નિ:સ્વાર્થ પ્રેમ J. Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિ:સ્વાર્થ પ્રેમ

પ્રેમ..?પ્રેમ એટલે શું ? તમને ખબર જ હશે મિત્રો પણ મારો પ્રેમ કંઈક અલગ જ છે.."નિસ્વાર્થ પ્રેમ"....
ઘણી વખત એવું બનતું હોય છે કે તમે જેને પ્રેમ કરો છો અને તે બીજાને પ્રેમ કરતું હોય એનો અર્થ એ નહીં કે આપણે તેને પ્રેમ કરવાનું છોડી દઈએ..પ્રેમ હંમેશાં એક જ વાર થાય છે મારી જોડે પણ કશું આવું થયું છે.મારી સ્ટોરી પણ થોડી આ રીતની છે હું જેને પ્રેમ કરું છું  તેને મેં આજ સુધી કહી  નહીં શક્યો ઘણા બધા પ્રયત્નો કર્યા  પણ જ્યારે પણ તેની તેને સામે જોયું ત્યારે બસ તેને જોતો જ રહું તેવું મન થાય છે જ્યારે પણ તેની જોડે વાત કરવાની કોશિશ કરું ત્યારે મારી બોલતી બંધ થઈ જાય છે..ઘણા પ્રયાસો કર્યા પણ આજ સુધી તેને હું કહી ના શક્યો ..મને અંદરથી બીક લાગતી હતી કે હું તેને કહીશ તે મારો પ્રેમ સ્વીકાર કરશે કે નહીં "બહુ વિચિત્ર લાગણીઓ છે મારી અને તેની વચ્ચે  પ્રીત અનહદ છે પણ કહેવાની મનાઇ છે"..
મને તેની જોડે લાંબી વાતચીતનો મોહ ના હતો મને તો તેનું HMM પણ મીઠું લાગતું...
જ્યારે પણ તેની બહુ જ યાદ આવે ત્યારે અમારી પહેલી મુલાકાત થઈ હતી ત્યાં કલાકો સુધી એકલું બેસવાનું અને તેને યાદ કરવાની જ્યારે તેની યાદ આવે ત્યારે જે હોઠો પર સ્મિત હોય દર્દ જોડે તેની મજા જ કંઈક અલગ હોય અને સાથે ગરમા ગરમ કટિંગ ચા..
ત્યાં ઘણી વખત એકલો બેઠો હોય ત્યારે વિચારતો હોય કે હું જેટલો તેને યાદ કરું છું તે પણ એટલું મને યાદ કરતી હશે ??ઇચ્છા હતી કે એ પણ મને યાદ કરે મારી જેમ પણ એ તો ઇચ્છા હતી અને ઇચ્છા જ રહી ગઈ ....પછી મન ઉદાસ થઈ જાય પણ ઉદાસ થઈને પણ શું ?? છેલ્લે તો એ જ થવાનું છે જે ઉપરવાળાએ સેટ કર્યું ..! 
પાછી ચા ની ચુસ્કી મારી મારા મનને મનાવી લઉં અને ત્યાંથી નીકળી ભાઇબંધ જોડે ગપ્પા મારવા બેસી જતો..અને દિવસ પસાર થઈ જતો ત્યારબાદ રાતે ઘરે જઈને સૂવાની કોશિશ કરી પણ સાલી ઊંઘ જ ના આવે થોડી વાર આમથી આમ  આમથી આમ પડખા ફરિયા તો પણ ઊંઘ ના આવે ત્યારબાદ ધાબા પર જઇને બેઠો ત્યારબાદ મોબાઇલ હાથમાં રહીને મથતો હતો ત્યાં પેલી નો ફોટો દેખાડો થોડીવાર થયું છોડ ને યાર..તેનો ફોટો જોઈને જૂની યાદો તાજી થઈ ગઈ,આંખ ભીની થઈ ગઈ ખૂબ કન્ટ્રોલ કર્યો પણ રોકી ન શક્યો શું કરવું ??
સાલી ફિલિંગ્સ નું કામ જ આ...! શું કરવું રોય નાખ્યું થોડી વાર મન હલકું થઈ ગયું નિંદર આવી ગઈ મસ્ત મજાની..બીજે દિવસે જવાનું હતું ઓફિસ લેટ નાઈટ સુધી જાગ્યા હોય દેવદાસ ની જેમ સવારે ઉઠવામાં થઈ ગયું મોડું...! જેમ તેમ કરીને તૈયાર થઈને નીકળ્યો બહાર,ટાણે બાઇક સ્ટાર્ટ થાય નહીં શું કરવું ત્યારબાદ ઓટો પકડી જવાનું નક્કી કર્યું ..ઓટો ઉભી રાખી હજુ બેસવા જાવ અંદર ત્યાં તો આખી દુનિયા રોકાઈ ના ગઇ હોય તેવી ફિલિંગ્સ આવવા લાગી...થોડી વાર નજર જ ના હટી..ત્યારબાદ ઓફિસ આવી હું ઉતરીને અંદર ચાલ્યો ગયો..મને ખબર ન હતી કે તે મારી ઓફિસમાં ઇન્ટરવ્યૂ દેવા આવવાની..ત્યાર બાદ મેં મારું કામ કરવાનું ચાલુ કર્યું..ત્યાં તે થોડી વારમાં ઓફિસમાં એન્ટર થઈ અને તેને મારી સામે જોયું...થોડી વાર હું પણ વિચારમાં પડી ગયો કે આ સામે કેમ જોવે છે..પછી યાદ આવ્યું કે આ તો ઓટો વાળી..!પછી શું પછી ભાઈ ખુશ થઈ ગયા ?
           * To Be Confirmed 2nd part ?*