સેકેન્ડ ચાન્સ ભાગ 6

બપોરે સાડા બાર વાગ્યે તો તેઓ દેવકા પહોંચી જાય છે. વિહાન અને રેયાંશને ગાર્ડનમાં ખૂબ મજા આવે છે. એક દોઢ કલાક ગાર્ડનમાં રમીને બાળકો ભૂખ્યા થાય છે. મોટાઓને પણ ભૂખ લાગી હોવાથી બધાં જમવા માટે હોટલમાં જાય છે. ત્યાં પણ વિહાન અર્ચનાની બાજુમાં જ બેસે છે. અર્ચના પણ એને ખૂબ પ્રેમથી ખવડાવે છે. આ સીન જોઈને કમળાબેનના મનમાં એક વિચાર આવે છે. અને તેઓ આ બાબતમાં સુભાષ સાથે વાત કરવાનું નકકી કરે છે. પ્રાચીને પણ સેમ એ જ વિચાર આવે છે.
શું તમે પણ મારી જેમ જ વિચારો છો કાકી ? તે કમળાબેનના કાનમાં કહે છે. તેના અવાજથી પહેલા તો તેઓ ચોકી જાય છે.   પછી તેની વાત સાંભળીને હસીને હકારમા ડોકુ હલાવે છે. પ્રાચી ધીરેથી આશુતોષનો મોબાઈલ લઈ  આ સ્વીટ મોમેન્ટ્સને  કેપ્ચર કરે છે. 
જમીને અર્ચના વિહાનને વોશરૂમ લઈ જાય છે. બીજા બધાં બહાર નીકળે છે આશુતોષ ખિસ્સામાં હાથ નાંખે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેનો મોબાઈલ નથી. તે ફરીથી અંદર જાય છે. પણ ટેબલ પર કોઈ મોબાઈલ નથી હોતો એ વેઈટરને પૂછે છે પણ એને પણ કોઈ ખબર નથી હોતી. એટલામાં અર્ચના વિહાનને લઈને આવે છે  તે આશુતોષને જોઈને પૂછે છે " તમે પાછા કેમ આવ્યાં કંઈક ભૂલી ગયા છો ? " આશુતોષ એના મોબાઈલની વાત કરે છે અર્ચના પણ ટેબલ પર નજર ફેરવે છે. પણ તેને પણ ત્યાં કોઈ મોબાઈલ દેખાતો નથી. મને લાગે આપણાં લોકોમાથી કોઈની પાસે હશે, અર્ચના કહે છે. હા મને પણ એવું જ લાગે છે, આશુતોષ પણ એની વાતમા હામી ભરે છે. પપ્પા મમ્મી ચાલોને બહાર, વિહાન કંટાળીને કહે છે અને બંનેના હાથ પકડીને ચાલવા લાગે છે.
બંનેને વિહાનના હાથ પકડીને બહાર આવતા જોઈ કમળાબેનના આંખોમાં હર્ષના આંસુ આવી જાય છે .પ્રાચી ફરીથી આશુતોષના મોબાઈલમાં એ લોકોનો ફોટો પાડે છે. અને પછી આશુતોષની પાસે જઈને કહે છે " ભાઈ આ લો તમારો મોબાઈલ મે ભૂલથી લઈ લીધો હતો. ઓહ આ તારી પાસે હતો !! મે અંદર કેટલો શોધ્યો. ચાલ સારૂ તારી પાસે હતો. આમ કહી  મોબાઈલ ખીસ્સામા નાંખે છે.
સાંજે તેઓ દમણના બીચ પર જાય છે. પ્રાચી, અર્ચના, રૂચી, અજય, રેયાંશ, વિહાન આટલા જણાં દરિયામા છબછબિયાં કરવા જાય છે. કમળાબેન, સુભાષ, સવિતા, અને આશુતોષ બહાર રહેવાનું પસંદ કરે છે. કમળાબેને બધાને બહુ અંદર ન જવાની સલાહ આપી હોવાથી બધા ઘુંટણ સુધીના પાણી જ જાય છે. બધાં ખૂબ મસ્તી કરે છે. વિહાન અને રેયાંશ આશુતોષ અને સુભાષને પણ અંદર આવવા માટે કહે છે. આશુતોષને પાણીમાં પલળવુ બિલકુલ ગમતુ નથી અને સુભાષને પાણીમાં પલળવાથી શરદી થઈ જાય છે માટે તેઓ ના પાડે છે. પણ બાળકો સાથે બીજ લોકો પણ આગ્રહ કરવા લાગ્યા ત્યારે કમળાબેન આશુતોષને સમજાવે છે કે કયારેક આપણી પસંદ કરતાં બીજાની ઈચ્છાને પણ માન આપવુ જોઈએ. જા ફરવા આવ્યો છે તો થોડું એન્જોય પણ કરી લે. આશુતોષ બધાનું માન રાખવા પાણીમાં જાય છે. આશુતોષને દરિયામા આવતો જોઈ બધાં ચિચિયારી પાડીને એનું સ્વાગત કરે છે. બધાં એકબીજા પર પાણીની છોળો ઉડાડે છે. ધીરે ધીરે આશુતોષ પણ એમની મસ્તીમા સામેલ થઈ જાય છે. ઘણાં સમય પછી એને આમ હસતો જોઈ પરિવારના બધાં ખુશ થઈ જાય છે. 
લગભગ બે કલાક તેઓ દરિયામા વિતાવે છે. સૂર્યાસ્તનો સમય થઈ ગયો છે. કમળાબેન બધાંને બૂમ પાડીને બહાર બોલાવે છે. બાળકો હજુ રમવાની જીદ કરે છે. અર્ચના એમને સમજાવે છે કે વધારે સમય પાણીમાં પલળવાથી શરદી થઈ જશે. અને પછી તમારે દવા પીવી પડશે. અને ડૉક્ટર ઈન્જેકશન પણ મૂકશે. ઈન્જેકશનનું નામ સાંભળી બન્ને બાળકો ફટાફટ દરિયામાથી બહાર નીકળી જાય છે.
બહાર નીકળીને બધાં સનસેટ નો ફોટો પાડે છે. બધાં સાથે સેલ્ફી પાડે છે. વિહાન આશુતોષ અને અર્ચના સાથે સેલ્ફી પાડવાનું કહે છે. અને આશુતોષ વિહાન ને અર્ચના સાથે સેલ્ફી પાડે છે. સેલ્ફી પાડતી વખતે અર્ચનાની સ્માઈલ જોઈને આશુતોષના દિલમા કંઈક હલચલ થાય છે. એટલામાં વિહાન એના હાથમાંથી ફોન લઈ લે છે અને એ પોતે બંનેનો ફોટો પાડવાનું કરે છે. પણ ફોનમાં એને કંઈ સમજ ન પડતી હોવાથી એ પ્રાચીને ફોટો પાડવાનું કહે છે. પ્રાચી અલગ - અલગ એન્ગલથી એમના ફોટા લે છે. એટલામાં વિહાન એ બંનેના હાથ એકબીજાના હાથમાં મૂકે છ અને કહે છે, પપ્પા તમે પણ અજયકાકા અને રુચીકાકી જેમ ફોટો પડાવો. આશુતોષનો હાથ આમ પોતાના હાથમાં મૂકવાથી અર્ચના થોડો સંકોચ અનુભવે છે અને આશુતોષ તરફ જૂએ છે. આશુતોષ પણ છોભીલો પડીને એની તરફ જોતો હતો. આ બાજુ પ્રાચી તરત જ આ પોઝમા ફોટો ક્લીક કરી લે છે. 
ચાલો હવે જઈએ પછી ઘરે જતા બહુ મોડું થશે હજી તો આપણે જમવાનું પણ બાકી છે. મોટાભાઈ આજે આપણે કોઈ ઢાબા પર જમીશું અજય કહે છે. હા આપણે પંજાબી ઢાબા પર ખાઈશુ. અર્ચનાદીદી તમને તો વાંધો નથી પ્રાચી અર્ચનાને પૂછે છે.
અર્ચના : ya sure infect i loved Punjabi food 
પ્રાચી : વાહ તમારી અને આશુભાઈની પસંદ તો સેમ છે he Oslo loved Punjabi food. અને આશુતોષ, અર્ચના બંને એકબીજા તરફ જૂએ છે. 
આશુતોષ એક પંજાબી ઢાબા આગળ ગાડી ઊભી રાખે છે. આખો ઢાબો સરસ મજાની રંગબેરંગી લાઈટીંગથી સજાવેલો હતો. જમવા નાની નાની માટે ખાટલીઓ ગોઠવેલી હતી. એ લોકો વધુ સંખ્યામાં હોવાથી વેઈટર બે ખાટલા ભેગા કરે છે. બધાં ખાટલીઓ પર ગોઠવાય છે અને પોતપોતાની પસંદની ડીશ કહે છે. આશુતોષ બધાની પસંદ પ્રમાણે ઓર્ડર આપે છે. બધાં જમી રહ્યા હોય છે ત્યારે અર્ચના સુભાષ તરફ જોઈને કહે છે " સર આ વખતનું બીલ હું પે કરીશ તમે લોકોએ મને કીઈ પણ ખર્ચમા contribute કરવા દીધું નથી.
અરે ના ના એમ કંઈ તારી પાસે પૈસા લેવાય. અને એમ પણ આ આશુ અમને પણ પૈસા ખર્ચવા નથી દેતો. પણ મને આ યોગ્ય નથી લાગતું. અર્ચના આશુતોષ તરફ જોતા કહે છે. it's ok Archna. આશુતોષ તેને કહે છે. 
અર્ચના : પણ
કમળાબેન : પણ બણ કંઈ નહી હવે તુ પણ અમારા પરિવારનો હિસ્સો છે. તો આ બધું નહી વિચારવાનું. 
અર્ચના: ok but આઈસ્ક્રીમ મારા તરફથી રેહશે અને એમા કોઈએ બહેશ નહી કરવાની. એ ફરી આશુતોષ તરફ જૂએ છે.
આશુતોષ : હસીને મુક સંમતિ આપે છે.
જમીને અર્ચના બધાનાં પસંદનુ આઈસ્ક્રીમ મંગાવે છે. બધા આઈસ્ક્રીમ ખાયને ગાડી તરફ જાય છે. કમળાબેન અને પ્રાચી ઈશારામા કંઈક વાત કરે છે. 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Heena Suchak 2 માસ પહેલા

Verified icon

Sangita Behal 3 માસ પહેલા

Verified icon

Jadeja Aksharajsinh 3 માસ પહેલા

Verified icon

Paladiya Sanjay 4 માસ પહેલા

Verified icon

Bhadresh Vekariya 4 માસ પહેલા