નસીબ ના ખેલ... 14 પારૂલ ઠક્કર... યાદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ ના ખેલ... 14

     ધીરજલાલ પાસે બીજો કોઈ વિકલ્પ અત્યારે તો ન હતો... એટલે એમણે અત્યારે આ સારવાર ચાલુ રાખવાનું જ સારું સમજ્યું....  અને ધરા ને લઈ ને ઘરે આવ્યા... ઇન્જેક્શન ને લીધે ધીમે ધીમે હાથ ના સોજા ઓછા થયા... દુખાવાની દવા ને કારણે ધરા ને થોડી રાહત પણ થઈ.... પણ આ ક્ષણિક રાહત હતી એ ધરા નોહતી જાણતી...   સાંજે ફરી દવાખાને લઈ ગયા ધરા ને... ત્યાં ડૉક્ટરએ કીધું કે જે મજબૂત મન ન હોય એ ધરા સાથે રહે.... બીજા બહાર  બેસો... ત્યારે તો ધીરાજલાલે ધરા પાસે રહેવાનું નક્કી કર્યું... 

        ધરા ના હાથ નો સોજો થોડો ઓછો થયો હતો એટલે ડોક્ટરે ધરા ના બધા જ ફોડલા ફોડવાનું શરૂ કર્યું.... ફોડલા ફૂટતા જ ધરા ને બળતરા વધવા લાગી... તેના થી ચીસ પડાઈ ગઈ અને એની ચીસ થી  ધીરજલાલ હચમચી ગયા.... અને બહાર નીકળી ગયા... એ ન જોઈ શક્યા ધરા ની આ હાલત....
        ધીરજલાલ બહાર નીકળી ગયા એટલે હંસાબેન ધરા પાસે પહોંચી ગયા.. એમણે ધરા ને સંભાળી.. ધરા ના બધા ફોડલા ફોડી ને મૃત ચામડી કાઢી નાખવામાં આવી... અને પછી ડ્રેસિંગ કરવામાં આવ્યું.. ડ્રેસિંગ વખતે લગાડતો મલમ ઠંડક આપતો હતો.. તેથી ધરા ને હવે સારું લાગ્યું... જો કે ડ્રેસિંગ માં ફકત મલમ જ લગાડતો હતો... બાકી હાથ ખુલ્લો જ રાખવાનો હતો... પાટો બાંધવાનો ન હતો.. દાઝેલો ભાગ  ખુલ્લો જ રાખવો એમ ડોક્ટર ની સલાહ હતી... 
        રોજ એ મુજબ હાથ આખો દિવસ ખુલ્લો રાખવામાં આવતો... ધરા કાઈ જ કરી નોહતી શક્તિ...  હાથ વાળી પણ નોહતી શકતી.. એને રોજ એના મમ્મી કે પપ્પા જ જમાડતા હતા.. ..રોજ ડ્રેસિંગ માટે ધરા ને લઈ જવામાં આવતી... રોજ દાઝેલા ઘા પર મલમ ને કારણે બાજી ગયેલા પોપડા (મૃત ચામડી) ઘસી ને સાફ કરવામાં આવતી... એ સમયે  ધરા હંમેશા ચીસ પાડી ઉઠતી... એ સહન થતું  ન હતું ધરા થી... (અને ધીરજલાલ થી પણ ક્યાં સહન થતી ધરા ની આ હાલત??)

           પોતાની આ પરિસ્થિતિ માં ધરા પેલા ડિપ્લોમા કોર્સ માં પણ હાજરી નોહતી આપી શકતી... જો કે ત્યાં જાણ કરી દેવામાં આવી હતી ધરા ની હાલત ની.. એટલે બીજો કોઈ વાંધો ન હતો... 
           આમ ને આમ 20 દિવસ ચાલ્યા ગયા... ધરા ના હાથ માં હવે ઘણો સુધારો હતો.. દાઝ્યાના ઘા હવે ઘણા રૂઝાવા લાગ્યા હતા... ડ્રેસિંગ હવે એકાંતરા થવા લાગ્યું... હવે પહેલા જેટલી બળતરા પણ નોહતી થતી ધરા ને... થોડું થોડું પોતાનું કામ કરી શકતી હતી ધરા.. પોતાની હાથે જમી પણ શકતી હતી ધરા હવે...  દવા હજી શરૂ જ હતી અને હજી આગળ પણ શરૂ રાખવાની હતી... ધીરજલાલ પણ પૂરતી કાળજી રાખતા હતા ધરા ની.. દવા માં કોઈ કચાશ નોહતા રાખતા... તો હંસાબેન પણ ખાવાપીવામાં પૂરતી પરેજી જાળવતા હતા ધરાની... એમને ખૂબ જ બીક હતી કે એક તો દીકરી ની જાત છે.. અને જો આ દાઝેલના કોઈ નિશાન કોઈ ડાઘ રહી જશે તો એને પરણાવવામાં ખૂબ મુશ્કેલી આવશે..  ધરા નું ભવિષ્ય ખરાબ થશે... શુ થશે ધરા નું.. ???? 


            જો કે આ જ ડર ધીરજલાલ ને પણ હતો..  કુદરતે આમ તો ધરા ને નાક નકશો ખૂબ   સુંદર આપ્યા હતા... દેખાવડી અને નમણી હતી ધરા... પણ આ દાઝેલા ના કોઈ ડાઘ રહી જશે તો...???? ધીરજલાલ હંમેશા ભગવાન ને પ્રાર્થના કરતા કે ધરા ને એકદમ સાજી કરી દયે... બંને પતિ- પત્ની એ માનતાઓ પણ રાખી હતી આ માટે....
             

          અને બંને ની શ્રદ્ધા ફળી... અને બંને ની બીક દૂર થઈ... દોઢ બે માસ ના સમય બાદ ધરા ના હાથ એકદમ સારા થઈ ગયા... સાવ   ઝાંખા એકાદ બે જગ્યા એ કાળા ડાઘ રહ્યા અને એ પણ રહેતા રહેતા સાવ નીકળી જશે એમ ડોક્ટર એ કહ્યું... જો કે એ ડાઘ પણ તરત દેખાય એવા હતા જ નહિ... ધરા એ અને એના મમ્મી-પપ્પા એ રાહત નો શ્વાસ લીધો... 

(ક્રમશઃ)