નસીબ ના ખેલ... 4 પારૂલ ઠક્કર... યાદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ ના ખેલ... 4

     ધીરુભાઈ નાનકડી ધરા ને ખૂબ જ પ્રેમ કરતા હતા.   એની  દરેક ઈચ્છા પુરી કરતા હતા... નાટક માં ધરા હતી ત્યારે એના વાળ સરસ લાંબા હતા પણ ધરા ને નાટક ના પાત્ર માં સાવ ટૂંકા વાળ માટે નકલી વાળ પહેરાવ્યા હતા... ત્યારથી ધરા ને ટૂંકા વાળ નું મન થયું હતું.... એણે એના પપ્પા (ધીરુભાઈ)  ને કીધું પણ ખરું... પણ એના મમ્મી (હંસાગૌરી) એ ના પાડી હતી....  પણ એક  દિવસ   ધીરુભાઈ એને ઘરે કાઈ કીધા વગર બહાર લઈ ગયા  અને... ઘરે આવ્યા બાપ દીકરી તો હંસાબેન તો જોતા જ રહી ગયા.... ધરા ના વાળ કાપેલા હતા, જાણે એ વખત ના વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધી જોઈ લ્યો.... એ દિવસે ધરા ને જોઈ ને હંસાબેન ખૂબ રડ્યા હતા... કમર સુધી પહોંચતા લાંબા વાળ કપાવી ને આવી હતી ધરા... જ્યારે બીજી બાજુ ધરા ખૂબ જ ખુશ હતી.... પહેલે થી પપ્પા બાજુ તો ઢળેલી હતી જ ધરા પણ હવે તો પપ્પા એના માટે હીરો બની ગયા... !!! અને  મમ્મી થી આમ પણ પહેલા એટલી નજીક તો હતી નહિ... મા દીકરી વચ્ચે ની જગ્યા થોડી વધુ મોટી થતી ગઈ....

    ધરા ની ખુશી ની સાથે સાથે ધીરુભાઈ ની આવક પણ વધતી હતી....  રસ્તા પર ઉભા રહી ને દલાલી કરતા કરતા હવે એક નાનકડી દુકાન ભાડા પર લીધી હતી.....  હંસાગૌરી નું સોના નું મંગળસૂત્ર વેચી ને એક ટેલિફોન પણ લઇ લીધો હતો.... ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર અને કમિશન એજન્ટ બની ગયા હતા ધીરુભાઈ...... ભગવાન ની દયા થી સારી એવી કમાણી થતી હતી...... એટલે ધીરુભાઈ એ ધરા ને સરકારી સ્કૂલ માંથી ઉઠાડી ને વડોદરા ની સારી ગણાય એવી સ્કૂલ માં ભણવા બેસાડી.. નવી સ્કૂલ, નવો યુનિફોર્મ, નવા મિત્રો... ધરા ખૂબ ખુશ હતી નવી સ્કૂલમાં જઇ ને.... 

      અહીંયા પણ ધરા ને અભ્યાસ ઉપરાંત અન્ય પ્રવૃત્તિ મળી ગઈ.... નવી સ્કૂલ માં સંગીત પણ શીખવાડાતું હતું, અને સીવણ પણ.... વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાતી હતી અને આ નવી શાળા માં તો નાસ્તા માટે ની કેન્ટીન પણ હતી....

    ધરા સંગીત શીખી, સીવણ માં  પણ રસ લેતી હતી... પણ એને  સૌથી વધુ વક્તૃત્વ માં ભાગ લેવો ગમતું હતું... શરૂઆત માં તો ભાગ લેતી પણ એનો નંબર નોહતો આવતો..... પણ પછી એને સમજ પડવા લાગી કે કઈ રીતે લખવું અને શુ બોલવું..... 

પછી તો સમય એવો આવ્યો કે ત્યાં ના સર અને પ્રિન્સીપાલ પણ સામે થી ધરા નું  નામ સૂચવવા લાગ્યા... ધરા હમેંશા પહેલો અથવા બીજો નંબર લઇ ને જ આવતી.... કોઈ કોયડો હોય કે ઉખાણું... ધરા ને પહેલા પૂછવામાં આવતું... અને ધરા એનો જવાબ પણ આપતી... 

  ધરા સંગીત શીખવા માં પણ રસ ધરાવતી હતી,     એકવાર એક ગઝલ ગાવા માટે ધરા ની પણ પસંદગી થઈ.... ગઝલ હતી શ્રી જલન માતરી ની....  "તકદીર ખુદ ખુદા એ લખી... પણ ગમી નથી... "     

              પણ....   ત્યારે ધરા ને ક્યાં ખબર હતી કે આ ગઝલ  આગળ જતા. એની સૌથી favorite   ગઝલ બની જશે ??!!!???  
              
                 જો કે  આ બધા માં એનું ધ્યાન વધુ રહેતું હોવાથી ભણવામાં થોડી નબળી પડતી ગઈ.... ના ના..... નપાસ નોહતી થતી... પણ માર્ક્સ ઓછા આવતા હતા.... ધરા ના પપ્પા થોડો ઠપકો આપતા હતા... અને મમ્મી નો ગુસ્સો સાતમા આસમાને પહોંચતો હતો ધરા ના માર્ક્સ જોઈને....

નાની નાની વાત માં ધરા ના મમ્મી ધરા પર ગુસ્સે થઈ જતા હતા.... ધરા ને મારતા પણ હતા... જો વધુ પડતું વાગી જાય ધરા ને તો... બહાર લઇ  જઇ ને ધરા ને  આઈસ્ક્રીમ કે બીજો કોઈ પણ ભાગ ખવડાવતા અને પછી કેહતા કે પપ્પા ને ન કહેતી કે મમ્મી એ માર્યું હતું..... નાનકડી ધરા આ લાલચ થી માની પણ જતી...


પણ એક વાર....... હંસાગૌરી એ ગુસ્સામાં   ગ્લાસ નો ઘા કર્યો ધરા  પર.... અને ધરા ને બે આંખ ની વચ્ચે નાક પર ગ્લાસ નો કાંઠો વાગ્યો... લોહી નીકળવા લાગ્યું.... અને હવે હંસાગૌરી ગભરાયા... ધીરુભાઈ નો સ્વભાવ આમ તો ખૂબ જ ગરમ... હવે શુ જવાબ આપવો ધીરુભાઈ ને  ????     ઝટપટ ધરા ને ઘા પર હળદર લગાડી ને લોહી નીકળતું બંધ કર્યું....  અને પહેલાની જેમ જ ધરા ને બહાર લઈ ગયા.... આઇસ્ક્રીમ ખવડાવ્યો... ધરા ને નેઇલપોલીશ ખૂબ ગમતી તો એ પણ લઇ દીધી.... અને પપ્પા ને મમ્મી ને માર્યું છે એમ ન કહેવાનું કીધું.... ફરી એક વાર ધરા માની ગઈ.... અને પપ્પા એ પૂછ્યું તો કીધું કે રમતા રમતા પડી ગઈ...     પણ  પછી તો જાણે આ એક ક્રમ થઈ ગયો.... ધરા માર ખાતી અને પછી  એને આઈસ્ક્રીમ ની લાંચ પણ ખવડાવવામાં આવતી.... 
 (ક્રમશઃ)