Safadtana 3 paya books and stories free download online pdf in Gujarati

સફળતાનાં ૩ પાયા

સાહસી બનો

યા હું હોમ કર કૂદી પાડો

ફતે સે આગે

જીત તુમ્હારી હી હોગી

કવિ નર્મદના આ શબ્દો સાંભળતા જ મનમાં કઈ કામ કરવા પ્રેરાય જઈએ છીએ પણ આપણી ગુજરાતી માં કહેવત છે "સાહસ વિના સિદ્ધિ નહીં" વ્યક્તિ પાસે સમય હોય પૈસા હોય આવડત હોય કાલા હોય કૌશલ્ય હોય પરંતુ તેની પાસે સાહસ જ ના હોય તો, પોતાની આવડત કે કૌશલ્ય ને બહાર લાવવા માં ડરતો હોય, પરિણામ ની ચિંતા હોય બીજા શું વિચારશે એવું લાગતું હોય છે. તો પોતાની પાસે રહેલું બધું નકામું છે.

મિત્રો આપણી પાસે પૈસા હોય અને કઈ ધંધો કે અન્ય કોઈ ની સાથે જોડાઈ ને કામ કરવા માંગતા હોઈએ ત્યારે કોઈ પણ પ્રકાર નો સંકોચ કાર્ય વગર જ જોડાઈ જવું જોઈએ પછી ગમે તે ફિલ્ડ માં જાવ તમારે પરિણામ ની આશા ન રાખવી જોઈએ. કોઈ પણ જગ્યાએ ભવિષ્ય હોતું નથી અપને તે ભવિષ્ય ને બનાવવું પડતું હોય છે. તેથી જ કહેવાનું મન થાય છે કે અંધારા માં પ્રકાશ ફેલાવવા માટે જેટલો દીવો જરૂરી છે તેવી જ રીતે કઈ નવું કરવા માટે સાહસ પણ જરૂરી છે.રાજા બનવા માટે લોકો ની લાઈન લગતી હોય છે પણ જયારે સાચો રાજા એને કહેવાય કે પ્રજા ના સુખ દુઃખોને પોતા ના સુખ-દુઃખ સમજે અને યુદ્ધના સમય માં પોતે સદા સાહસ દર્શાવતો હોય તે રાજા બનવા ને લાયક છે તેવી જ રીતે નવું સાહસ કરવા માટે તારે સામે લખો તમારા હરીફો ઉભા હશે પણ તમારે જો એ હરીફો ને પછાડવા નું સાહસ કરી તે કામ માટે પુરા તન મન થી સાહસ કરી કાર્ય નો આરંભ કરો તમે જરૂર સફળ બનશો

પરંતુ આજે ભણી ભણી સારી એવી પોસ્ટ મેળવેલા ઘણા યુવાનોમાં પણ સાહસ ની કમી જોવા મળે છે. એ તો શું ઘણા વિધાર્થી મિત્રો માં એટલું પણ સાહસ નથી હોતું કે ક્લાસ માં ઉભા ઉભા તો નહીં પણ બેઠા બેઠા પણ જવાબ નથી આપી શકતા દરેક વિધાર્થી અથવા તો દરેક વાચકો ને મારી વિનંતી છે કે સાચો હોય કે ખોટો પણ અંશ આપો તેમાંથી તમને ઘણું બધું જાણવા મળશે જયારે તમે બોલવાનું સ્ટાર્ટિંગ કરશો ત્યારથી જ તમે તમારા વિકાસની શરૂઆત કરશો એ વાતપણ ચોક્કસ છે .

તમને ઘણી વખત તમે નોકરી કરતા હશો અથવા તો શાળા માં તમારા શિક્ષક ,ઘરે લગ્ન પ્રસંગો માં, ગામ કે સમાજ ના કોઈ ફંક્શન માં તમને કઈ જવાબદારી આપતા હશે તે જવાબદારી સ્વીકારવી એ પણ એક સાહસ જ છે ત્યારે પછી એમ ની કે હું એ નહીં કરી શકું કે પછી બીજા ને આપો તમને જે કામ સોંપે તે બેફિકર કરી નાખો અને જ્યારથી કામ ઉપાડવા ના સાહસ ની શરૂઆત કરી ત્યારથી જ તમારી પ્રગતિ જોવા મળશે

