Second chance - 8 books and stories free download online pdf in Gujarati

સેકેન્ડ ચાન્સ - ભાગ 8

 

રસ્તામાં પ્રાચી અર્ચના અને કમળાબેનની વાતો ચાલ્યા કરે છે. વાતો વાતોમાં એમની વાત ભૂત - પ્રેત તરફ વળે છે. કમળાબેન ઘણી બધી ભૂતોની ઘટનાઓ કહે છે. અર્ચનાને ભૂતની બહુ બીક લાગતી હોય છે. પણ તે બતાવતી નથી. પણ થોડી થોડી વારે પોતાની બંને હથેળી મસળતી હોય છે. જે આશુતોષના ધ્યાનમાં આવે છે. અને એને ખ્યાલ આવે છે કે અર્ચનાને બીક લાગે છે. 

અચાનક આશુતોષ જોરથી ગાડીને બ્રેક મારે છે. આમ અચાનક જોરથી બ્રેક લાગવાથી ગાડી ઝટકા સાથે ઊભી રહી જાય છે. અને અર્ચના ગભરાઈને ચિલ્લાતી આશુતોષને વળગી પડે છે અને મમ્મી મમ્મી મમ્મી બોલે છે. અર્ચનાના આવા વર્તનથી બધાં દઘાઈ જાય છે. આશુતોષ તો એકદમ shocked થઈ જાય છે. થોડીવાર અર્ચના આમ જ આશુતોષનો શર્ટ પકડીને વળગી રહે છે. પછી તેને પરિસ્થિતિનો ખ્યાલ આવતા તે એનાથી છૂટી પડે છે. અને શરમથી પોતાનું મોઢું છુપાવી દે છે. 

કમળાબેન તેના માથા પર હાથ ફેરવે છે અને પૂછે છે શું થયું બેટા. અર્ચનાના ચેહરા પર હજુ પણ ડરની રેખા અંકિત હોય છે. 

અર્ચના : સોરી મારા આવા behaviour માટે. actually મને ભૂતનો બહુ ડર લાગે છે. આપણે કયારના ભૂતની વાતો કરતા હતા તો મને ક્યારનો અંદરથી ડર લાગી રહ્યો હતો તેવામાં ગાડી અચાનક ઊભી રહી ગઈ. એટલે બીકના માર્યે મારાથી આ હરકત થઈ ગઈ.

હા હા હા આ આ ........ આશુતોષ એકદમ જોરથી હસવા લાગ્યો. એને આવી રીતે હસતો જોઈને કમળાબેન, પ્રાચી અને અર્ચના ત્રણે જણા આશ્ચર્ય પામીને એની તરફ જૂએ છે. 

આશુતોષ : સોરી પણ તને આવી રીતે જોઈને મારાથી હસવાનું રોકાયું નહી. પણ આટલું તો કોણ ગભરાઈ !!! તારો ચેહરો તો જો. ડરપોક... આટલુ કહીને તે ફરીથી જોરજોરથી હસવા લાગે છે. 

અર્ચના : (એકદમ રડમસ ચહેરે )ના હુ કઈ ડરપોક નથી બધો તમારો જ વાંક છે તમે અચાનક ગાડી ઊભી રાખી એટલે હું ગભરાઈ ગઈ. 

આશુતોષ : એ તો સામે કુતરું આવી ગયું હતું એટલે મારે બ્રેક મારવી પડી. એમા શું ડરી જવાનું. તારા કરતા તો વિહુ બહાદુર છે. 

કમળાબેન : બસ આશુ એને ચીડવવાનુ બંધ કર. બધાંને કંઈ ને કંઈક નો ડર લાગતો જ હોય છે. કંઈ નહી બેટા તારે શરમાવાની જરૂર નથી. 

પ્રાચી : હા દીદી મને પણ અંધારામાં બહુ બીક લાગે છે છે. હું તો રાત્રે રસોડામાં પણ મમ્મીને લઈને જાઉ છું. 

અર્ચના : જોયુ હું જ એકલી નથી ડરતી બીજા પણ ડરતા હોય છે. 

આશુતોષ : હા તારી વાત તો સાચી છે. અરે બહાર શું છે ? 

અર્ચના બહાર જોય છે ત્યારે આશુતોષ ભૂમ.....અવાજ કરી તેને બીવડાવે છે. અર્ચના ફરીથી ગભરાઈને આશુતોષનો હાથ જોરથી પકડે છે. અને આશુતોષ ફરીથી જોરજોરથી હસવા લાગે છે. અર્ચના સમજી જાય છે કે આ આશુતોષનો પ્રેન્ક છે અને તે પણ તેની તરફ જોઈને હસવા લાગે છે.

આશુતોષ : અરે તુ તો કેહતી હતી કે તુ ડરપોક નથી. તો પછી કેમ ડરી ગઈ. 

અર્ચના :  હા હુ છું ડરપોક બસ. માસી આમને કહોને મને ચીડવવાનુ બંધ કરે. 

આશુતોષ : આશુ..... બસ હવે બહુ થયું સોરી કહે અર્ચનાને. અને એ અને પ્રાચી પણ હસવા લાગે છે. 

અર્ચના : તમે બંને પણ. સારું હવે હુ કોઈની સાથે નહી બોલુ અર્ચના રિસાઈને અદબ વાળીને બેસે છે. 

કમળાબેન : ઓકે હવે કોઈ અર્ચનાને ચીડવશે નહી. આશુ, પ્રાચી સમજી ગયા. 

આશુતોષ અને પ્રાચી બંને અર્ચનાને સોરી કહે છે અને અર્ચના પણ હસવા લાગે છે. વાતવાતમાં સુરત આવી જાય છે. અર્ચના અને આશુતોષ અડાજણ વિસ્તારમાં જ રેહતા હોવાથી આશુતોષ પહેલા એને ઘરે મૂકવા જાય છે. 

આશુતોષ અર્ચનાએ બતાવેલ રસ્તા પ્રમાણે જાય છે અને તેની બિલ્ડીંગ આગળ ગાડી ઊભી રાખે છે. ડીકીમાંથી એનો સામાન કાઢી આપે છે. અર્ચના વિહાનના ગાલે પપ્પી કરે છે અને બધાને બાય કહે છે. 

અર્ચના : ચાલો માસી હવે રજા લઉ. તમારી સાથે દિવસ ક્યાં નીકળી ગયો ખબર જ પડી ખરેખર ખૂબ મજા આવી તમારા બધા સાથે. 

કમળાબેન : અમને પણ તારી સાથે બહુ મજા આવી. અને હવે મળતી રેહજે. હવે આપણે એક જ પરિવારના છે. તુ ગમે ત્યારે ઘરે આવી શકે છે. 

અર્ચના : હા જરૂર. હવે તો મને પણ વિહાનની આદત પડી ગઈ છે જાણે. વધુ સમય તો એનાથી દૂર હુ રહી પણ નહી શકુ એને મળવા તો આવવું જ પડશે. 

પ્રાચી : દીદી ઉપર એકલા જઈ શકશો કે ભાઈને સાથે મોકલું. 

અર્ચના : ના હો એટલી પણ ડરપોક નથી અને અંધારાથી કોને બીક લાગે છે મને કે તને ? 

અને બધા હસવા લાગે છે. અર્ચના બધાને બાય કહે છે ને જતા જતા આશુતોષ તરફ એક નજર નાખે છે. આ બાજુ આશુતોષ પણ એની તરફ જ જોતો હોય છે. એકબીજાને નજરથી જ ગુડબાય કહીને તેઓ છૂટા પડે છે. 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED