Lagni no dariyo books and stories free download online pdf in Gujarati

લાગણી નો દરિયો

દુનિયા કહે છે " કે એક સ્ત્રી અને પુરુષ મિત્ર નાં હોઈ શકે.એમના વચ્ચે પ્રેમ જ હોય અને એ પ્રેમ લગ્ન સુધી નો પામવાનો જ પ્રેમ હોય" આવું કંઇક જય ની વિચારસરણી છે. જય એક મોર્ડન ટાઇપ છોકરો છે,અને તકનીક ની ભાષામાં કહું તો તે ૫ જી છે.પરંતુ વિચારસરણી એવી જ છે,જેવું આગળ આપે વાંચ્યું તે અત્યારે ૧૭ વર્ષનો છે. તેણે એડમિશન પણ કોલેજ માં લીધું છે.પણ અત્યાર સુધી જે જય કુમાર શાળામાં ભણેલો એ જય વર્ગમાં જાય છે તો એના વર્ગમાં માત્ર બે છોકરાઓ અને ૨૮ છોકરીઓ છે.ત્યારે જય સામે જાણે આભ તુટી પડ્યું હોય એવું થાય છે.પણ શું કરવાનું?એડમિશન લીધું છે ને કરિયર બનાવવું છે તો કોઈ પણ સંજોગોમાં ટકવું તો પડશેજ ને.એમ વિચારીને ગમેતે કરીને દિવસ પસાર કરે છે.ને ઘેર જઈને એનું મન નથી માનતું કે તેની કોલેજ પૂરી થશે કે નઈ થાય.આ બાજુ વાત કરીએ તો દિશા એક સુંદર,પાતળી,જાણે કે જીવંત વસંત ઋતુ.એકદમ હિરોઈન જેવી...ને હા પાછી વિચારસરણી તો જય જેવી જ.એ પણ જય નાં વર્ગમાં.બીજા દિવસે જય વર્ગમાં જાય છે અને ત્યાં બધા જમાના પ્રમાણે 'ફ્રેશર પાર્ટી' નું આયોજન કરે છે.બધા એકબીજા સાથે પરિચય કેળવે છે,પણ માત્ર જય અને દિશા જ એવી વ્યક્તિઓ છે કે જે એકબીજા સાથે વાત નથી કરતા.કારણ કે બંને ને એકજ ખ્યાલ છે કે જો કોઈ છોકરો અને છોકરી વાત કરે તો પ્રેમ થઈ જાય.પણ કહેવાય છે ને કે હદયમાં જો લાગણી એક મિત્ર તરીકેની હોય તો પછી એ સ્ત્રી કે પુરુષ હોય કોઈ ફરક નથી પડતો સિવાય આ દુનિયા ના લોકો.ને ઈશ્વર પણ એવો છે કે કોઈને કોઈ રીતે મળાવી દેતો હોય છે,લગભગ છ મહિના પસાર થાય છે, જય અને દિશા એકબીજા સાથે બોલતા નથી પણ અચાનક એક દિવસ મેડમ આવે છે અને જણાવે છે કે આવતા અઠવાડિએ આપણી કોલેજમાંથી અને આપણા વર્ગમાંથી યુથ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દિશા અને જય ને જવાનું છે. જય તો ગભરાઈ જાય છે ,સાથે દિશા પણ ગભરાઈ જાય છે કે હવે શું કરવાનું? પણ મેડમે કીધું એટલે કરવું તો પડશે જ. બંને જણ પહેલી વખત એકબીજાને ' નમસ્કાર ' કહીને વાતચીતનો દોર શરૂ કરે છે. પણ જય દિશા ને કહી દે છે કે 'આપણે વાત કરીશું તો આપણા વચ્ચે પ્રેમ થઈ જશે. એટલે આપણે પ્રોગ્રામ સુધી જ વાત કરીશું. કારણકે સ્ત્રી અને પુરુષ કદી પણ મિત્ર હોઈ ન શકે'. એ દિવસ પણ આવી જાય છે સાથે જવાનું હોય છે. નસીબ પણ વ્યક્તિને ક્યાં લઇ જાય છે. કે જે બસમાં એ લોકો બેસે છે તે બસ એટલી ભરેલી હોય છે કે માત્ર બે જ સીટ ખાલી હોય છે. અને આજકાલની મોર્ડન બસોની અંદર ગીતોની ક્યા કમી હોય છે ?એક સરસ મજાનું ગીત વાગે છે."નજર સે નજર મિલે તો દેખેગી આંખે સપના જો યું કોઈ સાથ ચાલે"એટલું રોમેન્ટીક ગીત વાગતું હોય અને નજર એક બીજા પર ન પડે એવું કદી બને ખરું? નાં.માટે જય અને દિશા એકબીજાને ને જોઈ રહે છે, અને બંને એકબીજાને કહે છે, ' મિત્ર બનીશ?'ત્યારે બન્ને નો જવાબ હોય છે ' હા'. મિત્ર બન્યા પછી કોણ કહે છે કે કોઈ કોમ્પિટિશન નથી જીતાતી. બંને જણ યુથ ફેસ્ટિવલમાં પ્રથમ નંબર મેળવે છે. અને એટલી બધી એકબીજાને મદદ કરી હોય છે કે બંને એકબીજાની મદદ ભૂલી શકે એમ પણ નથી અને હવે એકલા રહી શકે એમ પણ નથી. સમગ્ર કોલેજ માં બંને નું સન્માન થાય છે ત્યારે ખુદ કોલેજના તમામ વિદ્યાર્થીઓ વિચાર કરે છે કે આ બંને જણા એકબીજાને ક્યારે પણ બોલતા ન હતા તો નંબર કેવી રીતે મેળવી આવ્યા? બંને નું સન્માન થાય છે અને જ્યારે સ્ટેજ ઉપર જય બોલવા આવે છે ત્યારે જય કહે છે કે,'મિત્રતા ઉપર જો ભરોસો હોય ને તો જીત હંમેશા પાકી જ હોય છે અને આનો હું શ્રેય મારી મિત્ર દિશા ને આપું છું. ત્યારબાદ જય અને દિશા બંને એકબીજાની નાની-નાની વાતમાં કાળજી રાખતા થઇ જાય છે જાણે કે એકબીજાએ શું ખાધું? શું પીધું?, શું શોપિંગ કરી? આ બધા પ્રશ્નો તો સામાન્ય બની જાય છે હવે માત્ર પ્રશ્નો નથી પુછાતા પણ એકબીજા માટે ગિફ્ટ પણ મોકલાય છે, દરેક પ્રસંગે ગિફ્ટ ની આપ લે શરૂ થાય છે, આખી કોલેજ બંનેને lovebirds તરીકે ઓળખે છે પણ આ બંનેના હદય મા તો મિત્રતાના જ અંકુર હતા. અને બંને જણ હવે નક્કી પણ કર્યું હતું કે આખી જિંદગી સુધી મિત્રો જ રહેશે પણપણ કહેવાય છે ને કે ગમે તેટલી મિત્રતા એક સ્ત્રી અને પુરુષ વચ્ચે હોય પણ લોકો તો એક જ નજરથી જોતા હોય છે બસ એમને તો એમ જ હોય છે કે એક સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રેમ જ હોય. આમ એક ' હાઇ' થી શરૂઆત થયેલી મુલાકાત અને મુલાકાતમાંથી થયેલી મિત્રતા બે વર્ષ પૂરા કરે છે અને જ્યારે ત્રીજું વર્ષ આવે છે ત્યારે દિશા અને જય બંને પોતાની મિત્રતામાં તરબોળ થઈ જાય છે સવારે ' ગુડ મોર્નિંગ થી ગુડ નાઇટ' સુધી ની તમામ ક્રિયાઓમાં જય અને દિશા સાથે જ હોય છે. એક સમય એવો પણ આવે છે કે દિશા ને જોવા માટે એક છોકરો આવે છે, જેનું નામ છે હેનીલ. હેનીલ ફોરવર્ડ છોકરો હોવાથી દિશા અને હેનીલ વચ્ચે એક ખાનગી મુલાકાત કરવામાં આવે છે ત્યારે દિશા જય ને કહે છે ' કે જય તારે મારી સાથે મિટિંગમાં આવવાનું છે અને મિટિંગમાં મારી સાથે તારે જ બેસવાનું છે.' જય સંમત થાય છે ત્રણે એક રૂમમાં મીટીંગ માટે જાય છે ત્યારે હેનીલ આ બનાવને જોવે છે ત્યારે હેનીલ ને મનમાં પ્રશ્ન થાય છે ' કેમ આ છોકરી આ છોકરાને સાથેલાવી હશે? હેનીલ ફોરવર્ડ હોવાથી સ્વાભાવિક રીતે સહજતાથી સ્વીકારી લે છે કે કદાચ મિત્ર હશે પણ જ્યારે હેનીલ દિશાને જેટલા પણ પ્રશ્ન પૂછે છે અને એ પ્રશ્નનો જવાબ દિશા ને બદલે જય જ આપે છે ત્યારે હેનિ લ ને ખ્યાલ આવી જાય છે કે આ સંબંધ કરતાં પણ વધારે છે પણ દિશા પણ ક્યાં સુંદર નહોતી? વસંતઋતુ કરતાં પણ વધારે સુંદર દિશા ને જોઈને હેનીલ મનોમન એવુ ઈચ્છે છે કે દિશા સાથે તેનું લગ્ન થઈ જાય. પણ એના મનમાં હજુ એ પ્રશ્ન છે જય અને દિશા વચ્ચે શું સંબંધ હશે? મીટીંગ પૂરી થાય છે અને ત્યારબાદ હેનીલ મીટીંગ પૂરી કરીને પાછો જાય છે.આ બાજુ દિશા પણ જયને જણાવે છે કે 'મને હેનીલ બહુ ગમે છે અને હું એની સાથે લગ્ન કરવા પણ તૈયાર છું? ત્યારે જયને થોડોક આઘાત લાગે છે દિશા હવે તેનાથી અલગ થઈ જશે. આ બાજુ હેનીલ કોલેજમાં તપાસ કરે છે અને એને જાણવા મળે છે કે જય અને દિશા ની જોડી આ કોલેજની ફેવરેટ જોડી છે તે બંને વચ્ચે મિત્રતાથી પણ વધારે છે. ત્યારે હેનીલ ને શક તો જાય છે, પણ હેનીલ ને દિશા ગમતી હોવાથી તે હજુ પણ દિશાને ખૂબ ચાહે છે પોતાના પ્રેમનો એકરાર કરવા માટે દિશા ને ફોન કરે છે અને જ્યારે દિશાને ફોન કરે છે ત્યારે ફોન જય ઉપાડે છે ત્યારે હેનીલ ને હવે પાક્કો શક થઈ જાય છે કે આ બંને વચ્ચે મિત્રતાથી પણ કંઈક વધારે છે. હેનીલ આમ તો માને એવો નથી ફોરવર્ડ છે ને પાછો એટલે દિશા ને કહે છે 'દિશા તું મારી સાથે લંચ કરવા માટે આવીશ?'પણ દિશા ફરી શરત મૂકે છે કે જય તો આવશે જ. હેનીલ હા પાડી દે છે. સરસ મજાની ફાઇવ સ્ટાર હોટલમાં હેનીલ ટેબલ પર બેઠો હોય છે ,નસીબ પણ જુઓ કે હોટેલમાં જેવી જય અને દિશા ની એન્ટ્રી થાય છે ત્યારે એક સરસ મજાનું ગીત વાગે"આને સે ઉસકે આયે બહાર"અને ખરેખર હેનીલ નું હદય રોમાંચિત થઈ ઉઠે છે. પણ દિશા અને જયને તે બરાબર જુએ છે તો ખબર પડે છે તેને કે દિશા અને જયના કપડાં પણ સરખા છે એક જ રંગના છે,બધા એક ટેબલ પર બેસે છે, અને જય અને દિશા બંનેનું મેનુ પણ એક જ હોય છે. એવામાં હેનીલ પોતાની તમામ વાત દિશાને કહે છે ત્યારે દિશા પણ એને ચોખ્ખા શબ્દોમાં કહી દે છે કે એને જય સાથે મિત્રતા છે અને એ મિત્રતા કાયમ માટે રહેશે માટે મારી એક શરત રહેશે લગ્ન કરવાની કે જય એની જિંદગીમાં કાયમ માટે વસેલો તો રહેશે . આ તમામ વાત સાથે હેનીલ સંમત થાય છે. ત્યાર પછી શરૂ થાય છે એની અને દિશાની પ્રેમ કહાની. એમ કરતાં સગાઇનો દિવસ પણ આવી જાય છે, અને હેનીલ ના ઘેર દિશા જ્યારે આવે છે ત્યારે સાથે જય ને પણ લઈને આવે છે અને આ વખતે પણ બંનેના કપડા સરખા હોય છે અને જાણે કે જય અને દિશા ની સગાઈ થતી હોય એમ લાગે છે. છેલ્લે તો હેનીલ અને દિશા ની સગાઈ થઈ જાય છે. હેનીલ નો પહેલો મેસેજ અને છેલ્લો મેસેજ દિશા ને જ થતો હોય છે પણ દિશા નો પહેલો અને છેલ્લો મેસેજ તો હેનિલ ને જ થાય છે. માટે હેનીલ વારંવાર દિશાને સમજાવતો હોય છે કે દિશા ભલે તમારા વચ્ચે મિત્રતા હોય પણ લોકો એ નજરથી નથી જોતા અને તારા ચારિત્ર્ય પર કોઈ શક કરે એ મને પણ પસંદ નથી માટે તું જય સાથે બોલવાનું ઓછું કરી દે. ત્યારે દિશા પણ કહે છે કે 'જય સાથે તો મારો સંબંધ ક્યારેય ઓછો નહીં થાય ભલે દુનિયાને જે કહેવું હોય એ કહે તે મારો મિત્ર છે અને મિત્ર કાયમ માટે રહેશે એક સ્ત્રી પર તારે વિશ્વાસ તો રાખવો જ જોઈએ.' ત્યારે હેનીલ પણ દિશા ઉપર વિશ્વાસ રાખી દે છે. એને લોકો ઘણું કહે છે પણ હેનીલ દિશા માટે ક્યારેય શક નથી કરતો અને એ સમજે છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે મિત્રતા પણ હોય એમાં કશું ખોટું પણ નથી. પણ વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે જય ને જોવા માટે છોકરી આવે છે એનું નામ છે ' મિતાલી 'મિતાલી તો દિશા કરતાં પણ સુંદર છે . જય અને મિતાલી વચ્ચે મુલાકાત અજાણતા જ બસમાં થઈ જાય છે. અને મિતાલીની જય ગમી જાય છે..મિતાલી દિશા કરતાં વધુ સુંદર હોય છે. બસની મુસાફરી દરમિયાન મિતાલી જય પાસે મોબાઈલ નંબર માંગે છે ત્યારે જય મોબાઇલ નંબર આપતો નથી. મિતાલી જય નો મોબાઈલ નંબર મેળવવા ઘણા પ્રયત્નો કરીને નંબર મેળવી લે છે. પણ જ્યારે તે જય ને ફોન કરે છે ત્યારે ફોન દિશા જ ઉપાડે છે ત્યારે મિતાલી થોડાક સમય માટે સ્તબ્ધ થઇ જાય છે કેમકે એક છોકરા નો ફોન જો છોકરી ઉપાડે તો સ્વભાવિક છે કે કદાચ જય નાં મેરેજ પણ થઈ ગયા હોય. આવું મિતાલી વિચાર કરે છે પરંતુ જાય ફોન પર આવે છે ત્યારે મિતાલી પોતાના પ્રેમનો પ્રસ્તાવ જય સમક્ષ મૂકે છે ત્યારે જય દિશા સાથેની તમામ વાત અને તમામ સંબંધ મિતાલી ને કહી દે છે
મિતાલી સહમત થાય છે કે એને એ સંબંધ થી કોઈ વાંધો નથી ત્યારે જય અને દિશા મિતાલી મળવા જાય છે આ વખતે જય અને દિશા હોટેલમાં પહોંચે છે અને એક ટેબલ પર બેઠા હોય છે એવા માં વેસ્ટન કપડા પહેરી જાણે બેબી ડોલ હોય તેવી મિતાલી હોટેલની અંદર આવે છે અને આ વખતે પણ એક સરસ મજાનું ગીત વાગતું હોય છે 'અનદેખી અંજની સી,પગલી સી દીવાની સી જાને વો કેસી હોગી રે.'અને મિતાલી જ્યારે ટેબલ પર બેસે છે ત્યારે આ વખતે ત્રણેય નું મેનુ એક સરખું હોય છે ત્યારે દિશાને થાય છે કે કે કાશ એનું અને હેનીલ નું મેનુ પણ સરખું હોત....પરંતુ તે શક્ય ન હતું.આમ કરતાં બધા જમીને છુટા પડે છે,અને દિશા જ્યારે ફોન પર રાત્રે જય સાથે વાત કરતી હોય છે એવામાં સતત હેનિલ દિશા ને ફોન કરતો હોય છે,લગભગ સતત ૨ કલાક થી વાત ચાલતી હોવા થી હેનિલ કંટાળી જાય છે એને હેનિલ્ ને ખુબ ગુસ્સો આવે છે, હેનિલ એ દિવસે ફોન બંધ કરીને સુઈ જાય છે,દિશા જેવો જય નો ફોન મૂકે છે ત્યાર બાદ તે હેનિલ ને ફોન કરે છે,પણ ફોન બંધ આવવાથી રાત્રે ૧ કલાકે હેનિલ ની ત્યાં જાય છે.અને તેને જગાડે છે, હેનીલ ખૂબ ગુસ્સે હોય છે માટે હેનીલ દિશા ની વાત સાંભળતો જ નથી પણ છતાં દિશા તમામ વાત જણાવે છે અને માફી પણ માંગે છે,પણ હેનિલ દિશા ને કહે છે,', મારે તારી સાથે લગ્ન નથી કરવાં કારણ કે મારા કરતા વધારે મહત્વ તું જય ને આપે છે.મને નથી લાગતું કે લગ્ન પછી પણ તું મને મહત્વ આપીશ ' ત્યારે દિશા જવાબ આપતા કહે છે, ' કે હા હું જય ને મહત્વ વધારે આપું છું કારણ કે તે મારો સૌથી બેસ્ટ મિત્ર છે,હું એક પત્ની તરીકે તમામ જવાબદારી નિભાવવા તૈયાર છું,પણ હું મારા બેસ્ટ મિત્ર સાથે સંબંધ તો નઈ તોડું.ને હેનિલ મને દુઃખ છે કે તું પણ મને ના સમજ્યો.એક સ્ત્રી અને પુરુષ મિત્ર કદી પણ નાં હોઈ શકે .એવી વિચાર શરણી તો મારી પણ હતી,પણ જ્યારે જય સાથે મારી મિત્રતા થઈ ત્યારે મને ખબર પડી કે હું ખોટી હતી.અને જય તું માત્ર મને નથી ખોઈ રહ્યો પણ તું એક સ્ત્રીને ખોઈ રહ્યો છું.' આટલું કહીને દિશા ત્યાંથી નીકળી જાય છે,અને રસ્તા માં જતાં જતાં તેને વિચાર પણ આવે છે કે એ અત્યારે જય ને કોલ કરે પણ એને વિચાર આવે છે કે આજે જય અને મિતાલી ની પહેલી મુલાકાત હતી,અને જય અત્યારે બહુ ખુશ હશે,માટે તેને કોલ ના કર્યો.. સાથે દિશા ને એ પણ વિચાર આવે છે કે ક્યાંક એની સાથે થયું એવું જો જય સાથે થાય તો?એમ સમજી તે પોતાની દોસ્તી જય સાથે તોડવાનું વિચારે છે.માટે દિશા એ જ રાત્રે જય થી દૂર બીજા શહેર જતી રહે છે અને આ બાજુ જય દિશાનો સંપર્ક કરે છે પણ તેનો સંપર્ક પણ થતો નથી માટે જય ઘણા પ્રયત્નો કરે છે છતાં તેનો સંપર્ક થતો નથી ત્યારે તે મિતાલી નો સહારો લે છે ને કહે છે કે મને દિશાને શોધવામાં મદદ કરીશ? ત્યારે મિતાલી પણ એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર કહે છે 'ચોક્કસથી હું મદદ કરીશ '. આ બાજુ દિશા કંપનીમાં નોકરી કરવા માટે જાય છે ત્યાં તેની મુલાકાત મિતેશ સાથે થાય છે ને કહેવાય છે ને કે ભારતીય તરુણો માં વિજાતીય આકર્ષણ એમ પણ વધુ હોય છે . એના પરિણામ સ્વરૂપ જ્યારે મિતેશ સાથે તેની મુલાકાત થાય છે ત્યારે મિતેશ તેને કંપનીના બધા નિયમો જણાવે છે સાથે તેને શું કામ કરવાનું છે તે પણ જણાવે છે અને શરૂ થાય છે બંને વચ્ચે વાતચીત નો દોર. વાતચીત નો દોર ગુડ મોર્નિંગ કે ગૂડ નાઇટ સુધીનો શરૂ તો થઈ જાય છે પણ દિશાને જય હજુ પણ ખૂબ યાદ આવે છે,હજુય મિત્રતા યાદ આવે છે. પણ છતાં તે પોતાના મનને મક્કમ રાખીને મિતેશ સાથે વાત કરે છે અને એના પર ભરોસો રાખી જે કંઈ પણ એની સાથે અત્યાર સુધી બન્યું હતું તે બધું જ જણાવી દે છે. મિતેશ પણ પ્રોમિસ આપે છે. કે એવું ફરીવાર નહીં થાય અને મિતેશ એ જ વખતે દિશાને પ્રેમનો એકરાર કરી દે છે. અને ગુડ મોર્નિંગ થી શરૂ થયેલી વાતચીત અત્યારે પ્રેમમાં પરિણમે છે. બંને વચ્ચે સંબંધો સારા જ હોય છે ત્યારે મિતેશ વિચાર કરે છે કે ગમે તે થઈ જાય તે જયને તો શોધશે જ અને દિશા અને જય ની મુલાકાત તો કરાવશે જ. આ બાજુ જયને કશું ગમતું નથી કારણ કે પોતાની દોસ્ત આજે તેનાથી કશું કહ્યા વગર દૂર જતી રહી છે અને માટે તે હેનીલ ને ફોન કરે છે ત્યારે એને ખબર પડે છે કે એની સાથે ની સગાઈ તૂટી ગઈ હોય છે અને ત્યાર પછી દિશા નો સંપર્ક તૂટી ગયેલો હોય છે. પણ જય સાથે મિતાલી હોવાથી તેને પ્રેરણા અને પ્રોત્સાહન સતત મળતું રહે છે અને આ બાજુ મિતાલી પણ નિર્ણય કરે છે કે ગમે તે થઈ જાય હું જય ની મુલાકાત દિશા સાથે કરાઈશ જ. આ બાજુ જયને કોલેજ માંથી ટ્રેકિંગ માટે જવાનું થાય છે, તે મિતાલી ને પણ સાથે લઈ જાય છે ત્યારે મિતાલી ની અચાનક મુલાકાત મિતેશ સાથે થઈ જાય છે. બંને એકબીજાને જોતાં જ ઓળખી જાય છે કારણકે મિતેશ અને મિતાલી બંને બાળપણના સહાધ્યાયી હતા. ત્યારે બંને વચ્ચે વાતચીત થતા ખબર પડે છે કે મિતાલી જય ને ખૂબ ચાહે છે અને તે જય ની દોસ્ત ને શોધવાનો તમામ પ્રયત્ન કરી રહી છે, ત્યારે મિતેશ પણ કહે છે કે મારી પણ એક મિત્ર દિશા છે અને એણે પણ જયને સાથે જ મળવાનું હોય છે એટલે કદાચ આ એ જ જય અને દિશા તો નહીં હોય ને? બંને જણા સમગ્ર વાતચીત કરે છે અને જણાય છે કે આ એ જ જય અને દિશા છે હવે બંને વિચાર કરે છે કે આ બંને ને સીધી રીતે મળાવું એ શક્ય નથી માટે તેમને એક અલગ રીતે આપણે મળીએ અને આપણે એ સાબિત કરીએ કે ખરેખર એક સ્ત્રી અને પુરુષ વચ્ચે માત્ર પ્રેમ જ હોય એ જરૂરી નથી એ દોસ્ત પણ હોય છે અને માટે એ લોકો બે દિવસ પછી પાર્ટીનું આયોજન કરે છે આ બાજુ જય ને લાવવાનો હોય છે અને મિતેશ ને દિશાને લાવવાની હોય છે. માટે બંને મિતેશ અને મિતાલી જય અને દિશા માટે અલગ-અલગ પ્રકારની શોપિંગ કરી લાવે છે અને પાર્ટી ના દિવસે બરાબર સાંજે બંનેને મળવા નું પ્લાનિંગ પણ કરી દેવામાં આવે છે. જય એકદમ હીરોની જેમ તૈયાર થઈ જાય છે અને દિશા તો જાણે સ્વર્ગની અપ્સરા ની જેમ તૈયાર થઈ જાય છે પણ બંનેની અત્યાર સુધી ખબર નથી કે આગળ શું થવાનું છે બંને જણા જેવા પાર્ટીમાં જાય છે અને મળવાનું જ હોય છે એવામાં અચાનક બધી લાઈટો બંધ થઈ જાય છે અને મ્યુઝિક પ્લેયર માંથી એક સરસ મજાનું ગીત સંભળાય છે ' એ દોસ્તી હમ નહીં છોડેંગે છોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે ' આ ગીત વાગતા જ જયને દિશા યાદ આવી જાય છે અને દિશાને જય યાદ આવી જાય છે. દિશા મિતેશ સાથે આવવાથી તે મિતેશ ઉપર પોતાનું માથુ મુકે છે અને જય મિતાલી નાં ખભા પર પોતાનું માથું મૂકે છે અને અચાનક લાઈટ શરુ થાય છે ત્યારે જય અને દિશા બંને સ્તબ્ધ થઈ જાય છે કારણ કે બાજુમાં રહેલ ત્યાં કોઈ મિતેશ કે મિતાલી ન હતા પણ જય અને દિશા ખુદ પોતે જ હતા. આ મિલન અદભુત બની જાય છે અતુલ્ય બની જાય છે અને છેલ્લે એક મિત્રતા ની જીત થાય અને બન્ને આભાર માને છે કારણકે દુનિયાની અંદર અત્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચે જો સારો સંબંધ હોય તો પણ લોકો એને શંકાની નજરે જોતા હોય છે પણ આ વાર્તા સ્પષ્ટ કરી આપે છે કે માત્ર પ્રેમ જ નથી હોતો એક મિત્રતા પણ હોય છે શંકાશીલ વ્યક્તિ સાથે રહેવું એના કરતા તો બીજી વ્યક્તિ સાથે પરણવું કે જે તમને સમજી શકે ,જે તમને માન આપી શકે જે તમને સન્માન આપી શકે અને હા સૌથી અગત્યનું કે જે તમારા માં વિશ્વાસ રાખી શકે કારણ કે આખી દુનિયા માત્ર વિશ્વાસ પર કાયમ છે પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોય એ જરૂરી નથી કેમકે મિત્રતા રૂપી પ્રેમ પણ જીવનમાં આગળ વધવા માટે ખૂબ જરૂરી હોય છે.
મિત્રો આ વાર્તા મુકવા પાછળનો મારો ઉદ્દેશ માત્ર એટલો હતો કે હંમેશા પતિ હોય કે પત્ની હોય એને કોઈ સાથે મિત્રતા હોય તો એનો મતલબ એ નથી કે એની સાથે માત્ર પ્રેમ અને પ્રેમ જ હોય,એક સ્ત્રી અને એક પુરુષ મિત્ર પણ હોઈ શકે છે અને આ દ્વારા એ સ્પષ્ટ થાય છે કે મિત્રતા પણ એક જીવનનો અગત્યનો અંશ છે જિંદગી જાણે અધૂરી હોય તેમ લાગે છે. મને આશા છે કે આ વાર્તા વાંચ્યા પછી આપનો વિચાર થોડો બદલાશે અને એ પણ આશા છે કે હંમેશા પોઝીટીવ જ હશે. આપના મિત્ર સાથે પોતાની તમામ બાબતો શેર કરી શકો તેવી આશા અને અભિલાષા સહ...
Stay blessed on life never ends with jainil Joshi

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED