પ્રણય સપ્તરંગી
પ્રકરણ - 22
પેલેસનાં ટેરેસ પરથી અક્ષય રણજીતનાં એક આદેશની રાહ જોઈ રહેલો કેમેરા સાથે જોડેલ દૂરબીનથી જોઇ રહેલો અને વીડીઓ ઉતારી રહેલો એને સમજણ નહોતી પડતી કે સીમા સાગરનાં આવવાનાં ફોટાં અને વીડીઓ શા માટે ઉતારવા મને કહ્યું છે. એને આદેશનું પાલન કરી રહેલો. હવે બધાં અંદર ગયાં. પછી એણે ટેરેસ પર લંબાવ્યું. અને બ્લેકલેબલનું સીલ તોડીને પેગ બનાવ્યો અને સીધોજ પી ગયો એની નજર સીમા કરતાં વધુ અમી તરફ વધું હતી અને રેકોર્ડીંગ પણ એવી રીતે થયું હતું કે અમીને જ વધારે કવર કરે એ જોઇ જોઇને વધુ જાણે તડપી રહેલો એને થયું આજે હું જ અમીને ઉપાડી ઉપર જ લઇ આવું પછી મનમાં થયું સાચે જ કંઇક ચક્કર ચલાવીને ઉપર લઇ આવું આ રણજીતને ખબર પણ નહીં પડે ઉપર લાવીને એને.... અને એણે સવારનાં જુઠા સ્વપનાની જેમ સાંજનાં જોતાં જાણે રાત માણવાની હોય એમ શેખચલ્લી જેવાં વિચારોમાં પડી ગયો. એણે જાણે મનમાં કોઇ પ્લાન બનાવ્યો હોય એમ પોતાની બુધ્ધિ પર જ ખુશ થઇને બીજો લાર્જ પેગ ભરી દીધો.
**********
પેલેસનાં પોતાનાં આગવાં નાનાં છતાં એકદમ અપટુડેટ ટેકનીકલી ત્થા સુશોભનથી સંપૂર્ણ એવાં હોલમાં વીરભદ્રસિંહ એમનાં ખાસ ગેસ્ટ ફેમીલીને લઇ આવ્યાં ત્યારબાદ એમનાં આમંત્રિત ખાસ મહેમાનો આવવા લાગ્યાં. એમાં પોલીસવાળાં તો હતાં જ અને કાયમનાં ગેસ્ટ અમુલખ સર, પ્રો.મધોકે ત્થા વીરભદ્રસિંહનાં ખાસ મિત્રો. શહેરનાં મેયર, અ ત્રણ ચાર ધારાસભ્યો હાજર હતાં. જેમ જેમ મહેમાનો આવતાં તેમ વિરભદ્રસિંહ અને એમનાં પત્નિ બધાને આવકારતાં હતાં. સિધ્ધાર્થ અને રણજીત છેક આગળનાં ગેટ પર હતાં. આવકારવામાં ક્યાયં પછી સંયુકતા નહોતી એ સાગર અને સીમાની ફેમીલી આવી ગઇ પછી એ હોલમાં આવીને જાણે ગૂમજ થઇ ગઇ હતી.
કંદર્પરાય, ભાવિનભાઇ, અમુલખસર, ધારાસભ્યો, મેયર બધાં પ્રથમ હરોળમાં પોતપોતાની પત્નિઓ અને ફેમીલી સાથે ગોઠવાયાં હતાં અને મહેમાનો પોતપોતાની સીટો પર આવી ગયાં હતાં. સાગર અને સીમા એમનાં પેરેન્ટસને મળીને પછી સ્ટેજ પરનાં મેકઅપરૂમ અને પાછળનાં હોલમાં ગયાં ત્યાં જઇને એમણે જોયું તો રણજીત અને સંયુક્તા કંઇક વાતો કરી રહ્યાં હતાં અને સાગર સીમાને આવેલાં જોઇએ એકદમ ચૂપ થઇ ગયાં. એટલે સાગર સીમાને થોડી નવાઇ લાગી. સાગરે કહ્યું "સોરી તમે તમારી વાત પતાવો ત્યાં સુધી અમે સ્ટેજની છેલ્લી તૈયારી જોઇ લઇએ. સંયુક્તાએ કહ્યું "અરે કંઇ નહીં એવું કંઇ નથી અને તમારાથી શું અમારે ખાનગી હોય ? સંયુક્તા બોલી રહી હતી પણ એની નજર સાગર આવ્યો ત્યારથી એના ઉપરતી હટતી જ નહોતી. સાગરે આછા કેસરી રંગનો કફની પહેરી હતી અને નીચે સફેદ પાયજામો અને એની ઉપરસુંદર કસબ કરેલો ખેસ હતો. એ જાણે સાક્ષાત રાજકુવર જેવો શોભી રહેલો એને થયું એક હગ કરીને સાગરને ચૂમી લે. સાથે સીમાએ પણ સુંદર ડ્રેસ અને દુપટ્ટો બરાબર સાગર જેવો લગાવેલો બંન્ને જણાનાં કપડાનું મેચીંગ એટલું સરસ હતું કે જાણે રાધાકૃષ્ણની જોડી. સંયુક્તાએ વિચાર્યું સાગરને મારો કેવી રીતે બનાવવો ? સીમા સંયુક્તાને વિચારોમાં પડી ગયેલી જોઇને બોલી એય સંયુક્તા પાછી ક્યાં ખોવાઇ ? બાય ધ વે તું આજે ખુબ સુંદર દેખાય છે તારો આ ગુલાબી ચણીયો અને ટ્રેડીશનલ બ્લાઉઝ સાથે ખેસ તો કંઇક અનેરોજ છે જાણે તારો આજે સ્વયંવર હોય એવું લાગે છે. સંયુક્તાએ હસીને કહ્યું"અરે સીમા તું ક્યાં ઓછી સુંદર છે ? અને હા જે મેં હીરાનાં ઝુમખાં અને હીરાનો હાર કરાવેલો એ આજે જ ખાસ પહેર્યો છે એટલે તને લાગ્યું હશે મેં ખાસ આપનાં પ્રસંગે જ પહેર્યો છે.
રણજીતથી ના રહેવાયુ એણે સીમાને ટાંકીને કહ્યું અરે હીરા ઝવેરાતથી તો સારા દેખાવજ તમે પણ.. જ્યાં કુદરતી રૃપ જ મોટો શણગાર હોય એનું શું કહેવું ? સાગરની સામેજ રણજીતને ફલર્ટ કરવા પ્રયત્ન કરતા કીધું. સીમા તું પણ આજે કંઇક ઓર જ લાગે છે પ્રેક્ષકો તનેજ જોયા કરશે એવું લાગે છે. સાગરે કહ્યું "રણજીત તમારી વાત સાચી છે સાચું રૃપ અને સંસ્કારનો ઓપ કંઇક જુદોજ હોય છે અને અમારાં માટે હીરા ઝવેરાત કરતાં સંસ્કારનું ઘરેણું જ અગત્યનું છે. અને અમને અમારાં સંસ્કાર સાચવતાં અને એની રક્ષા કરતાં પણ ખૂબ આવડે છે. "સાગરે કહ્યું "હવે પ્રોગામની તૈયારી ચાલુ કરીએ ?
સંયુક્તાએ જોયું કે આ ડીબેટ લાંબી ચાલશે તો બધી બાજી બગડી જશે એણે તરતજ કહ્યું "હાં હાં ચાલો" આપણે હવે કાર્યક્રમ ચાલુ કરવાની તૈયારી કરીએ. અત્યારની ચર્ચામાં એટલું સ્પષ્ટ થઇ ગયું હતું કે રણજીત સીમાની નજીક અને વાતો કરવાનો પ્રયત્ન કરતો હતો અને એની સાથે નીકટતા સ્થાપિત કરવા માટે પ્રયત્ન કરતો હતો. સાગરને એક ઇશારે બધી ખબર પડી ગઇ હતી. સીમા ભોળી હતી કે મૂર્ખ પણ એ હજી સમજી શકી નહોતી એને એની ફ્રેન્ડનો ભાઇ મજાક કરે છે અને વાતો કરે છે એમ સરળ રીતે લઇ લીધું. સીમા સંયુક્તાનાં હીરાંના ઘરેણાં જોઇને અંજાઇ જરૂર ગઇ હતી અને સંયુક્તા ખૂબ શોભતી હતી એવું પણ એણે માર્ક કર્યું. બધાં સ્ટેજ તરફ ગયાં અને સ્ટેજ સ્ટાફને રણજીત અને સંયુક્તાએ સૂચનાઓ આપીને એલર્ટ કર્યા લાઇટીંગ, માઇક સ્પેશીયલ ઇફેક્ટસ બધુંજ સમજાવ્યૂં અને જે રીહર્સલ કરેલું એ પ્રમાણે બધુ છે જ એ ચેક કરી લીધું.
સાગર સીમા અને સંયુક્તા માટે સ્ટેજની મધ્યમાં મોટી બોક્ષગાદી એનાં ઉપર સુંદર ગાલીચો હતો પાછળ ટેકવા માટે નાનાં મોટાં તકીયાં હતાં. ત્યાં દૂર એક એનાઉન્સર -એંકર માટે ડેસ્ક હતું ત્યાંથી તે કાર્યક્રમનું સંચાલન કરે સ્ટેજ પર આગળ વિવિધ લાઇટ્રસ અને માઇકની વ્યવસ્થા હતી. આ બધા આંગળ ખૂબ સુંદર પડદો આધુનીક ટેકનીકથી સજાવેલો હતો. ચારે બાજું સુંદર ફૂલો મૂકેલાં હતાં અત્યાંધુનીક સુરક્ષા હતી. સીસીટીવી કેમેરા લાગેલાં હતાં સુગંધી અત્તરોનો સ્પ્રે કરેલો હતો એક માણસ અમુક અમુક સમયાંત્રે એ ફર્યા કરતો હતો. ઇન્સપેક્ટર સિધ્ધાર્થનાં બે માણસો સ્ટેજની આગળ સામેના દેખાય એમ અને બે માણસો ગન સાથે સ્ટેજ પાછળ ચૂસ્ત સીક્યુરીટી જાળવી રહેલાં. દરેક સ્ટાફ માણસોને ખાસ પાસ આપ્યા પછી સીક્યુરીટી ચેકીંગ ખૂબ ચૂસ્ત રીતે કર્યા પછી જ પ્રવેશ આપવામાં આવેલો. આ પ્રસંગે કોઇ કંઇજ કરી નહી શકે એવું ખૂબ ધ્યાન રાખવામાં આવેલું ક્રાઇમ બાંચનો સ્ટાફ પણ પેલેસનાં બગીચા રસ્તા ગેટ અને બહારનાં ખુલ્લા રસ્તા પર બંધોબસ્તમાં મૂકેલો હતાં.
વિરભદ્રસિંહ આ વખતની સીક્યુરીટી વ્યવસ્થા જોઇને ખૂબજ સંતોષ પામેલાં. એટલે કહ્યું હતું "કંદર્પરાયજી આ વખતની વ્યવસ્થા જડબેસલાક છે આપણી મરજી વિરુદ્ધ કોઇ પ્રવેશ નહીં કરી શકે. અને એવીજ વ્યવસ્થા હતી. બધુ ઓકે છે અને સબ બરાબરનું સિન્ગ્નલ રણજીતને મળી ગયું હતું.
રણજીતે જોયું સાગર-સીમા-સંયુક્તા બધાં જ ગાદી પર એમની પોઝિશન લઇને બેસી ગયાં છે એટલે એ એન્કરનાં ડેસ્ક પાસે આવ્યો. એણે બધાની ઉપર નજર નાંખી સ્ટેજ સ્ટાફને ઇશારામાં પૂછ્યું બધું ઓકે? સામેથી જોઇને માણસે થમ્બ બતાવી ઓકે કહ્યું "રણજીતે પોતાનો ફોન કાઢીને એક મેસેજ સેન્ડ કર્યો અને પછી સ્ટેજ પર કરટેઇન કંડક્ટરને ઇશારો કર્યો સ્ટેજ પર એકદમ રોશની પથરાઇ ગઇ અને બહાર હોલમાં રોશની આછી કરી દેવામાં આવી સ્ટેજ પરથી રોશની ફક્ત ગાયકોને એટલે કે સીમા-સંયુકતા અને સાગરને જ ફલેશ કરીને બતાવતી હતી બાકીનાં સ્ટેજ પર સાવ અંધારું હતું. કરટેઇન ખૂલતાં બધાએ સાગર-સીમા સંયુક્તાને તાળીઓના ગડગડાથી વધાવી લીધાં અને ત્યાંજ સ્ટેજપર એંકર ડેસ્ક પરથી રણજીતનો એકરીંગ કરતો અવાજ આવ્યો એનાં પર લાઇટ ફલેશ થઇ એણે સૌપ્રથમ કંદર્પરાયનું અભિવાદન કર્યું અને કોન્ગ્રેચ્યુલેશન રોયલ ફેમીલી અને એમનાં મિત્રો તરફથી કર્યું. આજનો કાર્યક્રમ એમને જ સમર્પિત છે એમ ખૂબ સારી શૈલીમાં કીધું.
સીમા અને સાગરતો આર્શ્યથી જોઇ સાંભળી રહ્યાં કે રણજીત એક્ટીંગ કરવાનો છે ? સંયુક્તાતો પોતાનાં ભાઇને આનંદ અને ગૌરવથી સાંભળી જોઇ રહી હતી કે રણજીત પણ ખૂબજ સારી રીતે બોલી શકે છે. રણજીતે આગળ કહ્યું હવે સીમા શાહ અને સાગર ત્રિવેદી ગણપતિ અને સરસ્વતી સ્તવન રજૂ કરશે એમ કહીને લાઇટીંગ એ લોકો ઉપર ગઇ અને ડેસ્ક પર અંધકાર છવાયો. આમ સતત લાઇટીંગ એરેજમેન્ટ ગોઠવવામાં આવી હતી.
સૌ પ્રથમ સાગરે એનાં ગુણીયલ મીઠાં અવાજે ગણપતિ સ્તવન ગાયું આખું વાતાવરણ જાણે પવિત્ર થયું. એનાં ઘેરાં અવાજે અને સ્તવનનાં આરોહ અવરોહ સાંભળી બધાં દંગ રહી ગયાં. બધે જ ગવાતું આ સ્તવન આવી રીતે પણ લઢણમાં ખૂબ સુંદર ગાઇ શકાય આજે જાણે જાણ્યું. બધાં ખૂબ ખુશ થઇ ગયાં. બધાએ તાળીઓનાં ગડગડાટે વધાવી લીધું. આ પછી તરતજ પાછળ સીમાએ એકદમ મીઠાં અવાજે સરસ્વતી વંદના ગાઇ અને બધાં એ સાંભળવા મંત્રમુગ્ધ થઇ ગયાં આખાં હોલમાં ટાંકણી પણ પડે તો સંભળાય એવી શાંતિ હતી અને ફક્ત સીમાનાં કંઠમાંથી નીકળી મીઠી સરસ્વતી વંદના જ સંભળાઇ રહી હતી બધાંજ એમાં જાણે એ મોહપાશમાં જકડાયાં હતાં એવું લાગતું હતું કે સરસ્વતીમાં સાક્ષાત એનાં કંઠમાં વસે છે. વંદના પુરી થઇને બધાએ તાળીયોનાં ગડગડાટથી વધાવી લીધી. વીરભદ્રસિંહતો પોતાનાં સ્થાનેથી ઉભા થઇને બોલ્યાં "વાહ દીકરી ખૂબ સુંદર" અને કંદર્પરાય અને ભાવિનભાઇ પણ ગદગદ થઇ ગયાં.
સાગર અને સીમાએ નમસ્કાર મુદ્રા કરીને બધાનો આભાર માન્ય બોલ્યાં "થેક્યુ" રણજીતે તરતજ ડેસ્કપરથી બોલવા ચાલું કર્યું સાગરના આલાપે બાબાને સાક્ષાત બોલાવ્યા અને સીમાની વંદનાને માં ને સાક્ષાત કરાવ્યા. ખૂબ જ મીઠો અને સુંદર સ્વર હતો. સીમા તમે જેટલાં સુંદર છો એનાંથી વધુ તો તમારો મીઠો અવાજ છે. કુદરતે તમને સાચેજ આશિષ આપ્યાં છે કોન્ગ્રેચ્યુલેશન.
સીમા તો વખાણ સાંભળી ખુશ થઇ ગઇ એણે કહ્યું "થેંક્યુ" સાગર અને સંયુક્તા બંન્ને સમજી ગયા કે આણે ફરીથી ચાન્સ માર્યો. સાગર પણ કંઇ બોલ્યો નહીં એણે સીમા સામે હસીને કહ્યું "કોન્ગ્રેચ્યુલેશન ડાર્લીંગ" સાચેજ ખૂબ સરસ ગાયું. સીમાએ કહ્યું "તારું વધુ મને ગમ્યું સાગરે કહ્યું થેંક્યુ સંયુક્તાએ કહ્યું સાગર સાચે જ તારો અવાજ તો કમાલ છે તારી ગાયકીમાં તેં કરેલી સંગીત સાધના દેખાઇ આવે છે. સાગરે કહ્યું થેંક્યુ પણ હવે આગળ ગીતો રજૂ કરવાનાં છે એની નોંધ રણજીત પાસે છે ? એ એન્કરીંગ કરે છે તો લીસ્ટ તો મારી પાસે છે અને સંયુક્તા તારેજ રજૂ કરવાનું હોય તો તું કરી શકે છે બાકી હું અને સીમા અમારી રીતે રજૂઆત કરતાં રહીશું.
સંયુક્તાએ કહ્યું "ભાઇ એની રીતે મેનેજ કરી લેશે. આપણે અહીંથી જ આપણાં ગીતો રજૂ કરીશું "એણે છેક છેલ્લે કહ્યું એન્કરીંગ એજ કરશે. લીસ્ટ તો એની પાસે નથી પણ કોઇ ફરક નહીં પડે જે રીતે અત્યારે કરી રહ્યો છે વાંધો નહીં આવે. એને પણ થયું કે હું ગાઇ નહીં શકું પણ એન્કરીંગ કરીને તો તમારાં સાથમાં રહું. એટલે એની લાગણી સામે હું ના ન પાડી શકી. સાગર અને સીમા બંન્ને જણાં સાથે બોલ્યાં "ઇટ્સ ઓકે" અને બંન્નેએ એકબીજા સામે જોયું સાગર કંઇક સમજાવવા ગયો પણ સંયુક્તાની હાજરીમાં બોલી ના શક્યો અને સીમા સાગર સામે જોઇ રહી પણ સમજી ના શકી.
*********
બીજો પેગ પીતાં પીતાં અક્ષયને થોડું ઘેન ચઢેલું ત્યાંજ એનાં ફોનમાં મેસેજ આવ્યો એણે વાંચ્યો અને પછી મ્રુદુ હસ્યો એણે એનાં પેન્ટનાં ખિસ્સામાંથી બીજો ફોન કાઢ્યો અને એમાંથી એક નંબર શોધીને ફોનમાંથી સેવ કરેલાં ફોટાં અને વીડીઓ સેન્ડ કર્યા પછી લખ્યું કે તું એક નંબરનો મૂર્ખ છે. આ સંયુક્તાએ તારી જીંદગી બરબાદ કરી તને રોડ પર રખડતો કર્યો એનાં લીધે તું ફસાયો કુટુંબ વગરનો થયો અત્યારે તું પોલીસમાં વોન્ટેડ છે ભાગતો ફરે છે. આમેય તારે કુટુંબ ક્યાં હતું? અને તને સાવ બરબાદ કર્યા પછી આ તારો મીઠો માલ કમીશ્નરનાં છોકરા જોડે પ્રણયનાં ફાગ ખેલે છે. આ વીડીયો તો જો કેવી એની છાતી ભીંસાવીને બેઠી છે અને તું એક હડકાયા કૂતરાની જેમ એની પાછળ હાંફતો હાંફતો ફરે છે હા...હા...હા.. તારા જેવો ભડવો કોઇ જોયો નહીં જે પોતાની પ્રિયતમાને આમ બીજા જોડે રખડતી અને જાત લૂંટાવતી જોયા કરે... હટ્ હટ્ ધિક્કાર છે તને રાંડવા.. આમ કહીને ભૂરાને અનેક ગાળો લખી ઉશ્કેરીને ફોટાં અને વીડીયો સેન્ડ કરી દીધાં. પછી ફોન સ્વીચઓફ કરી દીધો. પછી એણે ખન્ધાઇથી હસતાં ત્રીજો પેગ બનાવી પીવાનો શરૃ કર્યો. એણે સામે મેસેજ કર્યો એનાં ફોનથી રણજીતને કે "પાર્સલ પહોંચી ગયું છે હવે જોઇએ કેવો ઘડાકો કરે છે એમ કહી ફોન મૂક્યો.
*******
પ્રાર્થનાં અને સ્તવન પુરા થયાં પછી સાગરે એની આગવી છટામાં ગીતનાં બોલ કીધાં અને કહ્યું મારું આજનું આ પ્રથમ ગીત મારાં પાપાને સમર્પિત એમનું ખૂબ ગમતું ગીત રજૂ કરું છું પછી અમારાં પસંદગીનાં ગીતો રજૂ કરીશું. એમકહીને એણે પાપા તરફ એક નજર કરી અને થમ્બ બતાવીને આમ સામે અભિવાદન કર્યું.
સાગરે ખૂબ સરસ અંદાજમાં ગીત શરૃ કર્યું અને વાજિન્ત્રાઓએ પણ ખૂબ સરસ સાથ આપ્યો. એણે ગીતનાં શબ્દો ગાવાં ચાલુ કર્યા. "એક બાર મુસ્કુરા દો. હોઠોકી એક અદાએ ઓ બીજલીયા ગીરા દો... એકબાર.એકબાર... કંદર્પરાયતો ગીત સાંભળી ખૂબ આનંદીત થઇ ગયાં. એમને ખૂબ મજા આવી એમણે કૌશલ્યાબ્હેન સામે જોયું અને એમનો સમય યાદ આવી ગયો. કંદર્પરાય ત્યારે ખૂબ ખુશ આનંદમાં હોય તો કાયમ ઘરમાં આ ગીતની કડીઓ ગણગણતાં અને ગાતાં. એમણે જોયું કે સાગરનો ઘૂંડાયેલો અવાજ ખૂબ સુંદર રીતે ગીત રજૂ કરી રહ્યો છે. ગીત પુરુ થયું અને કંદર્પરાય કૌશલ્યા બ્હેન બેઠક પરથી ઉભા થઇને તાળીઓ વગાડી રહ્યાં છે. ભાવિનભાઇ સરલાબ્હેન અને અમી પણ વાહ વાહ કરીને ઉભા થઇને તાળીઓથી વધાવી રહ્યાં છે. સીમાએ સાગરનો હાથ પકડીને કહ્યું "સાગર ખૂબ સરસ ગાયુ મને એવું થયુ બસ હવે તારી સામે કાયમ હસતી જ રહું. સાગરે કહ્યું" તારા માટે તો ગાયુ છે સીમા કહે તેંતો પાપા માટે ગાયું છે. સાગરે કહ્યું પાપાને મેં આ ગીત યાદ કરાવ્યું એ કચેરી અને કામમાં રચ્યાપચ્યા રહે છે તાણમાં રહે છે ભૂલી ગયાં છે ગાવાનું એટલે એમને બધુ યાદ કરાવ્યું કે તમે પણ આ ગીત ખૂબ સરસ ગાતાં હતાં. જો કેટલા ખુશ છે બધાં. અને મેં આની પ્રેક્ટીસ કરેલી અને સરપ્રાઇઝમાં જ આ ગીત પહેલું ગાયું છે. શબ્દોતો તને જ સ્પર્શતાં હતાં. બસ હવે તો એમ કહી સીમાનાં ચહેરાથી એકદમ ચહેરો નજીક લઇ જઇને બોલ્યો ઘુંઘટ ઉઠાવવાની વાર છે અને લૂચ્ચું હસ્યો. સીમા પણ હસી પડી સંયુક્તા આ બંન્નેની ગુટર ગૂ જોયાં કરતી હતી અને અંદરને અંદર સળગી રહી હતી. એણે સીમાને કહ્યું "હવે તું ગીત રજુ કર એમ કહીને એ બંન્નેની વાત કાપીને ચૂપ કર્યાં.
લગ જા ગલે કે ફીર યે હંસી રાત હો ના હો... શાયદ ફીર ઇસ જનમમેં મુલાકાત ના હો.. લગ જા ગલે.... સીમાએ આ ગીત શરૂ કર્યું અને હોલ એકદમ શાંત થઇ ગયો. બધાં મીઠાં અવાજે કાનમાં ઉતારી આનંદ લઇ રહ્યાં. સાગર થોડો આશ્ચર્ય પામ્યો આ ગીતતો છેલ્લે ગાવાનું હતું. સીમા ગાતી જાય અને સાગરની સામે જોતી જાય હળવું સ્મિત એનાં હોઠોં પર હતું.
ફીર આપકે નસીબમે યે બાત હો ના હો શાયદ ફીર ઇસ જન્મ મે મુલાકાત હો ના હો લગ જા ગલે... સાગર એની સામે આનંદથી પ્રેમ વરસાવતો જોઇ રહેલો એનામાં પરોવાઇ રહેલો.... પાસ આઇએ કે હમ નહીં આયેંગે બાર બાર બાહેં ગલે મેં ડાલ કે હમ રો લે જાર-જાર. આઁખો મે ફીર બરસાદ હો ના હો... શાયદ.... ફીર... ઇસ... જનમમેં .... લગ જા ગલે... છેલ્લી લીટી સીમાથી ગવાઇ નહીં એનો ગળામાં ડૂમો ભરાયો અને ડૂસ્કૂ ભરાઇ ગયું.
સાગર ઉઠીને સીમાને સંભાળી લગભગ એની બાંહોમાં લઇ લીધી અને સીમા સાગરને વળગીને છૂટા મોં એ રડી પડી. સાગરે કહ્યું સીમા સીમા સંભાળ કેમ આમ? શું થયું ? અને તેં આ ગીત અત્યારે કેમ રજૂ કર્યું ? સીમાએ રડતી આંખે સાગર સામે જોયું અને બોલી મને જ ખબર નથી કે મારાંથી આ ગીત અત્યારે કેમ ગવાયું સાચે જ સાગર મને નથી ખબર પણ હોઠે આજ આવ્યું અને ગવાયું. સંયુક્તાથી આ બધું સહેવાતું નહોતું પણ છૂટકો નહોતો. એટલામાં રણજીત ગ્લાસ અને બોટલ લઇને દોડી આવ્યો ગ્લાસમાં પાણી કાઢીને સીમાને આપ્યું અને કહ્યું કેમ શું થયું ? કેમ આટલી બધી ઇમોશનલ થઇ ગઇ ? બ્હાર સરલાબ્હેન, કૌશલ્યા બ્હેન પણ ચિંતામાં પડી ગયાં અમી તો સ્ટેજ પર જ દોડી આવી. રણજીતે જોયું કે સીમાતો સાગરમાં સાવ... એ ઉભો થઇને ગયો. અમીએ કહ્યું "દીદી શું થયું કેમ આમ અચાનક ? સીમાએ સ્વસ્થ થતાં કહ્યું કંઇ નહીં તુ જા આગળ કાર્યક્મ ચલાવીએ. સાગરતું એવું સરસ ગીત રજૂ કરકે બસ રોમાન્સ છવાઇ જાય હું ખબર નહીં કેમ સાવ અધૂકડી ધીરજ વિતાવી આજે થઇ ગઇ છુ. બધું સ્વસ્થ થયાં પછી સાગરે સબ બરાબર કહીને એણે સુંદર ગીત રજૂ કર્યું.
તેરી ઉમ્મિદ તેરા ઇન્તજાર કરતે હૈ. હે સનમ હમતો સિર્ફ તુમસે પ્યાર કરતે હૈ... જાને મન હમભી તુમપે જાન નીસાર કરતે હૈ.. હે સનમ હમતો સિર્ફ તુમસે પ્યાર કરતે હૈ સાગર એવું મીઠું ડ્યુએટ શરૂ કર્યું અને સીમાએ સાથે જોડાઈને લાગણીથી તરબતર સીમા આ ગીતમાં પણ ખૂબ પરોગાઇ ગઇ એની આંખો ફરીથી હસી ઉઠી. અબ આંખોમે તુમ... અને બન્ને જણાંએ ખૂબ સુંદર ગીત રજૂ કર્યું અને બધાએ ખૂબ સરસ રીતે વધાવી લીધું.
તરતજ સાગરે બીજું ગીત ઉપાડ્યું સોંચેગે તુમ્હે પ્યાર કરે કે નહીં.. યે દીલ બેકરાર કરે કે નહીં... ખ્વાબોમેં છૂપાયા તુમકો યાદોમેં બસાયા તુમકો મીલોગે હમે તુમ જાનમ કહીં ના કહીં સોચેંગે પ્યાર કરે કે નહીં.... સાગરે આ ગીતમાં રોમેન્ટીક માહોલ બનાવી દીધો. સંયુક્તા આ ગીત સાંભળીને સાગરની દીવાની થઈ જોવા લાગી જાણે સાગર એની સામે જોઇને જ ગાઇ રહ્યો છે અને એ સાગરનો પ્રેમમાં પાગલ થવા માંડી એ સાવજ જાણે પાગલ બની રહી હતી.
સાગરે જોયું ગીત પુરુ કર્યું અને સંયુક્તાએ માઇક હાથમાં લઇને સાગરની ગાયકીનાં ખૂબ વખાણ કર્યા અને પોતાનાં સાંજીદાઓને ઇશારો કર્યો અને પોતે ગીત ગાવાની તૈયીરી કરી. અને એણે ગીત ચાલુ કર્યું. રાત બાકી... બાત બાકી... હોના હૈં જો હો જાને દો.... સોચો ના દેખો તો દેખો હો... મુઝે પ્યાર સે... અને એ ફક્ત સાગર સામે જોઇને ગાઇ રહી હતી. ગીતમાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ ખૂબ જ સરસ વાગી રહ્યા હતાં. માહોલ જાણે એકદમ મસ્તી વાળો થઇ ગયો હતો. રણજીત પણ ગીત ઉપર સ્ટેપ્સ લઇ રહેલો ઉભો ઉભો એ સીમાની સામે જોઇ રહેલો. એને પણ મસ્તી ચઢી હતી. થોડો સમય માહોલ મદમસ્ત થઇ ગયો. ગીત પુરુ થયું અને બધાએ તાળીઓથી સંયુક્તાને વધાવી લીધી. ... છેલ્લી લીટીમાં તો ખૂબ ધૂમ મચાવી એણે સુંદર ગાયું... એણે સાગરને ઇશારો કરી ગાવા કહ્યું પણ સાગેર ઇશારો કરી ના પાડી પણ સીમાએ ઇશારો કરી કહ્યું ગાને.. સાગેર એક લીટી ગાઇ હે હે.. હો હો હો... આ હા હા... હે હે હે.. આવાજ યે હૈ તો અંજામ હોગા હસીન દિવાને પરવાને મરને સે ડરતે નહીં... આ દીલરૂબા મિલતી નહીં રટેઈન ઇત્તેફાક સે રાત બાકી... બાત બાકી.. બે ઘડી તો એવું લાગ્યું કે કોઇ સવાલ જવાબ થાય છે જુગલબંધી છે પણ છેલ્લે ખૂબ જ મજા આવી વાતાવરણ હળવું થઇ ગયું.
ત્યાંજ રણજીત એન્કર ડેસ્ક પર આવીને કહ્યું હવે આ નાનકડા મધ્યાંતર માં સર શ્રી કંદર્પરાયજી કમીશ્નર સાહેબનું અભિવાદન કરવા માટે રાજા વિરભદ્રસિંહને વિનંતી કરું છું અને વિરભ્દ્રસિંહ કંદર્પરાયને હાથથી મેળવીને સ્ટેજ પર લઇ આવ્યા અને અગાઉથી તૈયારી કરેલી એ મુજબ મોટો ગુલાબનો હાર વિરભદ્રસિંહે પ્હેરાવ્યો અને કોન્ગ્રેચ્યુલેશન કહ્યું નીચે બેઠેલા બધાં મહાનભાવોએ ઉબા થઇને કમીશ્નર કંદર્પરાયજીને અભિનંદન આપ્યા.
કંદર્પરાયે વીરભ્દ્રસિંહનો આભાર માન્યો અને એમણે કહ્યું રાયજીનો એટલો પ્રેમ હોય છે કે મારાથી એમને ના જ નથી પડાતી પરંતુ હું આખાં રાજવી પરિવારનો આભાર માનું છું અને એમણે કૌશલ્યાબ્હેનને ઇશારો કર્યો કૌશલ્યાબ્હેન સરલાબહેન, અમી અને ભાવિનભાઇને લઇને સ્ટેજ પર આવ્યા. સાગર અને સીમાતો ઉપર જ હતાં કંદર્પરાયે વીરભદ્રસિંહને કહ્યું તમારાં આયોજનમાં આજે અમે લોકોએ એક સરપ્રાઇઝ આઇટમ ઉમેરી છે હું આશા રાખું છું કે તમે પરવાનગી આપશો.
વિરભદ્રસિંહે આનંદથી કહ્યું એમાં પરવાનગી શું લેવાની ? આપનું જ છે બધું આજનો દિવસ તમારો અને તમારાં કુટુંબીજનોનો જ છે કંદર્પરાયની આજુબાજુ ઉભેલાં સાગર અને સીમાને એ લોકો આગળ કર્યા અને સરલાબ્હેન અને કૌશલ્યા બ્હેને એમનાં પર્સમાંથી હીરાની વીંટી કાઢી અને એક સાગર એક સીમાને એમ એકબીજાને આપી અને બધાંના આશ્ચર્ય વચ્ચે કંદર્પરાયે માઇક સંભાળ્યું અને બોલ્યાં આજનાં આ આનંદનાં દિવસે હું આનંદનો વધારો કરુ છું અને જાહેર કરું છું કે મારો દિકરો સાગર અને ભાવિનભાઇની દીકરી સીમાનું હું આપ સહુ વચ્ચે વેવિશાળ વિવાહ નક્કી કરીને આનંદ અનુભવુ છું બંન્ને દીકરા દીકરી એકમેકને વીંટી પહેરાવીને વિધી પુરી કરે અને તાળીઓનાં ગડગડાટ વચ્ચે બધાએ આ આનંદના સમાચાર વધાવી લીધાં. સંયુક્તા અને રણજીત માટે તો આ સમાચાર હૈયામાં વાગ્યાં એમની સામે જ બધું થઇ રહેલું અને કચવાતા મને તાળીઓ પાડવી પડતી હતી.
સાગર અને સીમા તો સાચેજ આ સરપ્રાઇઝથી ખૂબ આનંદમાં આવી ગયાં અને બંન્નેએ એકબીજાને રીંગ પ્હેરાવી અને માતાપિતાનાં આશીર્વાદ લીધાં.
વિરભદ્રસિંહે કહ્યું આતો સોનામાં સુગંધ ભળી ગઇ મને આજે ખૂબ આનંદ થયો કે હું આ છોકરાઓનાં સંબંધનો સાક્ષી બની શક્યો છે ઇશ્વર સદાય તમને ખુશ અને આનંદમાં રાખે અને તમારી જોડી અતૂટ રહે. એમ કહીને એમણે આશીર્વાદ આપ્યા સીમા સાગર વીરભદ્રસિંહ અને એમનાં પત્નિને પગે લાગી આશીર્વાદ લીધા. સંયુક્તાએ પણ કચવાતા મને મોં પર ખોટું સ્માઇલ રાખી કોન્ગ્રેચ્યુલેશન કીધાં રણજીતતો ત્યાંથી ક્યાંક ગૂમ થઇ ગયો એને એનાં એક્ષપ્રેશન બતાવવા જ નહોતા.
પ્રકરણ -22 સમાપ્ત.
અહીં અક્ષયે જે ફોટા અને વીડીયો જે નંબર પર મોકલ્યા હતાં તે સેન્ડ થઇ ગયેલાં પણ રીસીવ નહોંતા થયાં એ ફોન કદાચ સ્વીચ ઓફ હતો અક્ષયને અકળા મણ થઇ રહી હતી એણે બોટલ અને ચકના બધું એકતરફ મૂકીને નીચે જવાનું મન થયું એને થયું જોઊં તો ખરો ફંકશન ક્યાં સુધી પહોચ્યું અને એ નીચે ઉતરવાનું મન કરી ઉભો થયો અને સામેજ રણજીત આવીને ઉભો.....