સાહસ સુધી પહોંચવા માટે તમે સફળતા ની રહે ટોપ લેવલ બુક કે ધ્યેય વિશ્વાસ .....જેવા ઘણા તબક્કા વાંચ્યા હશે જે દરેક માનવી ના જીવનમાં વિકાસ માટે જરૂરી બને છે પણ વ્યક્તિ જયારે સાહસ ઉપાડે ત્યારે ત્યારે ઉપર ના દરેક ગન આપો આપ આવી જાય છે અને આખરે તમે નક્કી કરેલું ધ્યેય સિદ્ધ થાય છે

સાહસ ને લઇ દોડ્યો હું આકાશ

દયેય વિશ્વાસ અને નિશ્વય દોડ્યા પાછળ અમારી

સાવન કહે આખરે

સફળતા એ પકડી આંગળી અમારી

પ્રયત્નશીલતા

||મત રૂક્ના મત થકના એક કામ કરકે મેરે યાર

વાહ કામ જબ તક કરના જબ તક જીત ના મિલે ||

જીવનમાં કોઈ પણ પ્રકારનું ધ્યેય નક્કી કાર્ય પછી તે દયેયને પામવાની તીવ્ર ઈચ્છા થાય છે. અને ત્યાર બાદ, વ્યક્તિ હોય કે પછી પ્રાણી યા ની કે પુરી જીવસૃષ્ટિ ધ્યેયરૂપી ઈચ્છાને મેળવવા વારંવાર પ્રયત્ન કરે છે. અને આખરે સફળતાનાં શિખર ચડીને બતાવે છે.

દરેક વ્યક્તિને પ્રથમ પ્રયત્ને જીત મળી ગઈ એવું નથી. પોતાના જીવનના સ્વપ્નને પુરા કરવા માટે રાત-દિવસ એક કરીને મહેનતથી જ આગળ વધેલા છે. અને મહેનત એ પ્રયત્નશીલતા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. ઇતિહાસમાં એવા પણ લોકો ઉદાહરણ છે, કે પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે આખી જિંદગી ધસી નાખે તોય પોતાના સંકલ્પને પામી નથી શકતા, પરંતુ તે પોતાનું ધેય ને મેળવવા માટે પોતે પ્રયત્નો છોડતા નથી. પછી ભલે પોતાના જીવની પણ પરવા નથી કરતા. અને આખરે ઘણા વ્યક્તિ ને મોડી તો મોડી પણ સફળતા મળશે.

તમે જીવન માં વારંવાર પ્રયત્ન કરશો તેમ તેમ તમારો આત્મવિશ્વાસ વધશે "જેટલો ટમાટો પોતાના પર નો વિશ્વાસ વધારે એટલો જ જીતનો પાયો તમારો વધુ મજબૂત બનશે. એટલે જ મને એક કહેવત યાદ આવે છે.

||જંગ આદમીયોં સે નહીં

હોસલોસે લડી જતી હે||

પ્રયત્ન શીલતા જોઈએ તો નાનકડી કીડી દીવાલ ઉપર ચડવા કેટલી બધી વાર મહેનત કરે છે, અને પડે છે. પ્રથમવાર થોડું ચડે એમ બીજી વાર એનાથી આગળ ચડે છે, પડે છે. અને આખરે એ દીવાલ પર ચડી જાય છે. જો આ નાનકડું પ્રાણી આટલી બધી મહેનત કરી પોતાના સ્વપ્નને સાકાર કરે છે તો અપને તો માનવી અને કેવાય છે ને કાલા માથાનો માનવી ધારે એ કરી શકે છે. માત્ર ધીરજ અને મહેનતની જ જરૂર છે.

મિત્રો તમારી પાસે હજુ ઘણો સમય છે તમે ધારો એ કરી શકો છો હજુ તમે કશું ગુમાવ્યું જ નથી.તમારે જજે ધ્યેય ને પામવા કોઈ વસ્તુ માટે તમારે બહાર દોડવા ની કે કોઈની પાસે ભીખ માંગવાની જરૂર નથી ભગવાને તમને બધું જ આપ્યું છે સમય ને સાચવી ને માત્ર મહેનત કરો સફળતા સામે ચાલી ને તમારા ચરણો પકડશે.

તમે તમારા મન ઉપર કાબુ રાખી ફટાફટ તમારા દયેય ની તરફ દોડવા લાગો. અને તમારા મન ઉપર તમારે જ કાબુ રાખવાનો છે. તમે તમારા મનના નોકર નહીં મલિક છવો તમે જેવું વિચારો તરફ લઇ જવા માટે તમારે તમારા મનને હુકમ આપવાનો છે.નહીં કે મન કે એમ કરવું.તમે કંટાળી ને તમારા ધ્યેયને છોડી ના દો તમારા એ ધ્યેય પૂરું કરવા તમારી ખામી શોધો "સમસ્યા હશે તો એનું નિરાકરણ પણ મળીજ જશે". તમારા જીવનમાં દરેક માર્ગ બંધ નથી કોઈને કોઈ રસ્તો તો નીકળતો જ હશે. તો શું કામ માની બેઠા છવો કે હરિ ગયો છું? એવું વિચારો

|| દુનિયા અભી જીતી નહીં હે,

ઓર

મેં અભી હાર નહીં હું ||

થોમસ અલ્વા એડીશને એક અથવા બેવાર પ્રયત્ન કરીને બેસી ગયા હોત. તો શું, આપણે અંજવાળું જોઈ શક્યા હોત ? તેને પોતાની જાત ઉપર વિશ્વાસ રાખીને ૯૯ વખત પ્રયત્ન કરી ૧૦૦ મી વાર સફળ રહ્યા અને બલ્બ ની શોધ થઇ છે.

આપણા સમાજની એક જ લાક્ષણિકતા છે તમે ગમે તે કામ કરવા જતા હોઈએ અને એમાં ભી કઈ ભૂલ થાય તો સંભળાવી જાય ,વારંવાર ટોક્યા કરે , એમાં પણ ઘણી વાર લોકો વચ્ચે પણ ઉતારી પડે ને ઈજ્જત નો ફાલુદો કરી નાખે અને અપને મોં બતાવ ને પણ લાયકજ ના રહીયે.. અમુક સમાચાર તો એવા વાયુ વેગે ફેલાવે કે જાણે મેટ્રો ટ્રેન શું વીજળી ની પણ આટલી ઝડપ ના હોય .

પણ તમારે કદી ચિંતા કર્યા વગર જ તમારા ગોલ ને મૂકી દેવાનો કે દુઃખી થવાની જરૂર નથી હાથી રસ્તા માં જતો હોય ત્યારે કુતરા તો ભસવાના જ પણ એ પોતાના રસ્તે સીધો ચાલ્યા જ કરે છે પણ લોકોની નજર એ હાથી અને કુતરા ને જોવાની નજર અલગ અલગ જ છે .પણ શું આપણે કઈ નવું કરવા જઈએ ત્યારે લોકો તો કાદવ તો ઉડાવવા ના જ તો શું એનાથી ડરી જવું ? શું તમારે કઈ કર્યા વગર બેસી રહેવું ? શું તમારી ઈચ્છા નથી કે તમને યાદ કરે ? તમે કૈક નવું કરો ? તમે લોકો માટે પ્રેરણા બનો ? તમે દેશ કે દુનિયા ને કંઈક નવું આપો.

હા, જરૂર તો આજથી જ પ્રયત્નો અને પ્રછડ મહેનતની જરૂર છે. અને જયારે તમે સફળ થશો અને ત્યારે એ જ લોકો સામે છાલીને તમારી વાહ વાહ કરશે

પણ હજુ એક વાર વિચાર કરી જે દિશામાં આગળ વધવું છે એ જ દિશામાં એક જ દયેય નક્કી કરી આગળ વધો અને એક જ સારા એવા ક્ષેત્રમાં મહેનત લગાતાર કાર્ય પછી તમે જરૂર એક વાર આગળ વધશો ભલે તમે એક જ કામ અલગ અલગ રીતે ના કરી શકતા હોય તો એ એક જ કામ વારંવાર કરો કહેવાનો મતલબ એજ છે તમે જેમાં છવો એમાં બેસ્ટ છવો એક જ ધેય ને પકડી આગળ વધો ઉઠો અને કામે લાગો સફળતા તમારો દરવાજો ખખડાવશે.

વિચાર શક્તિ

આપણે હજુ કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યું જ નથી હજુ મનમાં ઘણી બધી સ્મૃતિ આપણને સામે દેખાય છે તે સ્મૃતિ ને આપણે ભાષા માં આકાર આપીયે તેને વિચાર કહીયે છિયે. દરેક વ્યક્તિ ને જીવન માં હંમેશા બે પ્રકારની વિચાર શક્તિ હોય છે.

