પ્રાચી : આશુભાઈ હુ તમારી સાથે તમારી ગાડીમાં આવુ ? પેલી ગાડીમાં તો કંઈ મજા નથી આવતી.
કમળાબેન : હા કેમ નહી આમ પણ હું પાછળ એકલી જ બેસેલી છું તો મને પણ કંપની મળી જશે.
પ્રાચી આશુતોષ સામે જુએ છે. આશુતોષ આખના ઈશારાથી હા પાડે છે. અને બધા ગાડીમાં ગોઠવાઈ છે.
અર્ચના, પ્રાચી અને કમળાબેન વાતોએ વળગ્યા. બધાં જ પોતપોતાની પસંદ - નાપસંદ, શોખ વિશે કહે છે. વાતવાતમાં અર્ચના કહે છે કે, એને જૂના ગીતો સાંભળવા અને ગાવા ખૂબ ગમે છે. આ સાંભળી પ્રાચીને એક આઈડીયા આવે છે, અને તે ટાઈમપાસ માટે અંતાક્ષરી રમવાનું કહે છે તે આશુતોષ અર્ચનાની ટીમ તેમજ કમળાબેન અને પોતે એમ બે ટીમ પણ બનાવી દે છે.
અર્ચના : મને નવા ગીત નથી આવડતા.
પ્રાચી : કંઈ નહી તમને જેવા આવડે એવા ગીત ગાજો.
આશુતોષ : અરે મને આ બધામાં ઈનવોલ્વ નહી કરતા મને કંઈ ગાતા નથી આવડતું.
પ્રાચી : જુઠું ના બોલો આશુભાઈ, મને ખબર છે તમને બહું સારૂ ગાતા આવડે છે. તમે સ્કૂલમા પણ ભાગ લેતા હતા.
આશુતોષ : અરે તો તે સમયની વાત છે હવે મને ક્યાં બધાં ગીત આવડે છે.
પ્રાચી : જુઠું ના બોલો આશુભાઈ, મને ખબર છે તમને બહું સારૂ ગાતા આવડે છે. તમે સ્કૂલમા પણ ભાગ લેતા હતા.
આશુતોષ : અરે તો તે સમયની વાત છે હવે મને ક્યાં બધાં ગીત આવડે છે.
અર્ચના : કંઈ વાંધો નહી તમે મને ગાવામાં સાથ આપજો.
કમળાબેન : હા બેટા કંઈ નહી તો એને ગીત જ યાદ અપાવજે.
પ્રાચી : હા ભાઈ એ બહાને ઘણા સમય પછી તમારો અવાજ સાંભળવા મળશે.
અને પ્રાચી ગીત શરૂ કરે છે.
હમ તેરે બીન અબ રેહ નહી પાતે તેરે બિના ક્યા વજુદ મેરા
તુજસે જુદા ગર હો જાયેંગે તો ખુદસે હી હો જાયેંગે જુદા
કયૂકી તુમ હી હો,અબ તુમ હી હો,જીંદગી અબ તુમ હી હો
મેરા ચેન ભી, મેરા દર્દ ભી, મેરી આશિકી અબ તુમ હી હો
પ્રાચી : ચાલો અર્ચનાદીદી હ પરથી ગીત ગાઓ.
અર્ચના : હમ થે જીનકે સહારે વો હુએ ના હમારે
ડૂબી જબ દિલ કી નૈયા સામને થે કિનારે.
પ્રાચી : વાહ દીદી તમારો અવાજ તો ખૂબ સરસ છે.
અર્ચના : સારું હવે ખોટી તારીફ બંધ કર અને ર પરથી ગીત ગા.
પ્રાચી : રાહ મે ઉનસે મુલાકાત હો ગઈ
જીસસે ડરતે થે વોહી બાત હો ગઈ.
અર્ચનાને ઈ પરથી કોઈ ગીત યાદ નહી આવતા એ આશુતોષ તરફ જૂએ છે અને આંખના ઈશારાથી મદદ કરવાનું કહે છે.
આશુતોષ : હસે છે અને ગાઈ છે.
ઈસ પ્યાર સે મેરી તરફના દેખો પ્યાર હો જાયેંગે
યે પ્યાર હો ગયા તો તીર દીલ કે પાર હો જાયેંગા
આશુતોષ દ્વારા ગવાયેલ ગીતના બોલ સાંભળીને અર્ચના હ્રદયની ધડકન વધી જાય છે. તે આશુતોષ સામે જોઈને શરમાઈ જાય છે. એક અજબ પ્રકારની ફીલીંગ એને મેહસુસ થાય છે.
પ્રાચી : વાહ ભાઈ good going આપને તો કયાં તીર મારા હે સીધા નીશાને પે. તે અર્ચના તરફ જોઈને ફીલ્મી અંદાજમા કહે છે.
આશુતોષ : what !!! what are you mean તે આશ્ચર્યથી પ્રાચી તરફ જૂએ છે.
કમળાબેન : કંઈ નહી એ તો આવા પાગલવેડા કરતી જ રહે છે તે કેટલું સરસ ગીત ગાયુ. આટલા વખત પછી તને ગાતા સાંભળી મન ખુશ થઈ ગયું.
આમ જ લગભગ કલાક જેવુ તેઓ અંતાક્ષરી રમે છે. બધા થાકી ગયા હોવાથી રમવાનું બંધ કરે છે. વિહાન સૂઈ ગયો હોવાથી અર્ચનાને બેસવામાં તકલીફ પડે છે. વિહાનનું માથું આશુતોષના હાથ સાથે અથડાયા કરે છે તેથી તેને પણ ગાડી ચલાવવામા તકલીફ પડે છે.
આશુતોષ : અર્ચના તુ વિહાનને પાછળ આપી દે.
આશુતોષના મોઢેથી તુ સાંભળીને અર્ચનાને ઘણી નવાઈ લાગે છે. આશુતોષ ને પણ તેનો ખ્યાલ આવે છે.
આશુતોષ : સોરી આદતના કારણે તું બોલાય ગયું. તમારું નામ જ એવું છે કે અનાયાસે તું જ બોલાય જાય છે.
અર્ચના : it's ok તમે મને તુ કહી શકો છો.
પ્રાચી : હા આશુભાઈ એમા બહુ વિચારવાનું નહી એમ પણ દીદી તમારા કરતા તો નાના જ હશે. by the way અર્ચનાદીદી તમારી birthdate શું છે ?
અર્ચના : મારી birthdate ? મારી birthdate 14 Jan 87 છે.
આશુતોષ : આગળ હું ગાડી ઊભી રાખુ છું તમે વિહુને પાછળ સૂવડાવી દો.
આશુતોષ આગળ એક ચા ની લારી પાસે ગાડી ઊભી રાખે છે અને નીચે ઊતરીને અર્ચના તરફનો દરવાજો ખોલે છે. અર્ચનાના ખોળામાં વિહાન સૂઈ ગયો હોવાથી આશુતોષ વિહાનને ઉંચકવા માટે હાથ લંબાવે છે. વિહાનને ઉચકતી વખતે આશુતોષના હાથનો સ્પર્શ અર્ચનાના સાથે થાય છે. અને અર્ચનાના શરીરમાં હળવી ધ્રુજારી પેદા થાય છે. આ બાજુ આશુતોષને પણ જાણે વિજળીનો ઝટકો લાગ્યો હોય તેવું મેહસુસ થાય છે. તે વિહાનને પ્રાચી અને કમળાબેનની વચ્ચે સુવડાવે છે અને સુભાષને ફોન કરીને ત્યાં આવવાનુ કહે છે. તે ચા ની લારી પર ચા પીવા જાય છે થોડીવારમાં સુભાષની ગાડી પણ ત્યાં આવીને ઊભી રહે છે.
સુભાષ : કેમ અહી ગાડી ઊભી રાખી, any problem.
આશુતોષ : ના ના આ તો વિહાન સૂઈ ગયો હતો તો એને પાછળ સુવડાવ્યો. અને ચા પીવાની ઈચ્છા થઈ તો સાથે તમને પણ ફોન કરી દીધો. એટલામાં અજય ત્યાં આવે છે અને કહે છે,
અજય : એ સારુ કર્યુ ભાઈ ચા પીવાની તો મને પણ ઘણી ઈચ્છા થતી હતી.
બધી લેડીઝ પણ ત્યાં ભેગી થાય છે. આશુતોષ અને અજય બધાં માટે ચાનું કહે છે. બધાં ગપ્પાં મારતાં મારતાં ચા પીવે છે. બધા પાછા ગાડીમાં બેસે છે અને પાછા સુરત તરફ ગાડી દોડે છે.
રસ્તામાં પ્રાચી અર્ચના અને કમળાબેનની વાતો ચાલ્યા કરે છે. વાતો વાતોમાં એમની વાત ભૂત - પ્રેત તરફ વળે છે. કમળાબેન ઘણી બધી ભૂતોની ઘટનાઓ કહે છે. અર્ચનાને ભૂતની બહુ બીક લાગતી હોય છે. પણ તે બતાવતી નથી. પણ થોડી થોડી વારે પોતાની બંને હથેળી મસળતી હોય છે. જે આશુતોષના ધ્યાનમાં આવે છે. અને એને ખ્યાલ આવે છે કે અર્ચનાને બીક લાગે છે.
અચાનક આશુતોષ જોરથી ગાડીને બ્રેક મારે છે. આમ અચાનક જોરથી બ્રેક લાગવાથી ગાડી ઝટકા સાથે ઊભી રહી જાય છે. અને અર્ચના ગભરાઈને ચિલ્લાતી આશુતોષને વળગી પડે છે અને મમ્મી મમ્મી મમ્મી બોલે છે. અર્ચનાના આવા વર્તનથી બધાં દઘાઈ જાય છે. આશુતોષ તો એકદમ shocked થઈ જાય છે. થોડીવાર અર્ચના આમ જ આશુતોષનો શર્ટ પકડીને વળગી રહે છે. પછી તેને પરિસ્થિતિનો ખ્યાલ આવતા તે એનાથી છૂટી પડે છે. અને શરમથી પોતાનું મોઢું છુપાવી દે છે.
કમળાબેન તેના માથા પર હાથ ફેરવે છે અને પૂછે છે શું થયું બેટા. અર્ચનાના ચેહરા પર હજુ પણ ડરની રેખા અંકિત હોય છે.
અર્ચના : સોરી મારા આવા behaviour માટે. actually મને ભૂતનો બહુ ડર લાગે છે. આપણે કયારના ભૂતની વાતો કરતા હતા તો મને ક્યારનો અંદરથી ડર લાગી રહ્યો હતો તેવામાં ગાડી અચાનક ઊભી રહી ગઈ. એટલે બીકના માર્યે મારાથી આ હરકત થઈ ગઈ.
હા હા હા આ આ ........ આશુતોષ એકદમ જોરથી હસવા લાગ્યો. એને આવી રીતે હસતો જોઈને કમળાબેન, પ્રાચી અને અર્ચના ત્રણે જણા આશ્ચર્ય પામીને એની તરફ જૂએ છે.
આશુતોષ : સોરી પણ તને આવી રીતે જોઈને મારાથી હસવાનું રોકાયું નહી. પણ આટલું તો કોણ ગભરાઈ !!! તારો ચેહરો તો જો. ડરપોક... આટલુ કહીને તે ફરીથી જોરજોરથી હસવા લાગે છે.
અર્ચના : (એકદમ રડમસ ચહેરે )ના હુ કઈ ડરપોક નથી બધો તમારો જ વાંક છે તમે અચાનક ગાડી ઊભી રાખી એટલે હું ગભરાઈ ગઈ.
આશુતોષ : એ તો સામે કુતરું આવી ગયું હતું એટલે મારે બ્રેક મારવી પડી. એમા શું ડરી જવાનું. તારા કરતા તો વિહુ બહાદુર છે.
કમળાબેન : બસ આશુ એને ચીડવવાનુ બંધ કર. બધાંને કંઈ ને કંઈક નો ડર લાગતો જ હોય છે. કંઈ નહી બેટા તારે શરમાવાની જરૂર નથી.
પ્રાચી : હા દીદી મને પણ અંધારામાં બહુ બીક લાગે છે છે. હું તો રાત્રે રસોડામાં પણ મમ્મીને લઈને જાઉ છું.
અર્ચના : જોયુ હું જ એકલી નથી ડરતી બીજા પણ ડરતા હોય છે.
આશુતોષ : હા તારી વાત તો સાચી છે. અરે બહાર શું છે ?
અર્ચના બહાર જોય છે ત્યારે આશુતોષ ભૂમ.....અવાજ કરી તેને બીવડાવે છે. અર્ચના ફરીથી ગભરાઈને આશુતોષનો હાથ જોરથી પકડે છે. અને આશુતોષ ફરીથી જોરજોરથી હસવા લાગે છે. અર્ચના સમજી જાય છે કે આ આશુતોષનો પ્રેન્ક છે અને તે પણ તેની તરફ જોઈને હસવા લાગે છે.
આશુતોષ : અરે તુ તો કેહતી હતી કે તુ ડરપોક નથી. તો પછી કેમ ડરી ગઈ.
અર્ચના : હા હુ છું ડરપોક બસ. માસી આમને કહોને મને ચીડવવાનુ બંધ કરે.
આશુતોષ : આશુ..... બસ હવે બહુ થયું સોરી કહે અર્ચનાને. અને એ અને પ્રાચી પણ હસવા લાગે છે.
અર્ચના : તમે બંને પણ. સારું હવે હુ કોઈની સાથે નહી બોલુ અર્ચના રિસાઈને અદબ વાળીને બેસે છે.
કમળાબેન : ઓકે હવે કોઈ અર્ચનાને ચીડવશે નહી. આશુ, પ્રાચી સમજી ગયા.
આશુતોષ અને પ્રાચી બંને અર્ચનાને સોરી કહે છે અને અર્ચના પણ હસવા લાગે છે. વાતવાતમાં સુરત આવી જાય છે. અર્ચના અને આશુતોષ અડાજણ વિસ્તારમાં જ રેહતા હોવાથી આશુતોષ પહેલા એને ઘરે મૂકવા જાય છે.
આશુતોષ અર્ચનાએ બતાવેલ રસ્તા પ્રમાણે જાય છે અને તેની બિલ્ડીંગ આગળ ગાડી ઊભી રાખે છે. ડીકીમાંથી એનો સામાન કાઢી આપે છે. અર્ચના વિહાનના ગાલે પપ્પી કરે છે અને બધાને બાય કહે છે.
અર્ચના : ચાલો માસી હવે રજા લઉ. તમારી સાથે દિવસ ક્યાં નીકળી ગયો ખબર જ પડી ખરેખર ખૂબ મજા આવી તમારા બધા સાથે.
કમળાબેન : અમને પણ તારી સાથે બહુ મજા આવી. અને હવે મળતી રેહજે. હવે આપણે એક જ પરિવારના છે. તુ ગમે ત્યારે ઘરે આવી શકે છે.
અર્ચના : હા જરૂર. હવે તો મને પણ વિહાનની આદત પડી ગઈ છે જાણે. વધુ સમય તો એનાથી દૂર હુ રહી પણ નહી શકુ એને મળવા તો આવવું જ પડશે.
પ્રાચી : દીદી ઉપર એકલા જઈ શકશો કે ભાઈને સાથે મોકલું.
અર્ચના : ના હો એટલી પણ ડરપોક નથી અને અંધારાથી કોને બીક લાગે છે મને કે તને ?
અને બધા હસવા લાગે છે. અર્ચના બધાને બાય કહે છે ને જતા જતા આશુતોષ તરફ એક નજર નાખે છે. આ બાજુ આશુતોષ પણ એની તરફ જ જોતો હોય છે. એકબીજાને નજરથી જ ગુડબાય કહીને તેઓ છૂટા પડે છે.