Prem nu biju nam, Tyaag books and stories free download online pdf in Gujarati

પ્રેમનું બીજું નામ, ત્યાગ

મામાનું ધર કેટલે એ તો તમે રમ્યા જ હશો હું પણ રમ્યો હતો અને એ પણ મારા મામાના જ ઘરે દેસલપુરમાં, ત્યાંની શેરીઓમાં એની સાથે..
અહીંયા એ એટલે કે મારા જીવનની એ સ્પેશિયલ વ્યક્તિ મારા મામાની છોકરી. નામ એનું વિદ્યા, વિદ્યા રાઠોડ અને હું વિનય ચાવડા અમારી બન્નેની નાનપણની સારી એવી દોસ્તી..
આમ તો મારો ઉછેર મારા મામાજીને ત્યાં થયો.. મમ્મીના અવસાન વખતે હું અને ડિમ્પલ બહુ જ નાના હતા. હું છ વર્ષનો અને ડિમ્પલ ચાર વર્ષની હતી..મમ્મીના ગયા પછી પપ્પા દારૂના નશામાં ડૂબી ગયા.. અને એટલે નાનીમાં એ અમને બન્નેને પોતાને ત્યાં જ દેસલપુર બોલાવી લીધા.. ત્યાંની જ સરકારી નિશાળ 'દેસલપુર પ્રાથમિક શાળામાં' વિદ્યાની સાથે જ મારો દાખલો થયો..
અને ત્યાંથી જ આ વાર્તાનો આરંભ થયો.. એ વખતે હું બહુ જ નાનો હતો નાદાન હતો તેમ છતાં મને ત્યારથી વિદ્યા ગમવા લાગેલી..
એ પછી હું ને વિદ્યા સારા એવા દોસ્ત બની ગયા.. સાથે રમતા કૂદતાં અમે ક્યારે મોટા થઈ ગયા ખબર જ ના રહી..
જ્યારે હું પંદર વર્ષનો થયો ને મારા બાપને અમારા પ્રત્યે લાગણી જાગી અને એ મને અને ડિમ્પલને લેવા દેસલપુર આવી પોહચ્યા.. અમે તો જવા જ નોહતા માંગતા પણ નાનીમાં એ અમને સમજાવ્યા.. કે એ તમારા બન્નેના પિતા છે.. તમારે એમની સાથે જવું જોઈએ.. અને એ પછી ના ચાહવા છતાં મારે મારા પિતા સાથે શહેર આવવું પડ્યું..
હું ને વિદ્યા અલગ થયા.. ગમતી વ્યક્તિ થી અલગ થવામાં કેટલી પીડા છે એ મેં ત્યારે અનુભવી.. એકતરફો તો એકતરફો પણ હું વિદ્યા ને પ્રેમ કરવા લાગ્યો હતો.. અને મારો આ જ પ્રેમ મને વારંવાર દેસલપુર વિદ્યા ને મળવા, વિદ્યાને એકનજર જોવા મજબૂર કરતો..
અવારનવાર પપ્પા સાથે ઝઘડો થતો ને હું એમનાથી નારાજ થઈને નાનીમાં ને ત્યાં ચાલ્યો જતો.. ખરેખર તો ઝઘડો માત્ર એક બહાનું હતું વિદ્યા ને મળવાનું.. પપ્પાને કહેતો કે નાનીમાં ની યાદ આવે છે મારે એમની પાસે જવું છે.. તો પપ્પા ખુદ સામેથી મને એમની પાસે મોકલી દેતા..
ત્યાં હું નાનીમાં ને બહાનું મારતો કે હું પપ્પાથી નારાજ થઈને આવતો રહ્યો..
એ પછી બે ત્રણ દિવસ વિદ્યા સાથે મજાક મસ્તીમાં વિતાવી હું મારે ઘર પાછો ફરતો..
દર વખતે હું ઘરેથી મન બનાવીને નીકળતો કે વિદ્યાને મારા દિલની વાત કહી ને જ આવીશ પણ..
પણ જેવી વિદ્યા મારી સામે આવતી દરવખતે મારા હોઠ સિવાય જતા.. હું કશું બોલી જ ના શકતો.. મને ડર લાગતો ક્યાંક વિદ્યા મારા પ્રેમને ઠુકરવાશે તો..
મારા ડરનું એકમાત્ર કારણ એ હતું કે વિદ્યા દેખાવમાં બહુજ સુંદર હતી એકદમ કોઈ રાજકુમારીની માફક.. જ્યારે હું.. એનાથી થોડો શ્યામ.. અમારી વચ્ચેનો આ રંગભેદને લીધે જ હું મારી જાતને હમેશા ધિક્કારતો પોતાને બદનસીબ માનતો.. ભગવાને જો કદાચ મને રૂપાળો ઘડ્યો હોત ને તો વિદ્યા મારી હોત પણ.. આ રંગ જોઈને એ મારા પ્રેમને ક્યારેય નહીં સ્વીકારે..
મારા દોસ્તો હંમેશા મને સમજાવતા કે પ્રેમમાં રંગરૂપ ના જોવાય.. જો તું ખરેખર વિદ્યાને પ્રેમ કરે છે તો જા જઈને એને કહી દે..
આમ તો એ લોકોનું કહેવું સાચું હતું.. પ્રેમમાં જો રંગ મહત્વનો હોત તો આજે રાધા અને કૃષ્ણનો પ્રેમ અમર ના થયો હોત..

હિંમત તો ઘણી કરી પણ દર વખતે મારા દિલની વાત હોઠ પર આવતી જ નોહતી એને જોતા જ હું બધું જ ભૂલી જતો..

સમયને વીતતા ક્યાં વાર લાગે છે.. હું કોલેજના થર્ડ યરમાં આવ્યો ને વિદ્યાએ એનું ગ્રેજ્યુએશન પતાવ્યું..
એક દિવસ ડિમ્પલે જ મને સમાચાર આપ્યા કે વિદ્યા નો સબંધ ગોઠવાઈ ગયો છે.. એ વખતે જાણે મને આઘાત લાગ્યો.. મને થયું કે ઘણું જ મોડું થઈ ગયું.. હવે મારી વિદ્યા મને ક્યારેય નહીં મળે..
મારી જિંદગી જાણે સાવ નીરસ થઈ ગઈ.. હું સાવ દેવદાસ જેવો બની ગયો.. મારી આ હાલત મારા દોસ્તો જોઈ નોહતા શકતા.. એ એમના થી બનતા દરેક પ્રયત્નો કરતા.. મને ફરી પહેલા જેવો જ વિનય બનાવવા પણ એ વિનય જાણે.. પાછો ફરવાનું નામ જ નોહતો લેતો..
આ દરમ્યાન વિદ્યા ના લગ્નનો દિવસ નજીક આવી પોહચ્યો.. ખુદ મામજી એ મારા હાથમાં કંકોત્રી મૂકી..
એમાં વિદ્યા ની સાથે કોઈ બીજાનું નામ જોઈ હું એકાંતમાં ખૂબ રડેલો..
મામાજી એ લગ્નની બધી જ જવાબદારીઓ મને અને મારા દોસ્તોને સોંપી..
એ વખતે જ મેં મારું મન બનાવી લીધું.. ચાહે ગમે તે થાય વિદ્યા સાથે તો હું જ પરણીશ.. ચાહે એના માટે મારે કંઈપણ કરવું પડે.. વિદ્યા મારી છે અને હું એને ગમે તે હાલમાં પામીને જ રહીશ..
ખરેખર પામવું એ જ પ્રેમ કહેવાય..?
મેં તરત જ મારા ભાઈબંધો ને પ્લાન સમજાવ્યો.. એ લોકોએ એ મને ઘણો સમજાવ્યો.. પણ હું ના માન્યો.. મારા પર તો જાણે વિદ્યા ને પામવાનું જૂનુન સવાર હતું..
ખરેખર મારો પ્લાન કઈક આવો હતો.. મેં ફોટોશોપ દ્વારા મારા અને વિદ્યાના કેટલાક ફોટોગ્રાફ્સ મોર્ફ કર્યા જેને જોયા બાદ વિદ્યાના લગ્ન તૂટી જાય અને વિદ્યા મને મળી જાય...
ખરેખર મને શું થઈ ગયું હતું.. મારા જ પ્રેમને બદનામ કરીને હું શું મેળવવા માંગતો હતો.. વિદ્યા ને પામવાના જુનુંનમાં હું એ જ ભૂલી ગયો કે વિદ્યા મારા બાળપણની દોસ્ત છે.., મારા મામાની દીકરી છે.. મારા નાનીમાં ના ઘરની ઈજ્જત છે.
હું આ ફોટોગ્રાફ્સ લગ્નમાં આવેલા જાનૈયાઓ ને બતાવી વિદ્યાના લગ્ન તોડવા માંગતો હતો.. એ માટે ની મેં બધી જ પૂર્વતૈયારીઓ કરી લીધી હતી.. બસ બધાને ફોટોગ્રાફ્સ વહેંચવાની જ વાર હતી..
એ વખતે હું એ ફોટોગ્રાફ્સનું કવર લઈને એને જાનૈયાઓ માં વહેંચવા જ જતો હતો ત્યાં જ મેં મારા મામાજી ના શબ્દો સાંભળ્યા.. એ શબ્દોએ જાણે મને રોકી લીધો..
મામા એક સબંધી ને કહેતા હતા..
''તને લાગે છે કે મેં જમણવારમાં વધારે ખર્ચો કરી નાખ્યો.. પણ શું કરું ભાઈ દીકરીનો પ્રસંગ છે.. એક બાપ આખી જિંદગી આના માટે તો કમાતો હોય છે.. કે એ એની દીકરીને ખુબજ ધામધૂમથી પરણાવે..''
મામાજી ના શબ્દો જાણે એ વખતે મારા દિલમાં ઉતરી ગયા.. મને લાગ્યું.. શુ કરવા જઈ રહ્યો હતો હું.. વિદ્યા ના લગ્ન તોડવા.. એના લગ્ન તૂટશે તો એક બાપ પણ તૂટી જશે.. એના બધા જ સપનાઓ એની બધીજ લાગણીઓ ભાંગી જશે.. ના.., ના આ હું ના જ કરી શકું.. અને એ જ પળે મેં રસોડામાં જઈને મેં એ બધા જ ફોટોગ્રાફ્સ સળગતા ચૂલામાં હોમી દીધા..

વિદ્યા ને બદનામ કરીને એના પરિવારની આબરૂ ના સરેઆમ ઉછાળીને કદાચ મને મારો પ્રેમ મળી પણ જાત.. પણ હું પોતાની જાતને ક્યારેય માફ ના કરી શકેત..
એ પછી હું ખુશી ખુશી વિદ્યાના લગ્નમાં સામીલ થયો.. એટલું જ નહીં એના લગ્નની સઘળી જવાબદારીઓ ઉપાડી મેં એને ખુશી ખુશી વિદાય કરી..
વિદ્યા જ્યાં પણ રહે.. હસતી રહે..ખુશ રહે.. એની ખુશીમાં જ તો મારી ખુશી..
આજે એના લગ્નને ત્રણ વર્ષ વીતી ગયા છે.. એના ઘરે એક દીકરો પણ છે.. એ ખુશ છે એના ગૃહસ્થજીવનમાં એનાથી વધારે મને શું જોઈએ.. ખરેખર.. પામી લેવુ, હાસિલ કરી લેવું, મેળવી લેવું એ પ્રેમ છે જ નહીં.. પ્રેમ તો એ છે એ લાગણી છે કે કોઈની ખુશી ખાતર, કોઈને ખુશ જોઈને તમે જીવી જાવ.. પ્રેમનું બીજું નામ જ ત્યાગ છે..
સમાપ્ત
EMAIL I'D, pnmakwana321@gmail.com
MO.NO. 7383155936

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED