The Author J. Vyas અનુસરો Current Read નિ:સ્વાર્થ પ્રેમ - (ભાગ 7) By J. Vyas ગુજરાતી પ્રેમ કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books નિતુ - પ્રકરણ 70 નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ... દાદા ભિષ્મ પૌરાણિક દ્રષ્ટાંત કથા – પિતામહ ભીષ્મની... અધુરો પ્રેમ જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન... વહુના આંસુ સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે, ત્યાં જ છાંયા બહેન જોરથી ચ... ભાગવત રહસ્ય - 164 ભાગવત રહસ્ય-૧૬૪ પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા J. Vyas દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ કુલ એપિસોડ્સ : 8 શેયર કરો નિ:સ્વાર્થ પ્રેમ - (ભાગ 7) (17) 1.2k 3.3k 2 ત્યારબાદ સવારમાં તેની ફ્રેન્ડનો કોલ આવ્યા ઘણાં પણ મારો મોબાઇલ silent હતો એટલે ખબર ના પડી સવારે ઉઠ્યો તો ૪૦ ઉપર તેની ફ્રેન્ડના કોલ આવ્યા રાતે પણ એટલા ફોન આવ્યા હતા..ત્યારબાદ મેં તેને કોલ કર્યો પણ તેણે ઉપાડ્યો નહીં એટલે મને ચિંતા થવા લાગી કે શું થયું હશે..મનમાં ને મનમાં કંઈક ખુશી ને તો નહીં થયું હોયને..ત્યાર બાદ બાઇક ની ચાવી ગોતીને હું નીચે ગયો બાઈક સ્ટાર્ટ કરવા જતો હતો ત્યાં મારો ફ્રેન્ડ મને મળ્યો અને મને કીધું આટલી ઉતાવળમાં તું ક્યાં જાય છે મે કીધું તુ પાછળ બેસ બધું રસ્તામાં કહું..ત્યાર બાદ અમે બન્ને ત્યાંથી અનાથાશ્રમ પહોંચ્યા..ત્યાં ગયો ત્યાં તો મારા હોશ ઉડી ગયા બધા સફેદ કપડામાં ઉભા હતા.. બાઇક સાઇડમાં રાખીને અમે બંને અંદર ગયા ત્યાં ખુશી ની ફ્રેન્ડ સામેથી આવતી હતી અને મને જોઈને કીધું ક્યાં હતો તો અત્યાર સુધી અને રાતે કેટલાક કોલ કર્યા...મેં તેને પૂછ્યું શું થયું તો તેની બોલવાની હિંમત ન થઇ અને મને ઇશારો કર્યો..ત્યાં હું જોવું ત્યાં મારો હોશ જ ઉડી ગયો..ત્યાં બેસી ગયો આંખમાંથી આંસુ નીકળી ગયા..મારા ફ્રેન્ડે મને સાઈડમાં બેસાડી અને મને શાંત કરવાની કોશિશ કરતો હતો..ત્યારબાદ હુ ખુશી પાસે ગયો તેના 'સવ' પાસે બેઠો..શું કામ ??આખી જિંદગી સાથે રહેવાની વાત કરતી હતી શું થયું ? બહુ રડ્યો તેની પાસે બેસીને પણ થવાનું હતું એ જ છે ભગવાન લખ્યું હતું..ત્યારબાદ તેને સ્મશાને લઈ જવાનું ટાઈમ થઈ ગયો હતો મારી હિંમત નહોતી થતી એટલે હુ ગયો જ નહીં..ત્યાર બાદ મારો ફ્રેન્ડ મને ઘરે લઈ ગયો..ઘરે જઈને મારો હાલ જોઈને મારા માતા પિતાએ પૂછ્યું શું થયું એટલે હું મારા પિતાને ગળે મળીને ખૂબ રડ્યો..ત્યાર બાદ મારા ફ્રેન્ડે શાંતિથી બેસીને સમજાવ્યા..અંદરથી સાવ હું તૂટી ગયો હતો ક્યાંય મન નહોતું લાગતું રૂમમાં જઈને એક એકલો બેઠો રહેતો..ઓફિસ પર પણ ના જ હતો..આમને આમ તો ૬ ૭ દિવસ થઈ ગયા..એકલો એકલો ફર્યા કરતો ના સમયનું ધ્યાન હતું ના કે મારું.. ત્યારબાદ એક દિવસ હું રાત્રે અગાસી પર એકલો બેઠો હતો ત્યાં તેની ફ્રેન્ડનો call આવ્યો કે મારે તને મળવું છે...એટલે મેં બીજા દિવસે મળવાનું નક્કી કર્યું..રિવરફ્રન્ટે મળવાનું નક્કી કર્યું...એક કલાક પહેલા જઈને ત્યાં બેઠો હતો..ખુશી સાથે જેટલો ટાઇમ સ્પેન્ડ કર્યો હતો એ બધું પાછું યાદ આવી ગયું આંખમાંથી આંસુ નીકળી ગયા..ત્યાં તેની ફ્રેન્ડ્સ આવી અને મને કીધું hii મેં પણ કીધું hii...તેની ફ્રેન્ડે કીધું મને ખબર છે કે તું તેને મિસ કરે છે અને કોઈ દિવસ તુ તેને ભૂલી નહીં શકે..મેં નાનીએ સ્માઇલ આપી તેની સામે જોઈને અને કંઈ પણ ના બોલ્યો..તેને મને સમજાવવાની બહુ જ કોશિશ કરી..તેણે કીધું કે ખુશી તને હંમેશા ખુશ જોવા માંગતી હતી અને તું ઉદાસ થઈને ફર્યા કરે છે ખુશી પણ ઉપરથી જોશે તો તેને પણ દુઃખ થતું હશે ખુશી માટે તું આટલું ન કરી શકે..ત્યાર બાદ મેં તેની ફ્રેન્ડ્સને પૂછ્યું શું થયું હતું..તેની ફ્રેન્ડ્સ જે થવાનું હતુ થઈ ગયું હવે તે પાછું યાદ કરીને શું કરીશું..પણ હા તેને તારા માટે એક ચિઠ્ઠી આપી છે...અને મને કહ્યું હતું કે આ તું તેને આપી દે જે.. અત્યાર સુધી ટાઇમ ન મળ્યો એટલે ન આપી..એટલે જ આપવા આવી છું..ખુશીએ કીધું છે કે તારી સાથે હંમેશાં રહેશે તેને જતા જતા પણ એક કામ બહુ સરસ કર્યું છે..તેણે તેનું હાર્ટ ડોનેટ કર્યું...તેણે ડોક્ટરને પ્રોમિસ કર્યું છે કે આ હાર્ટ હંમેશા તેના માટે ધડકતું રહેવું જોઈએ..ડોક્ટરની પણ આંખમાં આસુ આવી ગયા અને કીધું કે પ્રોમિસ પુરી ટ્રાય કરીશ..ત્યારબાદ ખુશીની ફ્રેન્ડ ત્યાંથી જતી રહી...ચિઠ્ઠી ખોલવાની હિંમત નહોતી થતી...હાથમાં ચિઠ્ઠી હતી અને આંખમાં આસુ હતા..ત્યારબાદ ચિઠ્ઠી ખોલી મેં સ્માઇલ (?)દોરેલા હતા...નીચે લખેલું હતું સ્માઇલ...ત્યારબાદ નીચે લખેલું હતું કે મારી ફ્રેન્ડ્સે તને બધી વાત કહી દીધી હશે..હું બીજું કંઈ તારી પાસે નથી માંગતી બસ તને ખુશ જોવા માગું છું...તું તારી લાઈફ પહેલા જીવતો હતો તેમજ જીવ જે..મને લઈને તું સેડ ફિલ ના કરતો..જો તું ત્યાં ખુશ નહીં હોય તો હું ખુશ કઈ રીતના રહી શકીશ...અને મેં તને પ્રોમિસ કરી છે કે હું હંમેશા તારી સાથે જ રહીશ તારી આજુબાજુ જ રહીશ..અને હા મારી બીજી પ્રોમિસ ના ભૂલાય સ્માઇલ...એટલે મારા મોઢા ઉપર નાની એવી સ્માઇલ આવી...ત્યારબાદ નીચે સાવ લખેલું હતું જ્યારે ખુશી સાથે હતી ત્યારે સ્માલ કરતો ત્યારે તે આ વાક્ય કહેતી 'હાય હાય આ સ્માઇલ ઉપર તો મરી જવાનું મન થાય છે'..ત્યારબાદ હું ચીઠ્ઠી પોકેટમાં રાખીને ત્યાંથી જતો રહ્યો....શું લાગે મિત્રો આગળ શું થયું હશે ??કે સ્ટોરી આયા જ પૂરી થઈ ગઈ હશે ??? જવાબ અવશ્ય આપજો ....? ‹ પાછળનું પ્રકરણનિ:સ્વાર્થ પ્રેમ - (ભાગ - 6) › આગળનું પ્રકરણ નિ:સ્વાર્થ પ્રેમ - (ભાગ ૮) Download Our App