સોરી યાર.... રહેવા દો હવે ના પીવો હજી ખાસ કંઇ પીધું નથી નીટ પીધું એજ આ પેગમાં તો એકજ ઘૂંટ મોટો લીધો છે એજ. લાવો હું જ પુરુ કરી દઊં. એમ કહી રણજીતે બનાવેલો પેગ એ પેટમાં પધરાવી ગયો.

રણજીત એને જોઇ રહ્યો એને થયું આની વીકેટ હવે કાયમ માટે પડેલી જ છે સાલો સાવ ભીખારો થઇ ગયો છે દારૂની બાબતમાં તો એટલો વ્યસની થયો છે કે જાત વેચવા તૈયાર થશે એમ હસતો હસ્તો ઉભો થઇને મજાક્યા અક્ષયને માથામાં થપાટ મારી કહ્યું "ચલ તુ જ પુરુ કરજે હું થોડો સ્વસ્થ થઇને નીચે જઉં એમ કરીને એણે ત્યાંથી લીંબુની ચીરી મોઢાંમાં ચૂસી મીઠું ચાટીને એ સ્વસ્થ થઇને પાછો નીચે જવા નીકળ્યો. જતાં જતાં કહ્યું અલ્યા પેલો મેસેજ થઇ ગયો ને ? એનો જવાબ તો આપ. અક્ષયે કહ્યું મેસેજ મેં મોકલી દીધો છે પણ હજી રીસીવ નથી થયો. મારું ધ્યાન છે જ રીસીવ થશે એટલે જુઓ મજાનો ખેલ ચાલુ થઇ જશે.

રણજીત હસ્તો હસ્તો નીચે જવા લાગ્યો. અક્ષય એને જતાં જોઇ રહ્યો અને પોતાનાં ગાલ પર પડેલો રણજીતનો લાફો યાદ કરીને બખડયો..... રાજકુમાર તારો અત્યારે સમય છે મારી લે મારો દાવ આવશે ત્યારે ખબર નહીં તારું શું થશે ? મને તું તારો પેદુ ગણે છે પરંતુ ક્યારે પેદુ ખેલમાં ચેક મેટ કરશે તને ખબર પણ નહીં પડે. મારી પાસે તારાં પણ બધા પુરાવા છે. એમ કહી પાછો ફોન ખોલીને એણે જોયું તો એણે મોકલેલા પેલા ફોન નંબર પર બધાં મેસેજ ફોટા અને વીડીયો રીસીવ થયેલા હમણાં શું આગળ થશે એ કલ્પનાથી જ એને મજા આવી રહી હતી. એણે બીજો ફોન કાઢીને રણજીતને મેસેજ કરવા માંડ્યો બોસ જસ્ટ હમણાં ફોન ચેક કર્યો તો પેલાં મેસેજ ફોટા વીડીયો રીસીવ થઇ ગયાં છે. એણે રણજીતને મેસજ કર્યો પણ હવે એનો ફોન સ્વીચ ઓફ આવ્યો.

****************

ભૂરાએ સુંદરીને કહ્યું "દીકરા કેમ છે ? તારું ભણવાનું બધુ હવે બરાબર ચાલે છે ને. તને અહીં જૈમિન અંકલ અને કવિતા આંટી બરાબર રાખે છે ને ? તને કોઇ અગવડ નથી ને ? સુંદરી તો ભૂરો આવ્યો ત્યારથી ખૂબ ખુશ હતી એણે કહ્યું "પાપા હું ખૂબ ખુશ છું અને ભણવાની પણ ખૂબ મજા આવે છે મારાં ઘણાં ફેન્ડ્રસ પણ થઇ ગયાં છે સ્કૂલમાં એક અંકલ આવે છે એ પણ મને ઘણી ગીફ્ટ આપે છે. ભૂરો ચમક્યો કોણ અંકલ આવે છે બેટા ? શું નામ છે ? કેવા છે ? તારી સાથે શું વાતો કરે છે ? શું ગીફ્ટ આપે છે ? ભૂરાએ સુંદરીને અસંખ્ય પ્રશ્નો પૂછી લીધાં.

સુંદરીએ કહ્યું "પાપા એમનું નામ નથી ખબર પણ હું અંકલ જ કહુ છું. એ મને કાયમ કંઇને કંઇ આપે છે ક્યારેક કેડબરી ચોકલેટ ક્યારેક કોઇ બુક ક્યારેક રમવાની ગેમ અને ખૂબ પ્રેમથી વાતો કરે છે મને કોઇ તકલીફ નથીને એવું પણ પૂછે છે. ભૂરાએ કહ્યું એમનું નામ નથી ખબર ? અને કોઇ અજાણ્યા સાથે વાત કેમ કરે છે તું ? કેમ ગીફ્ટ લે છે ? તારી પાસે શું ઓછું છે ? એણે મારા માટ ક્યારેય નથી પૂછ્યું ? સુંદરી થોડી ગભરાઇ ગઇ એણે કહ્યું પાપા એ તમારાં માટે નથી પૂછતાં જૈમીન અંકલને જ મારાં પાપા સમજે છે એ જૈમીન અંકલને એકવાર મળેલાં છે એ લોકો સારી રીતે વાત કરતાં હતાં એટલે મને એમ કે આપણાં ઓળખીતાં છે પણ તમે કહો છો તો હું કોઇ સાથે વાત નહીં કરું ગીફ્ટ નહીં લઊં બોલતાં બોલતાં રડી પડી.

ભૂરાએ સુંદરીને વ્હાલથી ભેટીને માથે હાથ ફેરવીને કહ્યું " સોરી દીકરા તને ખબર જ છે આપણે કેટલી ભાગમ ભાગ અને રઝવળ પછી અહીં થોડાં સેટલ થયાં છીએ મારી પાછળ પોલીસ પડી છે અને હું હવે થાક્યો છું આમ રખડીને પરંતુ મારાં માથે ખોટાં સાચાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. તું ચિંતા ના કરીશ કોઇ રસ્તો કાઢીશું અને એણે જૈમિન કવિતાને બોલાવ્યાં જૈમીનને પૂછ્યું સુંદરીને સ્કૂલમાં કોણ મળે છે ? જે એને ગીફ્ટ આપે છે અને તું મને કંઇ જણાવતો પણ નથી.

ભૂરાએ જરા દાબીને સખ્તાઇથી પૂછ્યું જૈમિને શાંતિથી જવાબ આપતાં કહ્યું "ભાઇ સાચી વાત આજે તમને કરું છું મને ખબર છે હમારી બરબાદી પાછળ કોણ છે અને તમે ભાગતા ફરો છો અને તમારી પાછળ શું થઇ રહ્યું છે એની બાતમી મને એક માણસ આપતો હતો એટલે એની સાથે સંબંધ મેં વધારેલો પણ તમારાં અંગે મેં કોઇ જ વાત એને કીધી નથી.

ભૂરાની ધીરજ ના રહી એણે કહ્યું "તું આમ મારી પીઠ પાછળ કોની સાથે સંબંધો બાંધે છે ? કોણ છે એ ? જૈમિને કહ્યું ભાઇ તમારાં માટે જ અને સુંદરી અહીં સારી રીતે સલામત રહી શકે એટલે મેં... ભૂરાએ અટકાવતાં કહ્યું "તું જણાવીશ પહેલાં છે એ કોણ ? જૈમિને કહ્યું "બહુ માહિતી નથી પરંતુ એકવાર હું પોલીસ સ્ટેશનથી બ્હાર નીકળી રહેલો જ્યારે આપણે કેસ થયેલો ત્યારે હું નિર્દોષ છૂટેલો અને આ મને ભટકાયેલાં એનું નામ અક્ષય છે એણે કહ્યું "હું જાણું છું તું નિર્દોષ છે અને ભૂરાને પણ ફસાવવામાં આવેલો છે મને ભૂરાનો આખો ઇતિહાસ ખબર છે પરંતુ જો તને મારામાં વિશ્વાસ હોય તો મારી મિત્રતા રાખ હું તને મદદ કરીશ અને ભૂરાને પણ નિર્દોષ છોડાવવામાં મદદ કરીશ પરંતુ તારે પણ મને મદદ કરવાની અને ભાઇ હું એની વાતોમાં આવ્યો એણે મને ખૂબ મદદ કરી છે સુંદરી અંગે સ્કૂલમાં કવિતાને પણ નાનાં મોટાં ઘરગથુ કામ અપાવે છે અને એની સાથે એની કોઇ મિત્ર પણ ક્યારેક આવે છે અને સુંદરીને ગીફટ આપે છે.

સુંદરી તરત વચ્ચે બોલી હાં અમી આંટી ખૂબ જ સારાં છે છોકરી છે પણ ખૂબ હિંમતવાળા છે પાપા મને એમનાં જેવું જ બનવું છે એ મને ખૂબ ગમે છે. પાપા તમે મળશો તો તમને ખબર પડશે.

ભૂરો તો આ લોકોની વાતો સાંભળીને અચરજમાં જ પડી ગયો. એને થયું આ બધુ શું ચાલી રહ્યું છે એણે થોડી નારાજગી સાથે કહ્યું "તારાથી મને કંઇ પૂછાય કે કહેવાય નહીં અને કંઇ પણ કરતાં પ્હેલાં મારી મરજી છે કે નહીં એ જાણવાની તને જરૂર ના લાગી ?

જૈમિને કહ્યું "ભૂરા ભાઇ મને ખબર છે પણ અહીંથી તમે ગયાં પછી નથી જીનૈદ મળ્યો ના તમે કેટલાય સમયથી સંપર્કમાં નહોતાં નહોતો તમારો ફોન કોઇ લાગતો કાયમ સ્વીચ ઓફ આવે ક્યાં તો નેટવર્કની બહાર હોય. તમે મને સૂચનાં આપી હતી તો હું 2/3 નવા સીમ કાર્ડમાં લાવીને રાખેલાં છે અને એમાં તમે આજે આવવાનાં એ ગઇકાલે રાત્રે તમારો મેસેજ જીનૈદ રૂબરૂ આવીને આપીને એ ક્યાં ગયો ખબર નથી. મેં એ સીમ હમણાં જ ફોનમાં નાંખ્યું છે.

ભૂરાએ કહ્યું "ઠીક છે પણ મારે એ અક્ષ્યને મળવું પડશે અથવા એની માહિતી હું કઢાવી લઇશ પણ પેલો ફોન મને આપ જેમાં નવું સીમ નાખ્યુ છે કારણ કે મારું અત્યારનું સીમ મેં કાઢી નાંખ્યુ છે કારણ કે મારો ફોન સર્વેલન્સમાં હોય એવો મને વ્હેમ છે કારણ કે પેલી સાથે છેલ્લે વાત થઇ પછી પાકો જ થયો છે વ્હેમ. અને પછી એ સીમથી મેં વાત ના કરી તારી સાથે પણ... હવે આ સીમ મારે સાચવવું પડશે કોઇને નંબર નહીં અપાય. ત્યારે જૈમિન આવું સાંભળીને ગભરાયો એણે કહ્યું "સોરી ભૂરાભાઇ આ નંબર મેં લીધો અને અક્ષયે મને કહેલું કે એનો ફોન પણ કોઇ રીતે ક્યાંક ટેપ થાય કે જોવાય છે એટલે એમણે બીજો નંબર એમનો આપેલો ને કોઇ નવો નંબર તમારી માહિતી માટે માંગલો. તો આ અત્યારે સીમ છે એ નંબર મેં એમને આપેલો છે. એમણે જે નવો નંબર આપેલો એમાં એવું આવે છે કે અસ્તિત્વમાં જ નથી.

હવે ભૂરાનો ચમકવાનો વારો હતો એણે કહ્યું "તારે આ નવો નંબર કોઇને શા માટે આપવો જોઇએ ? ચોક્કસ એ પોલીસનો ફોડેલો માણસ હોવો જોઇએ. તારામાં કોઇ અક્કલ જેવું છે ? આટલો સમય મારી સાથે રહ્યો તને માણસ ઓળખતાં નથી આવડતું ? અહીં તમારું રહેવાનું પણ તે જોખમમાં મૂકી દીધું છે. લાવ એ ફોન જોઊં.... અને એણે સુંદરીને કહ્યું જા દીકરા તું મારાં માટે પાણી લાવ.

ભૂરો ફોન લે એ પહેલાં જ જૈમિને કહ્યું આપું છું ફોન ચાર્જીમાં છે તમને પૂરો ચાર્જ કરીને આપું ને આ ફોન પણ તમારા માટે તમારાં કહેવાં પ્રમાણે નવો અને લેટેસ્ટ લીધો છે અને ભાઇ તમે કહો છો એમ તમારી પાસે તૈયાર થયો છું અને હું પણ ખૂબ જ ટ્રેઇન થયેલો છું માણસ ઓળખવામાં મેં ભૂલ નથી જ કરી એ મારો ઉપયોગ કરશે એ પહેલાં હું એનો ઉપયોગ કરી લઇશ તમે નિશ્ચિંત રહો તમને નુકશાન પહોંચે એવું ક્યારેય નહીં જ કરું એ પહેલાં મારો જીવ આપી દઇશ. ભૂરો થોડો શાંત થયો પછી કહ્યું તું જીવ આપી દઇશ તો હું મુક્ત થઇ જઇશ ? જૈમિન કહ્યું "પણ હું એવી સ્થિતિ જ નહી આવવા દઊં. તમને બરબાદ કરનાર ઇમરાન કરતા વધુ જવાબદાર પેલો રણજીત છે અને એની ઉપર મારી નજર છે. તમે જાણો છો એનાંથી વધુ માહિતી મને અક્ષય પાસેથી એની મળી છે.

હવે ભૂરાની આંખો પહોળી થઇ ગઇ એણે હસતાં ચહેરે કહ્યું "શું વાત કરે છે ? તું આટલો હોશિયાર છે ? શું માહિતી મળી છે તને રણજીતની ? કહેને વિગતવાર વાત કરને હમણા ફોન નહીં ? તારી માહિતીની જરૂર છે બોલ કર બધી જ વાત પહેલાં મને.....

ભૂરાભાઇ આ રણજીતનાં ખેલમાં જ તમે સપડાયાં હતાં તમે એમની બહેન સંયુક્તાનાં પ્રેમમાં હતાં ગબાડૂબ એમની બ્હેન પણ તમને ખૂબ પ્રેમ કરતી હતી પરંતુ રણજીતને પસંદ નહોતું તમે આંખમાં કણાંની જેમ ખૂચતાં હતાં એટલે એમનાં જ બધા દાવ સવળા પડતાં ગયાં તમારાં અવળાં... એમણે જ એમનાં જ ફોલ્ડરોથી દારૂ અને ડ્રગ્સનાં ધંધામાં ઉતાર્યા પછી તમને ફસાવ્યા અને જેલમાં પેલો ઇમરાન એને પણ એ લોકેએ ફોડેલો એમનાં જ પ્લાન પ્રમાણે તમને પાછા ભગાવ્યા એટલે તમારો બમણો ગુનો અને ભાગેડું થયાં એટલે તમે ના કરેલા ગુનામાં પણ તમે વોન્ટેડ થયાં એમની બધી બાજી સવળી પડી ઇમરાનને પાછો પકડી લીધો અને તમે આપણે ના કરેલા ગુનામાં પણ ફસાઇને ભાગતાં ફરો છો એની બહેનને હવે તમારાંમાં કોઇ રસ નથી અને એણે એનાં ભાઇનેજ સોંપેલું કે એને તમારી ચુંગાલમાંથી છોડાવે આમ એણે એની બહેને પણ તમારી સાથે રમત રમી લીધી અને હવે સતિ સાવિત્રી થઇને ફરે છે. ભાઇ આ બધુ જ અક્ષયે મને વિગતવાર જણાવ્યું.

ભૂરાએ કહ્યું "તારી વાતમાં અને બાતમી માં દમ છે પણ અક્ષયને કેવી રીતે ખબર પડી ? એ શું છે કે એને બધી માહિતી મળે ? પોલીસમાં છે ? જૈમિને કહ્યું ના ભાઇ પણ પોલીસનો ભાઇ જ છે કોઇ કંપની ચાલે છે એમાં કામ કરે છે જે ગુન્હેગારોની બાતમી એક્ઠી કરીને પોલીને આપે છે અને એ રણજીતનો પણ ખાસ મિત્ર છે એટલે રણજીતની વાતો જાણે છે અને સાથે એની ફ્રેન્ડ છે એ આ અમી. એ લોકો ઘણીવાર સાથે બધે કામે જાય છે એવી ખબર છે.

ભૂરાએ કહ્યું "પણ રણજીતનો મિત્ર હોય તો એને શું રસ છે આપણામાં કે આપણને બચાવવામાં ? તું મૂર્ખ છે ? એ આપણી બાતમી તારી પાસેથી કઢાવતો હશે આવા નાટક કરીને. તું ફસાયો છે અને સાથે સાથે હું પણ ફસાયો છું.

જૈમિને કહ્યું "ના ભૂરા ભાઇ એવી વાત નથી એ અક્ષય એમની મિત્રતા રાખે છે પણ એમને ગાળો દે છે કહે એ બધાને ફસાવતો ફરે છે એક નંબરનો રંડી બાજ છે અને એકવાર એમની મિત્ર પર પણ નજર બગાડેલી ત્યારથી એ વિફર્યો છે અને આ અક્ષય દારૂ એનો પીવે છે અને ખોદણી બધી એની જ મારી પાસે કાઢે છે મેં પણ એને બે ત્રણ વાર અહીં દારૂ પીવડાવ્યો છે મને લાગે છે કે એને વ્યસન જ થયું છે દારૂનું.

ભૂરો કહે "એને દારૂ પીવડાવે ત્યારે પેલી છોકરી પણ એની સાથે હોય છે ? અને અહીં આવીને એ લોકોને તું એકાંત આપે છે કે એવું તેવું વર્તે છે ? અહીં એણે મળવાનું સલામત સ્થાન નથી બનાવ્યું ને ?

જૈમિને કહ્યું "ભૂરાભાઇ તમે ભૂલ ખાવ છો. એ છોકરીતો ખૂબ સંસ્કારી છે આ અક્ષય ફ્રેન્ડ ફ્રેન્ડ કહે છે પણ મને ક્યારેય એ છોકરીનું વર્તન એવું નથી લાગ્યું અને એ છોકરીતો એની સાથે આવી હોય પણ ઘરમાં અંદર પણ નથી આવતી અક્ષય વાતો કરીને જતો રહે છે. અને દારૂ પીવા માટે આવ્યો હોય ત્યારે એ એકલોજ હોય અને રાત્રે જ આવે છે મને લાગે એ છોકરીને તો ખબર પણ નહીં હોય કે આ અક્ષય એનાં માટે એવું વિચારે છે.

ભૂરો કહે "એનો મતલબ આ અક્ષય પણ અંદરથી નકામો જ છે ઠીક છે તું સાવધાની રાખજો આપણે કોઇપણ રીતે રણજીતની ચૂંગાલમાંથી નીકળવું છે અને નિર્દોષ સાબિત થવું છે. મને સંયુક્તા ભૂલાતી નથી હવે જાણે પ્રેમ એકતરફો થઇ ગયો હોય એવું લાગે છે. ચાલ લાવ પેલો ફોન ચાલુ કર હું મારું કામ આગળ કરું તને ખબર છે આજે મારો પ્લાન કંઇક બીજો જ હતો અને હું અત્યારે તારી સાથે ગપ્પા મારું છું.

જૈમિન કહે હાં જીનૈદે કહેલું તમે તો પેલેસ પર બંન્ને જણાં જવાનાં હતાં તો એકદમ શું થયું ? ભૂરાએ કહ્યું "એ લોકોને વ્હેમ હશે કે હું આવીશ એટલે બંદોબસ્ત ખૂબ હશે એટલે ભલે ચોક્કતા રહે તો હું મારી રીતે મારો શિકાર કરીશ. સંયુક્તાને એકવાર તો મારે પાઠ ભણાવવો છે પછી છોડી દઇશ સુંદરી માટે થઇને બધુ જ છોડી દઇશ ક્યાંક એને લઇને જતો રહીશ.

જૈમિને કહ્યું "ભાઇ સુંદરીની ચિંતા ના કરો અહીં બધુ જ ઠરીઠામ થયું છે અને હું અને કવિતા સગી જણી દિકરીની જેમ એને પ્રેમ કરીએ છીએ સાચવીએ છીએ તમે ચિંતા ના કરશો. એમ કહીને જૈમિને ફોન ચાર્જ થઇ ગયો છે જોઇને ફોન ચાલુ કર્યો અને ભૂરાનાં હાથમાં આપ્યો.

ભૂરાનાં હાથમાં ફોન ચાલુ કરીને આપ્યો અને થોડીક જ સેકન્ડમાં અજાણ્યા નંબર ઉપરથી અચાનક મેસેજ ફોટાં અને વીડીયો આવ્યા. બધુ લોડ થઇ રહ્યું હતું ભૂરાએ ઓપન કરીને બધુ જોવા અને વાંચવા માંડ્યું અને અને એની આંખો ફાટીને ફાટી રહી ગઇ.

ભૂરો ફોનમાં આવેલાં ફોટાં અને વીડીઓ જોઇ રહેલો અને આંકો ચકળવકળ થતી હતી વીડીઓ જોઇને એની આંખો પહોળી થઇ ગઇ આંખોમાં અગમ્ય ગુસ્સો આવી ગયો ગુસ્સાથી એની આંખો લાલ લાલ થઇ ગઇ અને ગુસ્સામાં અતિરેકમાં એની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા એને બે બાજુની લાગણીઓ થઇ આવી હતી એકબાજુ ગુસ્સો અને બીજી બાજું એનું હૃદય તુટી ગયું હતું અપાર વેદના ટપકતી હતી એણે ત્રાડ પાડી અને બોલ્યો "નહીં નહીં નહીં આવું ના જ થાય ના જ થાય અને એણે આગળ મેસેજ વાંચ્યો તો એનાં માથાનાં વાળ ઉભા થઇ ગયાં. એનાથી સહેવાતુ નહોતું એણે ફોન ફેંકીને દિવાલ પર હાથ પછાડ્યા બૂમો પાડી પોતાનાં વાળ ખેંચ્યાં અને પોતાનું શર્ટ ખેંચી ફાડી નાંખ્યું એનાથી સહેવાતું નહોતું અદમ્ય ગુસ્સા સાથે એને ખૂબ દુઃખ પ્હોચેલું એ ધુસકે ધુસકે રડી ઉઠ્યો.

જૈમિન એને આશ્ચર્ય અને આધાતથી જોઇ રહ્યો અને કવિતા અને સુંદરી પણ બીજા રૂમમાંથી ભૂરા પાસે દોડી આવ્યાં. ભુરાને બેકાબુ થયેલો જોઇને સુંદરી કવિતા જૈમિન બધાં જ ખૂબ ગભરાઇ ગયા કોઇની કંઇજ બોલવાની હિંમત નહોતી બધા ભૂરાને બસ જોઇ રહેલાં એનાં આવાં સ્વરૂપમાં કયારેય જોયો નહોતો. બેકાબૂ ભૂરો ધીમે ધીમે રડતો શાંત થયો પછી એણે આંસુ લૂછ્યાં વાળ સરખા કર્યા અને સુંદરી દોડીને પાણી લઇ આવી. ભૂરાએ રડતી લાલ આંખ સુંદરી સામે જોયું પાણી પીધું પછી સુંદરીને વળગીને પાછો રડી ઉઠ્યો.

