મારી પરી Jainil Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

મારી પરી

મારી પરી ભાગ ૧
- જૈનિલ જે.જોશી
ઉનાળાની અંધારી રાત હતી.રાતના બાર વાગ્યા હતા. શર્ટ અને શોર્ટ્સ પહેરેલી,એના કાળા કાળા વાળ તેની કમર પર અડતા હતા.ને તેનું મોઢું જાણે વાસ્તવિક પરી.વાળ ની બે લટ જ્યારે તેના ચહેરા પર આવતી ત્યારે ભલભલાના મોઢામાં થી ગીત નીકળી જાય,"પરી પરલોક ની લાગો છો તમે...."
પણ હા અંધારાનો 
ડર એના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.એવામાં એક રિક્ષા આવે છે.રિક્ષા નો ચાલક તેની આગળ રિક્ષા થોભાવી કહે છે," બહેન,ક્યાં જવાનું છે?
ત્યારે પરી જવાબ આપે છે," બસ એરપોર્ટ નજીક જીવાજ્યોત સોસાયટી."
રિક્ષા ચાલક,  " ચાલો છોડી દવ."
પરી રિક્ષા માં બેસી જાય છે.ગભરામણ તો પરીને થાય છે પણ સમય એવો હતો કે પરી ને બેસ્યા વગર છૂટકો નહોતો.રિક્ષા ચાલુ થાય છે...થોડીક રિક્ષા આગળ જાય છે...રિક્ષા ને રિક્ષા ચાલક થોભાવી દે છે.એક દમ રિક્ષા થોભી જતા પરી કહે છે," કેમ રિક્ષા ને સ્ટોપ કરી?" 
ચાલક કહે છે," બહેન,આગળ ટોળું છે લાગે એક્સીડન્ટ થયો છે. હું ત્યાં જઈને આવું છું."
પરી, "હા, વાંધો નઈ," 
રિક્ષા ચાલક જાય છે ને થોડી વાર પછી આવે છે,
પરી પૂછે છે," કોણ હતું!"
રિક્ષા ચાલક," અરે બાઈક વારો હતો કોઈ."
ને તે બાઈક નો  નંબર પણ જણાવે છે
ત્યારે પરી ને એકદમ યાદ આવે છે કે આ નંબર તો પૂરવ ની ગાડી નો છે.એટલે તે ફટાફટ ત્યાં જાય છે,તો ખરેખર પૂરવ હતો,તે પૂરવ,પૂરવ કહી બૂમો પડે છે,તેને જગાડવાનો પ્રયત્ન કરે છે.પૂરવ નું માથું તેના ખોળામાં મૂકે છે.ને ફટાફટ એમ્બ્યુલન્સ ને બોલાવે છે.ને દવાખાને પહોંચાડે છે.icu માં તેને દાખલ કરવામાં આવે છે,એવામાં પૂરવ ના ઘરના આવે છે,ને તે પરી ને જોતા ચકીત થઈ જાય છે,ને ગુસ્સા થી તેની સામે દેખે છે.પરી કશું બોલતી નથી.બધા icu માં પૂરવ ને દેખે છે.ને પરી ને લડવા લાગે છે કે " જે આ છોકરી જ્યારથી પૂરવ ની જિંદગીમાં આવેલી ત્યાર થી પૂરવ સાથે એવું જ થાય છે, તને ના પાડેલી ને પૂરવ થી દુર થઇ જજે તો પછી કેમ આવી?"
એવામાં રિક્ષા ચાલક કહે છે," તમને શરમ નથી આવતી,તમારા દીકરાનો એક્સીડન્ટ થયો તો ત્યાં બધા હતા પણ કોઈ હિંમત નહોતું કરતું.દવાખાને લઇ જવા.બસ આ છોકરી એકલી હતી ને એ અહીંયા સુધી તમારા દીકરા ને લાવી.હું આ જોઈ રહ્યો હતો,છોકરી નું સાહસ ગજબ નું હતું,ત્યાર બાદ હું પાછળ પાછળ આવ્યો.ને સારું થયું આવ્યો નહિ તો તમે તો છોકરી નો જ દોષ કાઢતા.ત્યારબાદ તે પરી બાજુ જોઈ  કહે છે બહેન મને ગર્વ છે તમારી હિંમત પર." એવું પરીને કહીને જાય છે.
થોડી વારમાં ડોકટર વગર આવીને કહે છે," પરી હવે પૂરવ જોશી ખતરા બહાર છે.સારું થયું.તમે તેમને જલ્દી હોસ્પિટલ લાવ્યા."
બધા પરી નો આભાર માને છે,પણ પરી કહે છે," પૂરવ ને ના કહેતા કે હું તેને લાવેલી.
પૂરવ ના પપ્પા કહે છે," બેટા,મારા ઘર ની વહુ બનીશ?"
ત્યારે પરી કહે છે," ક્રમશ:
પરી નો જવાબ આપણે હવે છેલ્લા ભાગમાં જોઈશું પણ એવું તે શું થયું હતું પરી અને પૂરવ વચ્ચે..
મારી પરી ભાગ -૨
- જૈનિલ કે. જોષી
પરી અને પૂરવ ની મુલાકાત પણ જોરદાર રીતે થઈ હતી.પરી અને પૂરવ બંને ગામમાં થી શહેર માં અભ્યાસ અર્થે આવેલા.ને પાછું એડમિશન પણ એક જ કોલેજમાં.પણ પરી સાયન્સ માં હતી ને પૂરવ કોમર્સ માં. લગભગ બે મહિના વીતી ગયા પણ તેઓ એકબીજાને ઓળખતા પણ ન હતા.
પણ એક દિવસ પરી હોટેલ માં તેની સહેલીઓ સાથે જમવા જાય છે,ત્યારે વેટર ને ઓર્ડર આપે છે. વેટર જમવાનું લઈને આવે છે ત્યારે પરી ને શક જાય છે કે આ છોકરો તો કોલેજ માં આવે છે.ત્યારે તેની બહેનપણી કહે છે " હા આતો પૂરવ છે.ને તારા જિલ્લામાંથી જ આવે છે.તું એને નથી ઓળખતી?"  પરી ' ના '  કહી દે છે.ત્યારે તેની બહેનપણી જણાવે છે," પૂરવ એ રોયલ પરિવાર  માંથી આવે છે,તે સુખી પરિવાર નો છે ને તેને તો ઘેર બંગલો છે,ને ૬ કે ૭, ગાડીઓ છે. ટુંક માં પૂરવ ની આવતી સાત પેઢી સુધી રૂપિયા ની ખોટ આવે તેમ નથી.અમે તો પૂરવ સાથે સંબંધ રાખવાનો પ્રયત્ન કર્યો.  ને હું નઈ પણ આખા કોલેજ ની છોકરીઓ તેને મળવા માટે જ આ હોટેલ માં આવે છે.જેથી તે પૂરવ ને દેખી શકે.પણ  પૂરવ તો  માત્ર મૈત્રી સુધીનો સંબંધ રાખવા કહે છે.જો તો ખરી કેટલો હેન્ડસમ છે પૂરવ! .પૂરવ તો કોઈ હીરો થી ઓછો નથી."
ત્યારે પરી કહે છે," તો શા માટે તે વેટર નો વ્યવસાય કરે છે?"
પરી ની બહેનપણીઓ કહે છે," પૂરવ એવું માને છે કે કોઈ કામ મોટું કે નાનું નથી હોતું,ને વ્યક્તિ જ્યારે ૨૦ વર્ષનો થાય ત્યારે પોતાના પગ પર ઊભુ થઈ જવું જોઈએ.માટે તે આમ કરે છે."
પરી કહે છે." સરસ."
પરી આમ તો ગામડા ની પણ બે મહિના શહેર માં થયા એટલે મોર્ડન પણ બની.માટે તે પૂરવ ને બોલાવતા કહે છે," હાઈ પૂરવ. હાઉ આર યુ?* 
પૂરવ," હાઈ,ફાઈન.પણ તમને ન ઓળખ્યાં?." 
પરી," હું પરી છું ને તારા જિલ્લા થી જ આવું છું.મારી બહેન પણીઓ એ મને જણાવ્યું.પણ મને એમ કહે તું આટલો સ્માર્ટ છે,આટલા રૂપિયા વાળો છે,કોલેજ માં તું આવે છે તો આખા કોલેજ ની છોકરીઓ તને જોવા તારી રાહ જોઈને બેઠી હોય છે,ને  તે વખતે તેમના હદય માં " તું ને મારી એન્ટ્રીઆ તો દિલને બજી ઘંટીયા"  એવું ગીત તો ચોક્કસ થી વાગતું હશે.તો પછી આ વેટર નું કામ શું કામ કરે છે?"
પૂરવ," અરે વાહ,તે તો બઉ માહિતી મારી ભેગી કરી લીધી છે,ને સાચું કહું હું છું ફોરવર્ડ પણ હું કોઈ  કામ ને નાનું કે મોટું નથી સમજતો.હું આ પાર્ટ ટાઈમ કરું છું જેથી કોલેજ ની મારી  પોકેટ મની કાઢી શકું. આજકાલના છોકરાઓ પોતાના ઘર ની પરિસ્થિતિ સારી ના હોય તો પણ દેખાડો કરવા રૂપિયા પાણી ની જેમ વાપરે છે.પણ મને મારા પગ પર ઊભુ રહેવું ગમે છે."
પરી," શું આપણે દોસ્ત બની શકીએ."
પૂરવ," હા,કેમ નહિ?" 
બસ પરી અને પૂરવ ત્યાં થી છૂટા પડે છે.

પૂરવ વિચાર કરે છે કે આ પરી ને મારા વિશે ખબર કેમ ની પડી? ગજબ ની છોકરી છે પરી કે કોઈ છોકરાને આમ હિંમત કરીને સામે થી બોલવા આવી.લાગે છે પરી પણ તેની હિંમત કોઈ પુરુષ થી ઓછી નથી.
આ બાજુ પરી વિચાર કરે છે,આટલો સ્માર્ટ છોકરો છતાં વેટર તરીકે કામ કરે છે.એના વિચારો ખરેખર ખૂબ સારા છે.તેના ઘેર રૂપિયા ની ખોટ નથી છતાં પોતાના પગ પર ઊભો રહેવાનું વિચારે છે.
મારી પરી ભાગ :૩
- જૈનિલ કે.જોષી
મારું માનવું છે કે " કોઈના હદય માં વસવું એ વ્યક્તિના ચારિત્ર્ય પર નિર્ભર કરે છે." આ વાક્ય જાણે સાચું હોય એમ...
આખી રાત બંને ને ઊંઘ નથી આવતી.બંને ને હવે એમ છે કે ક્યારે એકબીજાને મળીયે અને કેટલા બધાં સવાલો પૂછી લઈએ.સવાર પડી બંને કોલેજ જવા પોતપોતાની રીતે નીકળે છે.ઉતાવળ પણ એટલી છે.અને હદય માં ઉત્સુકતા પણ એટલી છે.જેમ જેમ કોલેજ નજીક આવતી જાય છે તેમ તેમ હદય ની ધડકનો વધતી જાય છે જાણે કે પરિક્ષા નુ પરીણામ આવવાનું હોય.બંને પાછા વિચાર પણ કરે છે કે તેઓએ વાત તો એક જ વખત કરી ને આટલા નજીક કેવી રીતે આવી ગયા ? શું પ્રેમ  આનું નામ જ છે? કે પછી માત્ર આકર્ષણ?બંને કોલેજ ના ગેટ પર આવે છે ને અંદર જતા બંને એકબીજાને ઉતાવળમાં ગાડી પણ અથડાઈ દે છે.તેઓ નો એક્સિડન્ટ થઈ જાય છે બંને એકબીજાને ગુસ્સા માં બોલવા જાય છે ને હેલ્મેટ પણ કાઢે છે ત્યારે તેમને ખબર પડે છે કે આતો જેને મળવા જવાના હતા તેની સાથે જ એક્સીડન્ટ થઈ ગયો.બંને એકબીજાની ખબર પૂછે છે વાગ્યું તો નથી ને? બંને ના કહે છે. આ એક્સિડન્ટ પણ તેમને સરો લાગે છે.
પણ પરી જેવી ચાલવા જાય છે તો પુરવ ને ખબર પડે છે કે પરી ની કમર પર લોહી નો ડાઘો તેના ડ્રેસ પર છે.માટે તે પરી ને કહે છે," પરી,કમર પર હાથ તો મુક,જોતો તને વાગ્યું હોય તેમ લાગે છે."
પરી ત્યાં હાથ લગાવે છે," તો દુખાવાના લીધે તે ચીસ પાડી દે છે.ત્યારે પૂરવ તેને બાઈક પર બેસાડે છે.ને દવાખાને લઈ જાય છે,જ્યાં સુધી ડોકટર દવા  નથી કરતો ત્યાં સુધી પૂરવ તેની સાથે રહે છે,તેને પાણી આપે છે, દવા આપે છે,ને બાઈક પર લઈને  તેને હોસ્ટેલ સુધી મુકવા જાય છે.આ તમામ ક્ષણો ને  પરી માણી રહી હોય છે. સમગ્ર મુસાફરી દરમિયાન પરી મનમાં  વિચાર કરે છે,"પરી આ વ્યક્તિ જીવનમાં તને ક્યારે દુઃખ નહિ આપે.પ્રત્યેક કદમ પર તને સાથ આપશે.પરી કંઇક તો એવું કર કે તે તારી નજીક આવે.બીજી બાજુ પરી ને એવો પણ વિચાર આવે છે કે આતો કદાચ મિત્રતા ના લીધે તો મદદ નહીં કરતો હોય ને?" એવામાં પૂરવ કહે છે,", પરી, પરી, ઓ મેડમ! ક્યાં ખોવાઈ ગયા? આવી ગઈ તમારી હેસ્ટેલ."
પરી કહે છે," આટલી વાર માં આવી ગઈ. સોરી પૂરવ, હું તારા  વિચારો માં ખોવાઈ ગઈ તી.
પૂરવ : " શું બોલી? મારા વિચારો માં? લે વળી એવું તે મેં શું કર્યું કે તું મારા વિચારો માં ખોવાઈ ગઈ?"
પરી ને વિચાર તો આવે છે કે કહી દવ કે તેં મારું દિલ ચોરી લીધું પણ તેને થયું કે આટલું જલ્દી નથી કહેવું.તેના મનમાં શું છે તે જાણવું જોઈએ મારે.એમ વિચારી પરી કહે છે," અરે એક્સિડન્ટ થયો એના વિશે વિચારી છું.
પૂરવ કહે છે," હું કોઈને મળવા જતો હતો,એટલે મારું ધ્યાન બાઈક કરતા તે વ્યક્તિ માં વધારે હતું."
પરી : " કોણ હતું!"
મારી પરી ભાગ -4
- જૈનિલ કે.જોષી
પૂરવ પણ જાણતો હતો કે તે પરી ને જ મળવા ગયો હતો પણ તે પરી આગળ કહે છે," મારી એક મિત્ર છે સોહા તેને મળવા જતો હતો."
સ્ત્રી સહજ ભાવ ના લીધે સોહા ને પરી નથી મળી છતાં તેના પર ઇર્ષા કરતા તે પૂરવ ને કહે છે," એવું? સોહા માં એવું તે શું છે કે તું એટલી ઉતાવળમાં જતો હતો?"
પૂરવ હવે જાણી ગયો કે પરી ને ઇર્ષા આવે છે,પણ સોહા નામની તો કોઈ છોકરી કોલેજ માં જ નથી.છતાં પૂરવ કહે છે," સોહા એક સુંદર મજાની છોકરી છે,તેના બોલતી વખતે થતાં હોઠ માને ઘાયલ કરી દે છે,તેની પાંપણ નો પલકારો આશિક બનાવી દે છે,તેની કેર કરવાની આવડત તેને જીવનસંગિની બનાવવા મજબૂર કરે છે."
પૂરવ કંઈ આગળ બોલે તે પહેલાં પરી તેને રોકતા કહે છે,બસ, પૂરવ સોહા વિશે મારે નથી સંભાળવું.બધા છોકરાઓ એવા જ હોય.લટ્ટુ થઈ જાય.સારું હું જાવ છું તું જા સોહા સાથે."એમ ગુસ્સો કરીને જતી રહે છે.
પૂરવ પણ પરી ના મોઢા પરના ગુસ્સા અને ઇર્ષા ને  તાકી તાકી ને જોતો જ રહ્યો.ને બાઈક લઈને જતો રહ્યો.
ડોકટરે બે દિવસ નો રેસ્ટ કરવાનું કહ્યું હતું તો પણ પરી કોલેજ માં વહેલી આવી જાય છે.ને સોહા ને શોધે છે.બધાને પૂછે છે કે સોહા ને જોઈ તમે?
આ બાજુ પૂરવ ને પરીની બહેનપણીઓ કહે છે " પૂરવ અહીં શું કરે છે? પેલી પરી તો કોઈ સોહા ને સીધી રહી છે.આ સોહા કોણ છે?"
પૂરવ કહે છે," અરે, સોહા નું છોડો મને  પહેલાં એમ કહો પરી ક્યાં છે? તેને તો ડોકટરે આરામ કરવાનું કહ્યું હતું તો આજે કેમ કોલેજ માં આવી?"
પૂરવ દોડતો જાય છે.ને તે જોવે છે કે પરી ગાંડા ની જેમ સોહા ને સીધી રહી છે,તે પરી પાસે જાય છે ને કહે છે.......
મારી પરી ભાગ -૫
- જૈનિલ કે.જોષી
પૂરવ પરી પાસે જાય છે ને કહે છે," પરી શું કરે છે અહીંયા તું? કેટલી વખત કેવાનું તને કે આરામ કરવાનું તને ડોકટરે કહ્યું છે તો આરામ કેમ નથી કરતી?stupid તને એટલી ખબર નથી પડતી.ને શું સોહા સોહા કરે છે.ચલ બેસ બાઈક પર,હોસ્ટેલ મૂકી આવું.."
પરી પૂરવ નો હાથ પકડી ને કહે છે, "પૂરવ,હમ આપકે હૈ કોન?" તો તું આટલી બધી કેર મારી કરે છે.
પૂરવ પરીના ગાલ પર હાથ મૂકીને કહે છે," મારી પરી છે તું,ફક્ત ને ફક્ત મારી પરી"
પરી કહે છે," તો પછી સોહા કોની છે?
પૂરવ કહે છે," આઇ એમ સોરી પરી,સોહા કોઈ નથી,હું તને ઇર્ષા થાય માટે જુઠ્ઠું બોલ્યો હતો."
પરી કહે છે," આઇ લવ યુ પૂરવ,"
પૂરવ: આઇ લવ યુ ટુ...પરી,મારી પત્ની બનીશ?"
પરી: હા કેમ નહિ."
પૂરવ:ચલ તો પછી ઘેર ક્યારે વાત કરે છે?
પરી: પૂરવ હમણાં નઈ, ૨ વર્ષ  પછી.કારણ કે આપણે પહેલા કરીઅર બનાવી દઈએ.
પૂરવ: ના પરી,બે મહિના માં કરી દઈએ એકબીજા ની ઘેર વાત.કારણ કે અભ્યાસ તો પછી પણ થશે.
પરી: પૂરવ પણ આપણા ઘરના માનશે ખરા? કેમ કે તું એક અત્યંત સુખી પરિવાર માંથી આવે છે ને હું એક સામાન્ય કુટુંબ માંથી આવું છું.
પૂરવ: હા, પરી કેમ નહિ,મારા ઘરના યે મારી તમારી ઇચ્છાઓ પૂરી કરી છે તો આ પણ ઈચ્છા પૂરી કરશે.ચલ પરી આપણે આજે ડિનર કરવા હોટેલ માં જઈએ?
પરી: હા ચલ આજે જઈએ....પણ હા હું હોસ્ટેલ માં થી કંઇક મારા હાથેથી બનાઈ લાવીશ ને પહેલાં એ તું ખાઈશ પછી બીજું આપને ખાઈશું.
ત્યારબાદ બંને છુટા પડે છે.....પણ દિલથી થયેલા પ્રેમ ને વિદાય કયા ગમતી હોય છે,પછી ભલેને વિદાય એક મિનિટ ની પણ કેમ નથી હોતી." 
પણ છતાં છૂટું પડવું પડે છે વિધાતા એ લખેલા લેખ ક્યાં મિથ્યા થાય છે.
ક્રમશ:
ડિનર પર શું થાય છે કરીશું વાત આવતા ભાગ માં......
મારી પરી ભાગ ૬
- જૈનિલ કે.જોષી
છૂટા પડ્યા બાદ પૂરવ સીધો ઘેર જાય છે. સીધો પોતાની રૂમ ની તિજોરીમાંથી પોતાને  ગમતા કપડાં બહાર કાઢે છે કે જે કપડાં તે નાનો હતો ત્યારે તેણે એક ફોટામાં જોયા હતા.તે ફોટો એક કપલ નો હતો.પૂરવ ને તે ફોટો એટલો ગમતો  હતો કે જ્યારે તે કોલેજ ના પહેલા વર્ષમાં આવ્યો ત્યારે તેણે  તે ફોટામાં પુરુષે પહેરેલ ડ્રેસ ને તેણે  ખરીદ્યો હતો.
આ બાજુ પરી નવી સાડી ખરીદે છે.ને પૂરવ માટે આલુ પરોઠા બનાવે છે.
સમય પ્રમાણે પૂરવ સીધો હોટેલ માં જાય છે.પરી ની રાહ જોવે છે.સાત વાગ્યા નો સમય હતો આવવાનો.પણ પૂરવ ને ક્યાં ખબર હતી કે સ્ત્રીને તૈયાર થતાં વાર લાગે? ઘડિયાળમાં ૭:૩૦ થઈ ગયા પણ પરી આવી નહિ.પૂરવ થોડો ચિંતિત બનવા લાગ્યો.
એવામાં પરીની એન્ટ્રી પડે છે.કારણ કે આજે પરીએ સાડી પહેરી હતી,કાજલ ભર્યા નયનો હતા,ફાઉન્ડેશન ની ચમક હતી ને મસ્કરા નો લિસોટો હતો.પરી આજે સાચે પરી કરતા પણ ચડિયાતી હતી. પુરવે તેને જોઈ  તે ખૂબ ખુશ થયો.  સીધું પોતાનું પાકીટ કાઢ્યું ને એમાંથી પેલો ફોટો કાઢ્યો જે પૂરવ ને બહુ ગમતો હતો. તે ફોટામાં સ્ત્રીએ જે સાડી પહેરેલી એજ સાડી આજે પરીએ પહેરી હતી. પૂરવ ની ખુશી નું ઠેકાણું નહોતું.
પરી: હાઈ ! પૂરવ. થોડુ મોડું થઈ ગયું,સોરી.
પૂરવ: હાઈ! પરી.અરે ચાલે યાર.એમાં સોરી ના હોય.
પરી: બાય ધ વે હું આજે કેવી લાગુ છું?
પૂરવ: સાચું કહું, તું આજે મારા પ્રીત ની   
         પરી લાગે છે.
પરી: સુગર કોટેડ તો નથી કરતો ને?
પૂરવ: જેના પહેલા થી જ  વખાણ કરીએ તો લોકોને સુગર કોટેડ લાગે તો એના માટે મારે શું કામ ફરી સુગર કોટેડ કરવું પડે?
પરી: ઓહ કે,ડીઅર.
પૂરવ: આઇ લવ યુ પરી,ક્યારેય વિચાર્યું નહોતું.કે આમ આપણી મુલાકાત થશે.એક  મસ્ત ગુજરાતી ગીત  ની કડી કહું તો એક હરણી સાવજ નો શિકાર કરી ગઈ.
પરી પણ રોમેન્ટીક અંદાજમાં જવાબ આપતા કહે છે," પૂરવ આઇ લવ યુ ટુ. મેં પણ સપના માય ક્યાંય વિચાર્યું નહોતું કે મારો સામનો પણ સાવજ સાથે થશે.ને સાવજ મારો શિકાર બની જશે."
પૂરવ : ઑય,મજાક બઉ થઈ પણ તારા વગર મને એક પળ માટે પણ રહેવાતું નથી.પરી તારો સાથ જિંદગી માટે જોઈએ છે.તું આપવા મને તૈયાર છે?
પરી પૂરવ નો હાથ પકડી ને કહે છે," પૂરવ એક છોકરી ને એક સારા વિચાર વાળો છોકરો જો જિંદગીમાં મળી જાય તો એના થી વધારે બીજું શું જોઈએ?આપ્યું વચન તને કે આ હરણી કાયમ માટે સાવજ ની થઈ ને રહેશે.પ્રત્યેક શ્વાસ માં પૂરવ જ હશે.દિલ થી કહું છું તારા શિવાય મારી જિંદગીમાં બીજા કોઈને સ્થાન નથી.
 આટલું તો પરી કહે છે એવામાં ગીત પણ મજાનું વાગે છે " જો વાદા કિયા વો નિભાના પડેગા....” જાણે ગીત પણ બે આત્માઓના પ્રેમ ની સાક્ષી પૂરવા વાગ્યું હોય.
પરી  પોતાની બેગ માંથી સિંદૂર કાઢે છે ને પૂરવ સામે  ધરતા કહે છે, " પૂરવ જો તને વાંધો ના હોય તો આ રહ્યું સિંદૂર,મારી માંગ માં ભરી ને મને હંમેશા માટે તારી બનાઇ દે.
પૂરવ: થોડો વિચાર કરે છે પછી તે કહે છે પરી 
ક્રમશ:

મારી પરી ભાગ -૭
- જૈનિલ કે.જોષી
પૂર્વ થોડો વિચાર કરીને કહે છે,પરી તને નથી લાગતું કે આ ઉતાવળ ભર્યું પગલું હશે.
પરી: પુરવ તને વિશ્વાસ નથી મારા પર કે પછી તને તારા પર વિશ્વાસ નથી?
પૂરવ: પરી મને વિશ્વાસ તારા પર છે પણ જ્યારે સિંદૂર કોઈ છોકરી ની માંગ માં પુરાય છે ને તો એ સિંદૂર ની કિંમત અનમોલ બની જાય છે.બાકી રહી વાત વિશ્વાસ ની, તો તારા પર મને મારા કરતાં પણ વિશ્વાસ વધારે છે.
આટલું કહી પૂરવ ચપટી સિંદૂર લઈ ને પરી ની માંગમાં ભરી દે છે. ત્યારબાદ પરી ને   આંખો બંધ કરાવી દે છે ને પરી ના ગળામાં પોતે ખરીદેલ  મંગળસૂત્ર પહેરાવે છે.જાણે પૂરવ ને પહેલા થી જ ખબર હોય કે આજે પરી તેની પત્ની બનવાની હોય.
માહોલ પણ અદભૂત બની જાય છે,નહોતું વિચાર્યું ક્યારેય કે આટલા જલ્દી એકબીજાના થઈ જશે.બંનેએ એકબીજાને કોલ પણ આપી દીધા પણ હજુ ઘરના ને મનાવવાના બાકી છે.ત્યારે પરિ કહે છે,કે આપના ઘરના ને હવે વાત કરીએ?
ત્યારે પૂરવ કહે છે," ઘરના ને પછી પૂછીએ પણ પહેલા મને એમ કહે મને ક્યારે પાપા બનાવે છે?"
પરી કહે છે," શું તું પણ પૂરવ,હજુ તો શરૂઆત છે ને તું પણ યાર મજાક કરે છે...બહુ ડાહ્યો હ....
પૂરવ: અરે બબુ મજાક કરું છું.ઘરના ને હું આ વેકેશન માં જ વાત કરી દઈશ.
પરી: હા,પૂરવ હવે એક એક ક્ષણ તારા વગર નિરસ લાગે છે.અરે હું તો ભૂલી ગઈ પૂરવ હું તારા માટે આલુ પરોઠા બનાવીને લાવી છું.આજે હું મારા હાથ થી તને ખવડાવીસ.
પૂરવ: હા,આજે તો હક થી ખાઈશ. પણ પહેલા એક મિનિટ....
આટલું કહી પૂરવ તાળી પાડે છે ને લાઈટ જતું રહે છે,ને જેવું લાઈટ પાછું આવે છે તો પરી ની સામે પૂરવ હોય છે પણ પૂરવ ની આજુબાજુ હોટેલ ના બધા ટેબલ પરના વ્યક્તિઓ હોય છે,કારણ કે પરી ની મુલાકાત માટે પુરવે આખી હોટેલ બુક કરી હતી.સપનામાં પણ નહોતું વિચાર્યું,એવી યાદગાર ડેટ પરી ની પૂરવ બનાવી દે છે.
 થોડાક સમય માટે તો પરી પૂરવ ની બાહો માં ખોવાઈ જાય છે.ત્યારબાદ ડિનર અને ડાન્સ અને મસ્તી થી ભરેલી પાર્ટી શરૂ થાય છે,બધા ખૂબ આનંદ કરે છે.એવામાં પરી ના ઘરે થી ફોન આવે છે ને અવાજ સંભળાય છે," પરી,કેટલે પહોંચી? આવી જવા આવી કે?"
ત્યારે પરી ને ખબર પડે છે જે તેને તો આજે ઘરે જવાનું હતું કેમ કે તેના ભાઈ ની સગાઈ હતી બીજા દિવસે.માટે તે ફોન પર કહે છે,",  હા સવાર માં હું આવી જઈશ વહેલા.રસ્તા માં જ છું." એમ કરી ફોન મૂકી દે છે..
મારી પરી : ભાગ ૮
- જૈનિલ કે.જોષી
પરી પૂરવ ને કહે છે" પૂરવ મારે ઘેર જવું પડશે.કાલે મારા ભાઈ ની સગાઈ છે.હું તો તારા વિચારોમાં ભૂલી ગઈ.પ્લીઝ મને તું બસ સ્ટેન્ડ મૂકી આવીશ?
પૂરવ કહે છે," પરી શાંત થા. તારી જવાબદારી હવે મારી છે.હું તને ગાડી માં મૂકવા તારા ઘરે આવું છું.એક કામ કરીએ તારી બહેન પણીઓ અને મારા મિત્રો ને લઈને આપણે જઈએ.એટલે કોઈને શક પણ ના જાય ને તારા ભાઈ ની સગાઈ માં અમે આવી શકીએ."
પરી:  અરે આતો બહુ મસ્ત વિચાર છે,લોંગ ડ્રાઈવ પે ચલ...."
ફટાફટ બઘા ને તૈયાર કરવામાં આવે છે.બધા ગાડી લઈને નીકળે છે.લગભગ ૫  કલાક ની મુસાફરી કરીને તેઓ સમય સર તેના ઘરે પહોંચે છે.પરી ના ઘરના તો આમ પરીને આવતા ખુશ થઈ જાય છે,પરી પણ પોતાના પાપા ને પગે લાગે છે,ત્યારે તેના ગળામાં પડેલ મંગળસૂત્ર તેને યાદ આવે છે.ને વિચાર કરે છે કે પાપા જોઈ જશે તો શું થશે? પણ કાઢવું તો કેવી રીતે કાઢવું? તેને તોડ્યા શિવાય બીજો કોઈ રસ્તો નથી.પણ મંગળસૂત્ર ને ક્યારેય ના તોડાય.એવો વિચાર પણ પરીને આવે છે.પણ તોડ્યા વગર છૂટકો પણ નહોતો.માટે તે તોડી નાખે છે.બધા નું સ્વાગત કરવામાં આવે છે. એકબીજાનો પરિચય અપાય છે. મહેમાનગતિ પણ ખૂબ કરવામાં આવે છે.ને પૂરવ ને તો આ ઘર ગમી જાય છે કારણ કે પૂરવ ના ઘેર રૂપિયા તો ઘણા હતા પણ બધા ભેગા નહોતા રહેતા જ્યારે અહીંયા આખું કુટુંબ રહેતું હતું.તેના ભાઈ ની સગાઈ પણ થઈ જાય છે.પૂરવ ને બધા ખૂબ આનંદ થી સમય પસાર કરે છે.પરી ના પપ્પા ને પૂરવ ને તો બહુ બને છે.પરી ની મમ્મી પણ આ જોઈ રહે છે.ને તે પરી ના પપ્પા ને બોલાઈ ને કહે છે." આપણે સગાઈ કરી દઈએ પરી ની?પૂરવ કેવો રહેશે?"
પરીના પપ્પા:" તે તો મારા મન ની વાત કરી દીધી.પણ આપણે પહેલા પરીને પૂછવું પડે.
પરી ને બોલાવવામાં આવે છે.
પરી આવે છે. તો જોવે છે. પપ્પા અને મમ્મી તો ગુસ્સામાં છે લાગે કંઇક થયું છે.
પરી ધીમે થી કહે છે," શું થયું પપ્પા? કેમ મને અહીંયા બોલાવી?"
પરીના પપ્પા," તારે પેલા છોકરા સાથે શું છે? આવી ત્યારનો જોવો છું કે તું અને પેલો પુરવ એક બીજાને તાકી તાકી ને જોવો છો."
પરી  એ કોઈ દિવસ આવો ગુસ્સો પોતાના પિતાનો જોયો નહોતો એટલે તે કહે છે,", પાપા,ખોટું ના લગાડતા પણ હું અને પૂરવ લગ્ન કરવા માંગીએ છીએ.પણ તમારી પરમિશન લેવાની હતી પણ હજુ અમે પાક્કા નિર્ણય પર નહોતા આવ્યા.એટલે કશું કહ્યું નહીં,પાપા હું પૂરવ ને ચાહું છું.તેના વગર રહી શકું એમ નથી."
આટલું કહી પરી આંખો બંધ કરી દે છે. જાણે હવે તેને તેના ઘરના લડશે.
પણ પરીના પપ્પાનો હાથ જ્યારે પરીના માથા પર પડે છે ત્યારે પરી થોડી શાંતિ અનુભવે છે.તેના પપ્પા કહે છે," મારી પરી બહુ મોટી થઈ ગઈ..પણ બેટા, હું પણ તારો બાપ છું,જે દિવસે તું ઘરે આવીને ત્યારે તારા ગળામાં મે મંગળસૂત્ર જોઈ લીધું હતું..પછી તે નીચે નમીને તોડ્યું પણ હતું.બધી મને ખબર છે.ને એટલે જ તો મ ૨ દિવસ પૂરવ સાથે પસાર કર્યા.ને જાણી પણ લીધું કે પૂરવ તારા માટે યોગ્ય છે. બસ હવે પૂરવ ના પિતા સાથે વાત કરી લઈએ એટલી વાર."
પરી ખુશ થઈ જાય છે ને પૂરવ પૂરવ ને કોલ કરે છે પણ પૂરવ ફોન રિસિવ નથી કરતો.ત્યારે પરીના પપ્પા કહે છે ," પૂરવ બહાર આવ હવે બેટા,તારી પરી તારી રાહ જોવે છે,પૂરવ આવે છે,બંને ખુશ છે,એવામાં  પૂરવ ના પાપા નો ફોન આવે છે," પૂરવ તારી પિકનિક પતી ગઈ હોય તો ઘેર આવવા નીકળી જા."
પૂરવ: હા , પાપા
પૂરવ ફોન મૂકી પરી ને કહે છે કે પાપા નો ફોન હતો ને મારે ઘેર જવું પડશે.અંકલ આન્ટી મને રજા આપશો.ને ઘેર જઈને હું પરી અને મારી વાત મારા ઘરના ને કહીશ."
સારું બેટા એવું પરીના મમ્મી -  પપ્પા કહે છે.
ક્રમશ:
મારી પરી ભાગ ૯
- જૈનિલ જે.જોષી
પૂરવ પોતાના ઘેર જાય છે,
પૂરવ ને તેના પિતા ડોક્યુમેન્ટ આપે છે અને કહે છે,
" બેટા,આ શું છે?"
પૂરવ ડોક્યુમેન્ટ ને જોવે છે ને કહે છે,
" અરે પપ્પા આતો મેમો છે આર.ટી. ઓ. માંથી આવ્યો છે.એમાં શું છે તો તમે મને બોલાવ્યો?"
પૂરવ ના પપ્પા: બેટા એતો મને પણ ખબર છે કે તે તો મેમો છે પણ ફોટો માં તારી પાછળ બેઠી એ છોકરી કોણ છે?"
પૂરવ: અરે પપ્પા એતો મારી મિત્ર છે.:
પૂરવ ના પપ્પા: પૂરવ,જુઠ્ઠું ના બોલ.તારી મિત્ર હોત તો તને પકડી ને આટલી નજીક ના બેઠી હોત."
પૂરવ : પપ્પા મને માફ કરજો હું જુઠ્ઠું બોલ્યો પણ તે મારી પત્ની છે.હું તેને ખૂબ પ્રેમ કરું છું ને અમે લગ્ન ના એકબીજાને કોલ પણ આપી દીધા છે. મેં તેની માંગ માં સિંદૂર પણ પૂર્યું છે."
પૂરવ ના પપ્પા તેને લાફો મારી દે છે ને ગુસ્સા માં કહે છે,"તારી એટલી હિંમત કઈ રીતે થઈ. ક્યારથી જાતે નિર્ણય લેતો થઈ ગયો? ગમેતે થાય તું એ છોકરી ને ભૂલી જા."
પૂરવ: પાપા મેં જાતે પસંદ કરી એમાં મારો શું દોષ છે? ને એ છોકરી સારી છે.
પૂરવ ના પાપા: એ છોકરી સારી હોત તો અમને મળવા પહેલા આવતી.આમ ચોરી છુપી થી મંગળસૂત્ર ના પહેરતી.તને છેતરે છે.એટલે તું ભૂલી જજે.
પૂરવ: વાહ પાપા વાહ, શું સ્ત્રી ની કિંમત તમે આંકી છે,તેને મંગળસૂત્ર પહેરાવવા વાળો હું ને દોષ તમે તેનો કાઢો છો?તે પણ મારા જેટલી જ છે.તેને પણ હક છે.પાપા હવે તે મારી પત્ની છે ને તમને પસંદ ના હોય તો હું ઘર છોડવા તૈયાર છું.
પૂરવ ના પપ્પા: વાહ બેટા, એક આજકાલની આવેલી છોકરી તારા માટે મહત્વની થઈ ગઈ? છોકરી  ખરાબ જ છે હજુ તો ઘેર નથી આવી ને તને અમારા થી અલગ કરી દિધો.
પૂરવ: પાપા તમ ખોટું વિચારો છો.પરી એવી નથી...
આટલું પૂરવ કહે છે તેવામાં પૂરવ ના ગામ થી કોલ આવે છે કે તેની દાદી મૃત્યુ પામ્યા છે.
આ સાંભળતા જ પૂરવ ના પાપા કહે છે," જોયું ને પૂરવ પેલી છોકરી નું નામ આવ્યું ને મારી માતા ગુજરી ગયા.અપશુકનિયાળ છે પરી."
પૂરવ : અરે પાપા તમ સમજતા નથી આપણે થોડા દિવસો પછી વાત કરીએ..
આટલું કહી તેઓ ગામડે જાય છે.પૂરવ પરી ને બધું કહી દે છે,રાહ જોવાનું પણ કહે છે.
પરી પૂરવ ને ઘરના ની કાળજી રાખવાનું કહે છે...
મહિના પછી પરી જ્યારે હોસ્ટેલ પર હોય છે ત્યારે....
ક્રમશ:
મારી પરી ભાગ ૧૦
- જૈનિલ કે.જોષી
પરી જ્યારે હોસ્ટેલ માં હોય છે ત્યારે તેને મળવા પૂરવ ના પાપા અને મમ્મી આવે છે.
પરી તો ઓળખતી નથી પણ પૂરવ ની મમ્મી તેમની ઓળખ આપે છે.ત્યારે પરી તેમને પગે લાગે છે.આશીર્વાદ આપવાનું મન તો નહોતું પણ બધી બીજી છોકરીઓ પણ હતી તો મન વગર પણ આશીર્વાદ આપે છે.પછી પરી તેમને તેના રૂમ માં લઇ જાય છે.
પરી ની મમ્મી: પરી તું જ ને?
પરી: હા, આન્ટી હું જ પરી છું.પૂરવ ના આવ્યો?
પરી ના પપ્પા: તેનું કામ પણ શું છે અહીંયા? બાય ધ વે,તારે કેટલા ટકા આવ્યા પરિક્ષામાં?
પરી: અંકલ ૮૭ %..ને હા હવે હું જીવા જ્યોત સોસાયટીમાં રહેવા જવાની છું. પુરવે તમને કહ્યું જ હશે ને?
પૂરવ ના પાપા: ના રે,તું જ્યારથી આવી છે ત્યાર થી પૂરવ અમને ક્યાં કશું કહે છે?
પરી ને હવે લાગે છે કે પૂરવ ના ઘરના કંઇક જુદુ જ તેના વિશે વિચારે છે.
પરી: અરે એવું કશું નથી.
ત્યારે પરી ના પાપા તેને રોકતા કહે છે, જો પરી પૂરવ આજે ફેલ થયો છે,ને આમ ને આમ રહેશે તો મને નથી લાગતું કે પૂરવ આગળ ભણશે. તને ખોટું લાગશે પણ અમે પૂરવ નું જીવન તારી સાથે લગ્ન કરાવી  બગડવા નથી માંગતા.એટલે તારે પૂરવ ને ભૂલવો પડશે.
પરી: હું કઈ રીતે પૂરવ ને ભૂલું...ને એ એક વખત નાપાસ થયો એમાં મારો શું વાંક? માફ કરશો મને,પણ ૨૧ મી સદીમાં પણ આપ નાપાસ થવું, ઘરમાં કોઈ નું મૃત્યુ થવું એમાં તમે વગર વાંકે કોઈ સ્ત્રી નો વાંક કાઢો છો? એ બધું તો ભગવાન ના હાથ માં છે તેમાં સ્ત્રી શું કરે?
પરી ના પાપા: બસ છોકરી,કોને શું કરવું એ હું જાણું છું.પણ તું મારી પૂરવ ની જિંદગીમાં ના જોઈએ.ને જો તું હવે પૂરવ ને મળી ને તો તને પૂરવ ના સોગંધ છે.
પરી: અંકલ તમે તમારા દીકરા વિશે આ શું બોલો છો? મારા પૂરવ માટે હું તેને નહિ મળું પણ જ્યારે તમને એવું લાગે કે હું પૂરવ ની જીંદગી માટે મહત્વની છું ત્યારે તમે આવજો મારી પાસે હું પૂરવ ની કાગડોળે રાહ જોતી જ દેખવા મળીશ.
મેં નહોતું ધાર્યું કે ૨૧ મી સદી માં પણ આપ એવું વિચારશો.
પરી ના પાપા: અમારે એવી જરૂર નહિ પડે.તું તારું જ સંભાળજે.
એમ કહી તેઓ નીકળી જાય છે.
પણ પરી ડિપ્રેશન માં આવી જાય છે,એક સ્ત્રી ને સારી સાસરી મળે તેવા ઓરતા મનમાં હોય છે.પણ અહીંયા તો પોતાના પતિ ને ભૂલવા ની વાત આવે છે.તો શું કરવું?
પૂરવ તેના ઘરના ને ખુબ ચાહતો હોય છે તેથી તે પૂરવ ના ઘરના વિરુદ્ધ પૂરવ ને ન કહેવાનું વિચારે છે.
બીજા દિવસે અચાનક પરી પૂરવ ને કોલ કરે છે ને કહે છે," પૂરવ હું, અહીંયા થી બીજે રહેવા  જાવ છું તે કશો અત્યાર સુધી જવાબ નથી આપ્યો એટલે મારા પાપા યે મારી સગાઈ પણ બીજે નક્કી કરી દીધી છે."
પૂરવ કઈ કહે તે પહેલાં તો તેને ફોન મૂકી દીધો ને મોબાઈલ નંબર પણ બંધ કરી દીધો.
પૂરવ તો ખૂબ ચિંતામાં આવી ગયો.. તેણે ફોન આવ્યા ની વાત તેની મમ્મી ને કહી તો તેની કશું બોલે તે પહેલાં તેના પપ્પા આવે છે ને કહે છે," પૂરવ હું કહેતો હતો ને કે આવી છોકરીઓ નો વિશ્વાસ ના કરતો.છતાં તું મારું નહોતું માનતો.ગઈ ને પરી હવે?
પૂરવ: મારી પરી એવી નથી પણ કંઇક તો તેની સાથે થયું હશે. હું તેને મળવા જાવ છું.
આટલું કહી પૂરવ ત્યાંથી નીકળી જાય છે.પણ તેના પિતા અને માતા ખુશ થાય છે કે પરી પૂરવ ની જિંદગીમાં થી જતી રહી.
પૂરવ હોસ્ટેલ માં જાય છે તો તેને ખબર પડે છે કે તે તો હોસ્ટેલ છોડીને જતી રહી છે.
એટલે તે સીધો પરી ના ઘેર ગામડે જાય છે,ને તો ત્યાં તેને ખબર પડે છે....

મારી પરી ભાગ - ૧૧
- જૈનિલ કે.જોષી
પૂરવ સીધો પરી ના ઘેર જાય છે,ત્યારે તેને ખબર પડે છે કે પરી ની તો સગાઈ ની કોઈ વાત જ નથી થઈ.એટલે તે પરી ના પાપા ને પરી પર કોલ કરવાનું કહે છે.ત્યાં થી તેને જાણવા મળે છે કે પરી તો જીવા જ્યોત સોસાયટીમાં રહેવા ગઈ છે.
આટલું સાંભળી તે ત્યાં થી જતો રહે છે.
પણ પરી ના પપ્પા પરી ને કહી દે છે કે પૂરવ આવેલો ને તારું નવું સરનામું પણ લીધું છે.આ સાંભળી પરી લગભગ અડધી રાતે જીવા જ્યોત સોસાયટીમાં માં જવા પોતાની બહેનપણી ની જન્મ દિવસ ની પાર્ટી માંથી  નીકળી જાય છે.કેમ કે તેને ખાતરી હતી કે પૂરવ તેને મળવા આવશે.બીજું કે પરી ને સોગંધ પણ પૂરવ ના હતા.પૂરવ નું સહેજ પણ ખોટું થાય તેને પસંદ નહોતું.
તે રાત્રે નીકળે છે...
ત્યારબાદ શું થયું તે ભાગ એક માં આપે વાંચ્યું જ છે.
**************************
તે ભાગ થી વાર્તા ને આગળ વધારીએ...... પણ જો આપે ભાગ એક વાંચ્યો ના હોય તો વાંચવા મારી વિનંતી છે
***************************
પરી કહે છે....વહુ બનવાના ઓરતા તો મેં બહુ દેખેલા. મેં તમને પણ કહેલું કે હું હંમેશા પૂરવ ની રાહ જોઇશ.પણ હવે મારો નિર્ણય મેં બદલ્યો છે.કારણ કે  તમે આપેલા સોગંધ ના કારણે પૂરવ આગળ મારે જુઠ્ઠું બોલવું પડ્યું. જુઠ્ઠું બોલીને  મેં વિશ્વાસઘાત કર્યો છે.ને હા મે ભૂલ કરી છે કે મેં તમારા વિશે પૂરવ ને સાચું ના કહ્યું કારણ કે પૂરવ તમને લોકો ને ખુબ ચાહે છે.ને જો હું તમે મારી હોસ્ટેલ પર આવેલા ને એવું કહેતી તો પૂરવ તમારી સાથે સંબંધ તોડી નાખતો.ને કોઈ દીકરો એના માં બાપ થી દુર થાય એ એક સ્ત્રી હોવાના લીધે મને પસંદ નથી...મને માફ કરજો....
પૂરવ ના પિતા: પણ બેટા ,તે  તો કહેલું કે હંમેશા પૂરવ માટે તમારા દ્વાર ખુલ્લા હશે તો એનું શું?
પરી: પણ તમે તો આજે પણ કશું જાણ્યા વગર દોષ તો મારો જ કાઢ્યો.ને મારી હવે હિંમત પણ નથી કે હું પૂરવ આગળ કેવી રીતે જવ?
પરી ના પપ્પા: બેટા: પૂરવ ને અમે તમામ હકીકત જણાવી દઈશું પછી તેને કોઈ વાંધો ખરો?
પરી: હું નહિ મળું હવે પૂરવ ને...
એટલામાં પરીના મમ્મી પપ્પા આવે છે. કહે છે" બેટા વડીલો આગળ જીદ ના થાય,ને વડીલો કદાચ ભૂલ કરે તો આપણે પણ સમજી લેવું જોઈએ.
પરી: પણ પપ્પા...
આટલું પરી કહે છે તે પહેલા પરીના પાપા કહે છે,બેટા,પૂરવ જેવો કોઈ છોકરો તને નહિ મળે,પૂરવ ને અત્યારે તારી જરૂર છે.
એવામાં ડોકટર આવે છે. ને કહે છે હવે તમે પૂરવ ને મળી શકો છો.
પૂરવ ના મમ્મી અને પપ્પા પૂરવ બે મળવા જાય છે ત્યારે પૂરવ કહે છે, મારી પરી ક્યાં છે? એને લઈ આવો પપ્પા.."
ત્યારે પૂરવ ના પપ્પા કહે છે,
" બેટા,જો તારી પરી તારી જ રાહ જોવે છે.એવામાં પરી અંદર આવે છે, પૂરવ તેનો હાથ પકડી રાખે છે, તે વખતે પરીના મમ્મી અને પપ્પા આવે છે અને  એંગેજમેન્ટ રીંગ આપે છે, પરી અને પૂરવ એક બીજાને રીંગ પહેરાવે છે. કાયમ માટે પરી  પૂરવ ની " મારી પરી" બની જાય છે.
આપનો આભાર મારી સાથે જોડાવા માટે....આપના પ્રતિભાવો મને સતત પ્રેરણા આપે છે...માટે પ્રતિભાવ આપવાનું ના ભૂલતા..