Tu maro nahi to books and stories free download online pdf in Gujarati

તું મારો નહિ તો

તું મારો નહિ તો
( સમગ્ર વાર્તા,પાત્રો કાલ્પનિક છે તેનો કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે સીધો કે આડકતરો પણ સંબંધ નથી)
જીવનમાં પ્રેમનું મહત્વ ખૂબ છે. પ્રેમ કેટલાય પ્રકારનો છે. પણ અત્યારે માત્ર એક જ પ્રકારના પ્રેમને વધારે મહત્વ આપવામાં આવે છે. એ પ્રેમ કયો છે તે આપ સૌ જાણો છો. એવી નવી જ વાર્તા આપણે વાંચીએ. તું મારો નહીં તો......
આ વાર્તામાં પણ કંઈક આવું જ હશે પ્રેમ એટલી હદ પાર કરી જાય છે કે જિંદગી કરતા પ્રેમ વધારે મહત્વનો બની જાય છે.
મન એક ૧૮ વર્ષનો છોકરો છે દેખાવમાં સારો નથી પણ દિલથી બહુ સારો છે. પ્રેમ કોને કહેવાય તેને ખૂબ સારી રીતે ખબર છે. વેકેશન દરમિયાન જમાનાનો ટ્રેન્ડ છે  તે પ્રમાણે મન પણ તેની ફેમિલી સાથે શિમલા ફરવા જાય છે. જવાનો આનંદ એટલો અનહદ હોય છે કે સાદાઈથી રહેવાવાળો મન આજે જાણે કોઈ બોલિવૂડનો હીરો હોય તેમ પોતાના લૂક્સ થી માંડીને કપડાં ને પણ ચેન્જ કરી દે છે. તેઓ બધા ફરવા નીકળે છે શિમલામાં પહોંચ્યા છે ત્યારે બધા ત્યાંનું આહલાદક વાતાવરણ જોઇને મંત્રમુગ્ધ બની જાય છે. જાણે ધરતી પર નું બીજું સ્વર્ગ તેમને શિમલામાં દેખાય છે. તેનો પરિવાર ખૂબ આનંદ કરે છે. અને ત્યાંથી ફરી પાછા શીમલા થી બીજા સ્થળે જવા માટે નીકળે છે. રસ્તામાં જતા તે જોવે છે કે અકસ્માત થયેલો છે. મનની નજર ગાડી પર પડે છે તો ખબર પડે છે કે ગાડી તો ગુજરાતની છે. કહેવાય છે ને ગુજરાતી હંમેશા એક-બીજાની મદદ કરવા માટે તત્પર હોય છે. માટે માત્ર મન જ  નહિ પણ મનના બધા જ ઘરના એક્સિડન્ટ ની હાલત જોવા માટે ત્યાં પહોંચી જાય છે અને શક્ય હોય તેટલી મદદ કરવાનું વિચારે છે. ત્યાં જતાં જ તેમને ખબર પડે છે કે ગાડીની અંદર ચાર પેસેન્જર હતા અને ચારે પેસેન્જરને   વાગ્યું હતું. માતા-પિતા ભાઈ અને એક 20 વર્ષની છોકરી આટલા ગાડીમાં સવાર હતા. મન અને તેના ઘરના આ તમામને બહાર કાઢી અને હોસ્પિટલ લઈ જાય છે. તેમની સારવાર કરાવે છે અને સારવારના પૈસા પણ આપે છે. આ એક્સિડન્ટ માં સૌથી ઓછું જો વાગ્યુ હોય તો 20 વર્ષની છોકરી ને વાગ્યુ હોય છે. એટલે સ્વાભાવિક રીતે મનના મમ્મી-પપ્પા તે છોકરી ને પૂછે છે ત્યારે ખબર પડે છે કે તેનું નામ માનસી છે.
માનસી સુંદર હતી સાથે   કોમળ પણ એટલી જ હતી અને શક્તિશાળી પણ. પણ આવો ભયંકર અકસ્માત ના લીધે થોડી નર્વસ થઈ ગઈ હતી. માટે મનના પપ્પા મનને કહે છે,"બેટા, ડોક્ટરે અંકલ આંટી અને તેના ભાઈને આરામ કરવાનો કહ્યો છે. પણ માનસી થોડી વધારે નર્વસ થઈ ગઈ છે. માટે તું એને લઈને બજારમાં જા. જેથી તેનું મન બીજી જગ્યાએ વળે અને તે ફરી સ્વસ્થ થઇ જાય."
મન તેને  લઈ જવાનું કહે છે. માનસી ના કહે છે પણ મન ના મમ્મી પપ્પા ને લીધે તે હા કહે છે. મન અને માનસી હવે બજારમાં ફરવા માટે જાય છે. મન વાત કરવાનો પ્રયત્ન કરે છે.
મન: તમારું નામ શું છે?
માનસી: માનસી. ને તમારું નામ?
મન: મન. તમે શું કરો છો?
માનસી: મારા પપ્પાને સારું થઈ જશે ને?
મન: હા સારું થઈ જશે તમારા મમ્મી પપ્પા સાજા થઈ જશે.
માનસી: બસ ભગવાનને એ જ પ્રાર્થના. અને તમારો આભાર કે આવા  અજાણ્યા સ્થળે પણ તમે અમારી મદદ માં આવ્યા.
મન: એક ગુજરાતી હોવાના લીધે અને માણસાઈ ના લીધે. માનસી તું કંઈ ખાઈશ?
માનસી: મારે કાંઇ ખાવું નથી. મારા મમ્મી-પપ્પા જ્યારે સાજા થશે ત્યારે જ ખાઈશ.
મન દુકાને જઇને નાસ્તો લઈ આવે છે. અને માનસીને કહે છે નાસ્તો કરી લે. પણ જ્યારે માનસી ના પાડે છે ત્યારે તે તેને બળજબરીપૂર્વક નાસ્તો ખવડાવે છે. કહેવાય છે ને પ્રેમ ના અંકુર  ફૂટવા માટે માત્ર એક ક્ષણ ની જરૂર પડે છે. ને તે આ ક્ષણ હતી કે જેમાં માનસીને પ્રેમ થઈ ગયો.
તે કશું બોલી ના પણ પોતાના ટેન્શન ને ભૂલી ને તે મન માં ખોવાઈ ગઈ..ને આખો નાસ્તો ક્યાં પતી ગયો તે પણ તેને ના ખબર પડી,પણ જ્યારે મને કહ્યું કે " એય માનસી, મારી આંગળીઓ પણ ખાઈ જઈશ? નાસ્તો પતી ગયો છે  જો તો ખરી.ત્યારે માનસી કહે છે, સોરી મન.
મન કહે છે," તને એટલી ભૂખ હતી તો કેમ નહોતી ખાતી? હજુ બીજો નાસ્તો લઈ આવું?"
માનસી ને પણ મન ખવડાવે એમાં મજા આવતી હતી.એટલે તે તરત હા કહી દે છે.
પ્રેમ કહાની ની શરૂઆત થઈ ગઈ પણ શું આગળ જતા આ પ્રેમ બંને બાજુ થી થશે ખરો?
તું મારો નહિ તો...
ભાગ -૨ 
-.  જૈનિલ કે. જોષી.
           થોડા સમય બાદ મન અને માનસી હોસ્પિટલમાં જવા નીકળે છે. ત્યાં જઈને જોવે છે તો ડોક્ટર ના રીપોર્ટ આવી ગયા હોય છે. રિપોર્ટ માં ખબર પડે છે કે માનસી ના  મમ્મી પપ્પા ને તો હજુ થોડા દિવસ વધારે રાખવા પડશે.ત્યારે માનસી ફરી ટેન્શનમાં આવી જાય છે ત્યારે મન ના પપ્પા કહે છે બેટા ટેન્શન ના લે મારે ઓફિસે જવાનું હોવાથી હું અને તારી  આંટી જઈએ છીએ. પણ મન હમણાં અહીંયા રહેશે જો તમને લોકોને વાંધો ના હોય તો. તારે માનસીના પપ્પા કહે છે મન જો અહીંયા  રહેશે તો અમને સારું રહેશે કારણકે માનસી એકલી છે અને તેનો ભાઇ નાનો છે. મન ને તો પોતે  મુસીબતમાં ફસાઈ ગયો હોય તેમ લાગે છે. પણ માનસીને તો આ નિર્ણય  ખૂબ ગમે છે. પછી તો થવાનું શું હતું કઈ બજારમાંથી જમવાનું લાવવાનું હોય તો પણ મન અને  માનસી સાથે જતા હતા. એકબીજા સાથે પોતાની તમામ વાતો શેર કરતા થઈ ગયા. મન તો પોતાની વાતો એક મિત્ર તરીકે કરતો હતો પણ માનસી તો મનને હૃદયથી ચાહવા લાગી હતી. અહિયાં સુધી તો બધું બરાબર જ હતું હવે માનસી અને મન છુટા પડવાના હતા. માનસી  ના મમ્મી અને પપ્પા બંને સાજા થઇ ગયા હતા. એક તરફ સાજા થવાની ખુશી હતી અને એક તરફ મનથી છુટા પડવાનું દુઃખ પણ હતું. પણ કહેવાય છે ને કે માતા પિતા નો પ્રેમ હંમેશા જીતતો હોય છે. માટે હવે તેઓ પોતપોતાના ઘરે જાય છે. ત્યારે રસ્તા માં માનસીના પિતા મનને તેના કુટુંબ વિશે પૂછે છે. ત્યારે ખબર પડે છે કે મને એ ઊંચી જ્ઞાતિ નો વ્યક્તિ છે. ને સુખી કુટુંબમાંથી આવે  છે. માટે મનની નાનામાં નાની વાત પણ પૂછી ને તે જાણી લે છે. બંને એક જ શહેરના હોવાથી હવે કોઈ મુશ્કેલી નથી. છતાં પણ છૂટા પડવાનું છે  માટે માનસી નિરાશ થાય છે. પણ મોબાઇલ નંબર ની આપ લે તો  પહેલાથી જ થઈ ગઈ હતી.તેથી  ખોવાનો ડર નથી.પણ જુદાઈ નો થોડો ડર તો છે. પણ અચાનક મન ના મોબાઈલ  પર કોલ આવે છે ને રીંગટોન વાગે  છે.
રીંગટોન ના શબ્દ જ માનસીને ખાતરી આપી  દે છે, કે પ્રેમનો અંકુર તો મનના હૃદયમાં પણ ફૂટ્યો છે. કારણ કે રિંગટોન ના શબ્દો પણ કંઈક આવા હતા......." મુઝસે જૂદા હોકર તુમસે દુર જાના હૈ...." હવે માનસી ખુશ થઈ જાય છે. જુદાઈ નો ગમ પણ ભુલાઈ જવાય છે કારણકે જુદાઈ પણ  થોડા સમયની પછી તો મિલન થવાનું જ  છે તે નક્કી થઈ જાય છે.
થોડા દિવસ સુધી મન નો મેસેજ કે કોલ આવતો નથી.સામે થી માનસી નો પણ કોલ કે સંદેશ આવતો નથી.
એમ પણ મોટા  ભાગની સ્ત્રીઓની   આદત હોય છે કે  સામેથી કોઈ દિવસ પ્રેમ નો ઇજહાર નથી કરતી. મન ના સંદેશ ની રાહ તો જોવે છે પણ પોતાના હદય માં લાગણી ને કંટ્રોલ કરી રાખે છે.
મન આ બાજુ વિચાર કરે છે આવી તે કેવી છોકરી કે તેની સાથે રહ્યો, મદદ કરી તો પણ તેણે એક સંદેશ ના કર્યો.
એક દિવસ રાત્રે બંને વિચાર કરે છે કે તમે મેસેજ કરીએ. બન્ને એક બીજાને મેસેજ કરે છે. 'હાય 'થી મેસેજ ની શરૂઆત થઇ જાય છે.ને નક્કી  પણ થઈ જાય છે કે બીજા દિવસે આપણે ડેટ ઉપર જઈશું. પણ કયા સ્થળે જવું? તે મન કે માનસી બંને ને ખબર નહોતી. માટે તે પોતાના  મિત્રોને પૂછે છે ડેટ  માટે સૌથી સારી જગ્યા વિષે પૂછી ને માહિતી મેળવે છે ત્યારબાદ તે માનસીને તે સ્થળ જણાવે છે. બીજા દિવસે બંને તે જગ્યા પર મળે છે. સ્થળ હોય છે માંડવીનો દરિયા કિનારો. સુંદર, સોમ્ય, રમણીય, અદભુત, અવિશ્વસનીય,આનાથી વધારે શબ્દો તો મારી પાસે પણ નથી કે હું માંડવીના દરિયા કિનારા ને કલ્પી શકું. આ સ્થળ પણ એટલા માટે પસંદ થયું કારણ કે બંને ને  કુદરતી વાતાવરણ ગમતું હતું. બંને દરિયા કિનારા ની બાજુની હોટેલમાં પહેલા મળે છે. એ બંને વચ્ચે એક સરસ મજાનો વાર્તાલાપ  પણ થાય છે.
મન: હાઈ
માનસી: હાઈ...
મન: કેમ છે મજામાં?
માનસી: કયા થી હોઉં કોઈ વ્યક્તિ યાદ જ નથી કરતું.
મન: કોણ છે તે વ્યક્તિ મને કહે હું તેની સાથે વાત કરું.
માનસી: વ્યક્તિ જાત સાથે કેવી રીતે વાત કરશે?
મન: શું?
માનસી: લાગે છે વાસ્તવિકતા છુપાવવા  ય ને ઇગ્નોર કરે છે.
મન:ના ના કોણ છે તે વ્યક્તિ કહે તો.
માનસી:,  જે વ્યક્તિએ ગીત પણ  મૂકેલું...મુજસે.....
મન: અરે હું? યાદ તો કરું છું.કાલે ના કરી?
માનસી: જિંદગીમાં કોઈ વ્યક્તિ ખાસ હોય ને તો તેને રોજ યાદ કરવી પડે.
મન: એવું? મેડમ.મને તો આજેજ ખબર પડી.બોલ શું લઈશ? ટી કે પછી કોફી?
માનસી: મન ને ઈચ્છા હોય જે પીવડાવવા ની તે પી લઈશ.
મન: આજે તો મેડમ કહેશે ને મન માનશે.
માનસી:, એવું છે તો કોફી મંગાઈ લે.પણ હા એક કપ જ ને બે સ્ટ્રો.
મન ને હવે શંકા જાય છે એટલે મન જાણી જોઈને કહે  છે તું મને સમજે છે શું?
માનસી: કહોના પ્યાર હૈ..
મન સહેજ પણ વાર કરતો નથી ને કહી દે છે, કહાના પ્યાર હૈ ....
ત્યાર બાદ દરિયા કિનારે બહુ મસ્તી થાય છે,ઊંટ ની સવારી પણ થાય છે.માનસી એક પણ મોકો મન ને અડકવાનો છોડતી નથી.ને હવે તો મન ને પણ માનસી નો સ્પર્શ ગમે છે. કારણ કે પ્રેમ નો સ્વીકાર પણ થઇ ગયો છે...
તું મારો નહિ તો....
ભાગ -૩
- જૈનિલ કે.જોષી
(સમગ્ર ઘટના વાર્તા કાલ્પનિક છે તેનો કોઈ જીવિત કે નિર્જીવ વ્યક્તિ કે વસ્તુ સાથે સંબંધ નથી.)
માનસી અને મન હવે એકબીજાના પ્રેમ ના ભૂખ્યા છે.સહેજ સહેજ વાત પણ હવે એકબીજાને શેર કરે છે.કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એકબીજાને પૂછીને તેનું સમાધાન કરવામાં આવે છે, પ્રેમ પણ ખરો હોય છે,જે કામ ને મુશ્કેલી સામે પહેલા  લડી લેતા હવે તેના માટે પ્રેમી કે પ્રેમિકાની સલાહ લેવી પડે છે.પણ વાસ્તવ માં તાકાત તો હોય છે જ એકલા હાથ લડી લેવાની પણ પ્રેમી સાથે વધારે વાતો કરવાનો મોકો  પણ  મળી જાય છે.ને આવો આહ્લાદક મોકો કોણ છોડવા માંગે?
ધીરે ધીરે એક મુલાકાત હવે વારંવાર ની બની જાય છે.હવે તો મોડા સુધી પિકનિક પર જવાનું ને મિત્રો ના ઘેર જવાનું સામાન્ય બની જાય છે.નિકટતા વધતી જાય છે,શ્વાસ માં શ્વાસ પણ ભળી જાય છે, બંને હવે એકબીજાના કોમળ હોઠોના તરસ્યા બની જાય છે,હદ તો ત્યારે થાય છે જ્યારે એક દિવસ મિત્ર ની ત્યાં મન અને માનસી ગયા હોય છે ને રાત્રે એટલો વરસાદ પડે છે કે બંને પોત પોતાના ઘેર જઈ શકતા નથી તે દિવસે રાત્રે બંને વચ્ચે  પતિ પત્ની નો સંબંધ હોય તેવા સંબંધો પણ બંધાઈ જાય છે.તે રાત્રે જે થવાનું હતું તે થઇ ગયું,પણ જ્યારે બંને સવારે ઊઠે છે તો મન કહે છે ખોટું થઇ ગયું આપણા થી.ત્યારે માનસી કહે છે,કઈ ખોટું નથી થયું મન,હું તારી જ થવાની છું.ને જન્મો જનમ સુધી તારી જ રહીશ.ત્યારે મન પણ બાહોમાં લઇ લે છે.ને ત્યાં થી થોડા સમય બાદ  છૂટા પડે છે.
થોડાક દિવસો  પસાર થાય છે,ત્યારે અચાનક મન ના પપ્પા તેને બોલાવે છે ને કહે છે,"મન તારી સગાઈ  નક્કી કરી દીધી છે,ને તે મારા મિત્ર ની છોકરી છે ને તેનું નામ છે રિધ્ધિ."મન કશું બોલવા જાય છે તે પહેલા તેના પપ્પા  કહે છે," મન આવતા અઠવાડિયે રિધ્ધિ ના ઘરના આવવાના છે. છે" મન ખૂબ વિચાર કરે છે એકલો એકલો. તે માનસી ને કેવી રીતે કહે,અને કેવી રીતે તેના પપ્પા ને ના કહે"તે વિચાર કરે છે કે જ્યારે રિધ્ધિ મળવા આવશે ત્યારે હું રિધ્ધિ ને કહી દઈશ. ને સગાઈ પણ નહિ કરું.ત્યાં સુધી  માનસી ને આ કહેવું નથી." 
 આ બાજુ માનસી ને ઉલ્ટીઓ  શરૂ થઇ જાય છે ને ડોક્ટર પાસે જાય છે તો તેને જાણવા મળે છે કે તે ગર્ભવતી છે.તે ચિંતાતુર બને છે,ને વિચાર કરે છે કે જો હું આ મન ને કહીશ તો તેની પરીક્ષા નજીક હોવાથી  તેને ટેન્સન થશે.તેના કરતાં હું આ રવિવારે જ મન ને લઈને દવાખાને જઈશ ને આગળ વિચારીશું.
દુર્ભાગ્યવશ રવિવારે જ રિધ્ધિ ના ઘરના આવવાના હોય છે.તે દિવસ પણ આવી જાય છે.મન ને જોવા માટે રિધ્ધિ ના ઘરના તમામ ને રિધ્ધિ પણ આવે છે.
તું મારો નહિ તો...
ભાગ -4
- જૈનિલ કે.જોષી
( આ સમગ્ર ઘટના કાલ્પનિક છે,તેનો વાસ્તવિક, જીવિત કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે સીધો કે આડકતરો પણ સબંધ નથી.)
એવામાં માનસી મન ને ફોન કરે છે. મન ફોન ઉઠાવે છે અને માનસીને કહી દે છે," માનસી આપણે 3:00 કલાકે દવાખાને જઈશું." માનસી ' હા  ' કહી દે છે. ત્યારબાદ મન ના ઘરે ચા અને નાસ્તો મહેમાનોને આપવામાં આવે છે. એકબીજા સાથે વાતો પણ થાય છે. હવે એ સમય આવે છે જ્યારે રિદ્ધિ અને મન એકબીજા સાથે મીટીંગ કરવાના હોય છે.મન  મનમાં નક્કી જ કરી દે છે કે રિદ્ધિ ને એકાંત મા કહી જ દેશે કે તે માનસી સાથે પ્રેમમાં છે.
રિદ્ધિ અને મન એકાંતમાં બેઠા હોય છે.
મન: તમારું નામ રિદ્ધિ છે ને?
રિધ્ધિ: હા. તમારું નામ મન છે બરાબર ને?
મન: હા. કેટલું ભણ્યા છો આપ?
રિધ્ધિ: મેં બી.કોમ કર્યું છે અને પ્રાઇવેટ કંપની માં જોબ કરું છું.
મન: સરસ. તમને શોખ શેનો છે?
રિધ્ધિ: પુસ્તકો વાંચવા અને એમાં પણ રોમેન્ટિક પુસ્તકો વાંચવા મને બહુ ગમે છે. તમને ગમે છે?
મન: હા મને ગમે છે.
ત્યારબાદ કેટલીયે વાતો થાય છે. મન  નક્કી કરે કે તે રિધ્ધિ ને માનસી ની વાત કહી દે. જ્યારે તે માનસી વિશે વાત કરવા જાય છે એવામાં મન ની મમ્મી બંનેને બહાર બોલાવી લે છે. બન્નેના ઘરનાને ગમતું હોવાથી તેઓ રિદ્ધિ અને મનના સંબંધને જાણે પાકો કરતા હોય તેમ ગોળધાણા ખવડાવી દેવામાં આવે છે. આમ અચાનક જ આવું બનતા રિદ્ધિ તો ખુશ થઈ જાય છે કારણકે રિદ્ધિ ને ગમે છે પણ મન ખુશ થતો નથી. પણ તે ઘરના આગળ કાંઇ બોલી શકતો પણ  નથી. તે નક્કી કરે છે કે બીજી વખત જ્યારે રિદ્ધિ ને મળશે ત્યારે ના કહી દેશે.
મહેમાનોને વળાવી તે માનસી ને મળવા જાય છે. માનસી,મન  બંને વિચાર કરે છે અને નક્કી કરે છે કે હવે આપણે અબોસન જ કરાવવું પડશે. પણ માનસી લાગણીવશ પોતાના પેટ ઉપર મનનો હાથ મૂકીને શું કરવું? તે મનને પૂછે છે, ત્યારે મન પણ એક સમય માટે તો કહી દે છે  કે આપણે આ બાળકને જન્મવા દેશું.
માનસી થોડી ખુશ થાય છે પણ આ દુનિયા સામે કેવી રીતે લડવું તે પણ મોટો પ્રશ્ન છે. માટે માનસી અને મન કઠોળ મને abortion કરાવી દે છે. (કેવી કરૂણ ઘટના કે એક બાળક માટે કેટલાય દંપતીઓ કેટલાય પ્રયત્નો કરતા હોય છે છતાં તેમને બાળક થતું નથી પણ સમાજમાં કેટલાક કિસ્સા એવા પણ બનતા હોય છે કે લગ્ન પહેલા આવી રીતે એક સામાન્ય ભૂલ ના રીતે abortion પણ કરાવવું પડે છે. આ પ્રત્યે આપણે થોડું સભાન બનવું જ પડશે.)
ત્યારબાદ બંને છૂટા પડે છે પણ છુટા પડતા પહેલા  પહેલા પ્રોમિસ પણ આપે છે કે  તેઓ ટૂંક જ સમયમાં લગ્ન કરશે.
થોડા દિવસ પછી રિધ્ધિ તેની બહેનપણીના લગ્નની ખરીદી કરવા મનના શહેરમાં આવે છે. બંને જ્યારે ખરીદી કરતા હોય છે ત્યારે તે મનને માનસી સાથે જોઈ જાય છે. તે મનને ફોન કરે છે. ને મન ને કહે છે, ' ક્યાં ' છે તેમ પૂછે છે.ત્યારે મન કહે છે "મિત્ર સાથે છું."એટલે રિધ્ધિ ને શક જાય છે.તે ફોન મૂકી દે છે.ને માનસી અને મિત નો પીછો કરે છે.ને જોવે છે.ત્યારે તેને બહુ દુઃખ થાય છે કારણ કે માનસી સામે થી મન ને ટચ કરતી હોય છે.ને ત્યાર બાદ મન પણ તેને ટચ કરે છે.ટૂંક માં બંને એકબીજાના પ્રેમ ના રંગ માં રંગાઈ જાય છે.ત્યારે રિધ્ધિ ને ખુબ ગુસ્સો આવે છે.પણ મન તો તેનો મન નો સાગર હોય છે માટે તે માનસી નો પીછો કરે છે.માનસી જ્યારે તેના ઘેર પહોંચે છે ત્યારે માનસી ને રિધ્ધિ રોકે છે ને કહે છે
રિધ્ધિ:  હાઈ  હું રિધ્ધિ.
માનસી: હાઈ પણ હું તમને નથી ઓળખતી.
રિધ્ધિ: હું આપું તમને મારી ઓળખાણ.
માનસી: હા, બોલો
રિધ્ધિ:હું મન ની મંગેતર છું એજ મન જેની સાથે તમે આજે ફરતા હતા.
(પોતાના પ્રેમ નું નામ બીજા સાથે આવે તો કોઈ  છોકરી સહન કરે ખરી?) માટે માનસી ને હવે ગુસ્સો આવે છે ને કહે છે..
" ચલ, જા હવે,મન તો મારો છે ને મારો જ રહેશે.."
રિધ્ધિ  પોતાના પર્શ માંથી તેના ઘરના અને મન ના ઘરના ના ફોટા બતાવે છે ને તે મન ના ઘરે આવી હતી ગોળ ધાણા પણ ખવાઈ ગયા છે.તેવા તમામ ફોટા બતાવે છે.ત્યારે
માનસી: આ ફોટા બનાવટી છે,
રિધ્ધિ: તું મન ને જ પૂછી જો.
માનસી: અરે મન મને કોઈ દિવસ ના છેતરે.. છાની માની અહીંયા થી જતી રહે..મારા અને મન ની વચ્ચે ના આવતી.
રિધ્ધિ: ચલ એ....તું છાની માની નીકળી જજે અમારા વચ્ચે થી...નહિ તો પોલીસ કેસ કરી દઈશ.
માનસી: એમ હોય તો મને સાબિતી આપ.
રિધ્ધિ મન ને ફોન લગાવે છે પણ મન ફોન નથી ઉપાડતો.
માનસી: શું થયું બકા મન ફોન નથી ઉપાડતો? ક્યાં થી ઉપાડે? તું કદાચ એની મિત્ર હોઈશ.પણ પ્રેમિકા નહિ હોય.
રિધ્ધિ સીધો મન ના પપ્પા ને કોલ કરે છે ને મન ના પપ્પા કહે છે," શું થયું રિધ્ધિ બેટા "  ઘરે બધા મજામાં. " હવે ગોળ ધાણા ખવાઈ ગયા છે તો કોઈ દિવસ  સાસરીમાં અવાય.હું મન ને લેવા મોકલું? ને અમે તો રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે તું અમારી ત્યાં વહુ બની ને આવે"
ત્યાર બાદ રિધ્ધિ તેમની સાથે વાત કરી ફોન મૂકી દે છે ને  માનસી ને કહે છે,
" ગેટ આઉટ માનસી" હવે મારે તને વધારે સાબિતી આપવાની જરૂર નથી.બરાબર ને?"
માનસી ના પગ તળે થી જમીન ખસી જાય છે.તે રિધ્ધિ આગળ કઈ બોલતી નથી.ને ડિપ્રેશન મા જતી રહે છે.રિધ્ધિ ત્યાં થી નીકળી જાય છે જાણે તેની જીત થઇ હોય તેમ.
તું મારો નહિ તો 
ભાગ -૫
- જૈનિલ કે.જોષી
( સમગ્ર ઘટના કાલ્પનિક છે તેનો વાસ્તવિક જીવિત વ્યક્તિ,વસ્તુ સાથે  સીધો કે આડકતરી રીતે કોઈ પણ સંબંધ નથી.)

          પણ માનસી, માનસી ને સતત એક જ વિચારો આવે છે,કારણ કે માનસી મન સાથે કોઈ બીજી છોકરી ને કલ્પી પણ ન શકે તેટલો પ્રેમ કરે છે.
"મન મારો છે, મન બીજા કોઈનો ના થાય, 'મને ' મારાથી કેમ છુપાવ્યું? શું સાચે તેની સગાઈ થઈ ગઈ હશે? શું મારી સાથે માત્ર ટાઇમપાસ જ કરતો હશે? મન સાથે મેં બધી હદ વટાવી  એનું પરિણામ મને આજ મળ્યું. હે  ભગવાન તે આમ કેમ કર્યું? મન માત્ર મારો જ છે ,મન માત્ર મારો  જ છે. મન મારો નહિ તો બીજા કોઈનો નહીં. પણ રિધ્ધિ? એની સાથે મન ના ફોટા? મારે કંઈક કરવું પડશે હવે. મારે મન પાસે જવું જ પડશે."
( પ્રેમ પણ આટલો  રડાવશે, તેવી માનસી ને ક્યાં ખબર હતી?)
આટલું વિચારી માનસી ત્યાંથી નીકળી પડે છે.પોતાની સ્કુટી લઈને પૂરઝડપે નીકળતી માનસી સીધી મન ના ઘર  તરફ જાય છે. અને ટેન્શન પણ એટલું જ છે કે તેને માત્ર  મન અને માત્ર મન જ  દેખાય છે.મન ને મળવાની ઉતાવળમાં પોતાની સમસ્યા નું સમાધાન કરવા જતાં તે ગાડી સાથે અથડાય જાય છે.ખૂબ ભયંકર અવાજ આવે છે.ગાડી માંથી ફટાફટ ડ્રાઇવર બહાર નીકળે છે.ને ઉંધી પડેલી માનસી ને ચતી કરે છે તો ડ્રાઇવર ની આંખો માંથી આંસુ નીકળી જાય છે કારણ કે તે કોઈ બીજું નહિ પણ મન હતો.એવામાં ગાડી માંથી રિધ્ધિ આવે છે ને તે પણ આ જોઈને નિરાશ થાય છે,પણ મન સાથે રિધ્ધિ ને જોઈને માનસી ખૂબ અકળાઈ જાય છે.મન માનસી ને કઈ કહેવા જાય તે પહેલાં માનસી કહે છે,મન તે આ શું કર્યું?મારા આખાયે આખા શરીર સાથે મારા આત્મા ને પણ મેં તારા નામ કરી દીધો હતો.મારી પ્રત્યેક ધડકન તારી હતી.મારી લાગણીઓ તારા નામ હતી.છતાંય તે મારા થી તારી સગાઈ છુપી રાખી.ને તે સગાઈ કરી તે દિવસે આપણે મોટું કામ કર્યું તે તને સારી રીતે ખબર હતી.છતાં તે આમ કર્યું.કોઈ છોકરી નું દિલ જ નહિ પણ  તે આત્મા ને પણ તોડ્યો છે. પણ મન યાદ રાખજે....હું ભલે હવે ના જીવું.પણ તું મારો નહિ તો કોઈ નો નહિ.....તને હું કોઈનો ના થવા દવ.હું તારી આસપાસ ફરતી રહીશ.હું રિધ્ધિ ને પણ નહિ છોડુ. તમે કેવી મજા કરો છો તે હું પણ જોવું છું.તારા આત્મા અને શરીર પર ફક્ત ને ફક્ત મારો જ હક રહેશે." 
