નિ:સ્વાર્થ પ્રેમ - (ભાગ-૨) J. Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિ:સ્વાર્થ પ્રેમ - (ભાગ-૨)

ત્યારબાદ તે ઈન્ટરવ્યૂ પતાવીને બહાર આવી વેઇટિંગ રૂમમાં બેઠી હતી..ત્યાર બાદ લંચ બ્રેક પડ્યો અને હું કેન્ટીંગ તરફ જતો હતો..તે મારા સામે જોઈને એક બે વાર બોલાવવાની ટ્રાય કરી પણ આપણે પણ અંદર ને અંદર નક્કી કરી નાખ્યું હતું જ્યાં સુધી પહેલાં તે ના બોલાવે ત્યાં સુધી આપણે નહીં બોલાવી..ત્યારબાદ હું કેન્ટિનમાં એકલો બેઠો હતો ત્યાં તે મારા ટેબલ પાસે આવીને મને hii કીધું..મેં તેની સામે જોઈને hii કીધું..(થોડી વાર તો કન્ટ્રોલ ના થયો)..ત્યારબાદ તેણે પૂછ્યું ઓળખાણ પડી.?મેં થોડી વાર વિચાર્યું ત્યાં તે બોલી કે સવારે ઓટોમાં સાથે હતા..? મેં કીધુ હા હા..મેં કીધું તમે અહીંયા (અજાણ્યા બનીને)?? તેણે કહ્યું હા મારું ઈન્ટરવ્યુ હતું આ જ આયા..મેં કીધું કહેવું ગયું ? તેણે કહ્યું કે ઠીક ઠાક.. મેં કીધું oky..તેણે મને કીધું એક વાત પૂછું ?? મે મેં કીધું હા પૂછો ..તમે પણ ગજબ છો બે ત્રણવાર આપણે એકબીજાની સામે જોયું, auto માં સાથે ઓફિસ આવ્યા,અત્યાર સુધી ઇગ્નોર કરતાં હતા કે જાણી જોઈને અજાણ્યા બનતા હતા.?મેં કીધું ના એવું કશું નહીં.. "ઓળખાણ વગર ઘણી બધી વાતો થાય અને ઓળખ્યા પછી વાતચીતનો અંત આવે "તેણે કીધું સાચી વાત તો ઓળખાણ વગર જ મુલાકાત ચાલુ રાખીએ ...ટી કે કોફી..મેં કીધું આ મારે તમને પૂછવું જોઈએ હવે તો ફ્રેન્ડ્સ બની ગયા આપણે..તો એણે કીધું ફ્રેન્ડ્સ ??હમણાં તો તમે કહેતા હતા કે ઓળખાણ વગર ઘણી બધી વાતો થાય અને ઓળખ્યા પછી વાતચીતનો અંત આવે તો એમ જ રાખીએ (હસતા હસતા ) ૨ અજનબી ?...તો ચાલો પ્રોમિસ કરો આજથી આપણે અજનબી રીતે જ મળીશું..?મેં કીધું પ્રોમિસ ઓકે..ત્યારબાદ તેણે મને પૂછ્યું આવી ગરમીમાં બપોર વચ્ચે ચા કોણ પીવે??ચા ના તમે પ્રેમી લાગો?? મેં કીધું સાચું કીધું સાશ્વત અને નિ સ્વાર્થ પ્રેમ છે ચા ને લઈને..તેણે કીધું ગજબ હા...ચલો મારે જવાનો ટાઇમ થઇ ગયો છે તો સર ને મળવાનું છે..મે કીધું  બેસ્ટ ઓફ લક..પહેલી જ મુલાકાત હતી અમારા બંનેની પણ બન્નેમાંથી કોઈ એકબીજાને by નહોતા કરી શકતા...થોડી વાર વિચાર આવ્યો કે તેના નંબર માંગી લઉં પણ દિલ ના કહી કિસ્મતમાં હશે તો પાછી મળશે..ત્યાં જ તેણે મને કહ્યું  નંબર આપી શકે next time ક્યાંક મળવું હોય તો મળી શકીએ..મેં કીધું નંબર આપવામાં મને કશો પ્રોબ્લેમ નહીં પણ આજે ખૂબસુરત સફર hii થી શરૂ થયું છે બીક લાગે છે કે hmm પર આવીને પૂરું ન થઈ જાય...કિસ્મતમાં હશે તો આપણે next ટાઈમ ચોક્કસ મળીશું ..અને ત્યારે જે આપણી વચ્ચે મળવાનો આનંદ હશે તે કોલ કે મેસેજ કરીને ફિક્સ કરશું તેમાં નહીં હોય...તેણે કહ્યું સાચી વાત છે ચલો by તેમ કહીને તે ત્યાંથી જતી રહી...ત્યારબાદ હું ત્યાં બેઠો બેઠો વિચારતો હતો.. મનમાં એવું કશું ન હતું પણ છોકરી ગમી સારી લાગી,વાતચીત કરવાની મજા આવી તેની જોડે વધુ સમય પસાર કરવાની ઈચ્છા થઈ ગઈ..ત્યાર બાદ હું મારા કામ પર ચડી ગયો અને તે ક્યારે જતી રહી તે ખબર પણ ના પડી ....ત્યારબાદ સાંજ સુધી તેના જ વિચાર ચાલ્યા કર્યા મગજમાં..ત્યારબાદ સાંજે ઓફિસથી છૂટીને ઘરે જતો હતો રસ્તામાં તો પણ એ જ મગજમાં ઘૂમતું હતું કે પછી તેની સાથે મુલાકાત થશે કે નહીં?? તે પણ મારા વિશે એટલું વિચારતી હશે જેટલું હું તેના વિશે વિચારું છું ??તે પણ મને યાદ કરતી હશે ..?? ૨ અજનબી (મોઢા પર નાની એવી સ્માઇલ સાથે બોલ્યો)..

શું લાગે મિત્રો 2 અજનબી ની મુલાકાત થશે કે નહીં જોઈએ આપણે 3 ભાગમાં...?