સફર ( એક અજાણી મંજિલની ) - 3 Ishan shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર ( એક અજાણી મંજિલની ) - 3

( આપણે આગળ જોયું કે દેવ અને લક્ષ્ય ની સફર  શરૂ થઈ ચૂકી છે. વિમાનમાં તેઓ પેરુ જઈ રહ્યા છે. સાથે વિમાનમાં એમને સહ મુસાફર તરીકે પેરુમાં જ રેહતા એલ અને એનો પતિ પોલ મળે છે. સાથે જ લક્ષ્ય એટલે કે મને વિમાનમાં એક ભેદી લાગતો વ્યક્તિ દેખાઈ આવે છે જે સતત નક્સલવાદી ઘટનાઓ અને ચારુ મજુમદાર વિશે માહિતી એકઠી કરી રહ્યો છે. એની આ કસરત એક કુતુહલતા જન્માવે છે. હવે આગળ ... )


                           ખેર થોડા ઘણા સમય બાદ હું સૂઈને ઉઠ્યો હોઈશ. બારીની બહાર ઢળતા સૂરજને હું સ્પષ્ટ જોઈ શકતો હતો. આકાશ જાણે ગુલાબી રંગની ચાદર ઓઢીને સૂવાની તૈયારી કરી રહ્યુ હતુ. ધીમે ધીમે અંધકાર પોતાની કાજળકાળી રાત નુ જાણે આગમન કરી રહ્યો હતો. બારીમાંથી હવે ધીમે ધીમે વાદળા પણ દેખાતા બંધ થયા હતા. બસ વિમાનના પ્રકાશમાં એની પાંખો ઝાંખી દેખાતી હતી. એ નીરવ શાંતિમા વિમાન વાદળા ને ચિરતુ ઝડપથી આગળ વધી રહ્યુ હતુ. આ તરફ દેવ અને એલની વાતો ચાલુ હતી. એલ પણ સુંદર સ્મિત વરસાવતી દેવને ખૂબ રસપૂર્વક સાંભળી રહી હતી. એલ દેખાવમાં સુંદર હતી. તેની ઉંમર ૨૫ વર્ષની આસપાસ હશે. ત્વચા દૂધ જેવી સફેદ અને વાળ સોનેરી હતા. આંખો પણ તેની નમનીય હતી. તેને સરસ મજાનુ ટી-શર્ટ અને વાદળી જિન્સ પેહર્યું હતુ. સ્મિત આપતી ત્યારે ખરેખર મનમોહક લાગતી.

                       થોડા સમય બાદ મારી નજર હવે ફરી પેલી વ્યક્તિ પર જે નક્સલવાદી ઘટનાઓ અને ચારુ મજુમદાર વિશે શોધી રહ્યો હતો એના પર સ્થિર થઈ. એના ટેબ્લેટ માં એ કંઈ શોધી રહ્યો હતો. થોડા સમય પછી મને સમજાયુ કે એ " અમેઝોન " ના વરસાદી જંગલો વિશે બારીકાઇથી નિરીક્ષણ અને અભ્યાસ કરી રહ્યો હતો. તેની પાસે ટેબ્લેટમાં આખા જંગલ નો નકશો હતો અને એમાં ઘણી બધી જગ્યાએ ❎ ની નિશાની કરેલી હતી અને એક જગ્યાએ ⭕ આવી લાલ રંગના નિશાનથી ડાર્ક કરેલી હતી. તે વારંવાર ❎ કરેલ જગ્યાઓની વચ્ચેથી જાણે રસ્તો બનાવતો હોય એમ ⭕ આ નિશાન કે જે જંગલની વચ્ચોવચ હતો ત્યાં સુધી જાણે રસ્તો બનાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એણે આટલી મેહનત કરતો જોઈ મને પણ કુતુહલતા જાગી. હવે એને સીધા તો પૂછી ના શકાય એટલે માત્ર એણે હું જોઈ રહ્યો.

                         આમને આમ બીજા દિવસની સવાર થઈ ગઈ. અમારે હજી એક દિવસ અહીં જ વિતાવવાનો હતો. સવારે સૌ ફ્રેશ થઈ ગયા. ખાવાનુ ખાધુ અને હું મારી પુસ્તક જે સાથે લઈને આવ્યો હતો એ વાંચી રહ્યો. આ તરફ દેવને સમય જ ક્યાં હતો. એ અને એલ તો જાણે વિમાનમાં એકલા હોય એમ એય ને મજાથી વાતો કરી રહ્યા હતા. પણ પોલના હાવભાવ થી મને જણાઈ આવ્યુ કે દેવ અને એલ ની વધતી આત્મિયતાથી એ ખાસ ખુશ નહોતો. વચ્ચે એના અને એલ વચ્ચે કંઇક બોલવાનું થયુ અને એલને વાત કદાચ પસંદ ન આવી અને તે સૂઈ ગઈ.

                       થોડીવાર પછી હું મારી જગ્યાએથી ઊઠીને ટોયલેટ તરફ ગયો , ત્યાં પેલો વ્યક્તિ અન્ય માણસ સાથે કંઇક વાતચીત કરી રહ્યો હતો. અમે ઇકોનોમિ વર્ગમાં બેઠા હતા , પેલો બીજો વ્યક્તિ કદાચ બિઝનેસ ક્લાસમાં બેઠો હશે. મને એમની વાતચીત પૂરી તો ના સંભળાઈ પણ એના જે થોડા ઘણા અંશ સાંભળ્યા એ મને વિચલિત કરવા પુરતા હતા. તેમાં તેઓ હીરા , નક્સલવાદ અને ચારુ મજુમદારની ચર્ચા કરી રહ્યા હતા. આ વાતચીતમાં અમેઝોન ના જંગલ અને પેલા નકશાની પણ ખાસ ચર્ચા થઈ. ઉપરાંત પેલા વ્યક્તિ એ પણ હાથમાં કંઇક એવુ જ પેહરી રાખ્યુ હતુ જેવું આને પેહર્યુ હતુ જેને હું કોઈ ધાર્મિક માન્યતા માની રહ્યો હતો.


                 હું ટોયલેટ જઈને આવીને મારી જગ્યાએ ગોઠવાયો. પરંતુ પેલા શબ્દો હવે મને ખરેખર અકળાવી રહ્યા હતા. હું સાથે જ સતત પેલા વ્યક્તિને જોઈ રહ્યો હતો. તે સતત અમેઝોન ના વરસાદી જંગલ માં મેં અગાઉ કહ્યુ એમ પેલા નિશાનો સાથે રસ્તો બનાવી રહ્યો હતો.હવે મારી કુતુહલતા વધતી જતી હતી , હું સમજી નહોતો શકતો કે તેઓ કરવા શું માંગતા હતા. ચારુ મજુમદાર ની ચર્ચા કરનાર આ વ્યક્તિઓનો  નક્સલવાદ , અમેઝોન ના જંગલો , અને પેલા ભેદી હીરાઓ સાથે શું સંબંધ હશે ? આ માણસો કોણ હતા ? તેઓ કરવા શું માંગતા હતા ? મને કંઈ જ સમજાતુ નહોતુ. પણ જે હોય તે , નક્સલવાદ  ને ચારુ મજુમદાર ની વાતો કરનાર તથા અમેઝોન ના વરસાદી જંગલોને વારંવાર જોનારા આ લોકો કોઈ સામાન્ય માણસ તો નહોતા જ એ વાત સ્પષ્ટ હતી. મારુ મગજ હવે ખરેખર ચકરાવે ચઢ્યુ હતુ..


(શું હશે આ ભેદી વ્યક્તિઓ નુ સત્ય ? એમેઝોન અને હીરા ની વાતો સાથે એમને શું સંબંધ હશે ? કેવી રહેશે આગળ ની સફર .....   વધુ આવતા અંકે ....)