ત્યારે મન કહે છે," તારી સાથે મેં કોઈ દગો નથી કર્યો.હું રિધ્ધિ ને લઈને તારી ત્યાં જ આવવા નીકળ્યો હતો. મેં રિધ્ધિ ને આપણા સંબંધ વિશે કહી દીધું છે." આટલું કહી તે માનસી સામે દેખે છે,તો માનસી પહેલે થી જ મૃત્યુ પામી હોય છે. બસ આંસુઓ સિવાય તેની પાસે કશું ન હતું.મન દ્વારા ખૂબ આક્રંદ કરવામાં આવે છે.પણ મન પાસે હવે માનસી નહોતી.( કહેવાય છે ને કે પોતાના પ્રેમ થી કોઈ વાત છુપાવી ના  જોઈએ.કેમ કે  નાનકડી ભૂલ ખૂબ મોટું અને ભયંકર પરિણામ આપતી હોય છે.પણ વિશ્વાસ પર ચાલતો પ્રેમ અવિશ્વાસ માં હોમાઈ જાય છે તેની પહેલાં કોને ખબર હોય છે?)
ત્યારબાદ માનસી ની અંતિમ ક્રિયા થાય છે.કેસ પણ એક્સીડન્ટ નો બની જાય છે. કોઈ ટેકનિકલ કે હાર્ડ કોપી નો પુરાવો ન હતો માટે મન પર કે રિદ્ધિ પર કોઈ કેસ પણ નથી બનતો.
પણ મન ના મન માંથી માનસી ના શબ્દો નથી જતા....તું મારો નહિ તો.....
પણ મન ખુબ નિરાશ છે.પોતાની માનસી જતી રહી.મન ને માનસી ના શબ્દો યાદ આવે છે.તો માનસી તેની સાથે કેમ નથી? મન દ્વારા થયેલી ભૂલથી તે ખૂબ નિરાશ છે.
આ તરફ રિધ્ધિ સતત મન ને સાથ આપે છે.ને ઘરના સમગ્ર ઘટના જાણતા ન હોવાથી મન અને રિધ્ધિ નું લગ્ન   આવતા ૬ મહિનામાં કરી દેવું તેવું નક્કી કરવામાં આવે છે.
ત્યારે મન પાસે રિધ્ધિ આવે છે ને કહે છે.....
તું મારો નહિ તો....
ભાગ -૬
- જૈનિલ કે.જોષી
( સમગ્ર ઘટના કાલ્પનિક છે તેનો વાસ્તવિક જીવિત વ્યક્તિ વસ્તુ સાથે સીધો કે આડકતરો પણ સબંધ નથી.)

                     મન પાસે રિધ્ધિ આવે છે તે કહે છે,
" મન જે થવાનું હતું તે થઇ ગયું,હું જાણું છું કે તું માનસી ને ખૂબ ચાહતો હતો,ને કદાચ હજુ પણ ચાહે છે.મન પણ હવે માનસી નથી.તે મૃત્યુ પામી છે તો તું મારા પ્રેમ ને પાછો નહિ આપે? કોઈ સ્ત્રી પોતાનો પતિ તેનો જ હોય તેમ ઈચ્છે છે તો તું મારા માટે માનસી ને ભૂલી ના શકું.આજે હું પણ કહું છું તું મારો નહિ તો કોઈનો નહિ.."
મન થોડો વિચાર કરીને કહે છે,", હું માનસી ને ભૂલી શકું એમ નથી.માનસી થી  મેં વાત છુપાવી એજ મારી ભૂલ હતી.પ્રેમ આટલો મને રડાવશે તે નહોતી ખબર.માનસી ના શબ્દો હજુ પણ મારા કાનમાં ગુંજ્યા કરે છે.દિલ થી  તેને ચાહતો હતો. બાકી રહી વાત આપણી તો લગ્ન ની હા પાડી છે એટલે મારે કરવા જ પડશે."
આ સાંભળી રિધ્ધિ નિરાશ તો થાય છે પણ 
લગ્ન માટે મન હા પાડતા તે મન ની નજીક જવા પ્રયત્ન કરે છે ત્યારે અચાનક રિધ્ધિ પાછી ફેંકાય છે.જાણે કોઈએ તેને ધક્કો માર્યો હોય તેમ.
રિધ્ધિ ને આમ ફેંકાતા જોઈ  મન તેને કહે છે, " શું થયું?" રિધ્ધિ કહે છે,"  કઈ નહિ બસ પડી ગઈ પગ લપસ્યો એટલે."મન કહે છે વાંધો નઈ.તને વાગ્યું નથી એ સારું છે.
 થોડા સમય બાદ રિધ્ધિ જ્યારે પોતાના ઘરે જવા નીકળે છે ત્યારે રસ્તામાં તે વિચારે છે "  કે એવું તો કંઇક થયું હતું જાણે કોઈએ મને ધક્કો માર્યો હોય તેમ.કોણ હશે તે? માનસી તો નઈ હોય ને? ના રે માનસી તો ક્યાં થી હોય?" માનસી ભૂત તો નહીં બની  હોય ને? પાછો વિચાર કરે છે, ભૂત ને એવું ના હોય,હું પણ ક્યાં આ વિજ્ઞાન ના જમાનામાં ભૂત વિશે વિચારું છું." એમ કરતાં તે ઘેર પહોંચી જાય છે.
તે દિવસે રાત્રે તે લગભગ ૮ વાગ્યા થી ૧ વાગ્યા સુધી  મન સાથે વાતો કરે છે.ત્યાર બાદ તે જેવી સુવા જાય છે ત્યારે અચાનક લાઈટ ચાલુ થઈ જાય છે.રિધ્ધિ આને નોર્મલ ઘણે છે. તે જેવી સુવા જાય છે બેડ પર તેવી કોઈ લાત તેને મારે છે ને તે ગભરાય જાય છે.કે કંઇક તો એવું છે કે તેને કોઈ હેરાન કરે છે.તેની નજર જેવી અરીસા પર પડે છે તો અરીસા પર લાલ રંગ થી લખેલું હોય છે, " તું મારો નહિ તો .."
રિધ્ધિ એટલી ગભરાય જાય છે કે તે તેની મમ્મી ના રૂમ માં જઈને સૂઈ જાય છે ને વિચારે છે કે કાલે મન ને એના વિશે વાત કરીશ.
બીજા દિવસે સવારે તે  મન ને કોલ કરે છે.ને કંઇક ફરવા જવાનું કહે છે મન કારણ પૂછે છે તો રિધ્ધિ કશું કહેતી નથી.ને કહે છે " આપણે ફરવા જઈશું ત્યારે હું કહીશ." 
મન તેની વાત માની લે છે.પહેલી વખત તે માનસી ને લઈને જે મિત્રના ફાર્મ હાઉસ પર  ગયેલો આ વખતે તે રિધ્ધિ ને પણ ત્યાં લઈ જવાનું વિચારે છે.
સવારે મન તૈયાર થઈને રિધ્ધિ ની ત્યાં તેને લેવા મટે જાય છે.લગ્ન નો માત્ર હવે મહિનો જ બાકી છે માટે રિધ્ધિ ના ઘરના રાત્રિ રોકાણ માટે મંજૂરી પણ આપી દે છે.રિધ્ધિ પોતાના ભાવિ પતિ ની બાઈક પર પાછળ બેસી ને પહેલી વખતનો રોમાંચ અનુભવે છે.રિધ્ધિ મન ને પાછળ થી પકડવા જાય છે તેવો તેને ધક્કો વાગે છે,ધક્કો વાગતા મન થી બાઈક પર કાબૂ  રહેતો નથી.માંડ માંડ તે બાઈક કંટ્રોલ કરે છે.તે રિધ્ધિ ને ગુસ્સા માં કહે છે, ' અરે રિધ્ધિ આ શું કરે છે? ખબર નથી પડતી  કે આપણે બાઈક પર છીએ. કંઇક થઈ જશે તો?'
રિધ્ધિ કહે છે, "સોરી,મન ભૂલ થઈ ગઈ."
આટલું બોલી રિધ્ધિ મનમાં વિચારે છે કોઈ તેને મન થી નજીક આવવા નથી દેતું.તેને હવે શક પાક્કો થઇ જાય છે કે તે બીજું કોઈ નહિ પણ માનસી છે.માનસી ભૂત તો નથી બની ને. " 
તેવામાં મન નો અવાજ સંભળાય છે " રિધ્ધિ ક્યાં ખોવાઈ ગઈ? હું ક્યારનો બોલું છું તું જવાબ નથી આપતી." 
રિધ્ધિ કહે છે કઈ નહિ હું બસ વિચારોમાં હતી."
મન કહે છે, " સારું હોટેલ પર થી જમવાનું લેતા જઈએ ત્યાં આપણને જમવાનું નહિ મળે."
માટે બંને હોટેલ પર જઈ જમવાનું લઈ લે છે, પછી  તે ફાર્મ હાઉસ પર જવા નીકળે છે ત્યારે  અચાનક બાઈક નું વજન વધી જાય છે.આમ વજન વધેલું લગતા મન કહે છે," અરે રિધ્ધિ આ જમવાનું વજન આટલું બધું છે કે જાણે કોઈ ત્રીજી વ્યક્તિ બાઈક પર બેઠી હોય " રિધ્ધિ મજાક માં  કહે છે, " મન તું પણ શું? આવી મજાક કરે છે." પણ અચાનક મન ની નજર બાઈક ના અરીસા પર પડે છે તો તેને રિધ્ધિ ની પાછળ માનસી બેઠેલી જોવા મળે છે,માટે તે માનસી એમ કહે છે? 
રિધ્ધિ કહે છે," ઑય,હું માનસી નથી રિધ્ધિ છું."
મન ફરી વાર અરીસામાં જોવે છે તો કોઈ દેખાતું નથી એટલે તે ભ્રમ હશે.તેવું વિચારે છે. ને કહે છે," અરે ભૂલમાં બોલાઈ ગયું."
 તું મારો નહિ તો..
ભાગ- ૭
- જૈનિલ કે.જોષી
( સમગ્ર ઘટના,પાત્રો કાલ્પનિક છે,તેનો કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે સીધો કે આડકતરો પણ સંબંધ નથી.)
રિધ્ધિ : શું ભૂલ માં બોલાઈ ગયું?
મન: કંઈ નહિ.કરીએ બધી વાત ફાર્મ હાઉસ પર જઈને.
રિધ્ધિ: ઓકે.
બંને ફાર્મ હાઉસ પર પહોંચે છે.ત્યાં પોતાનો  સામાન મૂકે છે.ત્યારબાદ બંને ફ્રેશ થઈને બાલ્કની માં બેસે છે.
આ તરફ માનસી જે ભૂત બની છે તે બેડ રૂમ માં રિધ્ધિ અને મન ની રાહ જોઈને બેસી હોય છે કારણ કે છેલ્લી વખત જ્યારે તે આવેલી ત્યારે વરસાદ ના લીધે બાલ્કની માં નહોતા બેઠા પણ બેડ રૂમ માં જ બેઠા હતા.માનસી યે મનમાં નક્કી જ કરી રાખ્યું છે કે રિધ્ધિ ને તે સુખે થી નહિ રહેવા દે.તેનો માત્ર એક જ પ્લાન હોય છે જ્યારે પણ રિધ્ધિ મન ની નજીક આવશે ત્યારે તે રિધ્ધિ ના શરીર માં પ્રવેશ કરી રિધ્ધિ ને જ શક્ય હોય તેટલું નુકશાન પહોંચાડવું.એવામાં તેને રિધ્ધિ અને  મન વચ્ચે થતી વાતો સંભળાય છે.ત્યારે તેને ખ્યાલ આવે છે કે તે બાલ્કની માં છે.તે બાલ્કની તરફ જવા પ્રયત્ન કરે છે પણ બાલ્કની માં પ્રવેશ કરી શકતી નથી.માનસી વિચારે છે કે કંઇક તો દૈવી શક્તિ આ બાલ્કની માં છે માટે જ તે અંદર પ્રવેશ નથી કરી શકતી.પણ શું છે તેને તે ખ્યાલ નથી આવતો.તેને ત્યાં કશી ખબર પડે તે પહેલા મન અને રિધ્ધિ બંને વાતો કરે છે તે માનસી સાંભળે છે.રિધ્ધિ તેની સાથે બનેલી તમામ ઘટના મન ને જણાવે છે,સાથે મન પણ બાઈક ના અરીસા માં માનસી દેખાઈ હતી તે જણાવે છે.બંને છેલ્લે વિચાર  કરે છે.ને આ બધું શક્ય નથી એમ માની લે છે.ત્યારે  મન રિધ્ધિ ને કહે છે,
"રિધ્ધિ , છોડ આ વાતો મસ્ત મોકો છે,વાતાવરણ પણ મસ્ત છે" આટલું કહી તે રિધ્ધિ ના હાથ ને પકડી પાડે છે,ધીરે ધીરે હાથ ને ટચ કરતાં કરતા,એકબીજા સાથે રોમાન્સ કરે છે, હોઠ થી હોઠ મળે છે,આંખો થી આંખો મળે છે ને જાણે રિધ્ધિ અને મન બે ભિન્ન શરીર માંથી એક શરીર હોય તેમ વર્તે છે,પણ આ તરફ જેમ જેમ તેઓ પ્રણય ક્રીડા માં આગળ વધે છે તેમ તેમ માનસી વધારે ને વધારે ગુસ્સે બને છે.તે પોતાના પ્રેમી મન ને બીજા સાથે પ્રણયક્રિયા કરતાં જોઈ શકતી નથી.તે નક્કી કરે છે હવે તે માત્ર રિધ્ધિ ને નહિ પણ મન ને પણ હેરાન કરશે.પણ આ બંને ને રોકવા તો કેવી રીતે રોકવા? કંઇક દૈવી શક્તિ ના લીધે તે બાલ્કની માં જઈ નથી શકતી. જો વહેલી તકે નહિ જાય તો મન અને રિધ્ધિ વચ્ચે પતિ પત્ની ના સંબંધ બંધાઈ જશે.આ વિચાર તેને કોરી ખાય છે,તેને કઈ સૂઝતું પણ નથી.એવામાં બિલાડી બેડ રૂમ માં કંઇક પાડે છે,તેનો અવાજ આવતા રિધ્ધિ અને મન ફટાફટ બેડ રૂમ માં જાય છે તો જોવે છે કે બિલાડી છે,માટે તે ગભરાતા નથી પણ હવે બેડ રૂમ માં જ રહેવાનું પસંદ કરે છે.
આ તરફ માનસી ને મોકો મળી જાય છે,તે પણ બેડ રૂમ માં જાય છે,ને બંને ને હેરાન કરવાનું વિચારે છે,પણ માનસી થોડી રાહ જોવે છે કે શરૂઆત પ્રણય ની કોણ કરે છે?
ફરી વાર મન રિધ્ધિ ને ટચ કરે છે,ને રિધ્ધિ ના ફૂલ ગુલાબી હોઠો ને ચૂમવા જાય છે તેવી માનસી રિધ્ધિ ના શરીર માં પ્રવેશ કરી જાય છે ને જોર થી મન ને ધક્કો મારે છે,મન ૪ ફૂટ દૂર જઈને પડે છે,મન થોડો સ્વસ્થ થઈને બેડ પર જોવે છે તો તેને રિધ્ધિ દેખાતી નથી.માટે તે આગળ પાછળ જોવે છે,આમ તેમ જોવે છે પણ રિધ્ધિ નથી દેખાતી.પણ જેવો તે ઉપર નજર કરે છે તો રિધ્ધિ તેને હવાના ઊડતી દેખાય છે,ને આ વખતે રિધ્ધિ નો ચહેરો પણ બદલાઈ ગયેલી છે,મોટી મોટી લાલ રંગ ની આંખો,જાણે આંખો માંથી લોહી નીકળતું હોય,મોટા મોટા પીળા રંગ ના દાંત,ચહેરો આંખો લોહી લુહાણ,વાળ જાણે વડવાઈઓ.એટલું ભયાનક શરીર હતું કે મન થી કશું બોલાતું નહોતું.માનસી નીચે ઉતરે છે ને મન ને મારવાનું શરૂ કરે છે,મન ને ધક્કો તો માર્યા જ કરે છે પણ  પોતે પણ જાણી જોઈને ભીંત પર અથડાય છે જેથી વધુ ને વધુ રિધ્ધિ ને વાગે.સાથે કહેતી પણ જાય છે," મન  તમને બંને ને ક્યારેય એક નહિ થવા દવ.તમે બંને યે મને દગો આપ્યો છે.તું મારો ને ફક્ત મારો જ છે,તારા શરીર પર ફક્ત ને ફક્ત મારો જ હક છે,માટે તને રિધ્ધિ થી નજીક નહિ થવા દવ."
આવું રિધ્ધિ ના શરીર માં પ્રવેશ કરેલી માનસી બોલવાનું શરૂ જ રાખે છે એવામાં મન બાલ્કની માં જાય છે,મન ને બાલ્કની તરફ જતા જોઈ માનસી તેને રોકવાનો પ્રયત્ન કરે છે પણ મન ત્યાં જવામાં સફળ થાય છે,ત્યારે હવે માનસી શક્ય હોય તેટલું  રિધ્ધિ ના શરીર ને નુકશાન પહોંચાડવા નું નક્કી કરે છે ને પોતે જાતે જાતે દીવાલો પર અથડાય છે.મન ને ખ્યાલ તો આવી જાય છે કે બાલ્કની માં કંઇક તો એવું છે કે માનસી ની આત્મા અહીંયા આવી શકતી નથી.પણ શું છે તે વસ્તુ તે મન  ને ખબર નથી પડતી.આ તરફ માનસી વધારે ને વધે જોર થી રિધ્ધિ ના શરીર ને અથડાવે છે.એવામાં મન ની નજર બાલ્કની માં રહેલા યંત્ર પર નજર પડે છે,તે ફટાફટ યંત્ર લઈને બેડ રૂમ માં પ્રવેશ કરે છે.પ્રવેશ કરતા ની સાથે જ માનસી ની આત્મા રિધ્ધિ ના શરીર માંથી નીકળી જાય છે.ને બાલ્કની માં જતી રહે છે.મન રિધ્ધિ ને બેડ પર મૂકી તેના ચહેરા ને સાફ કરે છે.રિધ્ધિ ભાન મા આવે છે તો તેને ખબર નથી પડતી કે તેની સાથે શું થયું હતું?, મન બધું જણાવે છે.તેઓ ખૂબ ગભરાઈ જાય છે, પણ એક યંત્ર ના લીધે રાત્રિ પસાર કરી ને ઘરે જાય છે,તેઓ નક્કી કરે છે કે હવે ઘરના ને વાત કરવી પડશે.ઘરના ને વાત પણ કહે છે ત્યારે ઘરના આત્મા થી છુટકારો મેળવવા બાબા અખીલચંદ પાસે જવાનું કહે છે.
તું મારો નહિ તો..
ભાગ -૮ 
છેલ્લો ભાગ
- જૈનિલ કે.જોષી
( સમગ્ર વાર્તા અને પાત્રો એ કાલ્પનિક છે.તેનો કોઈ વ્યક્તિ વસ્તુ સાથે સીધો કે આડકતરો પણ સબંધ નથી.)
           આ બધું માનસી ની  આત્મા ઘરમાં બેઠી બેઠી સાંભળતી હોય છે. ત્યારે ઘરના કહે છે, " માનસી આવી તો ન હતી. માનસી એક સારી છોકરી હતી. પણ ખબર નહિ શું  ભૂલ થઈ અને મન તને કેમ  હેરાન કરે છે?  તેણે રિદ્ધિ ને તો જોઈ જ નહોતી તો શા માટે તે રિધ્ધિ ને  હેરાન કરે છે?"
મનના ઘરના ની આ વાત સાંભળીને માનસી ના આત્માને થોડો સંતોષ મળે છે. તે ખુશ પણ થાય છે કે મનના ઘરના તેના વિશે આવું સારું વિચારે છે. તે  વિચાર કરીને જીવ બારે છે કે " મને આવી સાસરી કાશ મળી હોત? પણ હવે શું કરવાનું? હવે તો શક્ય જ નથી કે આવી સાસરી તેને મળે. અખિલ ચન્દ પાસે જવાનું હોવાથી માનસી  પણ વિચાર કરે છે કે હવે આ બાબા મને દૂર ક્યાંક મૂકી દેશે અને હું રિધ્ધિ સાથે બદલો નહીં લઇ શકું. "
       બધા બાબા ની ત્યા સત્વરે જ જાય છે.  માનસી નો આત્મા પણ તેમની સાથે જાય છે. બાબા  પોતાના ઘર માં બિરાજમાન છે. ધ્યાનમુદ્રામાં બેઠેલ છે.તેમની આજુબાજુ પુસ્તકો પડેલ છે મોટા-મોટા ગ્રંથો પડેલ છે. અને આ  બાબા પાસે એવી શક્તિ  છે કે તે મોટા મોટા કિસ્સાઓમાં પણ ભૂતો થી અને આત્માથી છુટકારો અપાવે છે. સાથે-સાથે આત્માને પણ તે યોગ્ય જગ્યાએ મોકલી અને શાંતિ અપાવે છે.કહેવાનો મતલબ એટલો જ કે બાબા ભૂત અને  આત્માને પણ નુકસાન નથી પહોંચાડતા અને તેમની મદદમાં આવતા દરેક વ્યક્તિને પણ નુકસાન પહોંચાડવા  દેતા નથી. મન , રિદ્ધિ અને મનના ઘરના બાબા ના  રૂમમાં પ્રવેશ કરે છે. સાથે માનસી પણ પ્રવેશવાનો પ્રયત્ન કરે છે પણ બાબાની શક્તિના લીધે તે ઘરમાં પ્રવેશ કરી શકતી નથી.
થોડા સમય પછી બાબા જ્યારે ધ્યાન મુદ્રામાં થી સ્વસ્થ થાય છે ત્યારે મન અને રિદ્ધિ ને જોઈને કહે છે,"  તમારા પર આત્મા નો સાયો છે, અને એ આત્મા બીજું કોઈ નથી પણ મન તને ખૂબ જ પ્રેમ કરતી માનસી નો છે અને તે તમને બંનેને એક ક્યારે પણ થવા નહીં દે."
         આટલું બાબા કહે છે ત્યારે મનના પપ્પા કહે છે," બાબા આપ સત્ય કહો છો આપ સર્વ શક્તિમાન છો અને આપ આપની પાસે રહેલી દિવ્યશક્તિ થી બધું જાણો જ છો પછી આપ જ અમને માર્ગ બતાવો જેથી મન અને રિદ્ધિ નું લગ્ન થઈ જાય અને આવો કોઈ આત્મા તેમને હેરાન ના કરે."
           બાબા ," હે મહોદય, હું આપની પરિસ્થિતિ ખૂબ સારી રીતે જાણું છું પણ હું થોડું આ બાબતે કહેવા માંગીશ કે જ્યારે કોઈ વ્યક્તિ સાથે અઘટિત ઘટના બને છે ત્યારે જ તે વ્યક્તિની આત્માને શાંતિ મળતી નથી, તો હું મન અને રિદ્ધિ ને પૂછવા માંગીશ કે એવું તે શું બન્યું હતું કે માનસી ની આત્મા શાંત નથી અને તે તમને હેરાન કરે છે, જે હોય તે મને સાચું જ કહેજો જેથી આનાથી છૂટવાનો કોઈ રસ્તો શોધી શકાય."
 મન અને રિદ્ધિ સમગ્ર ઘટના કહે છે,ને સાથે એમ પણ કહે છે, " કે બાબા મને જ્યારે ખબર પડી કે રિધ્ધિ અને માનસી વચ્ચે આવો વાર્તાલાપ થયો છે તો મેં એજ વખતે રિધ્ધિ ને સમગ્ર વાત કહી દીધી હતી. રિધ્ધિ યે જ મને કહ્યું કે આપણે જલ્દી થી માનસી ના ઘરે જઈએ અને માનસી ને બધું સાચું કહી દઈએ.પણ રસ્તામાં અમારો એક્સીડન્ટ થયો ને કમ નસીબે એક્સીડન્ટ પણ માનસી સાથે થયો.ત્યાર બાદ હું માનસી પાસે ગયો ને તેને સાચું કહેવાનો પ્રયત્ન કર્યો પણ તે પહેલાં માનસી મૃત્યુ પામી હતી."
હજુ તો મન એટલું કહે છે તેવામાં રિધ્ધિ કહે છે," કે જો મન દ્વારા મને  પહેલાં થી કહેવામાં આવ્યું  હોત તો હું બંને ના રસ્તામાં ના આવતી.તેનો અહેસાસ મને ત્યારે થયો જ્યારે ' મને ' તે દિવસે રાત્રે કહ્યું.પણ અફસોસ હું  માનસી ને ના બચાવી શકી.હું પણ એક સ્ત્રી છું.હું પણ પ્રેમ ને સમજુ છું.સ્ત્રી માટે પોતાના પ્રેમ ને પામવો એ અગત્યનો છે.કોઈ પણ સ્ત્રી પોતાના પ્રેમ ને ક્યારેય પણ ખોવા નથી માંગતી.બસ આજ સચ્ચાઈ છે." 
આ બધું માનસી સાંભળી રહી છે ને પોતાની આંખોમાંથી નીકળતા આંસુઓ ને પણ તે નથી રોકી સકતી.( આજે આત્મા ને પણ હદય થી રડતા જોઈ).માનસી પોતાની જાત ને અત્યારે કોસી રહી છે..
તેવામાં બાબા નો અવાજ સંભળાય છે તે મન અને રિધ્ધિ ને કહે છે
"બેટા, હું આ બધું જાણું છું."
રિધ્ધિ કહે છે," તો પછી અમને કેમ પૂછ્યું?"
બાબા ચહેરા પર સ્મિત લાવી કહે છે," માનસી અહીંયા જ છે"
બધા  ગભરાઈ જાય છે, ને બૂમો પાડતા કહે છે," અરે બાબા અમને બચાઓ."
બાબા કહે છે," શાંત થાઓ.તે મારી હાજરીમાં તમને કશું નહિ કરી શકે.સાચું કહું તો અત્યારે તે ખૂબ દુ:ખી છે,મન અને રિધ્ધિ ની વાતો સાંભળી તેને ખૂબ પસ્તાવો થયો છે, તે અત્યારે રડી રહી છે કે તેણે જે કર્યું તે ખોટું કર્યું છે."
આટલું કહી બાબા માનસી ને ઘર ની અંદર બોલાવે છે ને કહે છે " માનસી,અહી આવ બેટા." આટલું કહી બાબા એવો મંત્ર બોલે છે કે માનસી ઘર ની અંદર તો આવી શકે પણ કંઈ કરી શકશે નહિ.
એકદમ ઘરમાં અંધારું થઇ જાય છે.ત્યારબાદ માનસી અંદર આવે છે,તે બધા ને દેખાય છે, મન અને રિધ્ધિ તેની માફી માંગે છે.ત્યારે માનસી કહે છે,
" મન,મને માફ કરજે.સાચું કહું જો તે એક વખત મને કહ્યું હોત ને તો હું એટલી હર્ટ ના થતી કે મારા પર સંયમ ખોઈ ન બેસતી.તારી સાથે કોઈ છોકરી નું નામ જોડાય તે હું સહન ના કરી શકી. હું તને મિસ ચોક્કસ થી કરીશ.ને હા રિધ્ધિ, ખાલી એક વખત તે મારી સાથે પ્રેમ થી વાત કરી હોત તો કદાચ આજે આવો દિવસ ના આવતો  કે હું એકલી હોત.ને અંકલ જ્યારે  અમારો એક્સીડન્ટ થયો હતો ત્યારે આપે અમને ખૂબ મદદ કરી હતી.ને મને કાયમ એજ વાત નું દુઃખ રહેશે કે તમારા ઘરની વહુ ના બની શકી.હું સત્ય હકીકત જાણી ગઈ છું.ને હા રિધ્ધિ અત્યાર સુધી હું મન માટે એટલું કહેતી હતી કે " તું મારો નહિ તો કોઈનો નહિ" પણ હું ચોક્કસ થી કહીશ આજે," તું મારો નહિ તો રિધ્ધિ નો..."
આટલું કહી તે બાબા ને કહે છે," બાબા મારી આત્મા ને શાંતિ મળે તેવું કરો હવે મારા થી આમ નથી રહેવાતું."
મન ના પપ્પા કહે છે ," બેટા, તું કાયમ માટે અમારા ઘરની વહુ જ રહીશ."
માનસી કહે છે," સાચે હું અત્યારે ખૂબ પસ્તાવું છું.તમારા જેવા લોકો મને ક્યાંય નહિ મળે,ઈશ્વર ને એજ પ્રાર્થના કે આવતા જન્મ માં મને તમારા કુટુંબ માં જ જન્મ  મળે." 
બાબા ભસ્મ તેના પર ફેંકે છે ને તે અદ્રશ્ય થઇ જાય છે.બધા બાબા નો આભાર માને છે...ને ત્યારબાદ બધા પોતાના ઘરે જાય છે.
મિત્રો, આશા રાખું છું કે આ વાર્તા આપને ગમી હશેં.. વાર્તા લખવા પાછળનો હેતુ મારો એટલો જ હતો  કે પ્રેમ કરવો તો તેને નિભાવવા ની  તાકાત પણ રાખવી જોઈએ..ક્યારેય પ્રેમ માં કોઈનો વિશ્વાસ ના તોડવો જોઈએ.પ્રેમ પારદર્શક હોવો જોઈએ.પ્રેમ માં કશું છુપુ ના હોવું જોઈએ..ને  કદાચ પ્રેમ માં નિષ્ફળતા મળે તો તે વખત ની પ્રત્યેક ક્ષણો પર તમારો સંયમ હોવો જોઈએ.જેથી અકળામણ માં કોઈ ખોટો નિર્ણય ના લેવાઈ જાય...
આ તો માત્ર વાર્તા જ હતી.. બસ થોડો હૈયાનો રંગ પૂરવા નો પ્રયત્ન કર્યો છે..
 Thank You Very Much For Being With Me. Keep follow me on
@lifejainil

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED