Second chance - 1 books and stories free download online pdf in Gujarati

સેકેન્ડ ચાન્સ - ભાગ 1

તો અર્ચના આ વખતે ક્રિસમસ પર ક્યા જવાની છુ ?હું તો દર વખતની જેમ આ વખતે પણ મુંબઈ જ જવાની છું. અર્ચના રિચા એ પૂછાયેલા સવાલનો જવાબ આપે છે. 

   
                                                                                                                 શું યાર દર વખતે બોમ્બે જ જાય છે. તને કંટાળો નથી આવતો !

                                                                                                                            ના યાર ત્યાં બેન-જીજુ અને ક્રીશ સાથે બહુ મજા આવે છે. બેન અને જીજાજી મારો ખૂબ ખ્યાલ રાખે છે. બેન રોજ મારા માટે નવી નવી ડીશ બનાવે છે. અને ક્રીશ તો મહીના પહેલાથી દિવસ ગણવા લાગે છે કે ક્યારે માસી આવશે. અને અમે કંઈ એક જ જગ્યા પર ફરવા નથી જતા. દર વખતે અલગ અલગ જગ્યા પર ફરવા જઈએ છીએ અને હુ બોમ્બે ફક્ત ફરવા જ નથી જતી. આખુ વર્ષ નોકરી કરીએ છીએ તો મન અને શરીરને આરામ તો જોઈએ કે નહી. બેન અને જીજાજી સાથે હુ મારા હર સુખ દુ:ખ શેર કરી શકુ છું. આ ચાર પાંચ દિવસમાં તેઓ મને આખા વર્ષનો લાડ લડાવે છે. જીજાજી મારી બધી જ ઈચ્છા પૂરી કરે છે. હું જ્યાં કહુ ત્યાં ફરવા લઈ જાય છે.

                                                                                પણ અર્ચના આમ બેન-જીજાજીને આધારે ક્યા સુધી જીંદગી વિતાવીશ. મારા ખ્યાલથી તો તારે બીજા મેરેજ માટે વિચારવું જોઈએ જયારે જીવનની સંધ્યાએ કોઈ સાથીની જરૂર પડશે ત્યારે તારી આજુબાજુ કોઈ નહી હોઈશ ત્યારે તુ એકલી પડી જઈશ. બેન પણ એમના પરિવાર મા વ્યસ્ત થઈ જશે ત્યારે તને  એક સાથીની કમી મેહસુસ થશે.

                                                                                    રિચા હુ મારી જીંદગીથી ખુશ છું. જ્યા સુધી મારો પરિવાર મારી સાથે છે ત્યાં સુધી મારે કોઈની જરૂર નથી. મે એકલતાને જ મારી સાથી બનાવી લીધી છે. મને નથી લાગતુ કે હવે હું બીજા કોઈ પર વિશ્વાસ કરી શકીશ. so my dear friend  I am happy with my lonless and believe me I am enjoying my freedom.

                                                                                                       ફક્ત પરિવારના સહારે જીંદગીનો સફર નહી ખેડાય અર્ચના. અત્યારે તુ યુવાન છે. જીંદગી જીવવાનો થનગનાટ છે. પણ  ઢળતી ઉંમરમાં તને કોઈના સાથની જરૂર પડશે. પરિવાર તો હંમેશા આપણી સાથે હશે જ. પણ આપણા દિલની વાત આપણે બધા સાથે નથી કરી શકતા. ઘણી એવી વાત હોય છે જે આપણે આપણા પરિવાર સાથે નથી કરી શકતા. અહીં હુ શારીરિક જરૂરિયાતની વાત નથી કરતી પણ  જીવનના એક મુકામ પર આપણુ મન કોઈનું સાનિધ્ય ઈચ્છે છે. જેનો હાથ પકડી આપણે જીવનની કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ. જેની સાથે પોતાના સુખ દુ:ખ વહેંચી શકીએ છીએ એટલે જ કહુ છુ કે તું પણ જીવનમાં આગળ વધ.

                                                                                      અરે તે તો લાંબુ લચક ભાષણ આપી દીધું. પણ સાચુ કહું તો તારી વાતને સારી રીતે સમજુ છું. પણ હું શું કરું? હું કોઈની પર વિશ્વાસ જ નથી કરી શકતી. કોઈને નજર મા જ નથી સમાવી શકતી તો દિલમા કેવી રીતે સમાવી શકું.

                                                                                                                  હા યાર હું બધું સમજુ છું. તે ઘણી યાતનાઓ વેઠી છે. પણ ભૂતકાળને ભૂલી ને આગળ વધીશુ તો જ આપણું ભવિષ્ય સુખમય રેહશે. મને ખબર છે કે મારી વાતો અત્યારે તને નકામી લાગશે પણ મને પ્રોમિસ કર કે જયારે પણ કોઈ તારા દિલ પર દસ્તક દેશે ત્યારે તુ તારા દિલના દરવાજા જરૂરથી ખોલશે. પોતાની જીંદગીને બીજી તક જરૂર આપશે.

                                                                                   હા મારી માં હુ મારી જીંદગીને સેકેન્ડ ચાન્સ જરૂર આપીશ.i promiss પણ અત્યારે તો તારે મને ઘરે જવાની રજા આપવી પડશે જો ઓફિસમાં પ્યુન અને આપણા બે સિવાય બધા ચાલ્યા ગયા છે. મને પણ મોડુ થાય છે.

                                                                                                                        અર્ચના 32 વર્ષની મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી independed યુવતી છે. લગ્ન  બાદ પતિ અને સાસરિયાની જોહુકમી અને ગુલામી સહન કરવા કરતા તેનાથી અલગ થવાનું તેણે પસંદ કર્યુ. પહેલા તેના સાસરિયા ઘણુ બધું જુઠું બોલ્યા હતા જેની તેને મેરેજ પછી જાણ થઈ હતી પણ  મેરેજમાં આવા નાના મોટા compromise  તો કરવા જ પડે છે એમ વિચારી તે લેટ ગો કરતી રહેતી પણ જ્યારે એના પતિએ એના ચરિત્ર પણ સવાલ ઊઠાવ્યો ત્યારે તેણે પોતાના આત્મસન્માનને  આગળ રાખતા એનાથી અલગ થવાનું પસંદ કર્યુ. તેના પરિવારમાં તેના મમ્મી - પપ્પા,ભાઈ-ભાભી,બહેન - જીજાજી બધા જ હતા. અને તેઓ તેને ખૂબ પ્યાર પણ કરતા. તે દેખાવે સામાન્ય,એસી ટકા યુવતીઓ જેવી જ સામાન્ય. કોઈ અપ્સરા કે હિરોઈન જેવી સુંદર નહી. પણ ભારતીય યુવતીઓમાં હોય એવી નજાકત અને કામણ તેનામાં જરૂર હતા. લગ્નજીવનમાં કડવા અનુભવને કારણે તે થોડી અંતર્મુખી થઈ ગઈ હતી. ખાસ કરીને પુરુષો સાથે તે વધુ વાત નહી કરતી. ઓફિસમાં પણ તે પુરુષસ્ટાફ સાથે બસ કામ પૂરતી જ વાત કરતી. પણ એ ઘટનાથી એ તૂટી તો નહી જ ગયેલી. તે ઘરવાળાં સાથે અને  સહેલીઓ સાથે ખૂબ હસી મજાક કરતી. દરેક તહેવાર ઉમંગથી મનાવતી. તે માનતી કે એક incident થી કંઈ જીંદગી ખતમ નથી થઈ જતી. જીવન તો ચાલ્યા જ કરે છે. તો પછી એક વાતને જ પકડી રાખીને દુ:ખી થવા કરતાં લાઈફને બીજી તક આપીને દીલ ખોલીને જીવવું જોઈએ.

                                                                               * * * * * * * * *

                                                                                                  વધુ આવતા ભાગમાં       

બીજા રસપ્રદ વિકલ્પો