જીવનનું સત્ય - સત્ય Savan M Dankhara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનનું સત્ય - સત્ય

સાહેબ આ દુનિયા પોતે ગોળ છે તેવી રીતે એક ગોળમટોળ રીતે ચાલતી હોય એવું લાગે છે.અહીં દરેક પ્રકારના માનવી ઓ વાસ કરે છે. દરેક ની વિચારચરણી રીત ભાત વગેરે અલગ છે.અહીં દરેક ને બસ "હું" "મારું" અને "મેં" આ ત્રણ વસ્તુ સાથે જાણે દોસ્તી થઈ ગઈ હોય ને એવું લાગી રહ્યું છે.પાંચ માણસ ભેગા થાય એમાં થી ચાર લોકો માં 'અહમ' ની ગંધ જોવા મળશે. એમાંથી કોઈ પણ એક વાર તો કહેશે મેં કર્યું ,એ હું હતો , હું ના હોત તો એ શક્ય જ ન હતું..
         એટલે જ કહેવાનો મતલબ એ નથી કે લોકો બદલી ગયા છે. પણ આજે લોકો ના મન બદલાતા ગયા છે.આજે લોકો એક બીજા સાથે સંબંધ રાખે છે કેમ કે કામ આવશે .ઘણા એમ પણ કહે છે કે પણ એને શુ કામ બોલાવેછે? એ શું કામ માં આવવાનો છે? ઘણા લોકો એમ પણ કહે છે એને બોલાવવો પડે કામ નો માણસ છે.ચાલ એની સાથે જઈએ કામ કઢાવા નું છે. એને શુ કામ બોલાવવો વગર કામ નો. પણ એક દ્રષ્ટિ કોણથી જોવા જઈએ ને તો દરેક પોત પોતાની રીતે સાચા છે.
            અને દુનિયા માં લોકો સાથે મળવાનું સંબંધ બાંધવા નું એમજ નથી હોતું એ દરેક વ્યક્તિ નું કર્મ હોય છે. અહીં સર્વ એકબીજા ને પોતપોતાનો હિસાબ ચૂકતે કરવા મળે છે. ઘણા ના હિસાબ આ જન્મ માં પુરા થઈ જાય છે. તો કોઈ ના અધૂરા રહી જાય છે.એ લોકો ના કર્મ પર આધારિત છે. 
             દરેકનું ભાવિ નક્કી કરી ને જ કુદરત ધરતી પર મોકલે છે. પણ વ્યક્તિ સંગત અભિમાન,માન,મર્યાદા,ડર,લાલચ,કપટ,ભોગ, વિલાસ,કામના,મોભો,વચન,દોસ્તી,સંબંધ મજબૂરી,બંધન,વિશ્વાસ,પ્રેમ,અભિમાન,વગેરે ભાવનાત્મક વિચારો થકી માનવી પોતે ધરતી પરમાત્માએ જે કામ કરવા મોકલ્યા છે . એ માર્ગ ને ભૂલી કુદરત વિરુદ્ધ નું કાર્ય હાથ ધરી લે છે. 
        આમ એક માનવી પોતાની યાત્રા ધરતી ઉપર નિરંતર ચલાવ્યા કરે છે. અને એકચક્ર માંથી બીજા ચક્ર માં સુખ અને દુઃખ ની સફળ યાત્રા માં ચાલ્યા કરે છે. 
             પણ થોડું પાંચ મિનિટ નો ટાઈમ લઇ એક પલ પણ તમે વિચાર કર્યો છે. આ અભિમાન, હોદ્દો,માન, પૈસો કદી કોઈના સગા થયા છે. આપણે જોઈએ જ છીએ ને દોસ્તી કયાં સુધી હોય છે. શેરી માં મિત્રો સાથે રહેતા હોઈએ ત્યાં સુધી એની સાથે તમેં રહેશો દરરોજ મળશો સુખ દુઃખ ની વાતો કરી ઘણા વચનો માં બંધાશો અને આખરે એ અમુક સમય બાદ તમારાથી દુર ચાલ્યો જશે . ધીરે ધીરે મળવાનું ઓછું થતું જશે . અને તમારો એ મિત્ર પ્રત્યેની લાગણી પ્રેમ ઓછા થતા જાય એવું લાગે છે. ખરેખર એ દોસ્તી હોય કે કોઈ પણ સંબંધ હોય ભાઈ-ભાઈ નો ,ભાઈ-બહેન નો ,મા-બાપ-દીકરા કે દીકરી વચ્ચેનો હોય,ગુરુ શિષ્ય નો હોય તો પણ એ નિસ્વાર્થ નથી હોતો.એ પ્રેમ કરવા માટે દિલ સાફ હોવું જોઈએ કોઈ પણ પ્રકારનું મન માં સામે વાળા પ્રત્યે કપટ કે આશા ના હોવી જોઈએ.ઈર્ષ્યા કે અન્ય ભાવના ના હોવી જોઈએ.કરેલા ઉપકારો ભૂલી જાવ જોઈએ . અને "આપણા પર કોઈ ઉપકાર કરે એને કદી ભૂલવા પણ ના જોવે".
               જીવન માં કોઈ ના પર આશા ના રાખો પેલી કહેવત છે ને "પારકી આશ સદા નિરાશ". તમે હમેશાં પોતાના હાથમાં લખાયેલી રેખા ના જુવો એ રેખા તમે પોતાની જાતે બનાવો 
તમે પાણીનીને તો ઓળખો છો ને વિદ્યા મેળવવા માટે જ્યારે ગુરૂ ના આશ્રમમાં જાય છે.ત્યારે ગુરુ કહે છે કે તારા હાથ પર વિદ્યા ની કોઈ રેખા જ નથી ત્યારે પાણીની એ છરી વડે રેખા બનાવી ગુરુ પાસે જાય છે. ત્યારે વિદ્યા મેળવવાની ઉત્સુકતા અને દ્રઢ નિર્ણય જોઈ ગુરુ પોતાનાં આશ્રમમાં રાખી લે છે. એજ પાણીની સંસ્કૃત વ્યાકરણ ના શોધક બન્યા.
      એટલે વ્યક્તિ એ ભરોસો મૂકી પોતાની રીતે ડગ ભરવાનું ચાલુ કરી દેવુ જોઈએ . આખરે જે મળે એ સંતોષ રાખી જીવનના આ પંથમાં કંઈક ને કઈક મેળવી અથવા ગુમાવી આગળ વધવાનું એ એક મહાન યજ્ઞ સમાન જ છે.
         પૂર્ણ તો પુરશોમ પોતે પણ નતા તો આપણે તો કાળા માથા ના માનવી