નથણી ખોવાણી - પ્રકરણ-૨૯ Komal Joshi Pearlcharm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નથણી ખોવાણી - પ્રકરણ-૨૯

 ( પાંચ વર્ષ પછી ) 

        આંતરરાષ્ટ્રીય  મહિલા દિવસ  ઉજવણી    માં  સમાજ  ની અગ્રણી  મહિલા ઓ ને  પુરસ્કૃત કરવા માં આવી રહી હતી .

  " હવે   ' મહિમા નારી સંસ્થા ' નાં સંસ્થાપક  ને સ્ટેજ પર   આમંત્રિત કરીએ છીએ .  એમણે   એ  સંસ્થા  દ્વારા  મહિલા સશક્તિકરણ માં ખુબ જ  મોટુ યોગદાન આપ્યું છે . તો તેમનું તાલીઓ થી સ્વાગત કરીએ ;  આકાંક્ષાબહેન !  પ્લીઝ સ્ટેજ પર પધારો. "   કહી કાર્યક્રમ ના  એન્કરે  આકાંક્ષા ને સ્ટેજ પર બોલાવી.  આકાંક્ષા પોતાની સાથે દમયંતી બહેન ને પણ સાથે  સ્ટેજ પર લાવી .  આકાંક્ષા નું  ફૂલો નાં ગુચ્છા થી સ્વાગત  કરવા માં આવ્યું  ત્યારે એણે દમયંતીબહેન ને હાથ પકડી આગળ કર્યાં . ફૂલ નો ગુચ્છો લીધો એની સાથે  દમયંતીબહેન ગળગળા થઈ ગયા. તેઓ સ્ટેજ પર થી   નીચે ઉતર્યા અને ખૂબ જ ખુશી સાથે એ ગુલદસ્તો ભરતભાઈ ને બતાવ્યો . 

"  આકાંક્ષા બહેન તમે આજે કેવું અનુભવી રહ્યા છો? તમારા વિચારો અમારી સાથે  વહેંચવા વિનંતી ! " કહી પ્રોગ્રામ નાં  સંચાલકે આકાંક્ષા નાં હાથ માં માઈક આપ્યું .  

" નમસ્કાર !   સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો !  તથા  આજ નાં આ પ્રસંગ માં હાજરી આપનારા તમામ પ્રેક્ષકો અને મારા વ્હાલી સહેલીઓ તથા  મિત્રો   !!!  

મને આજે આપની સમક્ષ મારા વિચારો રજૂ કરવા  ની  તક  આપવા બદલ  સર્વે નો હ્રદયપૂર્વક  ખૂબ ખૂબ આભાર !  

      'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ' અને એ  નિમિત્તે મહિલાઓ  નું ' સશક્તિકરણ '  .  સૌ પ્રથમ તો  મને પૂછવા માં આવ્યું હતું કે હું   કેવું અનુભવી રહી  છું .   સારું તો   કેવી રીતે  અનુભવું ???   હું  આ પુરસ્કાર ની વાત નથી કરતી . આ પુરસ્કાર તો સર આંખો પર છે . આ પુરસ્કાર તો મારા જેવી કેટલીય મહિલાઓ  માટે  પ્રેરણાદાયી  નીવડશે . પરંતુ હું  '   મહિલા સશક્તિકરણ  ' શબ્દ ની વાત કરી રહી છું .  ' શક્તિ નું  તો વળી કેવું સશક્તિકરણ '  !!!!  

           પરંતુ આપણી સ્ત્રીઓ ની હાલત પેલા પ્રાણી સંગ્રહાલય માં રાખેલા હાથી જેવી છે. જે હાથી પોતાની શક્તિ થી આખું વૃક્ષ ઉખાડી ફેંકી શકે છે ; એજ હાથી ફક્ત એક નાના સા લાકડા નાં  બંધને ઉભો છે. કારણ જાણો છો !! ??? કેમ કે એ હાથી ને એની શક્તિ  થી અજાણ રાખવા માં  આવે છે .  અપાર શક્તિ નાં ભંડાર ને સિમિત કરી દેવા માં આવે છે. નાનપણ થી જ  સ્ત્રીઓ ને એવી રીતે   કેળવવા માં આવે છે કે  એની જિંદગી હંમેશા બીજા પર આશ્રિત છે.   પહેલાં  પિતા  અને પછી પતિ  તથા   સાસરી પક્ષ ઉપર  નિર્ભર  રહેવું એ જ એમની નિયતી છે, એવા   સંસ્કાર આપવા માં આવે છે .  હું આ સંસ્કાર નો વિરોધ નથી કરતી. મેં પણ મારી આટલી જિંદગી એજ સંસ્કાર સાથે વિતાવી છે.  પરંતુ એ  કેળવણી ને સિમિત કરી ને  જીવવું એ જિંદગી નથી , એવું મારું માનવુ છે.  

            આજે હું આ કાર્ય ફક્ત અને ફક્ત મારા સાસુજી નાં લીધે કરી શકી છું . એમનાં સાથ સહકાર  નાં લીધે જ હું આગળ શિક્ષા પ્રાપ્ત કરી શકી , પગભર થઈ બીજી ઘણી સ્ત્રીઓ ને પગભર થવા મદદરૂપ થઈ શકી. જીવન નાં અણગમતા વમળો માં ફસાયેલી સ્ત્રી ઓ ની સહાય બની શકી.  મારાં સાસુ એ  ફક્ત એક જ પગલું આગળ ભર્યું . એક મા જેમ   દિકરી ને સપોર્ટ  કરે  એમ સપોર્ટ કર્યો  મને . આ સ્ટેજ પર થી હું એમનો આભાર વ્યક્ત કરવા માગું છું . અને બીજી ઘણી સ્ત્રીઓ ને  પ્રાર્થના કરું છું કે તમે પણ શક્ય હોય ત્યાં તમારા ઘર ની દરેક સ્ત્રી ને આવો સાથ આપી શકતા હોય તો જરૂર થી આપજો. કારણકે જો એક સ્ત્રી જ સ્ત્રી  ને સહાય નહીં કરે તો પછી પુરુષો ઉપર   આંગળી ચીંધવા નો કોઈ જ મતલબ નથી. 


         આ સ્ટેજ પર ઉભા રહી ને  હું  સર્વે બહેનો  ને  એક જ પ્રાર્થના કરું છું કે  તમારી જિંદગી માં જ્યારે પણ કોઈ ઉતાર ચઢાવ આવે તો ડગ્યા વિના  ચાલતાં રહેજો . કારણકે જ્યારે એક  માર્ગ બંધ થાય છે ત્યારે બીજો ખુલે છે બસ તમારે એક કદમ ઉઠાવવા ની જરૂર હોય છે , બસ જરુર છે ‌તો હિંમત થી સામનો કરવા ની .!!!! 


           એ સાથે   હું  આ સંસ્થા  સ્થાપિત કરવા માટે  સહાયક ડૉ. સિદ્ધાર્થ , જે  ખૂબ જ પ્રખ્યાત સર્જન છે , ગૌતમ ભાઈ જે વરિષ્ઠ પત્રકાર છે તથા  આ કાર્ય  કરતા કરતા અમે ખૂબ સારા મિત્રો બની ગયા એ ફેમસ સાયકોલોજિસટ  ડૉ. શિવાલી. આપ સૌ નો હું હ્રદયપૂર્વક આભાર  માનુ છું . આપના સૌ નાં સાથ સહકાર વગર આ કાર્ય કરવું મારા માટે  અશક્ય જ હતું. "

         

           કહી આકાંક્ષા એ સૌ સમક્ષ હાથ જોડી આભાર વ્યક્ત કર્યો .   તાલી ઓ નાં  ગડગડાટ થી આખો હૉલ ગુંજી ઉઠ્યો અને  સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું .  આકાંક્ષા ની આંખો માં ખુશી ના આંસુ આવી ગયા . એક દિવસ હતો કે આકાંક્ષા  એ પોતાના પર થી વિશ્વાસ  ગુમાવી દીધો હતો‌ અને આ   દિવસ જ્યારે  એ‌ હિંમત અને વિશ્વાસ ગુમાવેલી હજારો  સ્ત્રી ઓ નું માર્ગદર્શન કરી રહી હતી . 

                સ્ટેજ પર થી નીચે ઉતરી , મોક્ષ અને મોક્ષા ને ગળે વળગાડી  દીધાં.  હૉલ  માં થી  ધીરે ધીરે લોકો વિખરવા લાગ્યા .  અભિનંદન પાઠવવા  વારા ફરતી લોકો આવી રહ્યા હતાં .  એક વખત  ની સામાન્ય જીવન જીવતી આકાંક્ષા ત્યારે એક સેલિબ્રિટી બની ગઈ હતી . સિદ્ધાર્થ અને શિવાલી પણ આકાંક્ષા ને મળીને  પોત-  પોતાના ઘર તરફ જવા છુટા પડ્યા.  ગૌતમ  લગભગ વડોદરા જ  રહેતો હતો અને  મુંબઇ આવીને સંસ્થા ને  મદદરૂપ થતો હતો,   માટે  તે પણ વડોદરા જવા માટે રવાના થયો .  સૌ ઘરે  પહોંચ્યા .  આકાંક્ષા ખૂબ જ સંતોષ નો અનુભવ કરી રહી હતી . આટલા વર્ષો પછી એની મહેનત જાણે રંગ લાવી હતી .  એટલા માં મોબાઈલમાં મેસેજ આવ્યો .  આકાંક્ષા એ  મોબાઈલ હાથમાં લીધો અને જોયું તો અમોલ નો મેસેજ હતો . 

' કોંગ્રેચ્યુલેશન્સ આકાંક્ષા ! 

  '  થેન્ક્યુ સો મચ અમોલ  !'  લખી ને આકાંક્ષા એ  ફોન ને સાઇડ પર મૂકી દીધો . પહેલાં તો એની આંખો અમોલ  ની યાદ થી  હંમેશા ભરાઈ આવતી હતી . પરંતુ એ દિવસે આકાંક્ષા  સંતોષ ની પરાકાષ્ઠા એ પહોંચી ગઈ હતી અને તેથી જ એના ચહેરા પર એક મીઠું સ્મિત ફરકી આવ્યુ.  ફરી  મેસેજ આવ્યો,  આકાંક્ષા એ ફોન ઉઠાવ્યો, જોયું તો તેની  સહેલી નેત્રા નો મેસેજ  હતો . 

' Hi Akansha ! How are you. I am in Mumbai. Can we meet ?

' Hi Netra !  I am fine . How about you .  sure ! we can meet tomorrow . ' 

પછી આકાંક્ષા  મોક્ષ અને મોક્ષા  સાથે  રમવા લાગી. ફૂરસદ ની પળો માં આકાંક્ષા હંમેશા એમની સાથે એમની મનગમતી રમત રમતી હતી .  બીજા દિવસે  મોલમાં નક્કી કરેલી જગ્યા એ આકાંક્ષા  નેત્રા ની રાહ જોઈ રહી હતી  .  નેત્રા વ્હાઈટ ટ્રાઉઝર અને પર્પલ ટી-શર્ટ માં ખૂબ જ સુંદર લાગતી હતી .  આકાંક્ષા ને જોઈને દૂરથી હાથ કર્યો ,  આવી ને જોરથી ભેટી પડી .  

" ઓહ ! આકાંક્ષા કેટલા વર્ષે મળ્યા આપણે . !!! " 

" હા નેત્રા !   તું સમય કાઢીને મને મળવા આવી !  બહુ ગમ્યું મને  . " આકાંક્ષા એ કહ્યું.

" હા ! આ વખતે તો ‌ મેં નક્કી કર્યું જ હતું કે મળવું છે  આપણે . " નેત્રા એ કહ્યું . 

"    ચાલ , કોફી  નો ઓર્ડર કરીએ  ! " નેત્રા એ કહ્યું . 

" દો કેપેચીનો ! " આકાંક્ષા એ  વેઈટર ને બોલાવી ને કહ્યું , અને બન્ને વાતો માં  વળગી ગયા . 

 " તો ,  બતાવ  !  કેવી ચાલે છે તારી જિંદગી  ! " આકાંક્ષા એ  નેત્રા ને  પૂછ્યું.

 " સરસ   ! ખૂબ સરસ ! લંડન માં ગુજરાતીઓ ઘણા  છે  એટલે પરાયુ  લાગતું જ નથી  . જૉબ કરું છું .  અહીં મારા ફોઈજી ને ત્યાં લગ્નમાં આવી હતી . તારા ઘરે ગઈ હતી   ત્યારે  માસી એ  તારો નંબર આપ્યો હતો .  આટલા   સમય થી તો તું કોઈ પ્રકાર નાં  કોન્ટેક્ટ   માં હતી જ નહીં  . "  નેત્રાએ કહ્યું . 

" હા ! આજકાલ મોક્ષ અને મોક્ષા માં  જ ગુથયેલી રહું છું અને વચ્ચે થોડો  સમય કાઢીને સમાજ સેવા માં લાગી જાઉ છુ .  "  આકાંક્ષા કહ્યું.

" અને જીજુ શું કરે છે ?" નેત્રા એ પૂછ્યું.

" મજામાં ! એકદમ મજામાં ! " આકાંક્ષા એ ટૂંક માં જવાબ આપતા કહ્યું. 

" માસી તારી ખૂબ ચિંતા કરતા હતા . " નેત્રા એ આકાંક્ષા નાં હાથ પર હાથ મૂકતાં કહ્યું .

" ઓહ ! તો તું એટલે મને મળવા આવી છે ?   મારી મમ્મી એ કહ્યું હશે મને ખાસ મળવા નું !!!!  " આકાંક્ષા એ સહેજ નારાજ થતાં કહ્યું .

"  શું યાર તું પણ ! હું એટલે કાંઈ મળવા નથી  આવી  તને !!!…  હું મારી સહેલી ને મળવા આવી છું.  આટલા વખત પછી મળીને શાંતિ થી બેસવા નો  , વાત કરવા નો ચાન્સ મળ્યો છે .  બસ એ ચાન્સ લેવા આવી છું . પ્લીઝ મને મિસ અન્ડરસ્ટેન્ડ ના કર. હા ! મને  જો  પોતાની સમજતી હોય !  તો તું મારી સાથે તારા દિલ ની વાત કહી શકે છે, શેર કરી શકે છે .  " નેત્રા પોતાનો હાથ આકાંક્ષા નાં ગાલ પર પ્રેમ થી મૂકી ને બોલી. 

 " એવું નથી .  પરંતુ એ વિષય પર વાત કરવા નો  કોઈ મતલબ નથી. " આકાંક્ષા એ વાત ટાળે જ જતી હતી . 

" વધારે કંઈ નહીં પૂછું ; બસ એટલું જ પૂછું છું કે તારી આગળની જિંદગી વિશે શું વિચાર્યું  છે ? "  નેત્રા એ કહ્યું . 

 " સાચુ કહું ને તો મોક્ષ  અને મોક્ષ આ જ હવે મારી જીંદગી છે અને  હું સમાજ કલ્યાણ કાર્ય  કરું છું,  એમાં મને બહુ આનંદ અને સંતોષ મળે છે. તકલીફ માં રહેલી સ્ત્રી ઓ ને સહાય કરવા થી મારુ મન પ્રફુલ્લિત થઈ જાય છે અને તેથી જ મને કોઈ પ્રકાર ની ફરિયાદ કરવા ની ઈચ્છા નથી થતી . બીજી સ્ત્રી ઓ ની દુ:ખ -  તકલીફ આગળ મારું દુઃખ તો કશું જ નથી .  એના થી આગળ  મેં  કશું વિચાર્યું જ નથી . " આકાંક્ષા એ કહ્યું. 

" આકાંક્ષા !  મારે તને સલાહ આપવી જોઈએ કે નહીં , એ ખબર નથી .  તુ આમ તો બહુ સમજુ છે.  છતાં પણ એટલું કહીશ કે જો  જીજુ એ  એમની જિંદગી વિશે વિચાર્યું હોય તો  તને જિંદગી જીવવાનો હક નથી ?  તારે પણ તારા બીજા લગ્ન વિશે વિચારવું જોઈએ . 

" ના  ! નેત્રા !  મારે બીજા લગ્ન નથી કરવા ."  આકાંક્ષા એ  કહ્યું. 

" પરંતુ આમ  કેમ તું આખી જિંદગી  કાઢીશ ??? . તું જરા વિચાર તો કર !!! જયારે  મોક્ષ  અને મોક્ષા એમની  જીંદગી માં વ્યસ્ત થઈ જશે ત્યારે  તને એકલવાયું  નહિ લાગે ???  તને એવું નહીં  લાગે કે મારે પણ કોઈ જીવનસાથી હોય ;  જેની સાથે તું  એક સારો સમય વિતાવી શકું ? " નેત્રા એ આકાંક્ષા ને સમજાવતા કહ્યું. 

" હા ! નેત્રા  ! એક ક્ષણે મારા મન માં એ વિચાર આવ્યો હતો . પરંતુ ….. " કહી આકાંક્ષા અટકી ગઈ. 

"પરંતુ ? પરંતુ શું ?  " નેત્રા એ અધિરાઈ થી પૂછ્યું  અને આકાંક્ષા  જાણે કોઈ વ્યથા છુપાવવા નો પ્રયત્ન કરી રહી હોય એમ ચૂપ જ રહી . 

(ક્રમશઃ)