થોડો સમય બધાએ ભૂરાને આપો. જૈમિતો કંઇ પૂછે એ પહેલાં ભૂરાએ એને ધીર ગંભીર અવાજે કહ્યું "અક્ષયે તારો ઉપયોગ પહેલાં કરી લીધો અને મને રણજીતે મેસેજ મોકલ્યો છે મને તોડવા હરાવવા દુઃખી કરવા. પણ હવે અક્ષયનો ઉપયોગ હું કરીશ અને રણજીત જોતો રહી જશે. એમ એ કોઇ ચોક્કસ પ્લાન કરીને જ આ ફોટા વીડીયો મેસેજ મોકલ્યો છે પરંતુ હવે એની ચાલ ઊંધી પાડીને હું અક્ષયનો ઉપયોગ કરીને જો હું ચાલ ચાલુ છું. એનો જ માણસ એનું પેદું હવે શું કરે છે એનાં માટે એને કલ્પના પણ નહીં હોય. અને એ જોર જોરથી હસવા લાગ્યો.

************

રણજીત ટેરેસપરથી દારૂનાં ઘૂંટ મારીને નીચે આવી ગયો ત્યારે બધુ પતી ગયું હતું અને સાગરનો ફ્રેન્ડ વિનોદ કોઇ મીમીક્રી કરી રહ્યો હતો બધાં ખડખડાટ હસી રહ્યાં હતાં. હાસ્ય એટલું પ્રસરેલું હતું કે સીમા અને સાગર ત્થા સંયુક્તા બધા એકબીજાને તાળી આપીને પુરું મનોરંજન માણી રહેલાં મોટ્ટા ભાગનાં જોક્સ વાંઢા અને પરણેલાં વચ્ચેનાં હતાં. રણજીતે જોયું કે એનાં માતાપિતા અને બધાંજ મહેમાન ખૂબ આનંદથી માણી રહેલાં.

રણજીત ધીમાં સ્વસ્થ પગલે પોતાની એંકર ડેસ્ક પર પાછો ગોઠવાઇ ગયો પણ એનાં ઉપર અંધારુ હોવાથી કોઇને ખાસ ખ્યાલ નાં આવ્યો. એટલે એણે હાંશ અનુભવી. થોડીવારમાં મીમીક્રી પતી અને આખો સ્ટેજ પર પાછી રોશની છવાઇ ત્યારે બધાની નજર રણજીત પર પડી પણ કોઇને કંઇ અજુગતું ના લાગ્યું કે આ સમયે રણજીત નહીં હોય અને હવે આગળનું એનાઉન્સ કરશે.

રણજીતે જોયું તો સાગર અને સીમા એકબીજામાં જ મસ્ત હતાં અને એલોકોની નજર રણજીત તરફ હતી જ નહીં અને સંયુક્તા એ રણજીત તરફ જોયું અને કંઇક ઇશારો કરીને કહેવા ગઇ. રણજીત થોડાં નશામાં તો હતો જ એ શું સમજ્યો કે ના સમજ્યો એણે એનાઉસ કર્યું "હવે આપની સમક્ષ કોયલ કંઠી અને મારી ખાસ મિત્ર સીમા એક ખૂબ સારું પ્રેમગીત રજૂ કરશે. સંયુક્તા અને સીમા સાગર તો આશ્ચર્યમાં પડી ગયાં કે હવે તો સંયુક્તાનું નૃત્ય હતું ગીત નહોતું સીમાએ સાગર સામે જોયું થોડી અસ્વસ્થ દેખાઇ સાગરે એનો હાથ હાથમાં લઇને કહ્યું જા ગીત ગા. સીમા જાણે સમજી ગઇ હોય એમ સ્વસ્થ થઇને સાગરની સામે જ જોઇને એણ એ ગીત ગાવાનું શરૂ કર્યું "આપકી નજરોને સમજા પ્યાર કે કાબીલ મુઝે દીલકી એ ઘડકન ઠહરજા મીલ ગઇ મંઝીલ મુઝે.... જી હમેં મંજૂર હે આપકા યે ફેંસલા.. રહે રહી હૈ "હર નજર બંદા પરવર શુકીયા હસકે અપની જીંદગીમે કર લીયા શામીલ મુઝે ... સીમા એટલાં મીઠાં સ્વરે એટલું તન્મય થઇને આટલો પ્રેમ વરસાવીને સાગરની સામે જોઇને ગાઇ રહી હતી એણે આગળ ગાયું. આપકી મંજીલ હૂં મેં મેરી મંઝીલ આપ હૈ મેં તુમસે કરેલું પ્યાર મેરા સાહીલ આપ હૈ કોઇ તૂફાનોં મે યે કહે દે મિલ ગયાં. સાહીલ મુઝે... દીલ કી યે ધડકન ઠહર જા ... મિલ ગઇ મંઝીલ મુઝે.... એક એક લીટી પ્રેમથી ગાઇને સમર્પિત કરી રહી હતી અને સાગર અપલક નયને સીમાને જોઇ રહેલો અને સીમાનાં પ્રેમને નજરોથી હૃદયમાં ઉતારી રહેલો. આ બાજુ રણજીત મદહોશ અવસ્થામાં ગીત સાંભળી રહેલો એને લાગતું હતું કે સીમા આ મારાં માટે ગાઇ રહી છે એ વધુ પાગલ બંનેલો થોડો ચાલમાં હડબડાતો આ લોકો ગાઇ રહ્યાં હતા એ તરફ આવ્યો સંયુક્તા ગીતનાં શબ્દો અને સાગર સીમાનાં એકમેકનાં આટલાં ઓતપ્રોત જોઇને સળગી ગઇ હતી અને અચાનક એની નજર ભાઇ ઉપર પડી એ ઉભી થઇ ગઇ અને રણજીત તરફ ગઇ અને અને એને પકડીને પાછળ તરફ લઇ જવા લાગી અને બધાએ જોયું કે આ શું થઇ રહ્યું છે કંઇ સમજાયું નહીં આ બાજુ સાગર સીમાતો ગીતમાં જ પરોવાયેલાં હતાં.

ગીત પુરુ થયું અને બધાએ તાળીઓથી વધાવી લીધું. અમીને વ્હેમ પડ્યો કે કંઇક ગરબડ થઇ છે એટલે એણે સમય બગાડ્યા વિનાજ સ્ટેજ પર જઇને અને એંકર ડેસ્ક પર જઇને એણે બધાને કહ્યું" આજનો કાર્યક્રમ બધાને ખૂબ ગમ્યો હશે અને તમે બધાંજ આ નવયુગલોને આશીર્વાદ આપો. અને અંકલનો આજનો દિવસ છે એમને પણ ખૂબ ખૂબ શુભકામનાં અહીંના બધાંજ પરિવાર તરફતી બધાંજ મહેમાનોનું હું આભાર માનું છું જયશ્રીકૃષ્ણ એમ કહીને એણે પ્રોગ્રામનું સમાપન કરી નાંખ્યુ.

સાગર અને સીમા આશ્ચર્યથી અમી તરફ જોઇ રહ્યો અને એણે સમાપન કરી નાંખ્યું સાગરને બધી પરિસ્થિતીની ખબર પડી ગઇ. એ લોકો ઉભા અને નમસ્કાર મુદ્રામાં બધાનું અભિવાદન લઇ રહ્યાં.

પ્રકરણ -23 સમાપ્ત.

અમીને કાર્યક્રમનું સમાપન કરી નાંખ્યુ માઇક પરથી એનું એનાઉન્સમેટ સંયુક્તા અને રણજીતે સાંભળ્યું સંયુક્તાએ કહ્યું ભાઇ બધું જ તારાં લીધે થયું છે અને મારો ડાન્સનાં કાર્યક્રમની ઝલક કપાઇ ગયો. ચોક્કસ બધાને ખબર પડી ગઇ કે તું નશામાં છે. રણજીતે કહ્યું આનંદનો અવસર હતો મીઠું ગીત હતું અને સામે સીમા હતી સોરી ભાન ના રહ્યું પણ હવે તું સંભાળી લેજે. સંયુક્તાએ કહ્યું "ફીકર નોટ હું બધું જ સંભાળી લઇશ."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED