આજે પ્રાચીને જોવા છોકરાવાળા આવવાનાં હોય છે પ્રાચીના આગ્રહ કરવાથી અર્ચના પણ એમના ઘરે આવે છે. મહેમાન આવી ગયા હોય છે. થોડી ઔપચારિક વાતો કર્યા પછી અર્ચના પ્રાચીને લઈને હોલમાં આવે છે. ચા - નાસ્તાને ન્યાય આપી બધા છોકરા છોકરીને એકલામા વાત કરવા મોકલે છે. અર્ચના અને રુચી બંનેને પ્રાચીના રૂમમાં લઈ જાય છે. અર્ચના પ્રાચીના કાનમાં ધીરેથી કહે છે, " જે પૂછવું હોય તે પૂછી લેજે. " અને હસીને રુચી સાથે બહાર નીકળે છે
પ્રાચી અને વિક્રમ એકબીજાની પસંદ નાપસંદ અભ્યાસ શોખ વગેરે વિશે પૂછે છે. પછી વિક્રમ કહે છે, સાચુ કહુ તો તારો ફોટો અને બાયોડેટા જોઈને જ મે તને પસંદ કરી લીધી હતી. આ મુલાકાત તો બસ એક formalities હતી. હવે તારી ઈચ્છા શું છે તે જણાવી દે. પ્રાચી શરમાયને નીચુ જોઈ જાય છે. પછી વિક્રમ તરફ નજર કરીને કહે છે મને પણ તમે પસંદ છો પણ છેલ્લો ફેંસલો મારા પરિવારનો હશે. એ લોકો જે નિર્ણય લેશે એ મને મંજૂર રેહશે. વિક્રમ કહે છે, તો ચાલો નીચે જઈએ અને બંને નીચે આવે છે.
બંનેના ચેહરા જોઈને ઘરવાળાંને ખ્યાલ આવી જાય છે કે બંને એ એકબીજાને પસંદ કરી લીધાં છે. વિક્રમના પિતા કહે છે સુભાષભાઈ અમને અને વિક્રમને તો પ્રાચી પહેલેથી જ પસંદ છે હવે તમે પ્રાચીને પૂછી જૂઓ તો પછી આપણે વાત આગળ વધારીએ. સુભાષ ઈશારાથી આશુતોષને પ્રાચીને પૂછવાનું કહે છે. આશુતોષ પ્રાચી પાસે જાય છે અને કહે છે,જો પ્રાચી અમને તો વિક્રમ ઘણો પસંદ છે એનો પરિવારવાળા પણ સારા છે, પણ અમારા તરફથી તને કોઈ દબાણ નથી જો તારી મરજી હોય તો જ અમે આગળ વધીશું માટે જે પણ તારા મનમાં હોય એ કહી દે. પ્રાચી માથું હલાવીને હા કહે છે. અને બધાં ખુશ થઈ જાય છે.
વિહાન અર્ચના પાસે આવીને કહે છે " મમ્મી ચાલો હુ તમને કંઈક બતાવું. "
અર્ચના : હા બેટુ થોડીવાર પછી આવુ અત્યારે મારે પ્રાચી ફોઈ સાથે થોડી વાત કરવી છે.
વિહાન : ok પણ જલ્દી આવજો નહી તો એ બર્ડ ઊડી જશે.
અર્ચના : હા હમણા આવી.
વિહાન દોડતો દોડતો ફરીથી રેયાંશ સાથે રમવા ચાલ્યો જાય છે. ત્યાં જ વિક્રમના મમ્મી કહે છે " તમારો બાબો તમારા કરતા તમારી વાઈફ સાથે વધુ એટેચ છે. એમ છોકરો એની માંનો જ વધુ લાડકો હોય છે. " આ સાંભળી અર્ચના ક્ષોભિત થઈ જાય છે. અને હુ વિહાન પાસે જઉ છું એમ કહી ત્યાંથી ચાલી જાય છે.
કંચનબેન : ( વિક્રમના મમ્મી ) કેમ શું થયું !!! અર્ચનાને મારી વાતનું કંઈક ખોટું લાગ્યુ ?
કમળાબેન : અરે ના ના એવું કંઈ નથી. અર્ચના તો ઘણી સમજુ છોકરી છે. પણ એ આશુની પત્ની નથી કે વિહાનની માં નથી. અને તેઓ કંચનબેનને બધી વાત કરે છે.
કંચનબેન : માફ કરજો કમળાબેન મને આ વાતની ખબર નહતી. વિહાન અર્ચનાને મમ્મી જ કહે છે એટલે મને લાગ્યું કે તે આશુતોષની પત્ની છે. અને ખરૂ કહુ તો બંને સાથે ખૂબ જ સરસ લાગે છે. જાણે તેઓ એકબીજા માટે જ બન્યા હોય.
કમળાબેન : મને તો અર્ચના પહેલી નજરમા જ ગમી ગઈ હતી. પણ મારો આ દિકરો માને તો ને. એને કેટલું સમજાવ્યો પણ તે બીજા મેરેજ કરવા જ નથી માંગતો.
કંચનબેન : અર્ચના પાસે જાય છે અને કહે છે, બેટા માફ કરજે મને ખબર નહતી માટે તે બધુ બોલાય ગયુ.
અર્ચના : ના માસી એવુ કંઈ નથી અને તમે માફી ના માંગો. આ તો તમે એકદમ અચાનક કહ્યુ એટલે હું થોડી નર્વસ થઈ ગઈ. બાકી ખરેખર મને કંઈ જ ખોટું નથી લાગ્યું.
કંચનબેન : બેટા તું ખરેખરખૂબ સમજુ છે. તારા જીવનમાં જે પણ આવશે એ ખૂબ ભાગ્યશાળી હશે.
આ બાજુ આશુતોષ બધું સાંભળતો હોય છે અને એ કંઈક નકકી કરે છે .
પ્રાચી અને વિક્રમે એકબીજાને પસંદ કરી લીધાં હોવાથી બંનેનો પરિવાર રૂપિયાવિધી કરી સંબંધ પાક્કો કરે છે અને એક અથવાડિયા પછી સગાઈ અને બે મહિના પછી મેરેજ નક્કી કરે છે. અને વિક્રમનો પરિવાર વિદાય થાય છે. આ બાજુ અર્ચના પણ થોડીવાર પછી ઘરે જવા નિકળે છે. પ્રાચી તેને બીજે દિવસે સગાઈની શોપિંગ કરવા માટે સાથે આવવા કહે છે. અને બીજા દિવસે મળવાનું નક્કી કરી તે જાય છે. થોડા દિવસ આમ જ સગાઈની ખરીદીમા નિકળે છે.
કંચનબેન અને કમળાબેન આશુતોષના મનમાં શું છે એ જાણવા માટે એક યુક્તિ વિચારે છે. આવતી કાલે છે એ પ્રમાણે કમળાબેન કહે છે, આશુ, કંચનબેનનો ફોન હતો એમણે અર્ચના માટે એક છોકરો જોયો છે છોકરો અમેરીકામાં સોફ્ટવેર એન્જીનીયર છે. કાલે એ લોકો સગાઈમા આવવના છે. જો બંને એકબીજાને પસંદ કરી લે તો એ લોકો તરત જ મેરેજ કરી અર્ચનાને પણ સાથે અમેરિકા લઈ જશે. હું હજુ પણ કહુ છુ જો તારા દિલમાં અર્ચના માટે જરા પણ લાગણી હોય તો હમણા જ મોકો છે નહી તો બહુમોડુ થઈ જશે. પછી તો બસ પસ્તાવાનો વારો આવશે.
આશુતોઆશુતોષ એના રૂમમાં ચાલ્યો જાય છે કમળાબેનની વાત સાંભળીને આશુતોષ બેચેન થઈ જાય છે. ઘણા મનોમંથન પછી એ એક નિર્ણય લે છે. અને હોલમાં આવી કમળાબેન હમણા આવુ છુ કહી બહાર નીકળી જાય છે.
આશુતોષના ગયા પછી કમળાબેન કંચનબેનને ફોન કરે છે અને કહે છે.
કમળાબેન : કંચનબેન લાગે છે આપણો પ્લાન સફળ થઈ જશે. મારી વાત સાંભળીને આશુ હમણા જ બહાર ગયો છે. મને તો લાગે છે એ અર્ચનાને પોતાના મનની વાત કરવા જ ગયો છે.
કંચનબેન : આ તો ઘણી સારી વાત કેહવાય આજે તો વિહાનને એની મમ્મી હંમેશા માટે મળી જશે.
કમળાબેન : જો આવુ થાય તો આજે મારાથી ખુશ કોઈ નહી હોય. સારુ તો હવે હુ મૂકું જલ્દીથી તમને ખુશખબરી આપીશ. શુભરાત્રી.
કંચનબેન : હા હુ તમારા ફોનની રાહ જોઈશ. શુભરાત્રી.