સ્વાર્થ ની દુનિયા PARESH MAKWANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વાર્થ ની દુનિયા


              પોતાની મોર્ડન વિચારો ધરાવતી દીકરી કાજલ માટે દિવ્યાબહેને ઘણા નાતાઓ જોયા પણ દરેક વખતે કાજલ ના જ પાડી દેતી એને લગ્ન કરવામાં કોઈ જ રસ નોહતો કારણ એને એના મમ્મી પપ્પાના લગ્નમાં પડેલું ભંગાણ જોયું હતું તેમ છતાં દિવ્યાબહેન દીકરી ના ભવિષ્ય માટે કંઈક સારા સારા નાતાઓ જોવાનું ચાલુ રાખ્યું આકાશ પટેલ જે અમેરિકામાં રહે છે એ કાજલ ને જોવા છેક અહીંયા આવ્યો કે પછી દિવ્યાબહેને એને છેક અહીંયા બોલાવ્યો કારણ કે દિવ્યાબહેન નું માનવું હતું કે ઓનલાઈન વાતચીત કરી પરિચય મેળવવા કરતા રૂબરૂ મળી એકબીજા ને સંપૂર્ણ જાણી લેવું જોઈએ 
            આકાશ અને કાજલ મળ્યા બન્ને એ એક કોફીશોપમાં સાથે થોડો સમય વિતાવ્યો પણ  જ્યારે લગ્નની વાત આવી કાજલે સાફ ના કહી દીધી કાજલની આ હરકત પર દિવ્યાબહેન ને કાજલ પર  સહેજ ગુસ્સો પણ એ જાણતા હતા કે એણે આકાશ ને લગ્ન માટે શુ કામ ના કહી એના મનમાં ક્યાંક કઈક ખટકે છે કે એ લગ્ન થી આમ સતત દૂર ભાગે છે મારે એની સાથે વાત કરવી જ પડશે..
 
સાંજે નિરાંતે બાલ્કનીમાં કાજલની સામે કોફીની મજા લેતા જ દિવ્યા બહેને વાત કરતા કહ્યું
          "બેટા કેટલા છોકરાઓ ને રિજેક્ટ કરીશ હવે તારી ઉંમર વધી રહી છે મને લાગે છે કે તારે હવે સેટ થઈ જવું જોઈએ.."
           કાજલ મજાકમાં સહેજ મલકાઈ ને બોલી "કેટલા મિન્સ અરે વિસ છોકરા જ બતાવ્યા છે તે..એમાંય બધા નંગ હતા.."
           દિવ્યાબહેને સહેજ હસીને કહ્યું "તારે હીરો જ જોઈએ છે ને."
           કોફીનો કપ ટેબલ પર મૂકી કાજલે હસતા કહ્યું 
           "મારે હીરો જોઈએ છે નંગ નહીં આમ પણ મારા સ્ટેટ્સ ને મારા ખર્ચા ને મારા નખરા ને પોહચી વળે એવો કોઈ બન્યો જ નથી.."
           કાજલ ને લગ્ન કરવા જ નોહતા અને એટલે જ એ પોતાની ભારી ભરખમ ડિમાન્ડસ સંભળાવી દેતી જે સાંભળી ને મુરતિયો ભાગી જતો, કોઈ એની ડિમાન્ડસ સ્વીકારી લે તો પણ એને એ રિજેક્ટ કરી દેતી 
 સહેજ ગંભીર બની કોફી નો ઘૂંટ ભરતા દિવ્યાબહેન બોલ્યા          
          "સમય આવ્યે જાત સાથે સંજોતો કરવો પડે દીકરી"
           દિવ્યાબહેન કેવા સંજોતા ની વાત કરી રહ્યા હતા એ કાજલ સમજી ગઈ એ સહેજ ગુસ્સામાં આવી ગઈ ને પોતાની જગ્યાએ થી ઉભી થતા બોલી 
       "જેમ તે કર્યો હતો..તું પ્રેમ પ્રેમ કરીને એક મિડલકલાસ સાથે લગ્ન કર્યા હતા શુ થયું એનું.. તને ને મને મૂકી ને ભાગી ગયો ને.."
           દિવ્યાબહેન નો ભૂતકાળ કોઈ ફિલ્મની રિલની જેમ એકસામટો આંખ સામે આવી જતો રહ્યો એણે દુપટ્ટાની કિનારી વડે એણે આંખમાં આવેલા આંસુ સાફ કર્યા અને કહ્યું 
          "કાજલ એમ નહીં બોલવાનું આખરે એ તારા પિતા છે.."
           કાજલ ગુસ્સામાં જ હતી એણે કહ્યું "પિતા માય ફૂટ.. 
           પછી એની સામે બીસી એનો હાથ પોતાના હાથમાં લઈ આગળ ઉમેર્યું "માં આ જ કારણ છે કે હું લગ્ન થી દૂર ભાગુ છું કારણ કે આ પુરુષ જાત જ સાલી આવી હોય છે.. સ્ત્રી એના માટે એક રમકડું માત્ર છે જ્યાં સુધી રમકડું રમવા યોગ્ય છે ત્યાં સુધી રમી લે ને પછી એને ફેંકી નવું રમકડું શોધવા માંડવાનું"
          
          દિવ્યાબહેને એને સમજાવી 
          "દીકરી બધા પુરુષો સરખા નથી હોતા..જેમ દુનિયામાં રાવણો છે એમ ક્યાંક કોઈ રામ પણ હશે જ ને.."
          કાજલે કહ્યું "એ રામે પણ માં કોઈના કહેવા થી સીતાનો ત્યાગ કર્યો હતો..
        
          દિવ્યાબહેન પુત્રી ને કેમ સમજાવવી એજ નોહતી ખબર પડતી એણે કહ્યું
         " તને મારે કેમ સમજાવવી.."
          કાજલ કહ્યું "માં તું ઈચ્છે છે ને કે હું લગ્ન કરી એકદમ સેટલ થઈ જવું તો સાંભળી લે જ્યાં સુધી મને કોઈ નિસ્વાર્થ પ્રેમ કરવા વાળું પાત્ર ના મળે ત્યાર સુધી તો હું લગ્ન નથી જ કરવાની.."
          દિવ્યાબહેન ને એના પતિએ લગ્ન પહેલા કહેલી એક વાત યાદ આવી ગઈ 
          એનો પતિ રમણ એને કહેતો હતો કે દિવ્યા આ દુનિયા આખી સાવ સ્વાર્થી છે સ્વાર્થ વિના આ દુનિયામાં કોઈ કશું નથી કરતું મારો પણ સ્વાર્થ છે કે તારી સાથે લગ્ન કરીશ તો મારે કમાવવાની જરૂર નહીં પડે 
          એ વખતે દિવ્યાબહેન ને હતું કે ભલે એ મારી દોલત માટે મને ચાહે છે પણ મારી ચાહત તો સાચી છે ને એ જ વિચારે દિવ્યાબહેને રમણ સાથે લગ્ન કર્યા ને જ્યાં બે વર્ષ પછી રમણ બધી જ પ્રોપર્ટી પોતાને નામ કરી દિવ્યાબહેન અને કાજલ ને મૂકી ચાલ્યો ગયો એ વખતે કાજલ માત્ર ચાર મહિના ની હતી એ પછી અસંખ્ય તકલીફોમાં કાજલ ને કેવી રીતે ભણાવી ગણાવી મોટી કરી એ તો દિવ્યાબહેન જ જાણતા હતા 
          દિવ્યાબહેન ભૂતકાળની યાદોમાં થી વર્તમાનમાં પાછા ફર્યા અને કાજલ સામે જોઈ હળવું સ્મિત કરી કહ્યું 
         "આ સ્વાર્થી દુનિયા છે બેટા અહીંયા દરેકને કોઈને કોઈ તો સ્વાર્થ હોવાનો જ"
          કાજલે દિવ્યાબહેનનો હાથ સહેજ દબાવતા કહ્યું 
         "માં એટલે જ ડર લાગે છે સહારો શોધવા કરતા તો એકલું રહેવું સારું.. ને હું ક્યાં એકલી છું તું છે ને મારી સાથે."
       દિવ્યાબહેન ને આજની નહીં પણ ભવિષ્યની ચિંતા હતી કે આજે તો કાજલ મારા સહારે જીવી લેશે પણ કાલે..? એને કાજલની આંખોમાં જોઈ સવાલભરી નજરે કહ્યું
       "પણ હું આજે છું ને કાલે."
        કાજલ ઉભી થઇ ને દિવ્યાબહેન ની પાસે આવી પાછળથી એને ખભે માથું મૂકી એને ગળે લાગી ગઈ અને કહ્યું
        "બસ માં, એક શબ્દ નહીં તું આજે પણ મારી સાથે છે ને કાલે પણ રહેવાની. આજે આંખ સામે તો કાલે યાદોમાં પણ તારું અસ્તિસ્તવ તો મારા માં જ રહશે ને."
          દિવ્યાબહેન એનો હાથ ચુમતા બોલ્યા           "આવડી અમથી હતી તું ને તારા પિતા આપણે ને મૂકી ચાલ્યા ગયા ત્યાર થી લઈને આજ સુધી તું મારો સહારો બનીને રહી છે.."
           કાજલ હસી ને બલી "માં કહેવાય છે ને એક સ્ત્રી ની લાગણી એક સ્ત્રીજ સમજી શકે છે. કોઈ પુરુષ નહીં" 
          અને કાજલની સાથે દિવ્યાબહેન પણ હસી પડ્યા. 

                                  સમાપ્ત
Email I'd, pnmakwana321@gmail.com
Mo., 7383155936