Nishwarth prem - 6 books and stories free download online pdf in Gujarati

નિ:સ્વાર્થ પ્રેમ - (ભાગ - 6)

ત્યારબાદ ડોક્ટરે અમને ફાઈલ જોઈને બધું સમજાવ્યું..ત્યારબાદ અમે ડૉક્ટરની કેબિનમાંથી બહાર નીકળ્યા..મારે શું કરવું તે ખબર નહોતી પડતી,બાર બેન્ચ પર બેઠો માથે હાથ મૂકીને..તેની ફ્રેન્ડ મને દિલાસો આપતી હતી..ત્યારે મેં તેને કીધું એક પ્રોમિસ કર..તેણે  કીધું હા બોલને આજે જે પણ વાત થય છે ડોક્ટર જોડે તે વાત તુ ખુશીને નહીં કહે..તેણે કીધું oky...ત્યારબાદ તે ખુશી પાસે ગઈ એટલે ખુશીએ પૂછ્યું..jayu ક્યાં છે..? ડોક્ટરે શું કીધું ?? તેની ફ્રેન્ડ ડોક્ટરે કશુ નહીં કીધું અને jayu હમણાં આવે છે..તું આરામ કર..ત્યાર બાદ થોડી વાર થઈ એટલે ખુશીએ પાછું પૂછ્યું ક્યાં છે તે હજુ કા ન આવ્યો..ત્યાં હું દરવાજો ખોલીને અંદર ગયો..તેણે મને પૂછ્યું ક્યાં તો અત્યાર સુધી.?મેં કીધું કશું નહીં ડિસ્ચાર્જ પેપર રેડી કરતો હતો..તેણે મને પૂછ્યું શું કીધું ડોક્ટરે કેટલાક દિવસ છે.?મે કીધું આખી જિંદગી જ્યાં સુધી હું તારી સાથે છું ત્યાં સુધી તને હુ કઇ નહીં થવા દવ..તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું ભલે ચાર પાંચ દિવસ હોય કે આખી જિંદગી મારે તારી સાથે વિતાવી છે..મને છોડીને ક્યાંય જતા નહીં પ્રોમિસ કર કે તું મારી જોડે જ રહીશ..મેં તેના માથા પર kiss કરી અને કહ્યું હા પ્રોમિસ તારી જોડે જ રહીશ..ત્યાર બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી ત્યારબાદ તે લોકો અનાથાશ્રમ જતા રહ્યા.. તેની જોડે જે રહેતા હતા તે બધા તેની જિંદગીની દુવા માંગતા હતા..ત્યારબાદ હું ત્યાંથી નીકળી ગયો..ખબર નહોતી પડતી શું કરવું..ક્યાંય મન નહોતું લાગતું એટલે હું રિવરફ્રન્ટ જઇને બેઠો..અત્યાર સુધી બહુ કન્ટ્રોલ કર્યું અંદર સામે ખુશી હતી એટલે રોવાય તો નહીં..ત્યાર બાદ હું રિવરફ્રન્ટ ગયો કોઈ પણ ન હતું..બાઈક પાર્ક કરીને હું દોડવા લાગ્યો અને વચ્ચે જઈને ગોઠણ પર બેસીને જોરથી રાડ પાડી..આઅ......બહુ જ રડ્યો હુ.. ગોઠણ પર બેસી ઉપર આકાશ તરફ જોઈને કીધું...(રડતાં રડતાં )શું કામ..?શું કામ..?શું વાક છે તેનો..?કોને ફરિયાદ કરું..?ફરિયાદોની પણ કિંમત છે બધાને નથી કરાતી..plz...હું તેને ખોવા નથી માગતો..મારો મોબાઇલ સ્વીચ ઓફ હતો એટલે ઘરે બધા ગોતા ગોત કરતાં હતા..બંને મિત્રો ગોતતા ત્યાં આવ્યા..હું બંનેને હગ કરીને ખૂબ રડ્યો અને તેને બધી વાત કરી..ત્યારબાદ તે લોકો મને ઘરે લઈ ગયા..આખી રાત એક જ વિચાર આવતો હતો કે શું કરવું..બીજે દિવસે સવારે મોર્નિંગમાં મને કોલ આવ્યો ખુશીનો આજે એક દિવસ તુ મારા માટે કાઢી શકે..ત્યારબાદ હું રેડી થઈને તેને તેડવા ગયો..ત્યા થી અમે બંને જણા બાઈક પર ફરવા ગયા કાંકરિયા તળાવ..full enjoy and msti કરી..આખો દિવસ સાથે રહ્યા ફર્યા મોજ મજા કરી..ત્યાર બાદ હું તેને મારી ફેવરિટ જગ્યાએ લઈ ગયો અમે  રિવરફ્રન્ટની પાળીએ બેઠા હતા..તેને મારા ખભા પર માથું રાખ્યું અને મારા હાથમાં તેનો હાથ..અમે બંને એકબીજાનો હાથ પકડીને બેઠા હતા..ઘણી વાર સુધી અમે બંને શાંતિથી બેઠા રહ્યા..તેણે મને પૂછ્યું શું થયું કેમ ટેન્શનમાં દેખાય છે..?મેં કીધું કશું નહીં...તેણે કીધું ચિંતા ના કર હું છું ને તારી સાથે..મેં તેની સામે જોઈને નાનીએ સ્માઇલ કરી તેને હગ કર્યું અને માથા પર kiss કરી..ત્યારબાદ મેં તેને કીધું હું તને એક વાત કહેવા માંગું છું..તેણે મને કીધું મને ખબર છે તું શું કહેવા માંગે છે...ના હું તારી પાસે કંઈ અપેક્ષા રાખું છું કે ના તું મારી પાસે કંઈ અપેક્ષા રાખે છે.."નિ સ્વાર્થ પ્રેમ " છે આપણા બંને વચ્ચે તો તેમજ રહેવા દેને...એક્સપ્લેન કરીને શું મળશે..પણ હા હું હંમેશા તારી સાથે રહેવા માગુ છું..હુ ક્યારેય પણ તને નહીં મૂકુ...ભલે હું આ દુનિયામાં હોય કે ના હોય પણ હું હંમેશા તારી સાથે જ રહીશ..મેં હસતાં હસતાં કહ્યું એમ...??તેણે કીધું હાય હાય આ સ્માઇલ પર મરી જવાનું મન થાય છે..કાતિલ સ્માઇલ છે..મારા માટે બહુ કીમતી છે આ તારી સ્માઈલ...તેણે મને કીધું કે મેં તારી પાસે અત્યાર સુધી કંઈ માંગ્યું નહીં આ એક વસ્તુ માગુ તો આપીશ મને...મેં કીધું હા બોલ...તેણે કીધું  પ્રોમિસ કર મને હું તારી સાથે હોય કે ના હોય પણ આ સ્માઇલ હંમેશા તારા ફેસ પર હોવી જોઈએ..મેં કીધું પ્રોમિસ...ત્યાર બાદ લેટ બહુ થઈ ગયું હતું એટલે અમે ત્યાંથી નીકળી ગયા..ત્યાર બાદ હું તેને મુકવા ગયો..ત્યાર બાદ તેણે મને કહ્યું કે નીચે ઉતર એક કામ છે એટલે હું નીચે ઉતર્યો...ત્યાર બાદ તેણે મને જોરથી હગ કર્યું..ગાલ પર kiss કરી..ત્યારબાદ મેં તેનો હાથ પકડ્યો...હું તેની સામે જોતો હતો એટલે મને કહ્યું...સ્માઈલ...એટલે મેં તેની સામે સ્માઇલ કરી...તેણે કીધું હાય હાય કાતિલ યાર..તેણે તેના મેસના આજણ થી મારા કાન પાછળ ટપકો કર્યો..કે આ સ્માઇલ ને કોઈની નજર ન લાગે...અને કીધું કે પ્રોમિસ કોઈ દિવસ ભૂલતો નહીં..મેં કીધું hmmm...તેણે કીધું gn મેં પણ કીધું gn...મારો હાથ તેના હાથમાં હતો જેમ જેમ તે દૂર જતી હતી તેમ તેમ મને લાગતું હતું કે તે મારાથી દૂર જાય છે...મારી જિંદગીથી દૂર જાય છે...ત્યારબાદ તે જતી રહી હું પણ ત્યાંથી જતો રહ્યો.....

શું લાગે મિત્રો next day બંનેની મુલાકાત થશે કે નહીં...?? 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED