Mishti books and stories free download online pdf in Gujarati

મિષ્ટિ

     
              મિષ્ટિ નામની એક ખુબસુરત છોકરી. એને જોતા જ સૌ ને ગમી જાય, રૂપાળો ચહેરો ને, કર્લી વાળ, નાની નાની સુંદર આંખો , ગોરા ગોરા ગાલ ને નાની નથડીથી વધારે સુંદર લાગતું નાનું નાક અને સુંદર ગુલાબી હોઠ. આમ તો થોડી સીધી સાદી પણ સ્વભાવે ઘણી જિદ્દી એને જે પસંદ આવતું એ પોતાનું કરી લેતી.

            એની કોલેજમાં એની સાથે ભણતી એની બેસ્ટ ફ્રેન્ડ નેના. આમ તો થોડી શ્યામ પણ છતાંય  સુંદર લાગે. એને હમણાં થોડા દિવસ પહેલા જ એનો પ્રિન્સ ચાર્મિંગ એટલે કે એની કોલેજનો સૌથી હેન્ડસમ છોકરો કરન મળી ગયો. આમ તો કરન પહેલા મિષ્ટિ નો ક્રશ હતો મિષ્ટિ જ્યારે કોલેજમાં પગ મૂક્યો ને ત્યારે જ એણે પહેલી વાર કરન ને જોયો 
         પાંચ ફૂટની હાઈટ ને, સહેજ વાંકડિયા નાના વાળ. જીણી ને સહેજ ભૂરી આંખો, ને એકદમ ક્લીનસેવ રૂપાળો ચહેરો, લેધરનું ડાર્ક બ્લુ રંગનું જેકેટ ને અંદર પહેરેલું વ્હાઇટ પ્રિન્ટેડ ટીશર્ટ. ડાર્કબ્લુ રંગનું જીન્સ ને ડાર્ક સ્પોર્ટ્સ સૂઝ. હાથની આંગળીમાં ફરતી બાઇકની ચાવીઓ. એ હતો જ કોઈ ફિલ્મી હીરો ની માફક કે એને જોતા જ કોઈપણ છોકરી એના પર લટ્ટુ થઈ જાય. 
          મિષ્ટીએ આવતા ની સાથે જ કરન ને પોતાના માટે ફાઇનલ કરી નાખ્યો કે ચાહે જે થાય એ કરન મારો ને મારો જ. એટલે જ તો એ કરન પર રોજે નજર રાખતી. જો કોઈ છોકરી કરનની આસપાસ પણ દેખાતી મિષ્ટિ એને પર્સનલી મળીને ધમકાવી દેતી. 
         '' તને શરમ નથી આવતી મારા થનાર પતિ પર લાઇન મારે છે..''
          '' કોણ તારો પતિ..?''
          ''કરન બીજું કોણ, એને પહેલેથી જ મેં મારા માટે બુક કરીને રાખ્યો છે. તને ખબર છે અમારા લગ્ન બાળપણમાં જ થઈ ગયા છે આ તો કરનની યાદસ્ત જતી રહી એટલે એને કશું યાદ નથી. પણ મને બધું જ યાદ છે કે કરન જ મારો પતિ છે''
           પોતે પતિ ક્યારે બની ગયો એ વાતની તો કરન ને પણ નોહતી ખબર. જ્યારે કરન ને આ વાતની ખબર પડી કે મિષ્ટિ કોલેજમાં એના વિશે આવી અફવા ફેલાવે છે તો એણે સાફ શબ્દોમાં કહી દીધું કે 
          ''મિષ્ટિ પાગલ છે. હું એને ઓળખતો પણ નથી.''
           તો પણ મિષ્ટિ એને પામવા કોઈપણ હદે જવા તૈયાર હતી. 
         
          પણ એને ક્યાં ખબર હતી કે એની જ બેસ્ટ ફ્રેન્ડ કરન ને ફસાવી જશે. એમ જ થયું એ 
          મિષ્ટિ નું સ્ફુટી સ્લીપ થઈ ગયું ને એને એક મહિનાનો પગમાં પાટો આવ્યો એટલે એ એક મહિના સુધી કોલેજે ના જઈ શકી. 
         એક દિવસ એની બેસ્ટ ફ્રેન્ડ નેનાએ વ્હોટ્સએપ પર એને એક ગુડ ન્યુઝ આપી કે કે 
           ''હું ખરેખર ખુશકિસ્મત છું કે મને કરન જેવો હમસફર મળ્યો. તને ખબર છે કરને કાલે પુરી કોલેજની સામે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું ને મેં એને હા કહી દીધી.''
            આમ તો આ ગુડ ન્યુઝ હતી પણ મિષ્ટિ માટે આ બેડ ન્યુઝ બની ગઈ. પગમાં ફેક્ચર હતું તો પણ એ કોલેજ જવા તૈયાર થઈ.
          
         આમ તો, કરન અને નેના નો પ્રોફેશન એક જ હતો. રાઇટિંગ, કરન નોવેલ લખતો ને નેના કવિતા આમ એકજ કોલેજમાં એક જ પ્રોફેશનમાં હોવા ને લીધે એ મળતા. નેના ને કરન ની મોટી મોટી નોવેલો વાંચવામાં ખૂબ જ રસ પડતો એટલે એ કરન પાસેથી જ એની બુક્સ લઈ જતી વાંચી ને એ પાછી આપી જતી. ક્યારેક એ બે ઘડી એની પાસે બેસી એની કવિતાઓ પણ સાંભળી લેતો. આમ ધીરે ધીરે બન્ને મળતા ગયા ને ક્યારે પ્રેમ થઈ ગયો એની બન્નેને ખબર પણ ના પડી. 
           
         ફાઇનલી બન્નેએ એકબીજાને પ્રપોઝ કર્યું ને એક થઈ ગયા. એકમેકમાં ભળી ગયા.

           મિષ્ટિ જ્યારે લંગડાતી એક લાકડી ને સહારે કોલેજના કેમ્પસમાં દાખલ થઈ ત્યારે એણે દૂરથી કોલેજના એક બાંકડા પર એકબીજાને ખભે માથું ઢાળીને બેઠેલા કરન અને નેના ને જોયા. એને જોઈને મિષ્ટિ ને નેના પર એટલો બધો ગુસ્સો આવ્યો કે જઈને એ નેના ને કરન થી દુર કરી નાખે. 

        સાંજે બાલ્કનીમાં એકલી બેસી ને રડતી મિષ્ટિની આંખ સામે એ જ દ્રશ્ય આવતું હતું જે એણે કોલેજના કેમ્પસમાં જોયું હતું કરન અને નેના..
           એને થયું કે કાશ નેના કરન થી હમેશા માટે દૂર થઈ જાય. કરન નેના ને છોડી દે. 
          
       પણ કરન નેના ની ખૂબ જ કાળજી રાખતો એની ખૂબ કેર કરતો. એ જોઈને મિષ્ટિ મનોમન અંદરથી જલતી.

        એક દિવસ નેના ને આઈસ્ક્રીમ ખાવા ની ઈચ્છા થઈ ને કરન સામેથી એના માટે આઈસ્ક્રીમ લેવા ગયો ને 
          આઇક્રીમના બે કોન હાથમાં પકડી એ આવતો જ હતો સામે જ નેના ઉભી હતી. કરન નેના ને ચીડવવા ખાતર જ આઈસ્ક્રીમ ને હાથમાંથી ફેંકવાનો અભિનય કર્યો ને એ જોઈને નેના એની સામે દોડી એ જ વખતે પુરપાટ આવતી એક કારે એને ટક્કર મારી ને એ હવામાં ઉછળીને નીચે પડી. કરનના હાથમાંથી બને આઈસ્ક્રીમ પડી ગયા ને એ એની પાસે દોડ્યો. 
        એ નેના ની પાસે આવ્યો પણ ત્યાં સુધીમાં તો નેના ની આંખો હમેંશા માટે બંધ થઈ ગઈ હતી. ભીડમાં ઉભેલી મિષ્ટિએ આંસુ લૂછયા અને એક રાહત ની શ્વાસ લીધો કારણ કે હવે એનો કરન માત્ર ને માત્ર એનો જ હતો.

         જેટલી દુવાઓ અસર નથી કરતી એટલી કોઈની બદદુવાઓ અસર કરે છે. મિષ્ટિ ની બદદુવાઓ નેના ને ખાઈ ગઈ. આ એકતરફો પ્રેમ ઘણીવાર એક ખતરનાક રૂપ લઈ લે છે. બધું જ ખતમ કરી નાખે છે. 
           એ પછી મિષ્ટિ ને ના તો કરન મળ્યો કે ના એનો પ્રેમ કારણ કે નેના ના ગયા પછી એના ગમમાં, એની યાદોમાં ડૂબેલા કરને પણ સ્યુસાઇડ કરી લીધું. 

                                   સમાપ્ત 

             
Mo.. 7383155936
Email I'd.. pnmakwana321@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED