સેકેન્ડ ચાન્સ - ભાગ 11 Tinu Rathod _તમન્ના_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેકેન્ડ ચાન્સ - ભાગ 11

આજે આશુતોષને ત્યાં પૂજા છે. અર્ચના વિચારે છે કે પૂજામાં શું પહેરુ તે કબાટમાથી એક પછી એક કપડા કાઢે છે જૂએ છે. તે દરેક કપડા ટ્રાય કરતી વખતે એ જ વિચારે છે કે આ આશુને ગમશે કે નહી. પછી પોતાની જાતને જ પૂછે છે કે મે  આશુતોષને આશુ કેમ કહુ છુ અને મે એની પસંદ નાપસંદ વિશે શા માટે વિચારું છું હું તેના માટે કેમ આટલું વિચારુ છું. પછી પોતાના વિચારોને ખંખેરીને તૈયાર થવા લાગે છે તૈયાર થતી વખતે પણ તેની નજર સમક્ષ આશુતોષનો જ ચેહરો ઘુમ્યા કરે છે. તેણે આછા ગુલાબી રંગની શિફોનની સાડી તેની ઉપર બૉટ નેક વાળો લાંબી બાયનો બ્લાઉઝ પહેર્યો. ગળામાં મોતીની માળા અને કાનમાં મોતીના ટૉપ્સ એક હાથમાં સાડીને મેચીંગ બંગડી ને બીજા હાથમાં ટાઈટન રાગાની ઘડિયાળ. કપાળ પર નાની ગુલાબી બિંદી આંખોમાં કાજળ અને હોઠો પર આછી ગુલાબી લિપસ્ટીક. તેને જોઈને રમીલાબેન તેના ઓવારણા લેવા લાગ્યા. પછી તેઓ આશુતોષના ઘરે જવા નિકળ્યા.

અર્ચનાને જોઈને વિહાન ખુશ થઈને દોડીને તેની પાસે આવે છે અને ખેચીને તેને ઘરમાં લઈ જાય છે. કમળાબેન તેને જોઈને કહે છે " આવ બેટા આ ભાઈ તો ક્યારનો તારી વાત જોઈ છે તૈયાર પણ નથી કહે છે મમ્મી આવશે ને તે તૈયાર કરશે મે મમ્મીની પસંદના કપડા જ પહેરીશ. " અર્ચના હસીને તેને ઉચકી લે છે અને તેની મમ્મીનો પરિચય કરાવે છે.

અર્ચના : મમ્મી તમે માસી સાથે બેસો હું મારા ચેમ્પિયનને તૈયાર કરીને આવુ છુ.

વિહાન તેના અને આશુતોષના રૂમમાં અર્ચનાને લઈ જાય છે. બંને રૂમમાં પ્રવેશે છે ત્યારે આશુતોષ ફ્કત ટૉવેલમા જ પલંગ પર કપડા નાખી શું પહેરવું તેની ગડમથલમા હોય છે. આશુતોષને આમ ટૉવેલમા જોઈને અર્ચના શરમાય જાય છે.  અર્ચનાને જોઈને આશુતોષની આંખો પલક ઝબકવાનુ ભૂલી જાય છે તેની નજર અર્ચના પરથી ખસતી જ નથી તે બાઘાની જેમ તેને જ જોયા કરે છે થોડીવાર પછી હોંશમા આવતા   તેને આમ રૂમમાં આવેલ જોઈ ક્ષોભ અનુભવે છે..અને જલ્દી જલ્દી જે હાથમાં આવે તે જર્સી પહેરી લે છે અને કહે છે, " સોરી મને ખબર ન હતી કે તમે આમ અચાનક આવી જશો. " તેના ચેહરાને જોઈને અર્ચનાથી હસી પડાય છે.

આશુતોષ : actually મારા રૂમમાં કોઈ લેડીઝ આવતી ન હોવાથી હુ બિંદાસ હતો.

અર્ચના :  it's ok પણ હવે તમારે સાવધાની રાખવી પડશે કેમકે હું તો હવે અહી આવતી રહીશ પછી પલંગ તરફ નજર નાખતાં પૂછે છે કે આ બધું શું ફેલાવી રાખ્યું છે ?

આશુતોષ : વાળમાં હાથ ફેરવતા કહે છે કે, મને ખબર જ નથી પડતી કે હુ શું પહેરુ !!

અર્ચના : પલંગ પર પડેલા કપડા તરફ જૂએ છે અને કહે છે " લાવો હું તમને મદદ કરુ. આ ફોર્મલ કપડા કંઈ પૂજા માટે  થોડા હોય છે કોઈ કૂર્તો નથી ? આમ કહી તે જાણે આ ઘરની જ વ્યક્તિ હોય તેમ કબાટ ખોલી કપડા શોધવા લાગી.

તેની આવી હરકતથી આશુતોષને પણ લાગવા માંડે છે કે અર્ચના પણ તેને પસંદ કરે છે. અર્ચના તેના માટે કપડા પસંદ કરે છે તેનાથી તે ખૂબ ખુશ થાય છે. અર્ચના તેના માટે મરુન કલરની સિલ્કનો કૂર્તો અને ક્રીમ કલરનો પાયજામો પસંદ કરે છે. અને કહે છે " તમારી પર આ સારુ લાગશે અને પૂજા માટે આ બેસ્ટ છે. આશુતોષ બાથરૂમમાં જઈ  કપડા ચેન્જ કરવા જાય છે ત્યાર સુધીમા અર્ચના વિહાન માટે કપડા સિલેક્ટ કરી તેને તૈયાર કરી દે છે.

આશુતોષ બહાર આવે છે ઉતાવળમાં તે કૂર્તાના બટન ઉપર નીચે મારી દે છે. અર્ચના તેને જોઈને કહે છે " ઓફો... આશુ તમે તો વિહુ કરતા પણ નાના હોય તેવુ કરો છો. આશુતોષ તો અર્ચનાના મોઢેથી પોતાના માટે આશુ નામ સાંભળીને અવાચક જ થઈ જાય છે અર્ચના તેની નજીક આવીને ફરીથી બટન મારવા લાગે છે બટન મારતી વખતે તેના હાથ આશુતોષને સ્પર્શે છે તેના આ સ્પર્શથી બંનેમા જાણે કરંટ દોડી ગયો હોય તેમ તેઓ ઘ્રુજારી અનુભવે છે બંને જણા એકબીજાની આંખોમાં આંખો નાખીને અનિમેષ જોયા કરે છે એ લોકો માટે દુનિયા જાણે ત્યાં જ થંભી ગઈ હોય તેમ તેઓ સ્થિતપ્રજ્ઞ થઈ એકબીજાને જોઈ રહ્યા હતા. તેટલામા વિહાનના અવાજથી તેઓની તંદ્રા તૂટે છે અર્ચના આશુતોષ તરફ જૂએ છે આશુતોષ પણ હજુ એની તરફ જ જોતો હોય છે અર્ચના શરમાયને નજર નીચી કરી દે છે અને વિહાનનો હાથ પકડી ચાલવા લાગે છે. એટલામાં પાછળથી અવાજ આવે છે  દરવાજા પાસે પહોંચતા તે પાછળ ફરીને જુએ છે અને એક હળવી સ્માઈલ આપીને બહાર ચાલી જાય છે.

આ બાજુ અર્ચનાના ગયા પછી આશુતોષ સ્વસ્થ થાય છે. તે વિચારે છે કે નકકી અર્ચના પણ મને પસંદ કરે જ છે હવે મારે મારા દિલની વાત કહેવામાં મોડુ નહી કરવું જોઈએ. પણ થોડા સમય પછી પાછો વિચારે છે કે કદાચ તે વિહાન સાથેના લગાવ ના કારણે પણ મારી સાથે ફ્રેન્ડલી રેહતી હોય. મારે એની ફીલીંગ માટે વધારે શ્યોર થવુ પડશે ઉતાવળમા આવીને મે મારા દિલની વાત એને કરી અને એના મનમાં મારા પ્રત્યે એવીકોઈ ફીલીંગ ન હોય તો અમારો આ સંબંધ પણ પૂર્ણ થઈ જશે. અને વિહાનથી પણ તે દૂર થઈ જશે. મારે બધુ વિચારીને કરવું પડશે. એટલાંમા કમળાબેન આશુતોષને બોલાવે છે તે જલ્દી જલ્દી તૈયાર થઈને નીચે આવે છે.

નીચે અર્ચનાએ પૂજાની બધી તૈયારી કરી લીધી હતી. આશુતોષ વારંવાર તેને જ જોયા કરે છે. એટલામાં સુભાષસર અને એનો પરિવાર પણ આવી પહોંચે છે પ્રાચી તો રિતસરની દોડીને અર્ચનાને ગળે લગાવી દે છે અને કહે છે.

પ્રાચી : wow Archnadidi you looking gorgeous.

રુચી : yes Archana u looking fabulous in sari.

અર્ચના : thank you very much both of u

 પંડિતજી હજુ આવ્યા નથી એટલે બધા બેસીને ગપ્પા મારતા હોય છે. રુચી અને અર્ચના પ્રસાદ બનાવતા હોય છે. 

પંડિતજી આવતા પૂજા શરૂ થાય છે અર્ચના એમને બધુ જોઈતું કરાવતુ જાણે એનુ જ ઘર હોય તેમ આપે છે. પૂજા સારી રીતે પૂરી થાય છે. જમવાનું તો બહારથી મંગાવ્યું હોવાથી બધાએ ફ્કત જમવાનું જ હોય છે બધાં સાથે મળીને જમે છે. પરવારીને બધા શાંતિથી બેસીને વાતો કરતા હોય છે. અજય અને આશુતોષ રસોઈનો સામાન અને પૈસા આપવામાં પડેલા હોય છે. રુચી અને પ્રાચી રસોડામાં સાફ સફાઈ કરતા હોય છે. કમળાબેન પૂજામા વપરાયેલ બાજઠ અને બીજા વાસણો સ્ટોરરૂમમાં મૂકવા જાય છે, ત્યાં અર્ચનાની નજર તેમની પર જાય છે અને તે એમની પાછળ પાછળ જાય છે. કમળાબેન સ્ટૂલ લઈને ચઢતા જ હોય છે કે અર્ચના એમનો હાથ પકડી ને રોકે છે અને કહે છે, " અરે માસી તમે આ શું કરો છો ? કંઈ કામ હતુ તો મને કહેવાય ને !!

કમળાબેન :અરે બેટા બધાં બીજા કામમાં વ્યસ્ત હતા તો મને થયું આ કામ તો હું પતાવીઅને દવ. તુ પણ સવારની દોડાદોડ કરે છે થાકી ગઈ હશે.

અર્ચના :  મને કંઈ થાક નથી લાગ્યો મને તો કામ કરવુ ખૂબ ગમે છે તમે જાઓ બધાં સાથે બેસો હુ બધું મૂકી દવ છું.

અને તે કમળાબેનને હાથ પકડીને બહાર મોકલે છે અને પોતે સ્ટૂલ પર ચઢી જાય છે પણ સ્ટોરરૂમની અભરાઈ થોડી ઊંચી હોવાથી તેનો હાથ ઉપર સુધી પહોંચતો નહોતો. તે પગ ઊંચો કરીને બાજઠ મૂકવાની કોશિશ કરે છે  પણ એનુ બેલેન્સ રહેતુ નથી અને એ નીચે પડવા છે પણ એટલાંમા આશુતોષ ત્યાં આવી જાય છે અને અને તેને પકડી લે છે એકબીજાના સ્પર્શથી બંનેના શરીરમા જાણે વિજળી પસાર થઈ હોય તેમ તેમના શરીરમાં ઘ્રુજારી પેદા થાય છે. અરે અર્ચુ તને કોણે ઉપર ચઢવાનું કહ્યું, કંઈ થઈ જાતે તો!! આશુતોષ થોડો ગુસ્સો અને થોડી ચિંતાથી કહે છે. don't worry આશુ મને કંઈ નથી થયુ આમ કહી અર્ચના ચાલવા લાગે છે પણ એક ઊહકારા સાથે આશુતોષનો હાથ જોરથી પકડી લે છે. મને લાગે છે તારા પગમાં મોચ આવી ગઈ છે આશુતોષ તેને સંભાળતા કહે છે. અર્ચના આશુતોષના સહારે બહાર બેઠકરૂમમા આવે છે અર્ચનાને આમ આવતા જોઈ બધા પૂછવા લાગે છે આશુતોષ તેને સોફા પર બેસાડતા કહે છે " કંઈ નહી અર્ચુના પગમાં મોચ આવી ગઈ છે.

રમીલાબેન : પણ કેવી રીતે ?

અર્ચના : એ તો સ્ટૂલ પર ચઢીને બાજઠ અભરાઈ પર મૂકવા ગઈ હતી અને બેલેન્સ ન રેહતા પડતી જ હતી કે આશુ આવી ગયા અને મને બચાવી લીધી.

કમળાબેન : બેટા તને વધારે તો નથી વાગ્યું ને મારી જ ભૂલ છે કે મે તારી વાત માની અને તને ઉપર ચઢવા દીધી

અર્ચના : ના ના માસી એવુ નહી કહો મને એટલુ પણ નથી વાગ્યું આ તો બે દિવસમા સારુ થઈ જશે.

સુભાષ : કાકી, હવે અમે નીકળીએ. અર્ચના તારે કાલે ઑફિસ આવવાની જરૂર નથી કાલે આરામ કરી લે.

અર્ચના : ok thanks sir

રમીલાબેન : કમળાબેન હવે અમે પણ રજા લઈએ અર્ચુના પપ્પા રાહ જોતા હશે.

કમળાબેન : તમે બધા છો તો ઘર ભરેલું લાગે છે તમેચાલ્યા જશો તો આખુ ઘર ફરીથી ખાલી થઈ જશે. આશુ તો એના કામમાં લાગી જશે અને વિહાન એની ગેમમાં. હુ તો સાવ એકલી પડી જઈશ.

સવિતાબેન : ( સુભાષસરના પત્ની ) એનો એક જ ઉપાય છે કાકી.

કમળાબેન : શું ઉપાય છે  ?

સવિતાબેન : એનો એક જ ઉપાય છે કે આશુના લગ્ન કરાવી દો. વહુ આવશે તો ઘર ભરેલું લાગશે.

કમળાબેન : હુ તો કહી કહી ને થાકી આ તમારો આશુ માને તો ને.

સુભાષ : કાકી તમે ચિંતા ના કરો હવે તે નહી માને તો તેને જબરદસ્તી મંડપમાં બેસાડી દઈશુ. તમ તમારે છોકરી જોવાનું શરૂ કરી દો. તે આશુતોષનો કાન આમળતા કહે છે.

કમળાબેન : એક છોકરી છે તો ખરી મારી નજરમાં પણ આ ભાઈ માને તો કંઈ વાત થાય. કમળાબેન અર્ચના અને આશુતોષ તરફ નજર નાખતાં કહે છે.

આ સાંભળી આશુતોષ અને અર્ચનાની નજર એક થાય છે અને અર્ચના શરમથી નજર ઝૂકાવી દે છે.

રૂચી : હા આશુભાઈ હવે તો તમે હા પાડી જ દો આ પ્રાચીના લગ્ન પહેલાં ભાભી લાવી દો તો મને પણ સંગાથ મળે.

આશુતોષ : શું ભાઈ તમે પ્રાચીના લગ્ન પણ નકકી કરી દીધા મને કહ્યું પણ નહી.

સુભાષ : અરે ના ના એવું કંઈ નથી એવુ કઈ હોય તો તને ના કહીએ. આ તો મારા એક ફ્રેન્ડ થકી પ્રપોઝલ આવી છે પણ હજુ મે કંઈ જવાબ નથી આપ્યો પહેલા હુ પ્રાચીની મરજી જાણવા માગતો હતો.

કમળાબેન : હા બેટા હવે પ્રાચી પણ પરણવા લાયક થઈ ગઈ છે છે જો છોકરો અને ઘર સારુ હોય તો વધુ વિચાર નહી કરવો.

આશુતોષ : by the way છોકરો શુ કરે છે.

સુભાષ : છોકરો ડૉક્ટર છે અને હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનમા  ફરજ બજાવે છે.

આશુતોષ : બધુ સારુ હોય તો વાત આગળ વધારવી જોઈએ.

સુભાષ : હા એમ તો બધું જ સારુ છે મારા મિત્રએ બધી જ જવાબદારી લીધી છે મને પણ બધુ યોગ્ય જ લાગે છે. હુ આ વિશે તારી સાથે વાત કરવાનો જ હતો પ્રાચી સૌથી વધારે તારી નજીક છે તો તુ જ એને પૂછી લે કે એ મેરેજ માટે તૈયાર છે કે નહી.

આશુતોષ : હા હા હુ હમણા જ પૂછી લઉ. બોલ પ્રાચી તારી શુ મરજી છે હવે તો અમારો પીછો છોડશે કે નહી. બધા હસવા લાગે છે પ્રાચી એને એક ધબ્બો મારે છે બસ મજાક બહુ થઈ ગઈ મને તો લાગે છે આ તારા માટે બેસ્ટ પ્રપોઝલ છે. તુ હા પાડી દે.અને પ્રાચી શરમાયને એને વળગી પડે છે. " ભાઈ તમે છોકરાવાળાને બોલાવી લો. અમારી બહેન તૈયાર છે" અને બધા ખુશ થતા તાળીઓ પાડે છે.

સુભાષ : તો સારુ હું આવતા રવિવારનુ ગોઠવી દઉ. ચાલો ત્યારે રવિવારે મળીએ હુ તને ફોન કરીશ.

કમળાબેન : આશુ તુ અર્ચના અને રમીલાબેનને ઘરે મૂકી આવ.

અને બધા ઘરે જવા નિકળે છે આશુતોષ અર્ચનાને અને એની મમ્મીને ઘરે મૂકી આવે છે.