(1) હકારાત્મક

(2) નકારાત્મક

હકારાત્મક શક્તિ હંમેશા વ્યક્તિના જીવનને ગતિશીલ બનાવે છે. હંમેશા આપણે સફળતા મેળવવા માટે હકારાત્મક વિચારને જ આપણો સાથી બનાવવો જોઈએ. જો આપણી સાથે હકારાત્મક વિચાર સાથે નહીં હોય. તો આપણે કદી સફળતાનાં ડગ ભરી નહીં શકીયે.આપણે જે કાર્ય ને પાર પાડવા જઈ રહ્યા છીયે એના માટે માનવી ને પોતાનો સકારાત્મક આત્મા નો અવાજ સાંભળી આગળ વધવું જોઈએ.

આપણને પોતાના પર વિશ્વાસ રાખી હું ગમે તે કરી શકું છું. (I CAN DO) અને બ્રહ્માંડ ની સારી શક્તિ મારી સાથે છે, એવું કહેનાર સ્વામી વિવેકાનંદ ક્યાંથી ભુલાય આવો વિચાર કરી વાંચવા લખવા કઈ નવું કરવા ધંધો હોય કે કોઈ પણ પ્રકારનું અધૂરું કાર્ય હોય હકારાત્મક વિચાર રાખી કામે લાગી પડો, આજ નહીં તો કાલે પણ તમે તમારા સ્વપ્નને સાકાર કરશો.

સફળતા મેળવવા માટે માત્ર હકારાત્મક વિચાર કાર્ય કરવા પૂરતો સીમિત નથી. પરંતુ, તે જીવન જીવવાની સફળતા માં પણ તે ડગલે ને પગલે વફાદાર ની જેમ સાથી બની રહેશે, તમે જયારે પણ સમાજમાં કઈ નવું અને સારું કરવા માટે કઈ જય રહ્યા હોવ, ત્યારે પણ. હકારાત્મક વિચારની જરૂર પડે છે. બીજા ભલે ગમે તે કહે. તેની વાત માં ધ્યાન આપવાની જરૂર જ નથી. ધીરુભાઈ એ કહ્યું છે, ને કે જયારે તમે કઈ પણ કામ કરવા જતા હોવ, અને તમારા વિષે જયારે કોઈ કટાક્ષ બોલે ત્યારે સમજવું, કે તમે, કઈ સારું કાર્ય કરવા તરફ જય રહ્યા છવો. તમે જે રસ્તો પકડ્યો છે, તે એકદમ સાચો છે. તમે સફળતા તરફ ઉડાન ભરી રહ્યા છો, અને તે એકદમ સાચું છે.

જયારે તમારી બાજુમાં કોઈ વ્યક્તિ નવી બાઈક કે કોઈ પણ વસ્તુ લાવે ત્યારે લોકોને એવું થાય છે કે અપને ક્યારે લઈશું ? હું ક્યારે લઈશ ? હું પણ એકવાર લઈશ? આવા ઘણા આ માનવ મનમાં વિચાર આવ્યા જ કરે છે. આવા વિચાર માનવી ના અંતર-આત્મા થી ઉતરી આવે છે. તેથી તેનો દ્રષ્ટિ કોણ અલગ અલગ હોય છે. તેવા સમયે હંમેશા હકારાત્મક વિચાર લઇ હું પણ મહેનત કરી સારું કમાઈશ અને આવી જ કાર લઈશ અને કોઈ વડવા એ ખુબ મહેનત કરી હશે તેથી આજ ખરીદી શક્યા છે. હું પણ એજ કહીશ અને હંમેશા એક વાત યાદ રાખવાની કે જીવન માં જે થાય છે, એ સારા માટૅ જ અને તારા માટે જ થાય છે.તમારા વિચાર જ તમારું ઘડતર કરે છે. જેટલા વિચાર મજબૂત અને સારા હશે એટલો તમારો વિકાસ અને સફળતા એટલી જ મજબૂત હશે. તેથી જ માનવી ના જીવન માં વિચાર સૌથી મહત્વ ની શક્તિ માનવામાં આવે છે. જો માનવી ના જીવન માં વિચારશક્તિ મજબૂત હશે તો એ મૃત્યુ શય્યા પરથી પણ ઉભો થઇ શકશે પણ જેનો વિચાર જ નબળો હશેતે વ્યક્તિ ગમે તે કરજે પણ નેગેટિવે હશે તો તે પોતાનો વિકાસ જ નહીં સાંધી શકે. તમે જેવું વિચારશો એવા જ સમાજ સામે પ્રગટ થશો. માનવી ના ચરિત્રનું નિર્માણ વ્યક્તિ ના વિચારોથી નિર્માણ થાય છે. તેનાથી જ વ્યક્તિત્વ નું નિર્માણ પણ શક્ય બને છે

તમારી સાથે સારા મિત્રો હશે, તો તમે હંમેશા સારા જ વિચારો અને સારી આદતો આવશે. ખરાબ સંગત હશે, તો ખરાબ આદત હશે, તમે સારું જોશો તો સારા જ દેખાશે.. આને ખરાબ જોશો તો હંમેશા આ સુષ્ટ્રી ખરાબ જ દેખાશે. અને તમારા સ્વભાવ નું નિર્માણ તમારા વિચાર પર જ આધારિત છે. અને પરથી જ નક્કી થાય છે, કે તમે કેવા પદચિન્હો ઉપર ચાલવા માંગો છો.હમેશા જીવન માં એકવાત યાદ રાખજો તમે જીવન માં આગળ વધવા માટે બીજા ની લીટી ભૂંસ્યા વગર આપણી લીટી મોટી કરજો. નકારાત્મકતા

આ દુનિયા માં નવી પેઠી જોવા જઈએ તો હંમેશા નકારાત્મક વિચાર શક્તિ વાળા જોવા મળે છે. નાની એવી વાતો માં મુંજાય જાય છે. વિચાર વિહીન બની જાય છે.પોતાના સ્વાર્થ જ નો જ વિચાર કરે છે. બાકી બધા નું જે થવું હોય તે થાય પણ આપણું થઇ જવું જોઈએ. જયારે બધાની સાથે કદમ મિલાવી ને ચાલીયે તો જ ચાલવા ની મજા આવે છે. એકલો માનવી તો કંટાળી જાય છે. તેથી મને બે લીટી કહેવાનું મન થાય છે.

ચલના હૈ જિંદગી મેં આગે

તો માટે લગન દિલ મેં નફરત કી આગ

વરના તું હી જલજાયેગા અંદર

બીના બઢે તુમ આગે

જયારે પણ મનમાં નકારાત્મક વિચાર આવે એટલે તેના મનમાંથી દૂર કરી નાખો મનમાંજ વિચાર કરો તમને જે વિચાર આવતો હોય તેનાથી ઉલટો વિચાર કરવા લાગો. બીજા પ્રત્યે રાગ દ્રેષ શું કામ તમે પણ એટલી મહેનત કરો તો તમને પણ મળશે કુદરત ના નિયમ મુજબ આજ નહીં તો કાલે સફળતા તેમજ કર્મ નું ફળ તો મળશે જ બીજા ને પારકો નહીં પણ પોતાના જ માનો બાધાપ્રત્યે પ્રેમ ની ભાવના ઉદભવો બીજા એ મારુ શું બગાડયાતું તો મને દ્રેષ આવે અને મારી પાસે પેલા હતું એના થી તો કઈ વધારે તો છેજ રતમારી પાસે જેટલું જ્ઞાન વધારે એટલા તમે મોટા અને મહાન તો પછી બીજી લોભામણી શું કામની ? બધું ભૂલી બસ સકારાત્મક વિચાર રાખવા થી જીવન માં હંમેશા પ્રગતિ જ આવે છે.

જેટલા આપણા જીવન માં નકારાત્મક વિચાર હશે, તેટલો આપણા જીવન માં ગુસ્સો અને દ્રેષ વધારે આવશે, અને ચેહરા પર નું સુંદર હાસ્ય ખોરવાઈ જાય છે. કારણ કે, આપણે આપણા સામાજિક આર્થિક કે અન્ય વ્યવહારો પણ સાચવી શકતા નથી. તેથી સમાજ માં આપણે ટીકા ને પાત્ર થઇ જઈએ છીએ, જેમ વ્યક્તિ, સારું વિચારી શકતો નથી તે વ્યક્તિ આખરે નિષ્ફળતાને આરે આવે છે. તેથી એક વાર કહેવાનું મન થાય છે કે ભારતીય સંસ્કૃતિ મુજબ શ્રેષ્ઠ વિચારી શ્રેષ્ઠ કામ કરી શ્રેષ્ઠ બનો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED