સફર (એક અજાણી મંજિલની) - 11 Ishan shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર (એક અજાણી મંજિલની) - 11

( આપણે અગાઉ જોયુ એમ લક્ષ્ય અને એના સાથીદારો એમેઝોન જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય છે ને ત્યારે જ એક વિચિત્ર અને ભયાનક ઘટનામાં પોલ ગાયબ થઈ જાય છે ...હવે આગળ )


ધીમે ધીમે સવાર થઈ રહી હતી.દૂર ક્ષિતિજ પર પ્રકાશ પથરાવાની શરૂઆત થઈ ચૂકી હતી. પક્ષીઓનો કલરવ આખા જંગલને જાણે ગજવી મુકતો. અમે વિશ્રામ માટે નીચે બેઠા હતા.કોઈ કંઈ જ બોલી રહ્યુ નહોતુ. ભેંકાર નીરવતાને સૌથી પહેલા તોડતા એડમ બોલ્યો , " જો દેવ, લક્ષ્ય , એલ હું જાણુ છુ કે આ સમય કેવો કપરો છે અને દુઃખ ભર્યો છે પણ આપણે કંઈ નિર્ણય તો કરવો જ પડશે. કાં તો આગળ વધીએ નહિ તો હું તમને સહીસલામત પેરુ પાછો મૂકી આવુ."

આ વખતે એલ સૌથી પહેલા સ્વસ્થ થતા બોલી , " સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી , આપને સૌ આપણા ધ્યેય તરફ આગળ વધીએ એમાં જ પોલની પણ ખુશી રેહશે." એલની આંખમાંથી આંસુ નીકળી ગયા, દેવ એના વાંસા પર પ્રેમથી હાથ ફેરવી રહ્યો હતો , આ સ્ત્રી માટેનુ મારુ માન પહેલા કરતા પણ વધી ગયુ.

હવે મેં એડમ સાથે વાતચીત કરી તો એને મને જણાવ્યુ કે હવે અમે અમારા લક્ષ્યથી માત્ર ત્રણ-ચાર કલાક જ દૂર હતા. પણ માઈકલ અને એના સાથીદારો ક્યાં હતા એનો અમને બિલકુલ અંદાજ હતો નહિ , કાલ સવારથી જ્યારથી અમે જંગલમાં ઉતર્યા ત્યાર બાદ અમે એમને એક પણ વાર જોયા નહોતા. હા ક્યાંક વચ્ચે શરૂઆતમાં એમના નિશાન જરૂર દેખાતા હતા. છતા અમને વિશ્વાસ હતો કે તેઓ પણ લક્ષ્યથી હવે નજીકમાં જ હોવા જોઈએ.

અમે ધીમે ધીમે મુસાફરી ચાલુ કરી , પણ મનમાં હજુ પણ પોલના વિચારો ચાલ્યા કરતા હતા. જાણે એ મને કહી રહ્યો હતો કે , " લક્ષ્ય જિંદગીની આ અંતિમ માર્ચ પછી ઝંડા ઉતારી લેવાના હતા , જાણુ છુ કે લાંબી દોસ્તીનો વિશ્વાસ આપી આમ છોડીને જઈ રહ્યો છુ પણ દોસ્ત હું પાછો આવીશ , જરૂર પાછો આવીશ. દૂર ક્ષિતિજ પર તુ એક નવા સૂર્યોદયની રાહ જોજે , હું જરૂર પાછો આવીશ."

હવે મેં મન મક્કમ કરી લીધુ. હવે તો આમા સફળ થવુ જ હતુ, પોલ માટે પણ થઈને. હવે અમે અમારા લક્ષ્યથી માત્ર એકાદ કલાક દૂર હતા. માઈકલ અને એના સાથીદારો આસપાસ જ ક્યાંક હોવા જોઈએ. થોડુ ચાલ્યા બાદ સામે એક ખુલ્લુ મેદાન આવ્યુ , મેદાન લગભગ સપાટ હતુ અને ઊંચા વૃક્ષો ખૂબ ઓછા હતા.દૂર વચ્ચે જમીન થોડી અલગ જણાઈ રહી હતી. મેં એડમ ને નકશો તપાસવા કહ્યુ.

થોડીવારમાં નકશો તપાસતા એડમે મને કહ્યુ કે આ એજ ⭕ વાળી નિશાની વાળી જગ્યા છે , એટલે કે અમે અમારા લક્ષ્ય પાસે પહોંચી ગયા હતા. મારી ખુશીનો પાર ન રહ્યો પણ સાથે જ એ ફાળ પડી કે માઈકલ અને એના સાથીદારો અમારાથી પહેલા અહીં આવીને નીકળી તો નઈ ગયા હોય ને નહિ તો અમારો ફેરો સાવ એડે જાય. પણ આસપાસની જગ્યાને તપાસતા એ સ્પષ્ટ જણાતુ હતુ કે અહીં નજીકના સમયમાં કોઈ આવ્યુ હોય એની શક્યતા નહિવત જણાતી હતી. ઘાસ પણ ત્રણથી ચાર ફૂટ ઊંચું હતુ ને એણે કાપીને રસ્તો બનાવ્યો હોય એવી કોઈ નિશાની જણાતી નહોતી.

થોડીવારમાં અમે નજીકમાં સરસ જગ્યા પર છૂપાઈ ગયા. લગભગ બપોર થવા આવી હતી. અમે એ જગ્યા પરનુ થોડુ ઘાસ દૂર કરી દીધુ અને ત્યાં બેસી ગયા. આ જગ્યાએથી આખુ મેદાન સાફ દેખાતુ હતુ અને અમને કોઈ જોઈ ન શકે એવી સરસ જગ્યા હતી એ.

અમે ત્યાં થોડીવાર વિશ્રામ કરવા બેઠા. મને સખત ઊંઘ આવી રહી હતી. કાલ રાતની ઘટના બાદ લગભગ કોઈ સુતુ નહોતુ.થાક બરાબર લાગ્યો હતો. હું લગભગ તંદ્રા અવસ્થામાં પડ્યો હતો. એવામાં કદાચ અબાના ત્યાંથી ઊઠીને ક્યાંક ગયો , અને લગભગ અડધો કલાક પછી કદાચ આવીને ત્યાં સૂઈ ગયો. મને સરખી રીતે કંઈ યાદ નથી પણ હું એટલો થાકેલો હતો કે મેં એને કંઈ પુછવાનુ પણ માંડી વાળ્યુ.

( શું માઈકલ અને એના સાથીદારો અમને મળશે ? આ ⭕ વાળી જગ્યાનુ આખરે રહસ્ય શું હશે !! કેવી રહેશે આગળની સફર જોઈશુ વધુ આગળના ભાગમાં....)