સફર ( એક અજાણી મંજિલની ) Ishan shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર ( એક અજાણી મંજિલની )

 (   મિત્રો આપ સૌનું રોમાંચ થી ભરેલી મારી આ નવી સાહસકથામાં સ્વાગત છે.મારી આગળ ની પ્રેમકથા " સબંધો " ને આપ દ્વારા મળેલા ઉત્તમ પ્રતિસાદ બાદ એક નવી સાહસકથા સાથે આપ સમક્ષ હાજર થઈ રહ્યો છુ. એ આશા સાથે કે આપ આ કથા પર પણ આપનો પ્રેમ અને આશીર્વાદ વરસાવતા રેહશો )     
                                      - ઈશાન શાહ       







                          લક્ષ્ય. લક્ષ્ય અગ્રવાલ. આ હું જ છુ. હા , આ હું જ છુ.આજે આ દરિયાકિનારે બેઠો મદદની રાહ જોઈ રહ્યો છુ. છેલ્લા છ મહિનાથી મારુ જીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યુ છે. ખરેખર શું થયુ છે આ છ મહિનામાં , કદાચ હું હજુ સમજી શક્યો નથી. હજુ મને આ સ્વપ્ન જ લાગી રહ્યુ છે. કદાચ મેં આ ક્યારેય વિચાર્યું નહોતુ. મિત્રો જિંદગી ખૂબ જલ્દી વળાંક લે છે , કદીય ન વિચારેલ ઘટનાઓ જાણે શુક્લ પક્ષના ચંદ્ર ની બદલાતી કળાઓ પ્રમાણે ઝડપથી આકાર લે છે. કદાચ આનુ જ નામ જીવન છે . આજે મારા હૃદયની વેદના આપ સમક્ષ રજૂ કરુ છુ , કદાચ આ રુક્ષ હૃદય શરીર પરનો એનો પ્રભાવ ઓછો કરે , ક્યાંક મનેય નિરાંત મળે.


 
                                હું લક્ષ્ય ભારતમાં રહ્યુ છુ. હા હું એક ભારતીય છુ. શિલોંગ , મેઘાલય રાજ્યના એક નાનકડા કસબા માં હું રહુ છુ. ઉત્તરપૂર્વ ભારત ના ઈશાન ખૂણે આવેલું આ રાજ્ય અને એનુ આ શહેર એ બાકીના ભારતથી થોડુ અલગ જ છે. દિલ્હીના બદલાતા રાજકારણ અને હવા સાથે એણે ખાસ કોઈ લેવાદેવા નથી. ભલે ભારતનો એક અભિન્ન અંગ હોવા છતા પોતાની અલગ સંસ્કૃતિ ને ભાષા તથા પેહરવેશ ઉત્તરપૂર્વ ના રાજ્યો ને જાણે અલગ તારવી આપે છે.



                              ખેર આખી કથાની શરૂઆત એક અનાયસે આવેલા ઇ-મેઇલ થી થઇ. મેં અમેરિકા ની એક કંપની માં નોકરી માટે અરજી કરી હતી . હું અને મારો મિત્ર દેવ , અમે બંનેએ સાથે જ અરજી મોકલી હતી. ભારત માં નોકરીની તકો તો હતી પરંતુ અમારા સપના વિશાળ હતા અને આજે વિચારુ તો અમારુ ભાગ્ય જ અમને ત્યાં જવા આકર્ષણ થી જાણે ખેંચી રહ્યુ હતુ. વિધિના લેખ પણ અદભૂત હોય છે. ઘણી વાર આપણી આસપાસ રચાઈ રહેલી માયાને આપણે સમજી શકતા નથી પરંતુ અંતે ધાર્યુ તો કુદરત નુ જ થાય છે ને.


                              હા તો મેં કહ્યુ એમ અમે બંને મિત્રોએ નોકરી માટે અરજી કરી હતી ને અમારા આશ્ચર્ય વચ્ચે તેઓ અમને સારા પગારે નોકરીએ રાખવા રાજી હતા. આનંદ ના માર્યા અમે તો રાજીના રેડ થઈ ગયા. સપનાઓ જાણે હવે હાથવેંત લાગવા લાગ્યા. પરિવારજનો ને આની જાણ કરીને તેઓએ પણ અમને જવાની અનુમતિ આપી, ને બસ અમારી અમેરિકા જવાની યાત્રા નક્કી થઈ ગઈ.
               
                               પરિવારથી દૂર થવુ પડશે ને બધા સ્વજનો અહીં જ રહી જશે એ વિચારમાત્ર થોડો હતાશ કરી દેતો હતો પરંતુ ક્યારેક કંઇક સારુ મેળવવા નાનો મોટો ભોગ તો આપવો જ પડે છે એમ વિચારીને અમે બંને મિત્રોએ મનને મક્કમ કરી લીધુ.

       
                      આ બાજુ પરિવારજનોએ તો મારી યાત્રાની તૈયારીઓ જોરશોર થી શરૂ કરી દીધી હતી. થોડા દિવસ તો તડામાર તૈયારીઓ ચાલી. નાની મોટી દરેક વસ્તુઓ હું યાદ કરીને મૂકી રહ્યો હતો. હું અને દેવ એક અનેરો રોમાંચ અનુભવી રહ્યા હતા. અનંત તકો અમારી વાટ જોઈ રહી હતી અને કદાચ અનપેક્ષિત ઘટનાઓ પણ !!!!


( આવનારા સમયમાં  આ બંને મિત્રો કઈ મુસીબતો , રોમાંચ માંથી પસાર થશે અને આ કથા કેવા વળાંક માંથી પસાર થશે એ જાણવા વાંચતા રહો " સફર " 
                               - વધુ આવતા અંકે