સફર (એક અજાણી મંજિલની) - 10 Ishan shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સફર (એક અજાણી મંજિલની) - 10


(આપણે અગાઉ જોયુ એમ જંગલમાં રાત્રે નીકળેલા લક્ષ્ય અને એના સાથીદારોને વિચિત્ર ઘટનાનો સામનો થાય છે અને ત્યારનુ એડમનુ વર્તન એમને મુંઝવી મૂકે છે ... હવે આગળ )


એડમનુ વર્તન જરૂર આશ્ચર્ય જન્માવે એવુ હતુ કારણ કે અમે સ્પષ્ટતાપૂર્વક પેલો " ફિયુ ફિયુ " અવાજ સાંભળી શકતા હતા પરંતુ ત્યારે જ મને થયુ કે એડમ આ જંગલનો માણસ છે અને એમેઝોનના વરસાદી જંગલોને એ અમારા થી વધુ સારી રીતે સમજી શકે છે. અને એના આમ કરવા પાછળ જરૂર કંઈ હેતુ હોવો જોઈએ. મેં પણ ક્રોસના લોકેટ વડે ક્રોસ બનાવ્યું અને કાન બંધ કરીને જોર-જોરથી બોલવા લાગ્યો કે મને કંઈ સંભળાતુ નથી. જોકે અવાજ હજુ પણ સંભળાતો હતો. પણ પોલ નીચે ઉતરી જોર-જોરથી બોલવા લાગ્યો કે તમે લોકો આ શું કરો છો ? મને તો બધુ સંભળાય છે. એણે એડમે અમારા જેવુ કરવા કહ્યુ પણ એ અમારી સામે જોઇને હસ્યા કર્યો કે તમે બધા પાગલ થઈ ગયા છો.

બસ એ જ સમયે જંગલમાં ઘણા બધા વૃક્ષો ખસી ગયા અને એક વિશાળ કાળો પડછાયો દેખાયો. પોલ હજુ પણ નીચે ઊભો હતો એ ડરીને બે પગલા પાછળ ખસી ગયો. એ પડછાયો અમારા પર પડ્યો. થોડો સમય કંઈ જ દેખાયુ નહિ, માત્ર તીવ્ર અવાજ આવી રહ્યો હતો. થોડા સમય પછી પડછાયો હટી ગયો. વૃક્ષો સામાન્ય સ્થિતિમાં આવી ગયા અને પવન જે સૂસવાટાભેર વહી રહ્યો હતો એ અચાનક બંધ થઈ ગયો. વાતાવરણ શાંત થઈ ગયુ જાણે કંઈ થયુ જ ન હોય ! પણ એ સાથે જ મારી ચીસ નીકળી ગઈ , પોલ ગાયબ હતો !!!!

અમે અમારા ખ્ચ્ચર પરથી નીચે ઉતર્યા. એલ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. તે પોલના નામની બૂમો પાડી રહી હતી. અમે કંઈ પણ સમજી શકતા નહોતા. ઘટનાઓ એટલી જલ્દી બની ગઈ કે કંઈ વિચારવાનો સમય જ નહોતો. મેં એડમની આંખમાં આંસુ જોયા ને મને ધ્રાસકો પડયો કે જરૂર કંઈ અનિચ્છનીય ઘટના બની છે. મેં તરત રીતસરનો એડમને હચમચાવી મૂક્યો , અને એણે પૂછ્યુ કે આ શું હતુ ને પોલ ક્યાં ગયો ?

એડમનો અવાજ જ નહોતો નીકળ્યો જાણે. ખાસી જહેમત પછી એ તૂટેલા અવાજે એટલુ બોલ્યો કે " એલ ટુંચી " !!! આ શબ્દો મને આજે પણ બરાબર યાદ છે." એટલે શું " મેં પૂછયુ . આ વખતે અબાના બોલ્યો , " The wishtling giant " . હવે હું બરાબર અકળાય ઊઠ્યો. મેં એડમને કહ્યું કે તારે જે કહેવુ હોય એ ખુલીને કહે. એમ પણ એના આ રહસ્યમય મૌનથી હું અકળાય ગયો હતો. દેવ જેમતેમ એલને સાંત્વના આપી શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

જરા સ્વસ્થ થઈને એડમ બોલ્યો , " જો લક્ષ્ય આ જંગલી દાનવ હતો , એ આ જ રીતે માણસો લઈ જાય છે . પોલ હવે પાછો નહિ આવે , હું એટલે જ કહી રહ્યો હતો કે સવારે નીકળીએ." આ સાંભળીને એલ બિલકુલ તૂટી ગઈ ને ત્યાં જ બેસી ગઈ. એની આંખો સુઝીને લાલ થઈ ગઈ હતી." તો તારે અમને પેહલા કેહવુ જોઈએ ને " હવે મારા ગુસ્સાનો પાર નહોતો.


" લક્ષ્ય આ જંગલી દાનવની વાત કરવી એ પણ ગામમાં અપશુકનિયાળ મનાય છે.જ્યારે જ્યારે એની વાત થઈ છે ,કોઈક ને કોઈક અનિચ્છનીય ઘટના જરૂર બની છે. એટલે મેં તમને સીધુ તો ન કીધુ છતા આડકતરી રીતે એ ઈશારો કરવાનો પ્રયત્ન કર્યો કે જંગલમાં રાતે નીકળવામાં જાનનું જોખમ છે, છતા તમે જીદ ચાલુ રાખી એટલે તમને કંઈ થાય ના તે માટે તમારી સાથે આવ્યો અને આ લોકેટ પણ પહેરવા આપ્યુ. છતા હું પોલને તો ન જ બચાવી શક્યો." ને એડમ ચોધાર આંસુડે રડી પડ્યો.

આ સાંભળ્યા પછી હું એડમને કંઈ પણ કહી શકુ એમ નહોતુ. એણે અમને બચાવવા દરેક સંભવ પ્રયત્ન કર્યા હતા ને એ થકી પોતાની જાનને પણ જોખમમાં મૂકી હતી. એ ન હોત તો અમે કોઈ બચ્યા ન હોત. આ ઘટના અમે કોઈને કહીએ તો કોઈ માને એમ નહોતુ. આ આધુનિકતાના જમાનામાં આવી ઘટનાઓ પર કોણ ભરોસો કરે ! પણ અમારા એક સાથીદારના અચાનક વિખૂટા પડવાથી અમે રીતસરના તૂટી ગયા હતા. આપણી આ કદાચ કમજોરી છે કે આત્મીયતા બંધાઈ ગયા પછી વિખૂટા પડવુ , વ્યક્તિને અંદરથી હચમચાવી મૂકે છે. સબંધોના માયાજાળમાં ફસાયેલા આપને ક્યારેક જીવતે જીવ સાથે રહેનારની કદર ન કરી શકીએ પણ તેમના ગયા પછી એ ખાલીપો જરૂર વર્તાય છે.

દેવ એલને સાંત્વના આપી રહ્યો હતો અને ભરોસો આપી રહ્યો હતો કે પોલ જરૂર પાછો આવશે , પણ અમારા શૂન્ય મસ્તક એ સ્પષ્ટ નિર્દેશ કરી રહ્યા હતા કે રખેને પણ અમે હકીકતનો સ્વીકાર કરી ચૂક્યા હતા. હૃદય મન પર હાવી થઈ જાય ત્યારે વ્યક્તિ વિચારશૂન્ય અને નિસ્તેજ થઈ જાય છે. હવે આગળ શું કરવુ એની કળ વળતી નહોતી. એ રાત ખરેખર કાજળકાળી અને ડરાવાની હતી.

(પોલની આમ અચાનક વિદાયની શું અસર થશે ! શું આગળ વધશે આમની આગળની સફર !!? ) વધુ આવતા અંકે..