BOOO books and stories free download online pdf in Gujarati

BOOO

"સિને-GRAM ~ જયદેવ પુરોહિત"

BOOO : સબકી ફટેગી..!!

"બૂઉઉઉ... સબકી ફટેગી" વેબ દુનિયાની પહેલી 'હોરર કોમેડી વેબ સિરીઝ". આવું નવું નવું વિચારનાર "ALT BALAJIS" જ હોઈને.

એકતા કપૂરે આ વેબસિરિઝ પોતાના ભાઈ માટે બનાવી હોય એવું લાગ્યું. એટલે કે તુષાર કપૂર ફરી કામે લાગી જાય.

હવે કોમેડી હોય એટલે હોરર ઓછું જ હોય. એટલે કે ડરના મના હૈ..! સ્ટારકાસ્ટ જબરદસ્ત ભેગી કરી. 17 વર્ષ પછી પહેલીવાર "તુષાર કપૂર અને હુશ્ન- એ- મલ્લિકા મલ્લિકા શેરાવત" બન્ને સાથે વેબસિરિઝની દુનિયામાં પગલું માંડે છે. તુષાર પાસે તો આમ પણ કોમેડી સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. બીજું મજેદાર અને મુખ્ય પાત્ર એટલે સંજય મિશ્રા. એમનું પાત્ર માણવાની મજા આવશે. સોની ટીવી પર એક સિરિયલ આવતી "પાર્ટનર્સ : ટ્રબલ હો ગયી ડબલ" આ સિરિયલની 60% કાસ્ટ અહીં પણ છે, કીકુ શારદા, વિપુલ રોય, શેફાલી ઝારીવાલા વગેરે... અને કૉમેડીનો જાણીતો ચહેરો ક્રિષ્ના અભિષેક.. !! સરતાજનો કિરદાર મજેદાર અને હસાવેદાર છે જે અનિલ ચરણજીતે કરેલો છે.

Booo : kiski fati...??

વાર્તામાં ટ્રેજેડી છે પણ ભરપૂર કૉમેડીના પડીકામાં વિટીને આપી છે. એક આલીશાન રિસોર્ટ હોય છે. તેમાં બધા હનીમૂન મનાવવા જતા હોય છે. એક વખત મદ્રાસી કપલ ત્યાં પહોંચે અને "હની સાથે મૂડ" બનાવે છે પણ એ રાત્રે બન્ને મરી જાય છે. "જો સેક્સ કરેગા વો મરેગા" સીધોસાદો નિયમ . જો તમે ચોટયા તો તમે ગયા. એ રિસોર્ટનો એકમાત્ર સેવક એટલે નૈનસુખ. નામ નૈનસુખ(સંજય મિશ્રા) પણ આંખે અંધ. મુગલ-એ-આઝમ જેવો લૂક લાગે અને હાથમાં ફાનસ લઈને ફર્યા કરે.

બીજી તરફ બધા મિત્રો નક્કી કરે કે માનવનો(તુષાર કપૂર) જન્મદિવસ તેના જ આલીશાન રિસોર્ટમાં ઉજવવા જઈએ અને આપણું હનીમૂન પણ થઈ જશે. એટલે માન ન માન મેં તેરા મહેમાન. બધા પહોંચ્યા રિસોર્ટ. પાત્રો બધા યુનિક છે. કિકુ શારદાનું પાત્ર એટલે પુચકી. એને એક બીમારી હોય છે કોઈપણ એટલે કોઈપણ શબ્દ "ચ"થી જ બોલે. જેમ કે, ચજા આયા... ચડા ચજા આયા..!(મજા આયા..બડા મજા આયા) એમના ડાયલોગ ડબલ મિનિગની આતશબાજી કરે છે. ચ થી જે શબ્દો એક બે અને તન.. થાય છે એ માણવા જેવી છે. એટલે કે યુ નો .. અપશબ્દો...!!

ત્યાં જતા જ એક પછી એક મરવા લાગે. છેલ્લે પુચકી અને વિશ્વાસ(કૃષ્ણા અભિષેક) બાકી રહે અને સામે છ ભુઊંઉત... એકીસાથે છ ભૂત સ્લો મોશનમાં આ બંનેને મારવા આવતા હોય, બેગ્રાઉન્ડમાં ભયાનક મ્યુઝિક વાગતું હોય.... સચ મેં ફટેગી ક્યાં????

ખબર પડે કે કોઈ ભૂત નથી આ માનવે કરેલ એક પ્લાન હોય છે. મિન્સ કે પ્રેન્ક. હવે એન્ટ્રી થાય... "સારા જમાના હસીનો કા દીવાના.." હસીના એટલે મલ્લિકા. એ રિયલ ભૂત. પણ બોસ, એવું ભૂત હોય તો પકડાઈ જવું પણ ગમે. અને એમનો પતિ એટલે ઓલો અંધ નૈનસુખ. હસીના હોય ભૂત પણ મદદ કરે બધાની. ને ઓલો એક પછી એક બધાને મારવાના પ્લાન કરે. એ અંધ કોઈને સેક્સ કરવા દેતો નથી. કેમ કે એ પોતાની પહેલીરાતે હસીના સાથે લીલા ન કરી શક્યો અને મરી ગયો. એ નૈનસુખનો જમણો હાથ ફ્લેકસીબલ હોય છે. તૂટીને ગમે એને પકડી લાવે. સંજય મિશ્રાની કોમેડી લાજવાબ. નાના નાના ઈંગ્લીશ શબ્દોનું જે ઊંધિયું કરે એ માણવા જેવું.

છેલ્લે બધાને ખબર પડી કે હસીના અને નૈનસુખ પતિ-પત્ની છે પણ સુહાગરાત કરી શક્યા નથી એટલે બંનેની આત્મા ભટકે છે. યાર.. ઐસા ભી હોતા હૈ ક્યાં..?. હસીના બધાને એમની સ્ટોરી કહે છે. ત્યારે મલ્લિકાના સીન વગર વરસાદે ભીંજવે એવા. વિશ્વાસના પિતાજી ચાદરી હોય છે ઓહ સોરી "પાદરી"હમણાં જ જોઈ એટલે 'ચ' બોલાઈ જાય છે.

વિશ્વાસે ભૂત ભગાડવાની પ્રોસેસ શરૂ કરી.. બોસ, a b c d.. અને ટ્વીકલ ટ્વીનકલ લિટલ સ્ટાર બોલીએ તો ભૂત ભાગે એ અત્યારે ખબર પડી.(ભણ્યા ત્યારે ખબર હોત તો.. મેડમ સામે જ પ્રયોગ કરવો હતો.)

નક્કી થયું કે હસીના અને નૈનસુખ બંને એક વાર સેક્સ કરી લે તો એમની આત્માને શાંતિ મળી જાય. એટલે બધું સેટ કરી બંને માટે રાતલીલાની તૈયારી કરી. પણ સેક્સ કરવા માટે બે શરીર જોઈએ, બે આત્માથી સેક્સ થોડું થાય. એક બીજાની આરપાર નીકળી ગયા. પાછી મુસીબત. ત્યાં સરતાજ આઈડિયો કહે કે, એ બે આત્મા કોઈ બોડીમાં ઘુસી જાય અને પછી સેક્સ કરે તો કઈક બની શકે.

હવે શરૂ થઈ આત્માની ઘૂસણખોરી. કોઈની પત્ની અને બીજો જ પતિ એ રીતે બોડીમાં ઘૂસે. એટલે ફરી માથાકૂટ. અહીંયા સારી કોમેડી ઉમેરી છે. ત્યાં ઓલા મદ્રાસી કપલ પણ આવી જાય આત્મા બની. અને છેલ્લે જેમ તેમ કરીને બન્ને સેક્સ કરે છે અને હસીના અને નૈનસુખને વિદાય આપે છે.

હાઉસફુલ 4, બેબી કમ ના..!, અને હવે બૂઉઉઉ... આ ત્રણેયનું ડાયરેક્શન "ફરહાદ સામજીએ કર્યું છે. કૉમેડીમાં હસવું સરળ છે પણ કોમેડી લખવી ખરેખર અઘરી છે.

રાઈટરે બહુ બારીકાઇથી જોક્સ લખ્યા છે. ડબલ મિનિંગના ડાયલોગ્સ તો દર બીજી મીનીટે આવે છે. અને લગભગ બોલીવુડના ઘણા ફિલ્મોની વાતને પણ વણી લીધી. એમના નામે પણ જોક્સ બનાવ્યા છે.

હોરર કોમેડી એટલે જોઈને હસી લેવાનું. એકતા કપૂર એટલે કઈક અલગ હોય.

તો, હવે જોઈ લો. કોમેડી અને ડબલ મિનિંગની અફલાતૂન આતિશબાજી.

અરે BOOO એટલે શું...? તો સાંભળો તુષાર કપૂરનો જવાબ..

Tusshar: ‘Boo’, as we know, is a word used to scare someone, while ‘phategi’ means you are scared. So it’s a combination of being scared and scaring others. It all starts at a resort, where I am the owner, and my friends gate crash to have a reunion party. But things take a turn for the worse when Haseena comes into the picture and busts us out.

હવે માણો.. અને આ રિવ્યુને સ્ટાર આપવાનું ભૂલતા નહિ નહિ તો તમને પણ હેરાન કરશે.. બૂઊંઊંઉ....!! ???

આ સિરીઝમાં હસીના... હસીના..!!

- જયદેવ પુરોહિત



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED